Movie: Chaal Jeevi Laiye (2019)
Genres: Drama
Director: Vipul Mehta
Writer: Jainesh Ejardar, Vipul Mehta
Casts: Siddharth Randeria, Yash Soni, Aarohi Patel, Aruna Irani,
Production Company: Coconut Motion Pictures
Storyline
આદિત્ય (યશ સોની) young ambitious businessmen છે, તેનો business અને તેની આસપાસના સપનાઓ જ તેની દુનિયા છે, તે સિવાય તેની કોઈ જ personal life નથી.
આદિત્યના પિતા બીપીન ચંદ્ર પરીખ (સિધાર્થ રાંદેરિયા) તેને વારંવાર તેમની સાથે સમય ગાળવા અને તેના પોતાના માટે પણ થોડો સમય કાઢવા કહે છે, પણ અતિ વ્યસ્તતાના કારણે આદિત્ય તે બધા માટે સમય નથી કાઢી શકતો.
એક સવારે exercise દરમિયાન treadmill ઉપરથી પડતા આદિત્ય બેભાન થઇ જાય છે, જેથી બીપીન તેને ડોક્ટર વાડિયા (અરુણા ઈરાની) પાસે લઇ જાય છે, જેઓ આદિત્યના મેડીકલ ટેસ્ટની સાથે સાથે બીપીનના મેડીકલ ટેસ્ટ પણ કરે છે. જેમાં જાણ થાય છે કે બીપીનના મગજમાં એક ગાંઠ છે, જે હવે advance stage માં છે, અને તેમની પાસે કેટલો સમય છે તે વિષે કહી શકાય તેમ નથી.
જેથી ડોક્ટર વાડિયા, આદિત્યને કહે છે કે તેણે હવે બીપીનની દરેક ઇચ્છાઓ પૂરી કરવી જોઈએ. બીપીન હ્રીશીકેશ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, જેથી આદિત્ય તેમને હ્રીશીકેશ લઇ જાય છે, અહી આવ્યા બાદ બીપીન તેમની ઈચ્છાઓનું લીસ્ટ આદિત્યને જણાવીને અહીંથી ચોપતા જવા માટે કહે છે, જ્યાં તેઓ તેમની પત્ની સાથે હનીમુન ઉપર ગયા હતા.
જેથી આદિત્ય તેના પિતાને લઈને ચોપતા જવા નીકળે છે, રસ્તામાં તેમને કેતકી મેહતા (આરોહી પટેલ) મળે છે, જે તેના ગ્રુપથી છૂટી પડી ગઈ છે, જેથી તે હવે બંનેને ટુરમાં જોઈન કરે છે, અને પછી શરુ થાય છે એક રોમાંચક સફર… ત્યારબાદની સ્ટોરી જાણવા ફિલ્મ જોવી પડશે, પણ ફિલ્મ internet ઉપર available નથી.
Actors, acting, characters, characterization, character development
બીપીન ચંદ્ર પરીખ તરીકે સિધાર્થ રાંદેરિયા, જેઓ હંમેશ મુજબ અહી પણ પોતાના character અને પોતાની એક્ટિંગ દ્વારા impress કરવામાં સફળ થયા છે.
આદિત્ય તરીકે યશ સોની, મોટાભાગની ફિલ્મમાં તે તેના character ના એક form માં જ દેખાય છે, પણ ત્યારબાદ તેનામાં ઘણો મોટો change આવે છે.
કેતકી મેહતા તરીકે આરોહી પટેલ, જે એક બિન્દાસ અને, ફિલ્મમાં તેનું જે character બતાવાયું છે, અંત ભાગમાં તેનું કંઇક અલગ જ character નીકળે છે.
ડોક્ટર વાડિયા તરીકે અરુણા ઈરાની, ઘણા ટાઈમ પછી તેઓ એક ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા, અને ડોક્ટર તરીકે તેમનું એક એવું character છે, જે આ પહેલા જોવા મળ્યું નથી.
Production Value
ઉત્તરાખંડમાં શૂટ થનાર પહેલી ગુજરાતી ફિલ્મ છે. મોટાભાગે ફિલ્મ outdoor locations ઉપર શૂટ કરવામાં આવી છે, જેમાં ઉત્તરાખંડના અનેક પહાડી વિસ્તારોના કેટલાક અદ્ભુત locations આ ફિલ્મમાં જોવા મળે છે.
ફિલ્મનો અંત ભાગ
ફિલ્મની સ્ટોરી પ્રમાણે ફિલ્મનો end ભાગ એકદમ અલગ અને audience ની કલ્પના બહારનો છે.
અત્યારની smart audience અડધાથી વધુ ફિલ્મ જોયા પછી ફિલ્મના અંત ભાગને મોટાભાગે assume કરી લેતી હોય છે. પણ ફિલ્મના અંત ભાગમાં અહી એક અણધાર્યો વણાંક આવે છે, અને આ વણાંક audience ને એક નાનો આંચકો આપનાર સાબિત થાય છે.
ફિલ્મનો આ end, એક એવો મહત્વનો point છે જે ફિલ્મને એક સામાન્ય ફિલ્મ બનતી અટકાવે છે.
Director, direction
વિપુલ મેહતા ફિલ્મના ડિરેક્ટર છે, જેમણે પોપ્યુલર ટીવી સીરીયલ Kyunki Saas Bhi Kabhi Bahu Thi દ્વારા રાઈટર તરીકે કેરિયર શરુ કરી હતી, ત્યારબાદ અનેક ટીવી સીરીયલ્સ અને ફિલ્મો તેમને લખી છે. ફિલ્મ Jalsa Karo Jayantilal (2005) ડિરેક્ટર તરીકે તેમની પહેલ ફિલ્મ હતી.
આ ફિલ્મ એક પિતા અને પુત્રના સબંધને દર્શાવતી એક એવી emotional ફિલ્મ છે, જે audience ને અંદરથી હલાવી દેવાની સમર્થતા ધરાવે છે. ખાસ કરીને ફિલ્મના અંત ભાગમાં સિધાર્થ રાંદેરિયા અને યશના emotional સીન્સ અને બંને વચ્ચેના conversations લાંબા audience ને ટાઈમ સુધી યાદ રહી જાય તેવા સીન્સ છે.
ફિલ્મની શરૂઆતમાં એક સામાન્ય લાગતી આ ફિલ્મ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ પક્કડ બનાવતી જાય છે, અને ફિલ્મ સાથે વધુ involve થતા જવાય છે, અને ફિલ્મનો end આવતા સુધીમાં audience તરીકે ફિલ્મ સાથે એક strong connection બની જાય છે.
Suggestion point
ફિલ્મમાં વ્યક્તિગત રીતે એક extra and micro suggestion જરૂર છે, અરુણા ઈરાની જેઓયે 1960ના દાયકામાં બાળ કલાકાર તરીકે કેરીયરની શરૂઆત કરી હતી, આવા વરિષ્ઠ કલાકાર જયારે વર્ષો પછી ગુજરાતી ફિલ્મોમાં પાછા ફરી રહ્યા હોય ત્યારે તેમના પહેલા સીનને ખાસ વિશેષ રીતે present કરીને બતાવવાનો અહી એક સારો અને મજબુત ચાન્સ બનતો હતો.
જેમ 1990ના દાયકામાં ફિલ્મના લીડ એક્ટરની એન્ટ્રીનો સીન ખાસ બનાવવામાં આવતો હતો તેમ અહી પણ એવો એક સીન બની શકતો હતો.
પણ અહી તેમનો પહેલી સીન ખુબ simple રીતે બતાવવામાં આવ્યો છે. જયારે અહી character establishment કરી શકાયું હોત, cinematography shots દ્વારા તેમનું character અને તેમની presence highlight કરી શકાઈ હોત, આખરે ફિલ્મ એક આર્ટ છે.
પણ ગુજરાતી ફિલ્મોમાં આટલું expect કરવું તે અત્યારે થોડું વધુ પડતું છે. આખરે આ એક એવો પોઈન્ટ છે જે ગુજરાતી ફિલ્મોમાં અત્યારે extra hard work ની કેટેગરીમાં આવે છે.
Goofs
આરોહી અને યશ પહેલી વખત મળે છે ત્યારે આરોહી યશ તરફ પોતનો હાથ લંબાવતા પોતાનું નામ જણાવી પોતાનો intro આપે છે, ત્યારે યશ કોઈ રિસ્પોન્સ નથી આપતો, ત્યારબાદ કન્ટિન્યુટીના આગળના સીનમાં આરોહી યશને પૂછે છે ‘તો આદિત્ય તું સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ નથી?’
હકીકતમાં યશે ત્યાં સુધી પોતાનું નામ કહ્યું જ નથી, અને સિધાર્થ રાંદેરિયાએ પણ યશને તેના નામથી સંબોધ્યો જ નથી હોતો.
Art of Living
અત્યારના સમયમાં માણસ સાચી રીતે જીવવાની રીત ધીમે ધીમે રીત ભૂલવા લાગ્યો છે, જે કોઈ નવી બાબત નથી, અત્યારની life style લગભગ આવી જ છે, અને તેથી જ તો Art of living ની books વધુ વેંચાય છે, અને Art of living ના centers વધતા જાય છે. કારણ કે અત્યારે તેની ખરેખર જરૂર છે, અને આવનાર પેઢીને તેની વધુ આવશ્કતા ઉભી થવાની છે.
તેથી જ કદાચ ભવિષ્યમાં સ્કૂલના અભ્યાસક્રમમાં Art of living વિષયને શામિલ કરીને સ્કૂલ થીજ શીખવાડવામાં આવે તો પણ બિલકુલ નવાઈ નથી.
જીવન સમજાય ત્યારે મોટાભાગનો સમય વીતી ગયો હોય છે
જીવન કેવી રીતે જીવવું? તે પહેલેથી શીખવાડવામાં આવતું નથી, અને તેથી જ દરેક વ્યક્તિ પોત પોતાની રીતે જીવે છે, અને તેમાં પોતપોતાની રીતે ભૂલો પણ કર્યા કરે છે. પણ જીવન જીવવાની યોગ્ય રીત ફક્ત અનુભવ દ્વારા જ સમજાય છે, અને જયારે તે સમજાય ત્યારે જીવનનો મોટાભાગનો સમય વીતી ગયો હોય છે. આ એક એવી નરી વાસ્તવિકતા છે જે ખુબ મોડી સમજાય છે.
એક ઉમર પછી દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે જ છે, જયારે તેને વિચારે આવે છે કે, જો આમ કર્યું હોય, અને આ ન કર્યું હોત, તો જીવન કંઇક અલગ હોય.
Movie trivia
1st ફેબ્રુઆરી 2019 ના રોજ આ ફિલ્મ રીલીઝ થઇ હતી, ફિલ્મ box-office ઉપર અને critically બંને રીતે ખુબ સફળ સાબિત થઇ હતી.
ઘણા લાંબા સમયથી આ ફિલ્મ OTT ઉપર આવે તેની રાહ જોવામાં આવતી હતી, પણ હજુ સુધી આ ફિલ્મ ઓફીશીયલી ઈન્ટરનેટ ઉપર આવી નથી.
આ ફિલ્મને Anand (1973), Dasvidaniya (2008) વગેરે જેવી ફિલ્મોની category માં શામિલ કરી શકાય તેવી ફિલ્મ છે.
આ ફિલ્મને “One of the best Gujarati movie” લીસ્ટમાં ચોક્કસ પણે ગણતરીમાં લેવી પડે તેવી ફિલ્મ છે.
આ ફિલ્મ જોયા પછી એક audience તરીકે એક સારી ગુજરાતી ફિલ્મ જોયાનું satisfaction મળે છે.
Conclusion
જો વ્યક્તિને ખ્યાલ આવે કે તેનું મૃત્યુ હવે ગમે ત્યારે થઇ શકે છે, ત્યારબાદ તેનામાં શું પરિવર્તન આવે છે? અને આ પરિસ્થિતિમાં તે કેવી રીતે જીવે છે? આ વાત આ ફિલ્મમાં એક રીતે કહેવામાં આવી છે.
હાલના સમયમાં એવી ખુબ જ ઓછી ગુજરાતી ફિલ્મો બને છે, જેને જોયા બાદ વર્ષો સુધી પણ યાદ રહી જાય, બસ આ ફિલ્મ આ પ્રકારની છે. હકીકતમાં આ ફિલ્મ જોવાની સાથે સમજવાની પણ છે, અને જો કંઇક શીખવાની ટેવ હોય તો તેમાંથી શીખવા માટે પણ કંઇક મળી રહે તેમ પણ છે.
ફિલ્મનો વિષય કોઈપણ પ્રકારની audience ને પસંદ આવે તેવો છે. જો ફિલ્મ હજુ સુધી જોઈ ના હોય તો રાહ જુવો, કારણ કે ફિલ્મ internet ઉપર ઉપલબ્ધ નથી, એટલે જયારે ફિલ્મ online આવશે ત્યા સુધી તેની રાહ જોવી પડશે.