Movie: GujjuBhai – Most Wanted (2018)
Genres: Comedy, Family, Drama
Director: Ishaan Randeria
Writer: Ishaan Randeria
Casts: Siddharth Randeria, Firoz Irani, Jimit Trivedi, Vyoma Nandi, Jayesh More, Ragi Jani, Sunil Vishrani, Purvi Vyas, Tejal Vyas.
Production Company: Pan India Ltd.
Storyline
અરવિંદ દિવેટીયા (સિદ્ધાર્થ રાંદેરિયા) અને તેનો પુત્ર ખગેશ દિવેટીયા (જીમિત ત્રિવેદી) બંને એક residential project બનાવવા માટે એક બિલ્ડર પાસેથી 5 કરોડમાં જમીન ખરીદી છે, પણ તે બિલ્ડર ફ્રોડ નીકળે છે. જેથી તેમના પાર્ટનર વેલજી નાગડા (સુનિલ વિશરાની) હવે 5 કરોડ વસુલવા માટે અરવિંદ દિવેટીયાની પાછળ પડે છે.
આ દરમ્યાન અમેરિકાથી તેમના સાસુ ચંદ્રિકાના (પૂર્વી વ્યાસ) આવે છે, કારણ કે તેમના ભાઈ ભૂપત ગંભીર બીમાર હોવાથી તેમની મિલકત માંથી ચંદ્રિકાને 20 કરોડ આપવા માંગે છે, અને ચંદ્રિકા તેમાંથી 10 કરોડ તેમની દીકરી એટલે અરવિંદ દિવેટીયાની પત્ની ઇન્દુને (તેજલ વ્યાસ) આપવાના છે, જેથી તેઓ વિલમાં ભૂપતની સહી લેવા માટે પિંડાસર જવાનું નક્કી કરે છે.
બીજા દિવસે વેલજી નાગડા પોતાના 5 કરોડ વસુલવા માટે અરવિંદ દિવેટીયાના ઘરે આવીને તેમનો બધો જ સામાન લઇ જઈને તેમને 4 દિવસનો સમય આપે છે. જેથી હવે અરવિંદ દિવેટીયા તેમનો પુત્ર, તેમની પત્ની, તેમની સાસુ ચારેય વિલમાં ભૂપતની સહી લેવા માટે તેમને મળવા માટે નીકળે છે, પણ રસ્તામાં તેમની બેગ ખોવાય જાય છે જેમાં તેમું વિલ લખેલ છે.
આ દરમ્યાન તેઓ ભૂલથી બે આતંકવાદી સાથે સંપર્કમાં આવે છે, જેઓ તેમને પણ પોતાના ગ્રુપના મેમ્બર્સ સમજીને તેમને એક કામ સોંપે છે.
Opening scene
ફિલ્મના ઓપનીંગ સીનમાં કતારના દોહા શહેરમાં સિક્રેટ એજન્ટ વિક્રાંત વાઘમારે આતંકવાદી ગ્રુપ લશ્કરે જીહાદના કમાન્ડરને પકડવાનો પ્રયત્ન કરે છે, જેમાં કમાન્ડર છટકી જવામાં સફળ થાય છે. પણ વિક્રાંતને ગુજરાતમાં બે આતંકવાદીઓ વિષે જાણકારી મળે છે, જેના વિષે તે તેના હેડને રીપોર્ટીંગ કરે છે અને કહે છે કે તે અમદાવાદ આવી રહ્યો છે.
ફિલ્મનો આ ઓપનીંગ સીન બોલીવુડ કરતા હોલીવુડ ફિલ્મ જેવો વધુ લાગે છે. આ ઓપનીંગ સીન ફિલ્મની શરૂઆતથી જ એક positive effect ઉભી કરી રહ્યો છે.
Actors, acting, characters, characterization, character development
અરવિંદ દિવેટીયા તરીકે સિદ્ધાર્થ રાંદેરિયા, તેમના પુત્ર ખગેશ તરીકે જીમિત ત્રિવેદી, પત્ની ઇન્દુ તરીકે તેજલ વ્યાસ અને સાસુ ચંદ્રિકા તરીકે પૂર્વી વ્યાસ.
સિક્રેટ એજન્ટ વિક્રાંત વાઘમારે તરીકે જયેશ મોરે. અન્ય સિક્રેટ એજન્ટ પ્રિયા રાજગુરુ તરીકે વ્યોમા નંદી. પોલીસ ઈન્સ્પેક્ટર જોરાવરસિંહ જાડેજા તરીકે રાગી જાની જેમના ઉપર કાઠીયાવાડી ટોન ખુબ સારી રીતે સેટ થાય છે.
ફિરોઝ ઈરાનીને ઘણા લાંબા ટાઈમ પછી અને તેમને એક નવા જ પ્રકારના character માં જોઈને ખરેખર ખુશી થઇ. ફિલ્મના નાનામાં નાના characters ને પણ એક clear characterization provide કરવામાં આવ્યું છે.
Screenplay
ફિલ્મનો screenplay ઇશાન રાંદેરિયાએ લખ્યો છે, જેમની કોમેડી જોનર ઉપરની સારી એવી grip દેખાઈ આવે છે. કોમેડી ફિલ્મમાં હંમેશા dialogues નું ખુબ જ મહત્વ હોય છે, અહી ફિલ્મના કોમેડી dialogues ઓડીયન્સ ઉપર સારી અસર ઉભી કરે છે, મોટાભાગે દરેક એક્ટર્સના ભાગમાં સારા એવા dialogues ના punches આવ્યા છે, પછી તે ફિલ્મના નાનામાં નાના એક્ટર્સ પણ હોય.
Cinematography
શ્રેયસ ક્રિશ્ના ફિલ્મના સિનેમેટોગ્રાફર છે. જેઓ સાઉથની ફિલ્મોમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે, અને તેમનો આ અનુભવ ફિલ્મમાં દેખાઈ આવે છે.
ફિલ્મની સિનેમેટોગ્રાફીનું ઘણું level ઊંચું છે, પિંડાસર જવાના traveling સીન્સ અને તેમાં પણ ખાસ કરીને Time Lapse shot અને Aerial shots ખરેખર amazing છે. મેટાડોરની પાછળથી Pedestal shot દ્વારા ભૂલી ગયેલ bag ને રીવીલ કરતો સીન જોઇને ખરેખર feel થાય છે કે ફિલ્મમાં સિનેમેટોગ્રાફીનું main work તો storytelling છે, ફક્ત recording કરવુજ નહી.
Film Editing
જયેશ મોરે દ્વારા checking કરાવીને નીકળતી મલાઈકાનો સીન અને ત્યારપછીનો બીજો સીન જેમાં પાકિસ્તાનના prime minister ગળામાંથી ફૂલહાર નીકાળતા સીન એન્ડ, આ બંને સીન્સને બે Hidden Wipe cuts દ્વારા edit કરવામાં આવ્યો છે, ફિલ્મના એડિટર તુષાર પારેખ દ્વારા ફિલ્મમાં professional level નું editing છે,
Production Value
ફિલ્મમાં પિંડાસર જવા વખતના મેટાડોરના કેટલાક સીન્સ હોલીવુડ ફિલ્મ Little Miss Sunshine (2006) ની ચોક્કસ યાદ અપાવી જાય છે.
Director, direction
ડિરેક્ટર તરીકે ઇશાન રાંદેરિયાની આ બીજી ફિલ્મ છે, અને તેમની આ ફિલ્મમાં તેમનાં ડિરેક્શનમાં ઘણું improvisation દેખાઈ આવે છે, ફિલ્મને ખુબ જ સારી રીતે ડિરેક્ટ કરવામાં આવી છે. પહેલા part માં જે થોડી કમી હતી તે આ ફિલ્મમાં પૂરી કરવામાં આવી છે.
Art and Creativity
“Odhni odhu odhu ne udu jay” આ song ફિલ્મમાં recreate કરવામાં આવ્યું છે.
Strong, plus points
(1). ફિલ્મનું ડિરેક્શન. (2). ફિલ્મના લાઉડ કોમેડી સીન્સ. (3). Overall પ્રોડક્શન વેલ્યુ. (4). સિદ્ધાર્થ રાંદેરિયા અને જીમિત ત્રિવેદીની pair. (5). ફિલ્મના એકદમ નાના characters નું પણ strong characterization, વગેરે ફિલ્મના main plus points છે, જે ફિલ્મને સફળ બનાવવા માટે enough છે.
Weak, minus points
ફિલ્મના અમુક સીન્સ થોડા વધુ લાંબા છે, જેના કારણે અમુક સીન્સમાં સ્ટોરી થોડી ખેંચાઈ રહી હોય તેવું લાગે છે. ફિલ્મની લંબાઈ કુલ 157 મિનીટ છે, જેથી ફિલ્મની લેન્થ હજુ થોડી ઓછી કરી શકાઈ હોત. લાંબા સીન્સ અને લેન્થ વધુ હોવા છતાં પણ ઓડીયન્સ કંટાળતી નથી તે એક સારી બાબત છે.
Release, collection and Critics
ફિલ્મ 23 February 2018 ના રોજ રીલીઝ થઇ હતી, પહેલા part ની જેમ આ ફિલ્મને પણ ઓડીયન્સે પસંદ કરી, અને ફિલ્મ box-office ઉપર સારી એવી સફળ પણ રહી હતી, ફિલ્મનું box-office collection 10 કરોડ જેટલું છે.
પહેલા part કરતા આ ફિલ્મ દરેક રીતે better હોવા છતાં પણ ફિલ્મને પહેલા part જેટલી સફળતા નથી મળી શકી. ફિલ્મનું box-office collection પણ પહેલા part કરતા ઓછું છે. પહેલા part ની સફળતા પછી તરત જ બીજો part આવ્યો હોત તો કદાચ પરિસ્થિતિ કંઇક અલગ હોત.
આ ફિલ્મ 2018 માં આવી હતી, અને ત્યાં સુધીમાં અમુક ગુજરાતી ફિલ્મોના કારણે ગુજરાતી ફિલ્મોની quality, અને standard level સારું એવી વધી ગયું હતું, જેનાથી આ ફિલ્મને જેવી જોઈએ તેવું attention મળ્યું નથી, નહી તો આ ફિલ્મ બોલીવુડ ફિલ્મ સાથે સરખામણી કરી શકાય તેમ છે.
Movie trivia
ફિલ્મમાં જે પાકિસ્તાનનો કિલ્લો બતાવાયો છે તે હકીકતમાં ભુજનો ભુજીયા કિલ્લો છે. Wedding સીઝનમાં મોટાભાગે આ કિલ્લો pre-wedding shoot માટે વધુ use થાય છે.
હોસ્પીટલના સીનમાં બેગ ઉછળીને પડે છે જેમાંથી મોબાઈલ નીકળે છે, આ સીનમાં જે મોબાઈલ છે તે Nokia 3310 મોડેલ છે, જે 2000 માં લોન્ચ થયો હતો અને 2005 આસપાસ મોડલ બંધ થઇ ગયું હતું, આટલુ જુનું મોડલ ફિલ્મમાં કેમ use કર્યું છે તેનું કારણ સમજમાં ના આવ્યું.
સામાન્ય રીતે જયારે ફિલ્મ કોમેડી હોય ત્યારે તેમાં લોજીકને ignore કરીને જ ફિલ્મ જોવાની હોય છે. જેમકે 35 ની speed થી મેટાડોરથી બાઈકને ટક્કર આપવી, તરતા ના આવડતું હોવા છતાં પણ દરિયામાં કુદી જવું અને ત્યારબાદ કિનારા સુધી પહોચીને બચી જવું, અને zed plus security આસાનીથી પાર કરીને prime minister સુધી પહોચવું વગેરે.
Conclusion
ઓડીયન્સ તરીકે જો તમને Gujjubhai The Great (2015) ફિલ્મ પસંદ આવી હોય, તો આ ફિલ્મ પણ ચોક્કસ પસંદ આવી શકે છે. કારણ કે ફિલ્મના પહેલા part માં જે પણ છે તેના કરતા આ part માં વધુ જોવા મળી શકશે, આ ફિલ્મ એક perfect comedy ફિલ્મ છે.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.