Movie: Fakt Purusho Maate (2024)
Genres: Family, Comedy
Director: Jay Bodas, Parth Trivedi
Writer: Jay Bodas, Parth Trivedi
Casts: Amitabh Bachchan, Yash Soni, Mitra Gadhvi, Esha Kansara, Darshan Jariwala, Aarti Patel, Hetal Modi, Anurag Prappana, Kaman Joshi, Prem Gadhavi.
Production Company: Anand Pandit Motion Pictures, Jannock Films
Storyline
બ્રિજેશ (યશ સોની) અને તેની નાનપણની પ્રેમિકા રાધિકા (ઈશા કંસારા) બંનેની સગાઇ થઇ છે, અને ટૂંકમાં તેમના લગ્ન પણ થવાના છે.
બ્રિજેશના દાદા પુરષોત્તમ ભાઈ (દર્શન જરીવાલા) જેઓ છ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે, પણ તેમનો આત્મા હજુ પુનર્જન્મ વિભાગ એટલે કે પિતૃલોકમાં (કાલ્પનિક સ્થળ) જ અટકયો છે, તેઓ પોતાના પૌત્ર બ્રિજેશના ઘરે દીકરા તરીકે જન્મ લેવાની ખુબ ઈચ્છા ધરાવે છે.
માટે તેઓ પોતાની આ ઈચ્છા પ્રભુદાસને (અમિતાભ બચ્ચન) જણાવે છે, પ્રભુદાસ તેમને કહે છે કે તેમની પૌત્રવધુ રાધિકા લગ્ન પછી દીકરાને નહી પણ દીકરીને જન્મ આપશે, જેથી દીકરા તરીકે તેમનો પુનર્જન્મ શક્ય નથી, પણ પુરષોત્તમ ભાઈ તેમના ઉપર દબાણ કરતા આખરે પ્રભુદાસ તેમને શ્રાધના સોળ દિવસ માટે પૃથ્વી ઉપર મોકલીને પોતાની જાતે જ આ સમસ્યાનો ઉકેલ મેળવવાની એક તક આપે છે.
જેથી પુરષોત્તમ ભાઈ હવે પૃથ્વી ઉપર આવે છે, અને પોતાને મળેલી શક્તિથી તેઓ બ્રિજેશની સામે આવીને તેને રાધિકા સિવાય અન્ય કોઈપણ છોકરી સાથે લગ્ન કરવા માટે સમજાવે છે… હવે પછીની સ્ટોરી જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
Story presentation
ફિલ્મનું story presentation એકદમ fresh છે. ફિલ્મના મોટાભાગના દરેક સીન્સમાં અને dialogues માં કોઈકને કોઈક નાનાં મોટા twists સતત આવ્યા જ કરે છે, જે ફિલ્મનો એક મોટો plus point છે, જે audience ને ફિલ્મ સાથે સતત connect રાખે છે.
Actors, acting, characters, characterization, character development
અમિતાભ બચ્ચન
ગ્રેટ મીલેનીયમ સ્ટાર અમિતાભ બચ્ચન જેઓ ત્રીજી ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા, સાથે પહેલી વાર તેઓ કોઈ યોગ્ય રોલમાં પણ જોવા મળ્યા, ફિલ્મમાં તેઓ કુલ ચાર સીનમાં જોવા મળે છે.
એક ગુજરાતી ફિલ્મમાં તેમને જોઇને ખરેખર ખુશી થઇ, આ અગાઉ તેઓને Fakt Mahilao Maate ફિલ્મના એક સીનમાં જોઇને લાગ્યું કે એક એક્ટર તરીકે તેમનો આ ફિલ્મમાં યોગ્ય ઉપયોગ કરવામાં નથી આવ્યો જેટલો કરવો જોઈતો હતો, જાણે ફ્રી-હીટમાં ફૂલટોસ બોલ મળ્યો હોવા છતાં પણ તે બોલ ખાલી ગયો હોય તેવું લાગ્યું.
જો ગુજરાતી ફિલ્મમાં એક્ટર તરીકે અમિતાભ મળી શકતા હોય તો પછી ફિલ્મમાં તેમનો best use થવો જ જોઈએ, જે આ ફિલ્મમાં ખરેખર કરવામાં આવ્યો છે.
યશ સોની
બ્રિજેશ તરીકે યશ સોની, કોઈપણ પ્રકારની એક્ટિંગ હોય, કોમેડી અથવા ગંભીર, બંનેમાં ખુબ આસાનીથી સેટ થઇ જાય છે. એક્ટર તરીકે તેના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે, ભવિષ્યમાં એક સર્વોત્તમ અભિનયકાર બનવા માટેની તમામ લાયકાત તે ધરાવે છે.
ઈશા કંસારા
રાધિકા તરીકે ઈશા કંસારા, જેણે બ્રિજેશની પ્રેમિકા તરીકેનું character નિભાવ્યું છે, જે સતત તેના ઓછાયામાં જ જીવે છે. ફિલ્મમાં “જાદુ જાદુ” સોંગમાં તેની એક્ટિંગના અનેક રૂપ જોવા મળે છે.
દર્શન જરીવાલા
બ્રિજેશના દાદા પુરષોત્તમ ભાઈ તરીકે દર્શન જરીવાલા, જેઓ ફિલ્મમાં પોતાના character માં રીતસરના છવાઈ ગયા છે. ફિલ્મમાં તેમનું પાત્ર એક એવા વ્યક્તિ તરીકેનું છે જે સ્ત્રીઓ બાબતે એકદમ સંકુચિત માનસ ધરાવતા હોય છે, અને તેમના પુત્ર અને પોત્રને પણ તેઓ આજ શીખવાડે છે.
મિત્ર ગઢવી
કીર્તન તરીકે મિત્ર ગઢવી, તેને દરેક સીનમાં જોઇને અને તેના દરેક dialogues સાંભળીને audience ને સતત હસવું આવ્યા જ કરે છે. ઘણી વાર લાગે છે કે તેની મોટાભાગની ફિલ્મોમાં અમુક મોટા એક્ટર્સ હોવાથી તેની પ્રતિભા એટલી ઉભરાઈને આવી નથી જેટલી આવવી જોઈતી હતી.
અન્ય supporting એક્ટર્સ
બ્રિજેશના પિતા ઉત્તમ ભાઈ તરીકે અનુરાગ પ્રપન્ના, જેઓ સ્ત્રીઓ માટે તેમના પિતા જેવી જ નિમ્ન વિચાર શ્રેણી ધરાવે છે. બ્રિજેશના માતા અરુણા બેન તરીકે હેતલ મોદી, જેઓ હંમેશા તેમના પતિથી દબાઈને રહે છે, કીર્તનના માતા લીલા બેન તરીકે આરતી પટેલ, જેઓ તેમના પતિથી અલગ થઈને તેમના ભાઈ સાથે રહે છે, પણ અહી તેમનું કોઈ ખાસ મહત્વ નથી. તાંત્રિકના રોલમાં (પ્રેમ ગઢવી), રાધિકાના પિતા તરીકે કમલ જોશી, અને હંમેશની જેમ રોનક અહી એક નાના રોલમાં જોવા મળે છે.
Screenplay
પાર્થ ત્રિવેદી અને જય બોડસ બંનેએ ફિલ્મનો સ્ક્રિનપ્લે લખ્યો છે. ફિલ્મના કોઈ એક department ને જો પૂરેપુરા માર્ક્સ આપવા હોય તો તે સ્ક્રિનપ્લેને આપી શકાય તેમ છે. ફિલ્મનો આધારસ્તંભ ફિલ્મનો સ્ક્રિનપ્લે હોય છે, જે અહી ઘણો જ મજબુત છે.
Dialogues
ફિલ્મમાં શબ્દોથી રમીને લખાયેલા કેટલાક quality અને meaningful dialogues છે, જેમકે… (1). ભૂતકાળમાં તો મારા જેવા ભૂત જીવે, માણસોએ તો ભવિષ્ય તરફ જોવાનું હોય. (2). તને આત્મસન્માન ના હોય તો બરાબર છે પણ આ આત્માનું તો સન્માન રાખ. (3). તમે મારા સારથી છો, પણ તમે તો સ્વાર્થી છો, વગેરે.
સ્ક્રિપ્ટમાં male, female ના બદલે દીપક, જ્યોતિ અને પેંડો, જલેબી જેવા તેના પર્યાયવાચી શબ્દોનો ખુબ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Cricket World Cup 2019 માં જયારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું ત્યારે પાકિસ્તાનના એક die-hard fan મોમીન સાકીબનો વિડીઓ ત્યારે ખુબ જ વાઈરલ થયો હતો, જેમાં તે પોતાની ટીમની હાર ઉપર ભારે નિરાશા સાથે કહે છે, “એકદમ ઇન્હોને વક્ત બદલ દિયા, જસ્બાત બદલ દિયે, જિંદગી બદલ દી”.
ત્યારે મોમીનને ખબર નહી હોય કે તેનું આ વાક્ય ભવિષ્યમાં સોશીયલ મીડિયામાં એટલું પોપ્યુલર બનશે કે ખાસ કરીને ફિલ્મ રાઈટર્સ માટે તે એક વરદાન રૂપ સાબિત થઇ જશે. હાલની અનેક Youtube channel અને હિન્દી ફિલ્મમાં પણ તેના આ ફેમસ વાક્યનો ઘણો અલગ રીતે ઉપયોગ થઇ રહ્યો છે.
આ ફિલ્મમાં પણ યશ અને મિત્રના ડ્રીંકના સીનમાં મિત્ર, યશને કહે છે “ભાભીને જસ્બાત બદલ દિયે, હાલત બદલ દિયે, ભાવના બદલ દિયે”
Cinematography
સુમન સાહુ ફિલ્મના સિનેમેટોગ્રાફર છે, આખી ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં camera movements માં સૌથી વધારે જો કોઈએ ધ્યાન ખેંચ્યું હોય તો તે છે Whip Pan shot.
Whip Pan shot
(1). સૌથી પહેલા ફિલ્મમાં મિત્રનો પહેલો સીનનો Whip Pan shot shot. (2). ઘરમાં પત્તા રમતી વખતે યશનો, ઈશા સાથે ફોન ઉપર વાત કરતી વખતે દર્શન જરીવાલા, યશ અને મિત્રનો ત્રણેયનો Low Angle Whip Pan Shot. (3). આ સીન બાદ સતત ચાર નાના સીન્સને cover કરતા ચાર Whip Pan Shots. (4). “જાદુ જાદુ” સોંગમાં યશ અને ઈશાના 3 Whip Pan Shots. (5). મોબાઈલ ટાવર, ખીરની વાટકી, યશ, અને દર્શન જરીવાલા, આ ચારેયને cover કરતા Whip Pan Shots વગેરે.
Breaking the 4th Wall Shot
દર્શન જરીવાલાને પૃથ્વી ઉપર મોકલ્યા બાદ અમિતાભનો પહેલો Breaking the 4th Wall Shot, ત્યારબાદ રાત્રે છત ઉપર યશને સમજાવી રહેલ દર્શન જરીવાલાના બે Breaking the 4th Wall Shots.
Other Shots
યશ જયારે દર્શન જરીવાલાને ઉંદરનું પાંજરું બતાવીને ડરાવતી વખતનો Snorricam Shot. ચંદ્રવિલાસ રેસ્ટોરંટમાં ઈશાના reaction તરીકે લેવામાં આવેલ Dolly Zoom Shot, જે એક perfect situation ઉપર લેવામાં આવેલો perfect shot છે.
ઉપરાંત છત ઉપર ખીર પીઇને ઉપર જોઈ રહેલ યશના માથા ઉપરથી અને ખુબ જ ઉપર સુધી fast zoom out કરીને લેવામાં આવેલ Hyperlapse Shot. જે technically Aerial Shot નહી પણ Hyperlapse Shot છે.
Best Shot of Movie
ચંદ્રવિલાસ રેસ્ટોરંટમાં ઈશાને જોઇને દર્શન જરીવાલા કહી રહ્યા છે, “ગરમીની પારો વધી રહ્યો છે, સો, એકસો એક, એકસો બે એકસો ત્રણ” આ સીનમાં સો, એકસો એક બોલવાની સાથે જ ઈશાના ચેહરા ઉપર zoom in શરુ કરવામાં આવે છે, જેમાં સોથી એકસો ચાર અને ટોટલ ચાર વાર zoom in કરવામાં આવે છે.
આ shot ને ફિલ્મના best shot તરીકે એટલા માટે consider કર્યો છે, કારણ કે તે ફિલ્મના dialogues સાથે જ merge કરીને લેવામાં આવેલ shot છે, જે એક રીતે ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં કેટલી મહેનત કરવામાં આવી છે તે બતાવે છે. સૌથી મહત્વની વાત, આ shot ને જોઇને હોલીવુડની Scott Pilgrim vs the World (2010) ફિલ્મમાં એલિસન પીલનો આવો જ shot યાદ આવી જાય છે.
Editing
ભાવિન પટેલ અને ગૌરાંગ પટેલ ફિલ્મના એડિટર છે. ફિલ્મમાં એડીટીંગ વિષે ઘણું બધું કહેવા લાયક, લખવા લાયક અને notice કરવા લાયક છે. ફિલ્મ એડીટીંગમાં સૌથી વધારે Invisible Cut નો use કરવામાં આવ્યો છે.
જેમાં સૌથી પહેલા… (1). ઘરની દીવાલ ઉપર ટાંગેલ ફોટોમાં ફરસાણની દુકાનના shot નો Invisible Cut. (2). હીંચકો ખાઈ રહેલ યશ અને ઈશાના બાળપણ અને અત્યારના સીન્સનો Invisible Cut. (3). છેલ્લા સિક્વન્સમાં ઘરના મુખ્ય દરવાજાથી બનાવવામાં આવેલ દર્શન જરીવાલા અને યશના સીનનો Invisible Cut.
ફિલ્મમાં અનેક Whip Cuts પણ જોવા મળે છે, તે સિવાય ફિલ્મમાં સારા એવા VFX સીન્સ પણ છે, જેની overall quality ઘણી સારી છે, જે એડીટીંગમાં મહેનત દર્શાવે છે.
Director, direction
જય બોડસ અને પાર્થ ત્રિવેદી બંને ફિલ્મના ડિરેક્ટર્સ છે. આ જોડીએ અગાઉ Fakt Mahilao Maate (2022) ફિલ્મ સાથે ડિરેક્ટ કરી છે. આ એક totally well ડિરેકટેડ ફિલ્મ છે, બંને ડિરેક્ટર્સએ ફિલ્મમાં ખુબ મહેનત કરી છે, અને તેઓએ ફિલ્મના તમામ departments પાસેથી ખુબ સારું કામ લીધું છે.
ફિલ્મના રાઈટર્સ અને ડિરેક્ટર્સ એક જ છે, પણ હકીકતમાં ફિલ્મના ડિરેક્શન કરતા પણ રાઈટીંગના થોડા વધુ points આપી શકાય તેમ છે, કારણ કે જો ફિલ્મ આ રીતે ના લખાઈ હોત તો ડિરેક્શન પણ સામાન્ય જ લાગત, જેથી આ ફિલ્મ અન્ય સામાન્ય ગુજરાતી ફિલ્મોમાં સામેલ થઇ જાત.
આ ફિલ્મ જોવામાં સહેજ પણ કંટાળો નાં આવે તેવી એક ગુજરાતી ફિલ્મ છે. આ પ્રકારનું વાક્ય ગુજરાતી ફિલ્મોના વખાણ રૂપે ઉપયોગમાં લેવામાં આવે તે થોડું અસામાન્ય જરૂર છે, પણ તે એક હકીકત છે કે અત્યારની ઘણી ગુજરાતી ફિલ્મો જોવામાં થોડો ઘણો કંટાળો અને માનસિક ત્રાંસ પણ સહન કરવા પડતા હોય છે, જે હાલના ગુજરાતી ફિલ્મોની સ્થિતિ બતાવે છે.
Weak, minus points
ઘણા ટાઈમ પછી એક એવી ગુજરાતી ફિલ્મ જોઈ જેમાં લગભગ કોઈ genuine weak point નથી જોવા મળ્યો, સિવાય કે કોઈ personally લાગ્યો હોય.
હા એક point છે જેને weak point તરીકે નહી, પણ ગુજરાતી ભાષાના વાક્ય રચનાની એક નાની ભૂલ તરીકે અહી તેનો ઉલ્લેખ જરૂર કરી શકાય તેમ છે.
જયારે યશ અને મિત્ર બંને તાંત્રિક (પ્રેમ ગઢવી) પાસે જાય છે ત્યારે એક બોર્ડમાં લખેલ હોય છે “ચુડેલ ના પગ વાંકા નથી, આપડી બીજી કોઈ શાખા નથી” ગુજરાતી વાક્ય રચનાની દ્રષ્ટીએ “ચુડેલનાં” લખવું જોઈએ “ચુડેલ ના” નહી, ના પછીની સ્પેસની આ એક ખુબ સામાન્ય ભૂલ છે, પણ તેનાથી બંનેના અર્થમાં સારો એવો ફર્ક પડી જાય છે.
ગુજરાતી ફિલ્મમાં આ પ્રકારની ભૂલ તે દર્શાવે છે કે એક ગુજરાતી થઈને ગુજરાતી ભાષા લખવામાં આપણે હજુ થોડા ઘણા પાછળ છીએ. જો આ વાક્ય English માં લખાયું હોત તો તેમાં ભૂલ ચોક્કસ ના થઇ હોત, કારણ કે તેમાં વાક્ય રચનામાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું હોત.
Critic acclaimed point
ફિલ્મમાં ક્રિટીક્સ માટે ઘણું બધું છે. ફિલ્મમાં દર્શન જરીવાલા પુત્રી કરતા હંમેશા પુત્રને જ વધુ મહત્વ આપતા, ત્યારબાદ તેમના પુત્ર તરીકે અનુરાગ પ્રપન્ના જેઓ તેમની પત્ની અને બહેનનો અવાજ હંમેશા કાપતા જ હોય છે, છેલ્લે તેમના પુત્ર તરીકે યશ જે તેની પ્રેમિકા ઉપર હંમેશા પોતાની મરજી થોપ્યા કરે છે.
આમ ઘરના ત્રણેય પુરુષો સ્ત્રીઓને હંમેશા દબાવતા જ હોય છે, પણ છેલ્લે ત્રણેયને પોતાની આ ગંભીર ભૂલનો એહસાસ થાય છે. ફિલ્મની સ્ટોરીમાં આ point ને એક રીતે વણી લેવામાં આવ્યો છે, ફિલ્મનો આ point અને અને ફિલ્મનો એન્ડ ફિલ્મને critic acclaimed બનાવી શકે છે.
ફિલ્મનું નામ પ્રમાણે ફિલ્મમાં ફક્ત પુરુષો માટે જ વાત થઇ નથી, પણ અહી સ્ત્રી, તેનું મહત્વ, તેમની ઇચ્છાઓ વિષે પણ ખાસ વાત કરવામાં આવી છે, અને સૌથી સારી વાત એ છે કે ફિલ્મમાં જે મેસેજ આપવામાં આવ્યો છે, તેને વધુ ગંભીર રીતે નહી, પણ audience તેને આસાનીથી પચાવી શકે તેવી સહેલી રીતે બતાવવામાં આવ્યો છે.
વૈશલ શાહ
ફિલ્મ ફાઈનાન્સર અને ફિલ્મ પ્રોડ્યુસર બંને વચ્ચે ઘણો બધો ફર્ક હોય છે. મોટાભાગે ફિલ્મમાં પ્રોડ્યુસર વિષે વધુ કહેવામાં અથવા લખવામાં નથી આવતું, પણ તે ફિલ્મની સૌથી મોટી designation છે.
વૈશલ શાહ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક professional production house ધરાવનાર ફિલ્મ પ્રોડ્યુસર છે, અને મોર્ડન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમને ઘણી આભારી પણ છે.
એક ફિલ્મ દ્વારા business profit કેવી રીતે મેળવવો? જો તે શીખવું હોય તો તેમની પાસેથી શીખી શકાય છે, અને તેથી જ તેમના જેવા બીજા 10 થી 15 professional પ્રોડ્યુસર્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હશે ત્યારે ગુજરાતી ફિલ્મો ચોક્કસ સફળ થશે.
મોટાભાગે કોઈપણ મહત્વના કામના result બાદ તેમના ચહેરા ઉપર હંમેશા એક positive, અને ભારે ઉતાર ચઢાવ બાદ કોઈ ફાઈનલ મેચ જીતી હોય એવી એકદમ confident અને winning slime ચોક્કસ જોવા મળતી હોય છે, જે તેમનું એક વ્યક્તિત્વ દર્શાવે છે.
Movie trivia
ફિલ્મની શરૂઆતથી લઈને અંત સુધી voice over માં મલ્હાર ઠાકરે પોતાનો અવાજ આપ્યો છે.
ઈશાના ગુસ્સામાં mute થયેલ શબ્દો
ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટના સીનમાં ઈશા ગુસ્સામાં યશને જે કહે છે તેના છેલ્લા શબ્દોને mute કરવામાં આવ્યા છે, જેમાં smart audience સમજી ગઈ હશે, બાકીના માટે રાજ કપૂરની Anari (1959) ફિલ્મના “વો ચાંદ ખીલા, વો તારે હંસે” આ આખા સોંગમાં મુકેશે ગાયેલ એક માત્ર લાઈન એટલે… “ના સમજે વો અનાડી હૈ”
યશ સોની અને એમિલ મેકવાન
યશ અને કોશ્ચ્યુમ્સ ડિઝાઈનર એમિલ મેકવાન બંનેનો Chhello Divas (2015) ફિલ્મનો સીન્સ મોટા ભાગની ત્યારની young audience ને સારી રીતે યાદ હશે જ, અહી પણ બંનેનો એક સીન છે. ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટમાં પ્રવેશતા જ યશ, એમિલને કહે છે “બે જીગા આ હટાઈને યાર” આ સીનમાં યશ અને એમિલ નવ વર્ષ પછી જોવા મળે છે.
કોશ્ચ્યુમ ડિઝાઈનર તરીકે એમિલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, અને થીયેટરનો અનુભવ હોવાથી ફિલ્મમાં જયારે પણ જરૂર પડે ત્યારે તે આવા કેટલાક રોલમાં એક્ટિંગ પણ કરી લેઈ છે. એક ફિલ્મ ટેકનીશીયન જો ફિલ્મમાં દેખાઈ આવે તો તેના માટે આ એક સારી બાબત પણ છે.
Other Points
(1). ફિલ્મમાં દર્શન જરીવાલા, સગપણમાં મિત્રના નાના થતા હોવા છતાં પણ આખી ફિલ્મમાં મિત્ર, દર્શન જરીવાલાને દાદા તરીકે કેમ સંબોધે છે તે ના સમજાયું, અનેક સીન્સમાં યશ પણ તેમને આપણા દાદા તરીકે સંબોધે છે.
(2). ગુજરાત સમાચાર newspaper ના front page ઉપર આ ફિલ્મનું પોસ્ટર જોયું ત્યારે ખરેખર ખુશી થઇ. એક ગુજરાતી ફિલ્મનું પોસ્ટર જયારે ગુજરાતી newspaper ના front page ઉપર જોવા મળે છે તેના ત્રણ મતલબ નીકળે છે. એક તે ખરેખર બજેટ ફિલ્મ છે, બીજું ફિલ્મનું માર્કેટિંગ ખુબ જ સારું કરવામાં આવ્યું છે, અને ત્રીજું ફિલ્મના માર્કેટિંગનું બજેટ ખરેખર ખુબ વધારે છે.
Conclusion
Audience તરીકે એક comedy અને family genre ની એકદમ fresh અને entertainment ગુજરાતી ફિલ્મ જોવાની ઈચ્છા હોય, સાથે એક સારી સ્ટોરી અને સારી treatment સાથે present કરવામાં આવેલ ફિલ્મ જોવાની ઈચ્છા હોય, તો આ ફિલ્મ ખાસ જુવો.
ફિલ્મમાં જોવા ગમે તેવા અને સાથે સાથે સમજવા લાયક કેટલાક serious elements પણ છે, જેથી મોટાભાગે દરેક audience ને આ ફિલ્મ પસંદ આવી શકશે. જો ફિલ્મ હજુ સુધી જોઈ ના હોય તો નજીકના cinema hall માં ફિલ્મ જોઈ શકો છો.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.