Movie: 3 Ekka (2023)
Genres: Comedy, Drama
Director: Rajesh Sharma
Writer: Parth Trivedi, Chetan Daiya
Casts: Malhar Thakar, Yash Soni, Mitra Gadhvi, Kinjal Rajpriya, Esha Kansara, Tarjanee Bhadla, Hitu Kanodia, Dharmesh Vyas, Chetan Daiya, Prem Gadhavi, Om Bhatt.
Production Company: Anand Pandit Motion Pictures, Jannock Films.
Storyline
કલરવ, કબીર અને ભાર્ગવ ત્રણેય best friends છે. જેમાંથી કલરવે (મલ્હાર ઠાકર) હમણા જ wedding planner તરીકે નવો business શરુ કર્યો છે, માનસી (કિંજલ રાજપ્રિયા) તેની girlfriend છે, જે એક ખુબ rich family થી belong કરે છે.
કબીર (યશ સોની) એક stockbroking કંપનીમાં જોબ કરે છે, જેને જુગાર રમવાની ટેવ છે, અને તેને luck હંમેશા સાથ આપે છે, પણ તેની girlfriend જ્હાનવીને (ઈશા કંસારા) તેની આ આદત પસંદ નથી. ભાર્ગવ અને કવિતા (મિત્ર ગઢવી, અને તર્જની ભાડલા) જેઓયે just હમણા જ લગ્ન કર્યા છે.
કબીર જયારે જ્હાનવીને propose કરવાનો હોય છે, તેની પહેલા જ જ્હાનવી તેને જુગાર રમવાનું કાયમ માટે છોડવા માટે કહે છે, અને કબીર તેને promise આપે છે કે તે હવેથી ક્યારેય જુગાર નહી રમે. આ તરફ માનસીના પિતા (ધર્મેશ વ્યાસ) કલરવ સામે શર્ત મુકે છે કે જો તે ત્રણ મહિનામાં 30 લાખ ભેગા કરશે તો તેઓ તેના અને માનસીના લગ્ન માટે સંમત થશે, અને કલરવ તે challenge accept કરી લે છે.
હવે 3 મહિનામાં 30 લાખ ભેગા કરવા માટે ત્રણેય friends દામુભાઈને (હિતુ કનોડિયા) મળે છે, જેઓ તેમને ત્રણ મહિનામાં 10% વ્યાજ ઉપર 15 લાખ આપે છે. ત્રણેય મિત્રો તે રકમને stock market માં રોકે છે, જેમાં રકમ વધવાને બદલે ઘટે છે.
હવે તેમના વાયદામાં ફક્ત 3 દિવસ બાકી હોવાથી તેમની પાસે હવે ફક્ત એકમાત્ર ઉપાય છે, કબીર દ્વારા જુગાર રમીને પૈસા બનાવવા… હવે પછીની સ્ટોરી જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
Story presentation
ફિલ્મની શરૂઆતમાં character introduce અને પછી ફિલ્મની main story શરુ થવામાં થોડો ટાઈમ ચોક્કસ લાગે છે. પણ ત્યાર પછી સ્ટોરી સડસડાટ આગળ વધે છે, પણ જન્માષ્ટમીનો દિવસ શરુ થાય છે ત્યાંથી ફિલ્મ એક ચોક્કસ લોકેશનની આસપાસ આકાર લેવાનું શરુ કરે છે, અહીંથી સ્ટોરી વધુ કોમેડી બને છે, અને છેલ્લે climax અને ત્યારબાદ ફિલ્મનો unexpected end.
Opening scene
ફિલ્મના ઓપનીંગ સીનમાં એક storyteller કહે છે “ભટકેલાને રાહ બતાવે તે ભગવાન, અને ભટકેલાને વધુ ભટકાવે તે ભાઈબંધ” ત્યારબાદ અલગ અલગ ત્રણ ઘટના બને છે. જેમાં એક character અન્ય character ને કોઈ કામ કરતા અટકાવે છે, અથવા સલાહ આપે છે. જેનું connection એકદમ ફિલ્મના end સાથે છે, જેને સમજવા માટે ફિલ્મને end સુધી જોવી પડશે.
ફિલ્મનો આ ઓપનીંગ સીન એટલો જલ્દી સમજમાં નથી આવતો, એટલે તે જલ્દી connect પણ નથી કરતો, પણ ફિલ્મના end માં જયારે તે સમજાય છે ત્યારે તે ખરેખર surprise આપે છે.
Actors, acting, characters, characterization, character development
કલરવ ઉર્ફે કલર તરીકે મલ્હાર ઠાકર, ફિલ્મ જયારે કોમેડી જોનર હોય ત્યારે મલ્હાર પુરેપુરો છવાઈ જાય છે, અહી પણ તેને પોતાની આ identy જાળવી રાખવામાં કોઈ કમી નથી રહેવા દીધી.
કબીર ઉર્ફે બાબા તરીકે યશ સોની, જેની એક્ટિંગ જોઇને લાગે છે તે કોમેડી કરતા પણ વધારે serious character માં સારી રીતે સેટ થઇ શકે છે.
ભાર્ગવ ઉર્ફે ભૂરીયો તરીકે મિત્ર ગઢવી, ફિલ્મમાં તેનું character એક એવા ભોળા ફ્રેન્ડનું છે જેને આસાનીથી બનાવી શકાય છે.
માનસી તરીકે કિંજલ રાજપ્રિયા, કલરવની girlfriend, જે બોલવામાં અચકાઈ છે, પણ તે જે બોલવા માંગે છે, તે બોલે પહેલા જ કલરવ તેને સમજી લે છે.
જ્હાનવી તરીકે એશા કંસારા, કબીરની girlfriend ના character માં છે, જે કબીરની એક સૌથી ખરાબ આદત સુધારવા માંગે છે.
કવિતા તરીકે તર્જની ભાડલા, જે ભાર્ગવની પત્ની તરીકેનું character નિભાવે છે, જેને પોતાના પતિ ઉપર શંકા કર્યા કરે છે.
ધર્મેશ વ્યાસ, કિંજલના પિતા તરીકેના character માં છે, જે જૂની ફિલ્મોમાં એક્ટ્રેસના પિતા જેવા જ લાગે છે. દામુભાઈ તરીકે હિતુ કનોડિયાનું એક અલગ અને special character હોવાથી ખાસ કરીને તેમના પહેલા સીનમાં તેમના dialogues ખુબ સારું એવું ધ્યાન આપીને લખાયા છે, તેમના એક એક dialogue ખાસ છે.
અન્ય એક્ટર્સમાં ચકુ ભાઈ તરીકે ચેતન દૈયા, એપલ તરીકે પ્રેમ ગઢવી, ખલી ભાઈ તરીકે ઓમ ભટ્ટ વગેરે એક્ટર્સ ફિલ્મમાં જોવા મળે છે.
Screenplay
ફિલ્મનો screenplay પાર્થ ત્રિવેદી અને ચેતન દૈયાએ લખ્યો છે. ફિલ્મના dialogues વિષે એવું ચોક્કસ કહી શકાય કે આખી ફિલ્મ dialogues ના જોર ઉપર પણ ચાલે છે. ફિલ્મમાં નાના નાના કોમેડીના અનેક પ્રસંગો ફિલ્મને વધુ interesting બનાવે છે.
Dialogues
મલ્હાર, ધર્મેશ વ્યાસની challenge accept કરીને કહે છે “See you in three months” પણ હકીકતમાં આ પરિસ્થિતિમાં અહી “See you after three months” વધુ સારી રીતે સેટ થઇ શક્યું હોત. કારણ કે 3 મહિના પછી મળવાનો વાયદો છે.
“મારો ઉધારનો નહી, ઉદ્ધારનો ધંધો છે” તેમજ “આ ધંધામાં મારી permission વગર પત્તું પણ નથી હલતું” હિતુ કનોડિયાના આ dialogues ફિલ્મ જોઈ લીધા પછી વધુ સારી રીતે સમજાશે.
“ભારે છે શની, તોયે આટલી ટણી“… “એવું નથી કે દીવાનગી નથી, આ તણખાને આગ બનવાની પરવાનગી નથી“… “Interest નથી તોયે interest નથી“… હિતુ કનોડિયાના આ dialogues સારા એવા ભારે છે, જેને લખવામાં ખરેખર બંને રાઈટર્સએ સારી એવી મહેનત કરી છે.
Cinematography
પ્રતિક પરમાર જેઓ ફિલ્મના સિનેમેટોગ્રાફર છે, જેમની આ છઠ્ઠી ગુજરાતી ફિલ્મ છે. હવેના modern સિનેમેટોગ્રાફર્સ ફિલ્મમાં static shots કરતા cinematic movement ધરાવતા shots વધુ પસંદ કરે છે, જે અત્યારની ફિલ્મોનો એક plus point પણ કહી શકાય છે.
ત્રણેય એક્ટર્સનો બાઈક ઉપરનો એકદમ ટૂંકો Snorricam shot, યશ મલ્હારને જુગાર રમવાની trick સમજાવતો Arc shot, હિતુ કનોડિયાની પાછળથી લેવામાં આવેલ Pedestal shot, તેમજ ફિલ્મના અનેક Gimbal shots અને Slow Dolly shots વગેરે ફિલ્મની સિનેમેટોગ્રાફીનું મહત્વ વધારે છે.
તે સિવાય કિંજલના ઘરને જોઇને લાગે છે કે ઘરના Establishing shot લીધા હોત તો વધુ સારું હોત. કારણ કે સિનેમેટોગ્રાફીનું એક મહત્વનું કામ કોઈપણ rich location ને highlight કરવાનું પણ છે, આખરે આ પ્રકારની સિનેમેટોગ્રાફી ફિલ્મની production value માં વધારો કરે છે.
Director, direction
ડિરેક્ટર રાજેશ શર્માની આ બીજી ગુજરાતી ફિલ્મ છે. આ પહેલા તેમને Passport (2016) ફિલ્મ ડિરેક્ટ કરી હતી. જેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં screenplay રાઈટર તરીકે પણ સારો અનુભવ ધરાવે છે.
જેમણે ગુજરાતી ફિલ્મોના આ 3 popular એક્ટર્સ પાસેથી audience ની જરૂરિયાત મુજબનું કામ ખુબ સારી રીતે લીધું છે, અને ત્રણેય એક્ટર્સનો ફિલ્મમાં ખુબ જ સારો use કર્યો છે. આખી ફિલ્મમાં audience ને થોડી ઘણી પણ relax થવા માટેની તક નથી આપી.
કદાચ ફિલ્મની ગણતરી ફક્ત comedy ફિલ્મમાં જ ન થાય તે માટે ડિરેક્શનમા અહી એક નાનો પ્રયોગ એ કરવામાં આવ્યો છે કે ત્રણેય એક્ટર્સના characters માં એકદમ થોડા પ્રમાણમાં ગંભીરતા પણ મૂકવામાં આવી છે. જેમકે જુગાર રમતા પહેલા ત્રણેય એક્ટર્સ ભગવાનને પ્રાર્થના કરે છે, અહી તેમના થોડા serious dialogues પણ જોવા મળે છે.
Strong, plus points
(1). ગુજરાતી ફિલ્મોના સ્ટાર એક્ટર્સની હાજરી. (2). અનેક કોમેડી situations. (3). Fresh અને audience ને હસાવી શકનાર dialogues. (4). ફિલ્મનું ડિરેક્શન, વગેરે ફિલ્મના main plus points છે.
જન્માષ્ટમીના દિવસે જુગાર રમવાનું જયારે શરુ થાય છે ત્યાંથી ફિલ્મમાં એક વળાંક આવે છે, જેમાં એક પછી એક અનેક કોમેડી સીન્સ મુકવામાં આવ્યા છે, જે audience ને ખરેખર હસાવે છે. આ સીન્સ પણ ફિલ્મના ખાસ plus points છે, જો આ સીન્સ ના હોત તો આ phase audience ને mobile check કરવાનું કારણ આપી શક્યું હોત.
અહીંથી ફિલ્મના ત્રણ નવા characters introduce થાય છે, અને પછી ખરેખર કોમેડીનો એક flow અહીંથી શરુ થાય છે, જે ફિલ્મના end સુધી સતત ચાલ્યા કરે છે.
ફિલ્મના dialogues
ફિલ્મમાં અનેક કોમેડી dialogues છે, જેમકે… (1). મિત્ર ગઢવી “કંઈજ ઉખડતા નહી, બધુ જ ચોટેલું રાખજો”. (2). મિત્ર ગઢવી “Life is a problem, wife is a big problem, તમારા wife છે?” ચેતન દૈયા “I have no problem” (3). પ્રેમ ગઢવી “ગુરુજીએ ભાગીદારીમાં ધંધો, જુગાર અને લગ્નની ના પાડી છે“. (4). ઓમ ભટ્ટ “બૈરાનો જયારે ફોન આવેને ત્યારે ભલભલા મુતરી પડે”.
Weak, minus points
Marvel ફિલ્મોના diehard fans ને ફિલ્મનો મધ્યાંતર શરુ થાય ત્યારે થોડી વાર માટે ફિલ્મ થોડી ધીમી લાગી શકે છે.
પણ આ point ને અહી સૌથી પહેલા સમજી લેવાની જરૂર છે, કે આજ phase તો ફિલ્મની સ્ટોરીનો main subject છે. જેથી આ stage ઉપર ફિલ્મમાં કોમેડી સિવાય કોઈપણ પ્રકારના વધુ twists and turns add થઇ શકે તેમ જ નથી. આ stage ઉપર set થયા પછી જ ફિલ્મની અસલી મજા અહીંથી શરુ થાય છે.
Goofs
ફિલ્મમાં લગભગ દરેક એક્ટર્સની wrist watch હકીકતમાં ફિલ્મના ટાઈમિંગની continuity ને અનેક વાર break કરવાનું કામ છે. પણ આ એક continuity ની એક એવી ભૂલ છે, જે કોઈપણ ફિલ્મોમાંથી નીકળવાની જ છે.
યશ જયારે તેની ઓફીસ હોય છે ત્યારે તેની ઘડિયાળમાં 8:50 નો ટાઈમ થયો હોય છે, અને જયારે તે ઈશાને કેફેમાં મળે છે ત્યારે તેની ઘડિયાળમાં 4:00 આસપાસનો ટાઈમ બતાવે છે.
જુગાર રમવા દરમ્યાન મિત્રની ઘડિયાલમાં 3:30 નો સમય બતાવે છે, ત્યારબાદ કોકિલા આવે છે અને તે મિત્રને good morning કહે છે. ત્યારબાદ યશની ઘડિયાળમાં 2:30 નો ટાઈમ બતાવે છે.
અન્ય સીનમાં મલ્હાર, યશ, મિત્ર જયારે રસોડામાં હોય છે ત્યારે મિત્ર કહે છે “25 લાખ જ થયા છે, હજુ બીજા 20 લાખ જીતવાના છે” પણ હકીકતમાં બીજા 20 નહી પણ 24.5 જીતવાના છે. જો calculation કરીએ તો 30 લાખ ધર્મેશ વ્યાસને, દામુભાઈની મૂળ રકમ 15 લાખ, plus વ્યાજના 4.5 લાખ, એટલે ટોટલ 49.5 લાખ થાય છે.
Movie trivia
ફિલ્મના opening sequence થી લઈને આખી ફિલ્મમાં storyteller તરીકેના voice over માં R.J. ધ્વનિતનો અવાજ સાંભળવા મળે છે.
ફિલ્મના opening sequence ના ત્રીજા શોટમાં જ ફિલ્મના પ્રોડ્યુસર વૈશલ શાહ બસ એક નાની જલક માટે જોવા મળે છે.
Chhelo Divas (2015) ફિલ્મનો ધુલાનો આ એક popular dialogue “ખોટું લાગ્યું? ખોટું લાગ્યું?… ખોટું લાગ્યું હોય તો અઠ્ઠે મારે” અહી ફિલ્મમાં મલ્હાર દ્વારા રીપીટ કરવામાં આવ્યો છે.
મલ્હાર, યશ, અને મિત્ર, Chello Divas (2015) ફિલ્મ પછી આઠ વર્ષમાં આ ત્રણેય એક્ટર્સ સાથે આવ્યા હોય તેવી આ માત્ર ત્રીજી ફિલ્મ છે.
Unexpected end of movie
આ ફિલ્મ જોઇને 2 ફિલ્મો ખાસ યાદ આવી જાય છે. એક હોલીવુડ સૌથી જૂની સીરીઝની, અને નવા બોન્ડ તરીકે ડેનિયલ ક્રેગની પહેલી ફિલ્મ Casino Royale (2006), અને બોલીવુડની ફિલ્મ OMG: Oh My God! (2012). આ point ફિલ્મ જોયા પછી જ સમજાશે.
ફિલ્મનું ટ્રેઇલર જોઇને જ ખ્યાલ આવે છે કે ફિલ્મની સ્ટોરી predictable છે, છતાં પણ ફિલ્મ ક્યાય પણ bore નથી કરતી, અને તેમાં પણ ફિલ્મનો end ખરેખર audience ને એક આશ્ચર્યજનક આંચકો આપનાર સાબિત થાય છે.
ફિલ્મનો end માં એક અલગ જ character reveal થાય છે, જે totally unexpected છે, જે સપનામાં પણ કોઈએ વિચાર્યું નહી હોય કે એક કોમેડી જોનરની ફિલ્મમાં આ પ્રકારનો અંત??? Well તે શું છે તેને જાણવા માટે ફિલ્મ જોવી પડશે. જો આ ફિલ્મ જન્માષ્ટમીના week પહેલા રીલીઝ થઇ હોત તો કદાચ તેની અસર વધુ થઇ શકી હોત.
Public reactions in Cinema hall
ફિલ્મ 25 August 2023, ના રોજ રિલીઝ થઇ હતી, જયારે Gadar 2 અને OMG 2 બંને ફિલ્મો ધૂમ મચાવી રહી હતી, જેના કારણે આ ફિલ્મને સારી એવી અસર પડવાની શક્યતા રહેલી હતી, પણ તેવું કંઇ જ થયું નથી. આ બંને સફળ ફિલ્મોની વચ્ચે પણ આ ફિલ્મે પોતાની એક અલગ જગ્યા બનાવી છે.
રાતના 10 વાગ્યાના show માં 214 seats ની capacity ધરાવતા Cinemax cinema hall 100% full હતો, અને તેમાંથી લગભગ 70% ઉપર young audience હતી.
Chhello Divas (2015) પછી પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં cinema hall houseful જોયો. Audience એ ફિલ્મ ખરેખર enjoy કરી છે, મોટાભાગની comedy situations, comedy punched ઉપર, અને સાથે સાથે ત્રણેય એક્ટર્સના reactions ઉપર પણ તેઓ ખુબ જ હસતા હતા.
Critics અને reviewers ને આ ફિલ્મ કેવી લાગી તેના વિષે તો ખબર નહી, પણ audience ને આ ફિલ્મ ખરેખર ઘણી પસંદ આવી છે.
Box-office collection
આ ફિલ્મે તેના પહેલા જ દિવસે એટલે કે શુક્રવારે 1.19 cr., શનિવારે 1.80 cr., અને રવિવારે 2.76 cr. નું box-office collection મેળવ્યુ છે. છેલ્લી માહિતી મુજબ ફિલ્મે 26 cr. નું box-office collection મેળવીને વર્ષ 2023 ની સૌથી વધુ કમાણી કરનાર blockbuster hit ફિલ્મ સાબિત થઇ છે.
Conclusion
3 Ekka (2023), એક comedy, drama જોનરની ફિલ્મ છે. જયારે મલ્હાર, યશ અને મિત્ર, ગુજરાતી ફિલ્મોના આ 3 musketeers એક સાથે ફિલ્મમાં હોય ત્યારે મોટાભાગે ઓડીયન્સને 100% full entertainment મળે જ છે.
વર્ષ 2023 ની આ સૌથી સફળ ગુજરાતી ફિલ્મ જો હજુ સુધી જોઈ ના હોય, તો ફિલ્મ Jojo app ઉપર available છે.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.