Movie: 21 Mu Tiffin (2021)
Genres: Drama
Director: Vijaygiri Bava
Writer: Raam Mori, Vijaygiri Bava
Casts: Niilam Paanchal, Raunaq Kamdar, Netri Trivedi, Deepan Shah, Jhanavi Patel, Hitesh Thakker, Raksha Nayak, Prem Gadhvi, Mehul Solanki, Maulik Nayak, Deepa Trivedi.
Production Company: Vijaygiri Filmos,
Storyline
નીતુની મમ્મી (નીલમ પંચાલ) એક મિડલ ક્લાસ ગૃહિણી છે, જે ટીફીન સર્વિસ ચલાવે છે, જેમાં તેનો બધો જ સમય જાય છે, જેનાથી તેને થોડો શારીરિક થાક અને mental disturbance પણ રહે છે, તેમના પતિ સાથે તેમનો એક રીતે યંત્રવત સબંધ ચાલી રહ્યો છે.
તેની કોલેજીયન દીકરી નીતલને (નેત્રી ત્રિવેદી) કોલેજમાં વેકેશન હોવાથી હવે તે ઘરે જ રહે છે, જેને તેની મમ્મી સાથે નજીવી બાબતે કોઈને કોઈ પ્રોબ્લેમ રહ્યા કરે છે, નીતલને સતત એવું feel થયા કરે છે કે તેના ઘરમાં તેની પોતાની privacy જેવું કંઇ રહ્યું જ નથી.
ધ્રુવ (રોનક કામદાર) અમદાવાદમાં તેની કંપનીની internship માટે આવે છે, તેના રૂમ mates નું એક વાર ટીફીન ટેસ્ટ કર્યા પછી તે પણ તે જ ટીફીન બંધાવવા માટેનો આગ્રહ કરે છે, જેથી તે નીતુની મમ્મીને વધુ એક ટીફીન આપવા માટે સંદેશો મોકલાવે છે, પણ નીતુની મમ્મી તરફથી જવાબ નાં આવે છે, કારણ કે તેઓ વધુ કામ કરી શકે તેમ નથી.
આખરે ધ્રુવ તેમના ઘરે આવે છે, અને તેમને બનાવેલ રસોઈના દિલથી વખાણ કરે છે, કોઈક એક અજાણ્યા વ્યક્તિ તરફથી પોતાના વખાણ સાંભળીને નીતુની મમ્મીને ઘણું સારું લાગે છે, કે આખરે કોઈકે તો તેમના કામની કદર કરી, આ વખાણ તેમના ઉપર એક હકારત્મક અસર ઉભી કરે છે, અને તેઓ ધ્રુવના ટીફીન માટે હા કહે છે.
હવે નીતુની મમ્મીમાં એક સુખદ બદલાવ આવે છે, તેઓ હવે પોતાના ઉપર ધ્યાન આપવાનું શરુ કરે છે…. હવે પછીની સ્ટોરી જાણવા માટે ફિલ્મ જોઈ શકો છો.
Opening scene
ફિલ્મના ઓપનીંગ સીનમાં રસોડામાં નીતુના મમ્મી શાકભાજી સમારી રહ્યા છે, રસોડામાં વાસણોનો ઢગલો છે, તેના આંગળાનો ભાગ. ત્યારબાદ બાઈક ઉપર આવી રહેલ ધુવનો સીન જોવા મળે છે. ત્યારબાદ કુકરની સીટી વગડે છે, અને પોતાના રૂમમાં સુતેલી નીતુને તેની મમ્મી બુમ પાડીને જગાડી રહી છે, જેનાથી કંટાળીને નીતુ જાગે છે.
ફિલ્મના ઓપનીંગ સીનમાં કોઈ ખાસ ઘટના નથી બનતી, બસ અલગ અલગ સીન્સ દ્વારા સ્ટોરીની શરૂઆત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Actors, acting, characters, characterization, character development
નીલમ પંચાલ, ફિલ્મમાં તેમનું main character છે, ફિલ્મમાં તેમનું character એક typical house wife તરીકેનું છે, જેઓ ટીફીન સર્વિસ ચલાવે છે. પણ આ character નું કોઈ નામ ફિલ્મમાં દર્શાવવામાં નથી આવ્યું.
ધ્રુવ તરીકે રૌનક કામદાર, જે પોતાની ટ્રેઈનીંગ માટે તે ભાવનગરથી અમદાવાદ આવ્યો છે, તેનું વધુ background ફિલ્મમાં બતાવવામાં નથી આવ્યું.
નીતલ તરીકે નેત્રી ત્રિવેદી, જેનું એક બિન્દાસ સ્વભાવ ધરાવતું character છે, જે તેની મમ્મીને કોઈકને કોઈક બાબતે સલાહો આપતી હોય છે.
Screenplay
રામ મોરી અને વિજયગીરી બાવાએ ફિલ્મનો screenplay લખ્યો છે. ફિલ્મના dialogues માં રૂટીન જીવનની સારી એવી વાસ્તવિકતા જોવા મળે છે.
એક સીનમાં નેત્રી ત્રિવેદી કહે છે “આપડી પાસે રહેવા માટે ઘર છે, પહેરવા ઓઢવા માટે કપડા છે, ત્રણ ટાઈમ જમી શકીએ એટલું ફૂડ છે, તો પછી જોઈએ શું?” ત્યારે નીલમ પંચાલ જવાબ આપે છે “આ બધું તો જેલમાંય મળે”
Cinematography
પાર્થ ચૌહાણ ફિલ્મના સિનેમેટોગ્રાફર છે. ફિલ્મ મોટાભાગે indoor locations ઉપર શૂટ થઇ છે.
ઊંઘી રહેલી નીતુને centre માં રાખીને તેના Top Angle shot દ્વારા left to right કેમેરા movement, .
Production Value
એક limited budget માં limited locations અને limited characters ને લઈને એક સારી, સુંદર, જોવાલાયક અને વખાણવા લાયક ફિલ્મ કેવી રીતે બનાવવી તેનું આ એક best example છે.
Closing scene
જે શરુ થાય છે તેમ તે ક્યારેક ખત્મ પણ થાય જ છે. ધ્રુવ જે ફક્ત 6 મહિનાઓ માટે અમદાવાદ આવ્યો હતો, અને તેની internship ખત્મ થવાથી તે પાછો જાય છે, જયારે કોઈ વ્યક્તિ વર્ષોથી કંઇંક જન્ખતો હોય અને તેને તે મળે, પણ હજી તે તેને માણે તે પહેલાજ તે ખત્મ થઇ જાય તેવા ભાવથી નીતલની મમ્મી ઉદાસ થાય છે.
ફિલ્મમાં અહી કોઈપણ પ્રકારનો love angle નથી બતાવવામાં આવ્યો, એક વ્યક્તિનું હુન્નર અને બીજી વ્યક્તિ તેના હુન્નરનો કદરદાન વચ્ચે જે પ્રકારનો સબંધ હોય તે અહી બતાવવામાં આવ્યો છે. જયારે હુન્નરની કદરદાન કરનાર એકમાત્ર હોય ત્યારે મન તેની તરફ અનાયાસે ખેચાઇ આવે છે,
એક વ્યક્તિ જે પોતાના કામની કદર કરે છે, ક્યારેક આવા કદરદાન સાથે તેની દિલથી એક નામ વગરનો સબંધ બંધાઈ જાય છે. અને જયારે દિલથી સબંધ બંધાઈ ત્યારે તે સબંધ ખુબ પ્રગાઢ બની જતી હોય છે. ફિલ્મમાં અહી બે વ્યક્તિઓ વચ્ચે આ પ્રકારનો સબંધ બતાવવામાં આવ્યો છે.
Movie trivia
લેખક રામ મોરીની વાર્તા સંગ્રહનું પુસ્તક “મહોતું” જેમાં “21 મુ ટીફીન” વાર્તા ઉપરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે.
Conclusion
દરેક વ્યક્તિની life માં રોટી, કપડા ઔર મકાન કરતા પણ કંઇક વિશેષ ઇચ્છતા હોય છે, જયારે તેની આ વિશેષ જરૂરિયાત પૂરી નથી થતી હોતી ત્યારે તેનો અફસોસ કોઈને કોઈ વાત દ્વારા નીકળતો હોય છે.
એક સીધી સાદી વાર્તા જે દિલને touch કરી જાય, બસ એ પ્રકારની આ ફિલ્મ છે. જો તમે લાગણીશીલ હોવ તો આ ફિલ્મ તમને ક્યાંકને ક્યાંક અસર કરી જાય છે. જો ફિલ્મ ના જોઈ હોય તો shemaroome ઉપર ફિલ્મ ઉપલબ્ધ છે.