Latest Posts:

Movie: Chandlo (2023)

Genres: Drama, Romance

Director: Hardik Gajjar

Story, Screenplay Writer: Kaajal Oza Vaidya

Dialogues: Kaajal Oza Vaidya, Jayesh More, Hemin Trivedi.

Casts: Kaajal Oza Vaidya, Shraddha Dangar, Manav Gohil, Jayesh More, Ojas Rawal, Kajal Bhuptani, Bharat Patel.

Production Company: Hardik Gajjar Films, Backbencher Pictures

Storyline

મીરા (કાજલ ઓઝા વૈદ્ય) કોલેજ પ્રોફેસર છે, ગઝલ અને કવિતા લખવી તેમનો એકમાત્ર શોખ છે, પણ આ શોખ ફક્ત તેમના પોતાના પુરતો જ સીમિત છે. તેમની widow પુત્રવધુ આસ્થા (શ્રધ્ધા ડાંગર) જે તેના husband ઉત્સવના (ઓજસ રાવલ) death પછી તેની યાદમાં વધુ ખોવાયેલ રહે છે.

તપસ (જયેશ મોરે) મીરાના એક true અને supportive friend છે. જે મીરાં અને આસ્થાને તેમની પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે પ્રયત્નો કરતા રહે છે.

તપસ દિવાળીની રાતે મીરા અને આસ્થાને તેની પાર્ટીમાં invite કરે છે, જ્યાં ગઝલ સિંગર શરન (માનવ ગોહિલ) live perform કરે છે. મીરા તેની fan હોવાથી તપસ તેને શરન સાથે મળાવે છે. શરન તેમને just એક fan સમજીને સેલ્ફી પડાવવા માટે કહે છે, પણ મીરા શરનને તેની પહેલી ગઝલ સંભળાવે છે ત્યારે શરનને સમજાય છે કે મીરાં ફક્ત તેની fan નથી પણ તે તેની કલાની એક સાચી કદરદાન છે.

શરન જે મીરાના apartment માં રહેવા માટે આવે છે, અને મીરા અને શરન વચ્ચે એક પાડોશી તરીકે સબંધ કેળવાય છે, જેમાં શરૂઆતમાં આસ્થા શરનને ખાસ પસંદ નથી કરતી હોતી, પણ સમયની સાથે સાથે તેનું mind પણ change થાય છે.

ત્યારબાદ શરનની મીરાં અને આસ્થા બંને સાથે સારી એવી દોસ્તી થઇ જાય છે. શરનની કંપનીમાં આસ્થા ખુશ છે, અને તેને જોઇને મીરાં પણ ખુશ છે…. હવે આગળની ફિલ્મ JioCinema ઉપર જોઈ શકો છો.

Opening scene

ફિલ્મના ઓપનીંગ સીનમાં બાળકો દિવાળી ઉજવી રહ્યા છે. મીરા અને આસ્થા બંને પાર્ટીમાં જવા માટે તૈયાર થઇ રહ્યા છે, જેના background માં કવિતા સંભળાઈ રહી છે “તારી આંખોમાં એક ઘુઘવતો દરિયો, મારી આંખોમાં એક રણ, વાત જુવો તો સાવ સાદી, તરસ્યા રહ્યા બેવ જણ

આસ્થાની કોઈ ખાસ ઈચ્છા નાં હોવા છતાં પણ તે મીરાની સાથે તપસની પાર્ટીમાં જાય છે. પણ ત્યાં આસ્થાનું મન નથી લાગતું, જેથી તે કારમાં આવીને એકલી બેસે છે.

Screenplay

ફિલ્મનો screenplay કાજલ ઓઝા વૈધે લખ્યો છે. એક professional અને vast experienced રાઈટર જયારે લખે છે ત્યારે તેમના લખાણમાં એક ઊંડાણ, અને સાથે સાથે તેમના પોતાના અમુક thoughts નું reflection, અને તેમનો કઇંક અંશે અનુભવ જરૂર જોવા મળે છે. ફિલ્મના dialogues ઘણા અસરકારક રીતે લખવામાં આવ્યા છે.

Dialogues

(1). “આપણે જેને પ્રેમ કરતા હોઈએ તે હંમેશા આપણી સાથે હોય એ જરૂરી નથી” જો આ વાત દરેક વ્યક્તિ સમજી લે તો relationship માટેના અનેક problems ખત્મ થઇ શકે છે. (2). “એક વ્યક્તિને પોતાની લાગણી વ્યક્ત કરવાનો અધિકાર છે, અને બીજી વ્યક્તિને તેનો ના પાડવાનો અધિકાર છે” જો આ પણ દરેક વ્યક્તિ સમજી લે તો ઘણા relation બચી શકે છે.

(3). “એક પીંજરું હોયને તેમાં એક bird ને વર્ષો સુધી પૂરીને રાખો, અને પછી કદાચ પીંજરાને ખોલી પણ નાખો, તો જરૂરી નથી કે તે ઉડી જાય, તેને freedom ની સમજ નથી.” ફિલ્મમાં દરેક characters ના ભાગમાં આ પ્રકારના ગંભીર dialogues ખાસ આવ્યા છે.

Actors, acting, characters, characterization, character development

કાજલ ઓઝા વૈદ્ય

મીરા તરીકે કાજલ ઓઝા વૈદ્ય, એક રાઈટર તરીકે તેમનું એટલું મોટું નામ છે કે તેમના વિષે લખવા માટે સૌથી પહેલા તો શબ્દો શોધવા પડે, અને ત્યારબાદ શબ્દો ઓછા પડે. એક એક્ટર તરીકે તેમનું આ પહેલું adventure છે.

ફિલ્મમાં તેમનું character એક એવી સ્ત્રીનું છે, જે નાની ઉમરમાં life partner થી હંમેશ માટે વિખુટા પડવાથી તે તેની બાકીની જિંદગી ફક્ત તેના પુત્ર પાછળ જ વિતાવે છે, જેમાં તેની પોતાની તમામ ઈચ્છા, મહેચ્છાનું બલિદાન આપી દે છે, પણ આખરે તેનો પુત્ર પણ તેને હંમેશ માટે છોડીને જતો રહે છે.

શ્રધ્ધા ડાંગર

આસ્થા તરીકે શ્રધ્ધા ડાંગર, જો character મજબુત હોય અને ડિરેક્ટર professional હોય ત્યાં આ અભિનેત્રી એક્ટિંગની અસર છોડવામાં ક્યારેય બાકી નથી રાખતી. અભિનેત્રી તરીકે તેને જોઇને લાગે છે કે ગુજરાતી ફિલ્મોમાં તેને હજુ એ સ્થાન નથી મળ્યું જેની તે હકદાર છે.

ફિલ્મમાં તેનું character આજના ટાઈમની એક ખુબ જ સમજદાર અને સાથે straightforward girl તરીકેનું છે, જે ખુબ નાની ઉમરમાં તેના life partner થી દુર થઇ જાય છે.

માનવ ગોહિલ

શરન તરીકે માનવ ગોહિલ, ફિલ્મમાં તેઓયે એક એવા popular ગઝલ સિંગરનું character ભજવ્યુ છે, ગઝલ અને સિંગિંગ બસ એજ તેમની લાઈફ છે. ફિલ્મમાં તેમનુ character ખુબ જ mature છે, જે તેની લાઈફમાં બહુ clear છે.

જયેશ મોરે

તપસ તરીકે જયેશ મોરે, ઘણા ટાઈમ પછી તેઓ એક angry young man પોલીસના character સિવાયના એક અલગ character માં જોવા મળ્યા.

Songs, music

ફિલ્મમાં કુલ ચાર songs છે, true music lovers ને મોટાભાગના songs પસંદ આવી શકે છે. આમ તો અત્યારની મોટાભાગની ગુજરાતી ફિલ્મોના songs વિષે કહેવા અને લખવા જેવું કંઇ ખાસ નથી હોતું, પણ અહી દરેક songs ની lyrics ખુબ જ meaningful છે, જેનો કોઈ મતલબ નીકળે છે, અને તેના કારણે જ songs સાંભળવા ગમે તેવા છે.

Production Value

ફિલ્મના production designer ચોક્કસ ભારદ્વાજ અને art director સ્વરિકા ભારદ્વાજ બંનેની મહેનત ફિલ્મમાં highlight થઇને દેખાઈ આવે છે.

ફિલ્મની production value વિષે એટલું ચોક્કસ કહી શકાય કે અત્યારની best production value ધરાવતી ફિલ્મમાંથી એક આ ફિલ્મ છે. ફિલ્મના locations, props અને તેનો colour combination ખરેખર eye catchy છે.

Director, direction

હાર્દિક ગજ્જર ફિલ્મના ડિરેક્ટર છે, જેમની આ બીજી ગુજરાતી ફિલ્મ છે. જયારે ફિલ્મનો વિષય ગંભીર (ફિલ્મ ગંભીર નથી પણ ફિલ્મનો વિષય ગંભીર છે) હોય છે, ત્યારે ડિરેક્ટર અને તેમના ડિરેક્શનને હંમેશા full marks મળતા હોય છે.

અહી ફિલ્મના subject selection માં ડિરેક્ટરની એક maturity દેખાઈ આવે છે. ફિલ્મના ડિરેક્શન વિષે કહીએ તો એક ડિરેક્ટર તરીકે તેમને ફિલ્મની સ્ટોરીને સારો ન્યાય આપ્યો છે. ફિલ્મમાં એક્ટર્સને કોઈને કોઈ activity કરતા દર્શાવીને તેમની એક્ટિંગને વધુ natural બતાવવાનો ઘણો સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Suggestion as an audience

મીરા શરનને કવિતા લખીને mail કરે છે, જે ફિલ્મમાં બતાવવામાં નથી આવ્યું. પણ આવો કોઈ સીન ફિલ્મની શરૂઆતમાં જ ખાસ તેને highlight કરીને બતાવ્યો હોત તો સારું હોત, કારણ કે સ્ટોરીની આ એક મહત્વની ઘટના છે, જેને સીન દ્વારા બતાવ્યો હોત તો સારું હોત.

બસ એજ રીતે શરનને એક અજાણ્યા fan તરફથી regular કવિતા મળે છે, આવો કોઈ સીન બતાવ્યો હોત તો પણ સારું હોત. કારણ કે ફિલ્મમાં કોઈપણ ઘટનાને dialogue દ્વારા clear કરવી, તેના કરતા તે ઘટનાને સીન દ્વારા visually દર્શાવવી તે ઓડીયન્સને વધુ અસર કરી શકે છે, અને એક ફિલ્મ માટે તે જરૂરી પણ છે.

ફિલ્મ ડિરેક્શનમાં આ technique ને scene presentation કહેવામાં આવે છે, એટલે કે સ્ટોરીની કોઈપણ ઘટનાનો ફિલ્મી સીન બનાવવો, ત્યારબાદ તેને જરૂરી ડિરેક્શન treatment આપીને સ્ક્રીન ઉપર unique રીતે effectively દર્શાવવો.

Goofs

બાલ્કની માંથી ચાદર નીચે આવવાના સીન દ્વારા ફિલ્મમાં બતાવ્યું છે કે શરણ, મીરાના ફ્લેટની એકદમ ઉપરના ફ્લેટમાં રહે છે. પણ એક સીનમાં જયારે શરણ આસ્થાને ઉચકીને તેના ફ્લેટથી લઈને આસ્થાના ફ્લેટ સુધી મુકવા જાય છે, ત્યારે તે પોતાનો ફ્લોર ઉતરી છે, અને નીચેનો એક આખો ફ્લોર પણ ઉતરે છે, ત્યારબાદ તે આસ્થાના ફ્લેટ સુધી આવે છે.

Fear of society

જયારે મીરાં શરનને મળવા બોલાવે છે, ત્યારે તે કહે છે કે “સમાજ લોકોની મેં કોઈ દિવસ પરવા કરી નથી” પણ ફિલ્મના end પહેલા જયારે આસ્થા તેમને લગ્ન માટે સમજાવે છે ત્યારે તેઓ કહે છે “લોકો શું કહેશે” આસ્થા કહે છે “જિંદગી તારી છે” ત્યારે તેઓ ફરી કહે છે “અને આ સમાજ?

આપણે ગમે તેટલી modernization વિષે વાત કરીએ પણ ક્યાંકને ક્યાંક આપણા બધાને સમાજનો થોડો ઘણો ડર હોય જ છે. સમાજમાં રહીને તેને complete ignore કરી શકાય તેમ જ નથી, અને આ વાત લગભગ દરેકને લાગુ પડે છે, અને તે રહેવાનું જ છે.

કાજલ ઓઝા વૈદ્ય

2008 આસપાસ Divya bhaskar માં પહેલી વાર કાજલ ઓઝા વૈદ્યની મધ્યબિંદુ, સર્ચ લાઈટ નામની novels વાંચી હતી, ત્યારબાદ “એક બીજાને ગમતા રહીએ” નામની તેમની કોલમ પણ શરૂઆતમાં regular વાંચતો હતો.

2012 માં 94.3 My FM ઉપર જયારે તેઓ પોતાના show ને host કરી રહ્યા હતા ત્યારે તેમને અનેક વાર સાંભળતો, આ show માં તેમને એક શેર કહ્યો હતો, જે હજી સારી રીતે યાદ છે “અચ્છા હે દિલ કે પાસ રહે પાસબાને અકલ, લેકિન કભી કભી ઉસે તન્હા ભી છોડ દે

જયારે આ શેર સાંભળ્યો ત્યારે તે ફક્ત એક romantic શેર જ લાગ્યો, તે સિવાય તેને કોઈ ખાસ ધ્યાનમાં લીધો નહોતો. પણ જયારે Silsila (1981) ફિલ્મમાં “રંગ બરસે” song પછી અમિતાભ દ્વારા જે situation માં તે dialogue સાંભળ્યો, ત્યારે તેનો real meaning અને મહત્વ સમજમાં આવ્યુ. હકીકતમાં આ શેર એક philosophical quote છે.

Conclusion

આ ફિલ્મ જોઇને એક પ્રશ્ન ચોક્કસ ઉભો થઇ શકે છે, શું પ્રેમ ફક્ત યુવાની માજ થઇ શકે છે? Single person માટે પણ પ્રેમ કરવાનો હક ફક્ત young age સુધી જ સીમિત હોય છે? Well, તે પ્રશ્નનો સાચો જવાબ આપવો તો અઘરો છે, કારણ કે તેમાં અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ મંત્રવ્યો હોય છે.

પણ love ફક્ત યુવાનીમાં જ ઉત્પન્ન થતી લાગણી નથી, જો વ્યક્તિ એકલી હોય તો કોઈપણ ઉમરે love થઇ શકે છે. સિવાય કે વ્યક્તિ અમુક જવાબદારીઓના બોજા હેઠળ દબાયેલી ના હોય. કારણ કે અમુક જવાબદારીઓમાં કોઈપણ વ્યક્તિ ખરેખર યોગ્ય રીતે જીવવાનું પણ ભૂલી જાય છે.

ફિલ્મમાં અહી વિધવાના પુનર્લગ્નની કે પછી મોટી ઉમરે લગ્નની વાત નથી, પણ કોઈપણ ઉમરે પોતાની મરજીથી યોગ્ય રીતે જીવન જીવવાના નિર્ણયની વાત છે, બંનેમાં ઘણો ફર્ક છે.

આ ફિલ્મને cinema hall ના બદલે JioCinema ઉપર release કરવામાં આવી છે. જો ફિલ્મ ના જોઈ હોય તો JioCinema app ઉપરથી જોઈ શકો છો.

તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment