Movie: Danny Jigar (2024)
Genres: Comedy
Director: Krishnadev Yagnik
Writer: Krishnadev Yagnik
Casts: Yash Soni, Tarjanee Bhadla, Jitendra Thakkar, Chetan Daiya, Prem Gadhavi, Om Bhatt, Rahul Raval, Hetal Puniwala, Rajan Thakar, Ravi Ranjan, Nilesh Parmar
Production Company: Big Box Series
Storyline
ડેની જીગર (યશ સોની) એક સ્ટાઈલીસ્ટ સુપરકોપ છે, જે પોતાની એક અલગ style, attitude દ્વારા કોઈપણ કેસને ઉકેલવા માટે પ્રખ્યાત છે. જે હાલમાં જ બુટલેગર જોનીને (ચેતન દૈયા) જડપીને તેની ખ્યાતીમાં વધારો કરે છે.
મ્યુઝીયમ માંથી 600 વર્ષ જૂની મૂર્તિ ચોરાય છે, જેથી પોલીસ કમીશનર કે કાલી (જીતેન્દ્ર ઠક્કર) આ કેસ ડેનીને સોંપે છે, અને ડેની 30 દિવસમાં મૂર્તિ પાછી લાવવાની ચેલેન્જ ઉપાડે છે.
મ્યુઝીયમના CCTV કેમેરા જોતા ખ્યાલ આવે છે કે ચોરી રાકા (હેતલ પુનીવાલા) નામના ચોરે કરી છે, ત્યારબાદ અહી ડેનીની મુલાકાત મ્યુઝીયમની મેનેજર પૂજા (તર્જની ભાડલા) સાથે થાય છે, જે ડેનીની style થી તેની તરફ attract થાય છે.
ડેનીએ જડપેલ બુટલેગર જોની દ્વારા તે મૂર્તિ ચોર રાકા સુધી પહોચીને મૂર્તિને આસાનીથી મેળવી લે છે. આ મૂર્તિ એક મહિના પછી જાપાનના વડાપ્રધાનને ભેંટ આપવાની હોવાથી પોલીસ કમીશનર ડેનીને એક મહિના સુધી તે મૂર્તિ સાચવવા માટેની જવાબદારી સોંપે છે.
પણ તે પહેલા જ ડેની પાસેથી તે મૂર્તિ ફરી ચોરાઈ જાય છે…. હવે પછીની સ્ટોરી જાણવા માટે cinema hall જઈને ફિલ્મ જોવી પડશે.
Story presentation
ફિલ્મની સ્ટોરી એક complete humor-less comedy હોવાથી, logic વિષે વિચારવાની અહી બિલકુલ જરૂર જ નથી, કારણ કે આ સ્ટોરીને logic સાથે કોઈપણ પ્રકારનો નહાવા કે નિચોવવાનો કોઈ જ સબંધ નથી. ફિલ્મનું આ પ્રકારનું story presentation છે, જે બોલીવુડ, સાઉથ અને હોલીવુડ ફિલ્મોમાં સામાન્ય છે, પણ ગુજરાતીમાં તે પહેલીવાર છે.
Opening scene
મ્યુઝીયમના Wide Low angle, Dolly shot ના combination દ્વારા ફિલ્મનો opening scene શરુ થાય છે. જેમાં રાકા અને તેનો સાગરિત મ્યુઝીયમ માંથી 600 વર્ષ જૂની મૂર્તિ ચોરવાના પ્લાનને comic way માં અંજામ આપે છે. સ્ટોરીની આ મુખ્ય ઘટના દ્વારા ફિલ્મ શરુ થાય છે.
Actors, acting, characters, characterization, character development
યશ સોની
ફિલ્મમાં યશે સુપરકોપ ડેની જીગર તરીકે પોતાનું character નિભાવ્યું છે, જે સ્ટોરીની જરૂરીયાત મુજબ so energetic, stylist, strong અને confident છે, યશનું અત્યાર સુધીનું એકદમ અલગ પ્રકારનું character આ ફિલ્મમાં જોવા મળે છે.
તર્જની ભાડલા
ફિલ્મમાં તેનું character એક typical હિરોઈન કરતા એકદમ અલગ છે. તેના ભાગમાં વધુ loud એક્ટિંગ આવી છે, લીડ એક્ટ્રેસનું આવું smile કોઈ ફિલ્મમાં જોવા નહી મળે. આ પ્રકારનું character નિભાવવું તે એક હિમ્મત ભર્યો નિર્ણય કહેવાય, તેની એક્ટિંગ ખરેખર ઘણી challenging છે.
જીતેન્દ્ર ઠક્કર
ફિલ્મમાં તેમણે એક પોલીસ કમિશનર કે કાલી તરીકે છે પણ, “કોઈ પ્રકારે તેનું વર્તન એક પોલીસ કમિશનર તરીકેનું છે જ નહી” ફિલ્મમાં તેમના ઉપરનો આ એક dialogue છે, જે તેમનું characterization સૂચવે છે.
પ્રેમ ગઢવી
ફિલ્મમાં comic negative character માં સુનીલ તરીકે તેમણે ફિલ્મના લીડ એક્ટર સામે confidently ટક્કર લીધી છે. ફિલ્મમાં તેઓ એક main business છે, પણ હકીકતમાં તેમનો plan world war 3 શરુ થાય તે માટેનો છે.
ચેતન દૈયા
ફિલ્મમાં બુટલેગર આર. એસ. જોની તરીકે તેમનું એક નાનું character પણ સારું એવું ધ્યાન ખેંચે તેવું character છે.
Screenplay
ફિલ્મનો screenplay કૃષ્ણદેવ યાજ્ઞીકે લખ્યો છે, અને ફિલ્મના કો-રાઈટર છે જસવંત પરમાર. ફિલ્મનો overall screenplay ખુબ જ ટાઈટ છે. સ્ક્રીન ઉપર હંમેશા કંઇકને કંઇક સતત movement થતી જ રહે છે.
Dialogues
ફિલ્મમાં લગભગ દરેક એક્ટર્સના ભાગે અનેક લાંબા લાંબા dialogues વધુ આવ્યા છે, જેમકે…
(1). રાજન ઠાકર દ્વારા યશના intro ના dialogues. (2). લોકઅપની અંદર ચેતન દૈયા અને બહાર યશ વચ્ચેનું rapid fire conversation. (3). મ્યુઝીયમમાં તર્જનીને તેના વિષે જણાવતા યશના long dialogues. (4). યશ જયારે પ્રેમ ગઢવીને મળે છે ત્યારે બંને વચ્ચેના એકદમ logic-less અને કોઈપણ જાતના connection વગરના dialogues, વગેરે. આ dialogues લખવામાં ખુબ જ સારી એવી મહેનત કરવામાં આવી છે.
Film editing
શિવમ ભટ્ટ ફિલ્મના એડિટર છે, જેઓ કૃષ્ણદેવ યાજ્ઞીકના under માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે 3 ગુજરાતી ફિલ્મોનો અનુભવ ધરાવે છે, એડિટર તરીકે તેની આ ત્રીજી ફિલ્મ છે.
ફિલ્મનું એડીટીંગ next level નું છે. ફિલ્મમાં દરેક characters ના નામ સાથે તેનો short introduction, સિંહના DP નો સીન, space નો સીન, keyboard માં O શોધતા સીનના શોટ્સ, Cheat cut, Match cut, Invisible cut, Cross cutting, અન્ય cuts and transitions, અને VFX ના અન્ય સીન્સ, વગેરે એડીટીંગનું advance version કહી શકાય તેમ છે.
જેથી ફક્ત એડીટીંગની દ્રષ્ટીએ પણ જો આ ફિલ્મને જોવામાં આવે તો પણ ઘણું નવું જોવા મળી શકે તેમ છે.
કમિશનર શર્ટના બટન ખોલીને પૈસા કાઢતી વખતના સીનનું background music, જેમાં smart audience સમજી ગઈ હશે, બાકીના માટે રાજ કપૂરની Anari (1959) ફિલ્મના “વો ચાંદ ખીલા, વો તારે હંસે” આ આખા સોંગમાં મુકેશે ગાયેલ એક માત્ર લાઈન “ના સમજે વો અનાડી હૈ”
Director, direction
ડિરેક્ટર
ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞીકની અત્યાર સુધીની ફિલ્મો જોતા કોઈપણ આસાનીથી કહી શકે છે કે, તેઓ એ પ્રકારના ડિરેક્ટર છે જેઓ હંમેશા એક અલગ નવો ચીલો ચીતરે છે.
ડિરેક્ટર તરીકે તેમનો સૌથી મોટો plus point છે, સ્ટોરીની કોઈપણ ઘટનાનો કેવી રીતે ફિલ્મ સીન બનાવવો, ત્યારબાદ સીનને કેવી ડિરેક્શન treatment આપીને, સીનને કેવી રીતે ફિલ્મમાં unique રીતે present કરવો? તેમાં તેમની ખુબ જ સારી expertise છે, અને આ expertise advance level છે, જે તેમની ફિલ્મોમાં જોઈ શકાય છે.
સ્ટોરીની કોઈપણ ઘટના, તેનો ફિલ્મી સીન બનાવવો, ત્યારબાદ તેને જરૂરી ડિરેક્શન treatment આપીને સ્ક્રીન ઉપર unique રીતે present કરવો, આ જ તો એક real ડિરેક્શન છે.
ડિરેક્શન
આખી ફિલ્મ almost ડિરેક્શન treatment ઉપર નભેલી છે, ફિલ્મમાં સ્ટોરીને એટલુ મહત્વ નથી આપવામાં આવ્યું જેટલું તેની ડિરેક્શન treatment ને આપવામાં આવ્યું છે. ફિલ્મના એક એક સીનને ખુબ જ special treatment આપીને ડિરેક્ટ કરવામાં આવ્યા છે.
દરેક સીન્સ totally unexpected છે, કોઈપણ સીનમાં character શું બોલશે? શું react કરશે? કેવા expression, reaction આપશે? તેની પહેલેથી સહેજ પણ કલ્પના કરી શકાય તેમ જ નથી.
યશની entry નો સીન
યશના character ના extraordinary explanation સાથે યશની entry નો આખો sequence, જે સાઉથની ફિલ્મોની યાદ અપાવે તેવો છે. ફિલ્મમાં character introduction ની એક complete ફિલ્મી entry તે ગુજરાતીમાં એક નવો experiment છે.
યશ સોની અને તર્જની ભાડલાની loud એક્ટીંગ
સામાન્ય audience કદાચ તેને over એક્ટિંગ સમજી લેશે, પણ સૌથી પહેલા એ સમજી લઈએ કે over એક્ટિંગ અને loud એક્ટિંગ તે બંનેમાં ઘણો મોટો ફર્ક છે. Loud એક્ટિંગ તે એક્ટિંગનો જ એક પ્રકાર છે, જેને audience તરીકે ગુજરાતી ફિલ્મોમાં જોવાની આપણને ટેવ નથી.
જયારે કોઈ નખસીશ અભિનેતા પણ loud એક્ટિંગ કરતા હોય ત્યારે તેમની એક્ટિંગ ક્યારેય over એક્ટિંગ નથી લાગતી. For example: જીમ કેરી અને રોવાન એટકિન્સન જે તેઓની loud એક્ટીંગ માટે વધુ પ્રખ્યાત છે, પણ તેમની એક્ટિંગ audience ને ક્યારેય પણ બોર નથી કરતી, અને તેમની આ એક્ટિંગને critics એ ક્યારેય વખોડી પણ નથી.
ફિલ્મમાં એક નવા પ્રયોગ તરીકે યશ અને તર્જની પાસેથી સ્ટોરીની જરૂરીયાત મુજબ આ પ્રકારની એક્ટિંગ intentionally કરાવવામાં આવી છે.
Weak, minus points
જો એક લાઈનમાં આ ફિલ્મના weak point વિષે કહેવામાં આવે તો ફિલ્મનો weak point એ છે કે character development અને ફિલ્મને કંઇક વધુ આપવાના પ્રયાસનો અહી થોડો અતિરેક થયો હોય તેવું લાગે છે, અને આ વધુ પ્રયાસના પરિણામને audience ક્યારેક પચાવી નથી શકતી હોતી.
તે સિવાય ફિલ્મના કોઇપણ બે એક્ટર્સ વચ્ચેનું communication એટલે કે dialogues અમુક સીન્સમાં એટલા ફાસ્ટ છે કે એક dialogues કાન સુધી પહોચીને મગજ દ્વારા તે સમજાય, તેની પહેલા જ બીજા dialogues શરુ થઇ જાય છે.
અમુક સીન્સમાં એક્ટર્સના dialogues ની વચ્ચેના pose ની થોડી કમી ચોક્કસ લાગી શકે છે. ફિલ્મમાં મોટાભાગે slow communication થતું જ નથી, જેથી ઘણા અર્થપૂર્ણ dialogues સમજાય તે પહેલા જ તે pass થઇ જાય છે. જેથી અમુક dialogues ને સમજીને તેને enjoy કરી શકવાનો ટાઈમ જ મળતો નથી.
Art and Creativity
જો એક ફિલ્મમેકરની દ્રષ્ટીએ જોવામાં આવે તો ફિલ્મમાં creativity તરીકે ઘણું આપવામાં કરવામાં આવ્યું છે, જેમકે…
(1). ઈચ્છાધારી પોલીસ સ્ટેશન… World war 1, 2, 3 સ્લોગનના બેનર… ડેની’સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ… ટાઢક એસી… વગેરે ખરેખર creativity છે. આટલું extra ordinary વિચારવામાં, તેના સીન્સ બનાવવામાં, ત્યારબાદ તેની property વગેરે, આટલી મહેનત ગુજરાતી ફિલ્મોમાં ઓછી થાય છે.
(2). યશ અને ઓમ ભટ્ટનો 3.5 મિનીટ લાંબો chasing સીન
ઓમ ભટ્ટનો પીછો કરી રહેલ યશ, જેમાં બંને એક પછી એક વાહન બદલીને એકબીજાથી ચઢીયાતા સાબિત થવાનો પ્રયત્ન કરે છે, જેમાં છેલ્લે તેઓ space માં પહોચી જાય છે, આ સીન creativity ની ચરમસીમાને પાર કરી દે છે, કારણ કે ગુજરાતી ફિલ્મોમાં space નો સીન? યાદ કરો આ પહેલા ગુજરાતી ફિલ્મમાં space નો સીન ક્યારે જોયો હતો?
Audience ને પહેલી નજરે સામાન્ય લાગતો આ સીન, પણ એક ફિલ્મમેકર અને કલ્પના શક્તિની દ્રષ્ટીએ આ સીન Most creative scenes of Modern Gujarati movies માંથી એક ગણી શકાય કે નહી? તેના વિષે discuss ક્યારેક ચોક્કસ કરીશું.
(3). યશ અને તર્જનીનો 3 મિનીટનો Long take shot
યશ અને તર્જની મ્યુઝીયમમાં જયારે પહેલી વાર મળે છે, ત્યારે યશ તર્જની વિષે કહેવાનું શરુ કરે ત્યાંથી લઈને તેની exit સુધીનો સીન હકીકતમાં 3 મિનીટ જેટલા લાંબા Long take shot દ્વારા શૂટ કરવામાં આવ્યો છે. જેમાં યશના long dialogues બાદ ઓછી જગ્યામાં બંનેનું perfect blocking પણ જોવા મળે છે.
સામાન્ય રીતે આ પ્રકારના શોટ લેવામાં સારી એવી મહેનત અને ટાઈમ જતો હોવાથી ગુજરાતી ફિલ્મોમાં આ શોટ્સ ખુબ જ ઓછો જોવા મળે છે.
ફિલ્મમાં ફિલ્મમેકિંગની એક અલગ પ્રકારની કોમેડી જોવા મળશે
“આઘી રહીને પૂછ, મને લાઈટ કપાય છે”… “સ્ક્રીપ્ટ વાંચવાનું રાખો સ્ક્રીપ્ટમાં લખ્યું છે”… “અહિયાં હજાર લોકો બેઠા છે, બધાના close અને reaction લેવા જશો તો part 2 બની જશે”… “આનું casting કોણે કર્યું છે?”
આ પ્રકારનો dialogue હિન્દી ફિલ્મોમાં સૌથી પહેલા Anjaana (1969) ફિલ્મમાં જ્યુબીલી કુમાર એટલે કે રાજેન્દ્ર કુમાર દ્વારા સાંભળવા મળ્યો હતો, જેમાં તેઓ બબીતાને કહે છે “ઝરા યે મેરી પ્રોપર્ટી સંભાલકે રખો અગલે સીનમેં કામ આયેગી“
આ સિવાય background માં intentionally બતાવવામાં આવતા crews અને technicians team members, અને તેના દ્વારા પ્રેમ ગઢવીના dialogues માં સપોર્ટ આપવો.
ફિલ્મના સીનમાં crew team દેખાવા આવો સીન અગાઉ ગુજરાતીમાં Vandha Villas (2018) ફિલ્મમાં અને હોલીવુડમાં Scary Movie Part 1 (2000) ફિલ્મમાં જોવા મળ્યો હતો.
આવા dialogues અને આ સીન બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યક્તિઓને connect ચોક્કસ કરશે, પણ અહી સામાન્ય audience ને એટલી કંઇ ખાસ સમજ નહી પડે.
Movie trivia
આ ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની સૌથી વધુ એટલે કે 1178 શો મેળવનારી ફિલ્મ તરીકેનું achievement મેળવ્યું છે.
ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞીકે ફિલ્મમાં એક સીનમાં પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર તરીકે cameo કર્યો છે, જેમના face ઉપર mask હોવાથી તેઓ જલ્દી ઓળખાતા નથી, પણ તેમનો અવાજ અને ત્યારબાદ તેમના face ઉપરનો uncover ભાગ ઉપરથી તેમને આસાનીથી ઓળખી શકાય છે.
ફિલ્મમાં તર્જનીએ તેના character નિભાવવા માટે method acting અપનાવી છે, જેમાં તેને 10 કિલો જેટલું વજન વધાર્યું છે. આશા રાખીએ કે ગુજરાતી એક્ટર્સ પણ method acting માં ડેનિયલ ડે લુઇસને follow કરે.
આ ફિલ્મ એક experiment છે
આ ફિલ્મ તે ફિલ્મમેકર દ્વારા ગુજરાતી ફિલ્મોમાં કંઇક નવું અને અલગ કરવાના પ્રયાસ રૂપે એક સમજી વિચારીને કરવામાં આવેલ એક experiment છે, જેમાં અહી ફિલ્મમેકરે અનેક options માંથી આ એક subject પસંદ કરીને, ત્યારબાદ તેને એક અલગ જ treatment આપીને આ ફિલ્મ બનાવી છે.
ફિલ્મની logic-less કોમેડી જોયા બાદ આવું પણ હોઈ શકે? આ પ્રકારનો પ્રશ્ન કદાચ ઉઠી શકે છે, તે માટે એક સીન માજ એક dialogue દ્વારા તેનો જવાબ આપી દેવામાં આવ્યો છે “અલ્યા KD ભઈ આવું કઈ રીતે?” આમ પ્રશ્ન ઉભો થાય તે પહેલા જ તેનો જવાબ આપી દીધો છે, આખરે તે એક smart ફિલ્મમેકર છે.
અત્યાર સુધી રજનીકાંતના જે jokes સાંભળ્યા હતા હવે તેમાં રજનીકાંતની જગ્યાએ યશના jokes શરુ થાય તો નવાઈ નહી લાગે. ખાસ કરીને સાઉથની આવી અનેક ફિલ્મો અને તેના characters ને આપણે આસાનીથી accept કર્યા છે, જેથી આ ફિલ્મ audience પસંદ કરે છે કે નહી તે interesting રહેશે.
Conclusion
Danny Jigar (2024) એક ફિલ્મ કોમેડી છે, જેમાં ડિરેક્શન અને એક્ટિંગનો એક અલગ જ પ્રકારનો taste, flavour છે, જે હજી સુધી કોઈપણ ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યો નથી, જેથી audience ને એક અલગ નવા પ્રકારની fresh ગુજરાતી ફિલ્મ ચોક્કસ જોવા મળશે.
જો તમને હોલીવુડની The Pink Panther, Johnny English ફિલ્મ સીરીઝ, The Naked Gun: From the Files of Police Squad (1988) અને Idiocracy (2006) જેવી ફિલ્મો પસંદ આવી હોય, તો આ ફિલ્મ તમારા માટે entertainment નો એક overdose સાબિત થઇ શકે છે.
સોશિયલ મીડિયા ઉપર દેસી સીમ્ભા તરીકે વાઈરલ થનાર આ ફિલ્મ હજુ સુધી જોઈ નાં હોય તો cinema hall માં જઈને ફિલ્મ ચોક્કસ જોઈ આવો.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.
1 Comment
સુંદર