Movie: Bhanwar (2017)
Genres: Drama
Director: Aditi Thakor
Story Writer: Aditi Thakor, Yogender Kumar, Satyendra Parmar
Screenplay: Aditi Thakor
Casts: Neil Bhatt, Tarika Tripathi, Aditya Lakhia, Daya Shankar Pandey, Prashant Barot, Kalpana Gagdekar
Producer: Premal Thakor, Sudha Thakor, Aditi Thakor
Storyline
ભંવર (નીલ ભટ્ટ) તેના પિતા સાથે (પ્રશાંત બારોટ) કઠપૂતળીના ખેલ કરે છે, તેના પિતાને આશા છે કે ભંવર પણ તેની આ કળાના વારસાને આગળ વધારે, પણ ભંવરને તેમાં રસ નથી, કારણ કે તેનું માનવું છે કે આ કામમાં આત્મસન્માન અને પૈસા બંને નથી.
ભંવરને ફિલ્મો જોવામાં અને એક્ટિંગમાં રસ હોવાથી તે એક્ટર બનવા માંગે છે, આખરે એક દિવસ તે પિતાનું ઘર છોડીને અમદાવાદ તેના મિત્ર છોટુને (આદિત્ય લાખિયા) ત્યાં આવે છે, અને અહીંથી તે ફિલ્મોમાં એક્ટર તરીકે કેરિયર શરુ કરવા માટે પ્રયત્ન કરે છે.
તે દરમ્યાન તેની મુલાકાત દિશા (તારિકા ત્રિપાઠી) સાથે થાય છે, જે મેકઅપ આર્ટીસ્ટ તરીકે કામ કરે છે. બંને વચ્ચે દોસ્તી શરુ થાય છે, અને દિશા તેને કામ મેળવવા માટે હેલ્પ કરે છે.
આખરે ભંવરને એક ફિલ્મમાં કઠપૂતળી વેચનારના character તરીકે કામ મળે છે, પણ શૂટિંગ દરમ્યાન કઠપૂતળીને લઈને ડિરેક્ટર સાથે તેના વિચારોના મતભેદ થતા ડિરેક્ટર તેને ત્યાજ reject કરી દે છે. ભંવર અહી કઠપૂતળીનું મહત્વ દર્શાવતા એક dance perform દ્વારા આ કળા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, જેમાં તેની ખુબ પ્રશંસા થાય છે.
ભંવરનો આ dance perform નો વીડિઓ ધીમે ધીમે વાઈરલ થવા લાગે છે, જેના કારણે તે પોપ્યુલર બનવા થવા લાગે છે, તેને જોઇને પ્રોડ્યુસર મોહન ગણાત્રા (દયા શંકર પાંડે) તેને પોતાની ફિલ્મમાં લીડ રોલની ઓફર કરે છે, અને ભંવર તેને સ્વીકારે છે… હવે પછીની સ્ટોરી જાણવા ફિલ્મ જોઈ શકો છો.
Opening scene
ફિલ્મના ઓપનીંગ સીનમાં કઠપૂતળી દ્વારા ભંવર નામના કલાકાર અને તેની જર્ની વિષે storyteller વાત કહે છે. પછીના સીનમાં ભંવરના માતા, પિતા, અને બહેન કઠપૂતળીના show ની તૈયારી શરુ કરે છે અને બીજી તરફ એક વ્યક્તિ ટીવી ઉપર ફિલ્મ શરુ કરે છે, જેને જોવા માટે અનેક બાળકો આવે છે, અને ભંવર પણ આવે છે.
ફિલ્મનો આ ઓપનીંગ સીન એક રીતે show કરે છે કે ભંવરને ફિલ્મો ખુબ જ પસંદ છે, જેને જોવા માટે તેના કઠપૂતળીના show ને પણ થોડી વાર માટે ભૂલી જાય છે.
Actors, acting, characters, characterization, character development
નીલ ભટ્ટ
ભંવર તરીકે નીલ ભટ્ટ, જેણે Diya Aur Baati Hum માં ઝાકિર સિદ્દીકીનું character નિભાવ્યું હતું. આ ફિલ્મમાં તે લીડ character નિભાવી રહ્યો છે. તેની એક્ટિંગ જોઇને એવું લાગે છે કે ફિલ્મમાં નીલે એક્ટિંગ કરી નથી પણ એક્ટિંગને enjoy કરી છે.
તારિકા ત્રિપાઠી
દિશા તરીકે તારિકા ત્રિપાઠી, ફિલ્મમાં તેણે એકદમ natural એક્ટિંગ કરી છે. ફક્ત 3 વર્ષની ઉમરથી એક્ટિંગ શરુ કરી હોવાથી નાની ઉમરથી તે એક્ટિંગની ખુબ સારી સમજ ધરાવે છે.
2016 માં એક ફિલ્મ માટે ઓડીશન આપતા પહેલા તેણે એક પ્રશ્ન પૂછ્યો હતો, જે પ્રશ્ન તે ઓડીશન આપેલ અન્ય 250 એક્ટર્સમાંથી કોઈએ પૂછ્યો નહતો. તેનો પ્રશ્ન હતો કે “આ character નું characterization કેવું છે?”
જો ઓડીશન આપતા પહેલા character નું characterization જાણવા મળે, તો ત્યારબાદ એક્ટર માટે ઓડીશન આપવું ખુબ સહેલું બની જાય છે. પણ આ મહત્વનો points નવા એક્ટર્સ બિલકુલ જાણતા જ નથી હોતા.
આદિત્ય લાખિયા
આદિત્ય લાખિયા, જેઓ Lagaan (2001) ફિલ્મમાં કચરા તરીકે વધુ જાણીતા બનેલ છે, તેમણે આ ફિલ્મમાં નીલના બેસ્ટ ફ્રેન્ડ છોટુ તરીકે character નિભાવ્યું છે.
દયા શંકર પાંડે
Lagaan (2001) ફિલ્મમાં તેમણે ગોલી તરીકેનું character નિભાવ્યું હતું તે દયા શંકર પાંડે, જેમણે આ ફિલ્મમાં પ્રોડ્યુસર મોહન ગણાત્રા તરીકેનું character નિભાવ્યું છે.
અન્ય એક્ટર્સ
ભંવરના પિતા કર્મા તરીકે પ્રશાંત બારોટ, જેઓ કઠપૂતળીના ખેલની કળા પ્રત્યે ખુબ આદર અને પ્રેમ છે. માતા લીલાવતી તરીકે કલ્પના ગાગડેકરે, અને બહેન સુગની તરીકે બાળ કલાકાર આશના મહેતાએ અભિનય કર્યો છે.
Cinematography
ફિલ્મના સિનેમેટોગ્રાફર ડેનિયલ બોટ્ટેસેલ છે, જેઓએ ઇટાલિયન મ્યુઝીક વીડિઓ, ટીવી સીરીઝ અને ફિલ્મોનો ઘણો સારો અનુભવ ધરાવે છે, તેમની આ એકમાત્ર ઇન્ડિયન ફિલ્મ છે. ફિલ્મમાં જયારે international level ના સિનેમેટોગ્રાફર હોય છે ત્યારે ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ તે level ને touch કરતી હોય છે.
કવેન્ટીન ટેરેન્ટીનોની ફિલ્મો બાદ ગુજરાતી ફિલ્મમાં પહેલી વાર Trunk shot જોવામાં આવ્યો. આ ફિલ્મ માટે International Gujarati Film Festival (2018) માં ડેનિયલ બોટ્ટેસેલે Best Cinematography નો અવોર્ડ મેળવ્યો હતો.
Director, direction
ફિલ્મના ડિરેક્ટર છે કલ્પના ઠાકોર, જેમને પહેલી વાર ગુજરાતી ફિલ્મમાં ડિરેક્શન કર્યું છે. સૌથી પહેલા તો તેમણે એક ફિલ્મ બનાવવા માટે ખુબ સારો subject select કર્યો છે, ત્યારબાદ ફિલ્મમાં તેમનું ડિરેક્શન ખરેખર વખાણવા લાયક છે, ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેમાં વધુ ઊંડા ઉતરી જવાય છે.
આ ફિલ્મમાં ડિરેક્શન સિવાય પણ તેમણે, પ્રોડ્યુસર, screenplay રાઈટર, પ્રોડક્શન ડિઝાઈનર, lyrics રાઈટર, મ્યુઝીક કમ્પોઝર, કોરીઓગ્રાફર અને સિંગર તરીકે પણ ફિલ્મમાં પોતાનું contribution આપ્યું છે.
Strong, plus points
(1). નીલ અને તારીકાની એક્ટિંગ. (2). Art ઉપર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી આધારિત ફિલ્મની સ્ટોરી. (3). ફિલ્મનું ડિરેક્શન, વગેરે ફિલ્મના મુખ્ય plus points છે.
03:33 મિનીટનો montage sequence
ફિલ્મમેકિંગ એક art છે, જેથી ફિલ્મમાં life ના દરેક પ્રકારના colours અને emotions હોવા જ જોઈએ, જેને ફિલ્મમાં અલગ અલગ સીન્સ દ્વારા બતાવી શકાય છે, અને તેનું જ એક example છે ફિલ્મનો 3 મિનીટ અને 33 સેકંડ લાંબો montage. જેને ખુબ જ સારી રીતે ડિરેક્ટ કરવામાં આવ્યો છે. ખબર નહી પણ કેમ આ પ્રકારના montage ગુજરાતી ફિલ્મોમાં ખુબ ઓછા જોવા મળે છે.
Weak, minus points
માર્વેલની ફિલ્મોના શોખીનોને ફિલ્મની શરૂઆતની 30 જેટલી મિનીટ માટે ફિલ્મ થોડી ધીમી લાગી શકે છે. પણ movie lovers ને તેનો કંઇ ફર્ક નહી પડે. કારણ કે ફિલ્મની પહેલી અડધી કલાક ખાસ સમજવા જેવી છે.
Suggestion as an audience
ભંવરનો show પૂરો થાય તેના પછી ભંવરના fans તેને ઉચકીને વધાવી લે છે, અને અહી જ ફિલ્મ પૂરી થઇ જાય છે. તેના બદલે અહી ફિલ્મના end માં ભંવરની એક એવી એવી speech હોત તો વધુ સારું હોત, જેમાં તે પોતે positively કંઇક કહે, પોતાનો point of view share કરે.
કારણ કે struggle માંથી સફળ થયા પછીની situations ને wordings દ્વારા explain કરવી તે point ફિલ્મમાં critic acclaimed point બની શક્યો હોત. તેની આ last speech માં ઘણું બધું કહી શકાયું હોત, અને ઘણું બધું બતાવી શકાયું હોત. એક ફિલ્મમાં આ પ્રકારનો સીન હોવો ખરેખર જરૂરી છે, કારણ કે આ સીન ફિલ્મનો plus point બની શકે છે.
Movie trivia
આ ફિલ્મના project ને સ્વિસ એમ્બેસીમાં રજુ કરવામાં આવ્યો હતો, અને crowdfunding કરતી સ્વિસ કંપની ફેરફન્ડર ડોટ કોમ દ્વારા આ project ને પસંદ કરવામાં આવ્યો હતો, આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જેનું બજેટ crowdfunding દ્વારા ઉભું કરવામાં આવ્યું છે.
આ ફિલ્મને બનાવવામાં લગભગ 5 વર્ષનો ટાઈમ લાગ્યો છે, જેમાંથી 1 વર્ષ ફિલ્મના screenplay માટે ફાળવવામાં આવો હતો. હકીકતમાં ડિરેક્શનના passionate વ્યક્તિ જ એક ફિલ્મ પાછળ આટલો ટાઈમ આપી શકે છે.
Discussion point
ફિલ્મ જોઇને અહી એક પ્રશ્ન ઉભો થાય છે, આજના સમયમાં એવી અનેક કળાઓ છે, જેનું અસ્તિત્વ લગભગ ભૂલાવા લાગ્યું છે, અને અત્યારની પેઢી અને આવનાર પેઢીને તેમાં કોઈ ખાસ interest નથી, તેનું future નથી, અને તેમાં કોઈ ખાસ આવક પણ નથી, અને તેથી જ આ પ્રકારની કળાઓને જીવંત રાખવા માટે પ્રયત્નો કરવા જોઈએ? અને તેની પાછળ ટાઈમ આપવો જોઈએ?
કે પછી ભગવાન કૃષ્ણના કહ્યા મુજબ “પરિવર્તન તે સંસારનો નિયમ છે, જેનું નામ છે, તેનો નાશ છે”, એટલે કે જે આજે છે તે આવતી કાલે નહી હોય, પરિવર્તનના આ નિયમને સ્વીકારીને આગળ વધવું જોઈએ?
જેમ આજે આપણે લેન્ડ લાઈન ફોન, વોકમેન, ફ્લોપી ડ્રાઈવ વગેરેને ભૂલીને આગળ વધી ગયા છીએ, તેમ અમુક કળાઓને પણ ભૂલીને ભવિષ્ય વિષે વિચારીને આગળ વધુ જોઈએ? આ ખરેખર એક discuss કરવા જેવો point છે.
Dialogues writing on floor
ફિલ્મમાં સીન છે, જેમાં શૂટ ઉપર બિમલ ત્રિવેદીને dialogues જલ્દી યાદ ના રહેતા તે સંજય ગલસરને કહે છે કે “તમારે dialogues મને પહેલેથી આપવા જોઈએ ને”, ત્યારે સંજય કહે છે “સર હમણાજ લખાયા હજી” આ સીન જોઇને એક real incident યાદ આવી ગયો.
2015 ની એક ઘટના છે, જેમાં ફિલ્મના અનુભવી લીડ એક્ટર શૂટના લોકેશન ઉપર આવી, મેકઅપ કરાવી તૈયાર થઈને આસિસ્ટન્ટ ડિરેક્ટર પાસે પોતાના dialogues માંગે છે (સ્ક્રીપ્ટ નહી પણ પોતાના dialogues) ત્યારે આસિસ્ટન્ટ કહે છે “હજી તો dialogues લખવાના બાકી છે”
ફિલ્મનો આ સીન તે મહાન ડિરેક્ટર્સને સમર્પિત છે, જેઓ શૂટિંગ લોકેશન ઉપર dialogues લખવા તેને પોતાના માટે ગર્વ લેવા જેવી બાબત સમજે છે, અને આ વાતનું તેઓ પોતે જ માર્કેટિંગ કરતા તેઓ અન્ય લોકોને ગર્વથી કહેતા પણ હોય છે કે “આપણી ફિલ્મમાં તો ઓન ફ્લોર dialogues લખાય છે”
હા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એવા ડિરેક્ટર્સ પણ છે, જેઓ એટલા unprofessional અને આળસુ છે કે ફિલ્મ બનાવતા પહેલા અને ખાસ કરીને શૂટ શરુ કરતા પહેલા સ્ક્રીપ્ટ પણ લખતા નથી હોતા, અને ફિલ્મના dialogues શૂટિંગના દિવસે શૂટિંગના લોકેશન ઉપર આવ્યા બાદ લખે છે.
આ પ્રકારના મહાન ડિરેક્ટર્સની માટે www.gujaratifilmmaking.com વેબસાઈટ ઉપર એક blog લખ્યો છે, જેનું ટાઈટલ છે “ફિલ્મ સ્ક્રિપ્ટ કેવી રીતે લખવી? એક professional સ્ક્રિપ્ટ કેવી રીતે અને કઈ techniques થી બનાવવી?“
એક્ટર બનવા માટે શું કરવું પડે?
ફિલ્મના એક સીનમાં નીલ, આદિત્યને પ્રશ્ન પૂછે છે કે “એક્ટર બનવા માટે શું કરવું પડે?” હકીકતમાં આ પ્રશ્ન અત્યારના લાખો, કરોડો યુવાનોનો છે, જેમને એક્ટર બનવું છે, પણ તેમને બિલકુલ ખબર જ નથી કે એક્ટર કેવી રીતે બનાય? એક્ટિંગ કેરિયર કેવી રીતે શરુ કરવી? એક્ટર બનવા માટે શું કરવું? શરૂઆત ક્યાંથી કરવી?
એક્ટર બનવા માટે interest ઘણાને છે, પણ એક્ટર બનવા માટેનું proper knowledge કોઈ પાસે નથી. જેના કારણે અનેક talent ખરેખર waste જાય છે, જે એક હકીકત છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અમુક હકીકતો આ ફિલ્મમાં બતાવી છે
એક સીનમાં માતાજીના ભજનના શૂટના સીનમાં છેલ્લે બિમલ ત્રિવેદી કહે છે “ક્યાંથી હાલી નીકળ્યા છે આવાને આવા, આમને આમ તો ચપ્પલ ઘસાઈ જશે” આ સીનમાં જે બતાવવામાં આવ્યું છે તે મુજબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક qualified વ્યક્તિની અન્ય unqualified વ્યક્તિ દ્વારા devaluation કરવી તે ખુબ સામાન્ય વાત છે.
તે સિવાય આ સીનમાં નીલ આ સોંગ ઉપર આવી રીતે perform કરવાની નાં પાડે છે, કારણ કે એક્ટિંગના નામ ઉપર અને કળાના નામ ઉપર કંઈપણ કરવું, ગમે તે પ્રકારની એક્ટિંગ કરી લેવી, તેના માટે તેનું મન માનતું નથી, જેથી તે કામ કરવાની નાં કહે છે. ત્યારબાદ બિમલ ત્રિવેદી આવીને પોતે એક્ટિંગ કરી લે છે.
હકીકતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગભગ દરેક કલાકારે ક્યારેકને ક્યારેક તો ફિલ્મમાં ના ગમતું perform કરવું જ પડે છે, કારણ કે તેમની પાસે બીજો કોઈ option નથી હોતો. એવા ખુબ જ rare એક્ટર્સ હોય છે, જેઓ પોતાને પસંદ ના આવે તેવું કામ નથી કરતા હોતા.
Release, Critics, Awards
ફિલ્મ 10 November 2017, ના રોજ રીલીઝ થઇ હતી, અને ફિલ્મને મોટાભાગના critics તરફથી positive review મળ્યા છે.
ફિલ્મને Charlotte Asian Film Festival માટે પ્રથમ સત્તાવાર પ્રવેશ તરીકે જાહેર કરવામાં આવી છે. Gujarat State Government એવોર્ડમાં આ ફિલ્મને કુલ 6 એવોર્ડ્સ મેળવ્યા હતા. જેમાં Best film, Best Actor, Best Cinematography, Best Background Music, Best Choreography, Best Costume Design નો સમાવેશ થાય છે.
ફિલ્મમાં શું છે?
દરેક વ્યક્તિની life માં એવો ટાઈમ અનેક વાર આવે છે જેમાં તેને શું કરવું? શું ના કરવું? તેની અસમંજમાં ઘેરાયેલ હોય છે.
ફિલ્મના નાયક ભંવરની પણ તેના નામ પ્રમાણે જ તેની હાલત છે, જેમાં પોતાની વારસાગત કળાને સાચવવી? જેમાં પૈસા અને આત્મસન્માન બંને નથી, કે પછી તેને છોડીને કોઈ વ્યવસાય કરવો? જેમાં પૈસા છે, અથવા પોતાને જેમાં interest છે તેમાં આવળ વધવાનો પ્રયત્ન કરવો?
ફિલ્મની શરૂઆતની 30 મિનીટમાં થોડી ઘણી આર્ટ ફિલ્મ જેવી ફિલિંગ આવશે, ત્યારબાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઇને commercial ફિલ્મ લાગશે. શૂટિંગમાં હિરોઈનના પિતાના બેસણાના ફોટોમાં કવિ કલાપીનો ફોટો, yes ફિલ્મમાં કોમેડી પણ છે. તે સિવાય જનરેશન ગેપ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું politics વગેરે પણ જોવા મળે છે.
Conclusion
આ ફિલ્મના પસંદ આવવાના ત્રણ કારણો છે, એક તો પોતાની વારસાગત કળાને જાળવવાની વાત, બીજું struggle કરીને આખરે સફળ થનાર character ની વાત, અને ત્રીજું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાર્તા પણ છે.
આ એક સુંદર ફિલ્મ છે, કમનસીબે સેંકડો points ઉપર ખરા ઉતરો ત્યારે એક સારી ગુજરાતી ફિલ્મ બને છે, અને ફક્ત એક કારણથી પણ ફિલ્મ ફ્લોપ થઇ શકે છે, ગુજરાતી ફિલ્મોની આ એક મોટી reality છે. જેથી આ પ્રકારની કેટલીક ગુજરાતી ફિલ્મોને તેના box-office collection ઉપરથી ફિલ્મની value ક્યારેય ના આંકવી જોઈએ.
Bhanwar (2017), આ ફિલ્મમાં એક artist પોતાના dreams પુરા કરવાની માટેની struggle ની સ્ટોરી બતાવવામાં આવી છે. જેથી અનેક વ્યક્તિઓને આ સ્ટોરી connect કરી શકે છે, ખાસ કરીને જો તમે એક artist હોવ તો તમને આ ફિલ્મ સૌથી વધુ ગમશે. હજુ સુધી ફિલ્મ જોઈ ના હોય તો Youtube ઉપર ફિલ્મ ઉપલબ્ધ છે.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.