Latest Posts:

Movie: Gujjubhai The Great (2015)

Genres: Comedy, Family, Drama

Director: Ishaan Randeria

Writer: Siddharth Randeria

Casts: Siddharth Randeria, Dharmesh Vyas, Jimit Trivedi, Dipna Patel, Swati Shah, Falguni Rajani, Sunil Vishrani, Alekh Sangal, Khatera Hakimi.

Production Company: Nakshatra Entertainment

Storyline

હસમુખ ગાંધી (સિદ્ધાર્થ રાંદેરિયા) Navrang paint industry ના ઓનર છે, જેમની કંપનીમાં બકુલ બુચ (જીમિત ત્રિવેદી) મેનેજર તરીકે કામ કરે છે, જે સ્વભાવે એકદમ સીધો સરળ છે, અને તે નાનપણથી હસમુખ ગાંધીની પુત્રી તનિષાને પસંદ કરે છે. જયારે બકુલને હસમુખ ગાંધી તેના ભાવી જમાઈ તરીકે જુવે છે.

તનિષા (દિપના પટેલ) મુંબઈ રહીને study કરે છે. જેનો એક ફ્રેન્ડ છે મોન્ટુ શર્મા (અલેખ સંગલ) જે તેના ફ્રેન્ડ સાથે તનિષાને પટાવવાની શરત લગાવે છે, જેને પૂરી કરવા માટે તે તનીષાની સાથે અમદાવાદ આવે છે.

તનીષા તેના ફેમીલીને મોન્ટુને મળાવે છે, પણ હસમુખ ગાંધીને મોન્ટુના ઈરાદા ઓળખી જાય છે, જેથી તે બકુલને તનીષા સાથે લગ્ન માટે કહે છે, પણ બકુલ પોતાને તનીષા માટે યોગ્ય નથી સમજતો જેથી હસમુખ ગાંધી તેનું મેકઓવર કરાવીને તનીષા સામે લાવે છે… હવે પછીની ફિલ્મ youtube ઉપર જોઈ શકો છો.

Opening scene

ફિલ્મનો opening scene એક Wide Tilt shot દ્વારા થાય છે. જેમાં પોલીસ અમુક વ્યક્તિઓને પકડીને લઇ જાય છે, અને એક વ્યક્તિને સ્ટ્રેચર ઉપર સુવડાવીને એમ્બ્યુલેન્સમાં લઇ જવામાં આવે છે, અહી એક storyteller ફિલ્મની અત્યારની આ confused situation ને explain કરવા માટે 15 દિવસ પાછળ જવાનું કહીને સ્ટોરી rewind માં ચલાવવાનું કહે છે, જેથી અહીથી ફિલ્મના સીન્સ rewind માં ચાલવાનાં શરુ થાય છે.

Actors, acting, characters, characterization, character development

સિદ્ધાર્થ રાંદેરિયા

1970 થી એક્ટિંગ કેરિયર શરુ કરનાર, જેઓનું થીયેટર અને ડ્રામામાં સૌથી મોટું નામ છે, તેઓ સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાના ફિલ્ડમાં અનેક એવોર્ડ્સ મેળવ્યા છે. જેઓ અત્યાર સુધીમાં 12,000 થી પણ વધુ live show કરવાનો રેકોર્ડ ધરાવે છે. આ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ છે, જેમાં તેમનું character હસમુખ ગાંધી તરીકે એક હોશિયાર color ના વેપારીનું છે.

જીમિત ત્રિવેદી

જીમિત ત્રિવેદીની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે, જેમાં તેમનું character બકુલ બુચ તરીકેનું છે, જે એક innocent person છે, અને હસમુખ ગાંધીની કંપનીમાં મેનેજર છે, જે હસમુખ ગાંધીની પુત્રી અને તેની નાનપણની ફ્રેન્ડ તનિષાને પસંદ કરે છે.

ધર્મેશ વ્યાસ

ગુજરાતી ફિલ્મો, સીરીયલ્સમાં અને બોલીવુડમાં પણ એક્ટિંગનો ઘણો સારો અનુભવ ધરાવનાર ધર્મેશ વ્યાસનું character આ ફિલ્મમાં બડેભાઈ તરીકે એક ડોનનું છે, જે તેની એક્ટ્રેસ ગર્લફ્રેન્ડ સોનિયા માટે ખુબ પઝેસીવ છે.

દિપના પટેલ

હસમુખ ગાંધીની પુત્રી તનીષા તરીકે દિપના પટેલ, જેમણે મોડેલીંગ દ્વારા તેની કેરિયરની શરૂઆત કરી હતી, અને કેટલીક beauty contest માં participate કર્યું છે.

અન્ય એક્ટર્સ

ફિલ્મના અન્ય એક્ટર્સમાં હસમુખ ગાંધીના પત્ની પ્રેમિલા ગાંધી તરીકે સ્વાતી શાહ. તનીષાના ફ્રેન્ડ મોન્ટુ શર્મા તરીકે આલેખ સંગલ. બોલીવુડ એક્ટ્રેસ સોનિયા કપૂર તરીકે ખાતીરા હકિમિ. લૈલા તરીકે ફાલ્ગુની રાજાણી. પોલીસ ઇન્સ્પેકટર આકાશ જાલા તરીકે સુનિલ વિશરાની.

Screenplay

ફિલ્મનો screenplay સિદ્ધાર્થ રાંદેરિયાએ લખ્યો છે, જે ખુબ જ મજબુત છે, ફિલ્મના dialogues ઓડીયન્સને ખરેખર હસાવે છે.

Cinematography

હિમાંશુ દુબે ફિલ્મના સિનેમેટોગ્રાફર છે, જેમણે અગાઉ કેટલીક national અને international શોર્ટ ફિલ્મનો અનુભવ ધરાવે છે, જેમની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. સિનેમેટોગ્રાફીમાં મોટા ભાગે Medium shot સૌથી વધુ લેવામાં આવ્યા છે. સિનેમેટોગ્રાફીમાં ફિલ્મની શરૂઆતમાં Time Lapse shot સિવાય ફિલ્મમાં કોઈ ખાસ નવા પ્રયોગો નથી કરવામાં આવ્યા.

Aerial shot, Fisheye Angle shot

ફિલ્મમાં river front ના સીનમાં Aerial અને Fisheye Angle નો perfect combination ધરાવતો shot ફિલ્મની સિનેમેટોગ્રાફીનું સૌથી મોટું આકર્ષણ છે. આ ફિલ્મ રીલીઝ થઇ એ ટાઈમ આસપાસ ગુજરાતી ફિલ્મોમાં Aerial shot ખુબ ઓછા use થતા હતા, અને river front પણ ઓછું બતાવાયું હતું, જેથી આ shot ફિલ્મમાં ખાસ મહત્વ ધરાવે છે.

Director, direction

ઇશાન રાંદેરિયાની ડિરેક્ટર તરીકે આ પહેલી ફિલ્મ છે, જેઓ સુભાષ ઘાઈના Whistling Woods થી ફિલ્મમેકિંગ શીખ્યા છે, ત્યારબાદ તેમણે અનેક ડિરેક્ટર્સને આસિસ્ટ કરેલા છે. અનેક AD film ના અનુભવ પછી તેમને આ ફિલ્મ બનાવી છે.

ફિલ્મની સ્ટોરી પ્રમાણે ડિરેક્શન ઘણું સારું છે. સ્ટોરી મુજબ ડિરેક્શનમાં કોઈપણ જાતની કમી નથી, છતાં પણ ડિરેક્શન હજુ પણ વધુ સારું થઇ શક્યું હોત. ફિલ્મના મોટાભાગના સીન્સને ફિલ્મી treatment નથી આપવામાં આવી.

જો આ ફિલ્મને theatre play ના બદલે એક commercial film જેવી ડિરેક્શન treatment આપવામાં આવી હોત તો ઓડીયન્સ ફિલ્મને હજુ પણ વધુ enjoy કરી શકત અને ફિલ્મ હજુ પણ વધુ box-office collection મેળવી શકત.

Art and Creativity

“Ek biladi jadi, tene peri sadi” song ના lyrics માં થોડી creativity જોવા મળે છે.

Strong, plus points

(1). સિધાર્થ રાંદેરિયા અને જીમિત ત્રિવેદીની હાજરી અને તેમની એક્ટિંગ ફિલ્મના main plus points છે, જે ફિલ્મના અન્ય points ને ઢાંકી દેવામાં સફળ થયા છે. (2). “I Dance Baby” song એક બોલીવુડના level નું dance song છે. (3). ફિલ્મની decent comedy અને dialogues ઓડીયન્સને હસાવવામાં સફળ થયા છે. (4). સિધાર્થ રાંદેરિયા અને જીમિત ત્રિવેદીની onscreen chemistry.

Weak, minus points

(1). એક commercial feature ફિલ્મ હોવા છતાં પણ ક્યાંકને ક્યાંક ફિલ્મ નાટક જેવી પણ લાગે છે. (2). લીડ એક્ટ્રેસ હોવા છતાં દિપના પટેલનું characterization ખાસ develop કરવામાં નથી આવ્યું, ફિલ્મના 1 કલાક 51 મિનીટ સુધી તેનો કોઈ single close-up shot અથવા extreme close-up shot નથી લેવામાં આવ્યો. લીડ એક્ટ્રેસ તરીકેનો જે charm હોવો જોઈએ તેનો થોડો ઘણો અભાવ દેખાઈ આવે છે.

Goofs

River front ના પછીના સીનમાં સિદ્ધાર્થ રાંદેરિયા જયારે જીમિતનાં fake affair નો plan બનાવે છે, ત્યારે તેઓ જીમિતને કહે છે “કોઈ મોટી હિરોઈન હોવી જોઈએ

આ dialogue બોલતી વખતે તેમની પાછળની wall clock 05:05 નો time બતાવે છે, અને થોડી વાર પછી તેઓ જીમિતને કહે છે “આ તો કોઈ યંગ, હીટ એન્ડ હોટ હિરોઈન હોવી જોઈએ” આ dialogue પૂરો થાય ત્યારે તેમની પાછળની wall clock 04:43 નો time બતાવે છે.

Release, collection and Critics

આ ફિલ્મ 18 September 2015 ના રોજ રીલીઝ થઇ હતી, ફિલ્મ ઓડીયન્સને ખુબ પસંદ આવી, ફિલ્મની સફળતાના લીધે બીજા અઠવાડીયે ભારતના અન્ય શહેરોમાં પણ રીલીઝ કરવામાં આવી, અને ફિલ્મનું ટોટલ box-office collection 15 કરોડ છે.

ફિલ્મને reviewers, critics તરફથી મોટાભાગે positive review મળ્યા છે. IMDB માં ટોટલ 1.5K user દ્વારા 10 માંથી 8.1 points આપવામાં આવ્યા છે.

Movie trivia

આ ફિલ્મ એક ખુબ જ સફળ નાટક “ગુજ્જુ ભાઈએ ગામ ગજાવ્યું” ઉપરથી પ્રેરિત છે. ફિલ્મના screenplay લખવામાં 8 મહિનાથી વધારે ટાઈમ લાગ્યો હતો. ગુજ્જુભાઈ ફિલ્મ સીરીઝનો આ પહેલો ભાગ છે, આ ફિલ્મની સફળતા પછી ફિલ્મનો બીજો ભાગ GujjuBhai – Most Wanted (2018) પણ બન્યો જે financial success ફિલ્મ છે.

Conclusion

Gujjubhai The Great (2015) એક ફેમીલી સાથે બેસીને enjoy કરી શકાય તેવી entertainment ફિલ્મ છે. સિદ્ધાર્થ રાંદેરિયા અને કોમેડી ફિલ્મના ચાહકોને આ ફિલ્મ જરૂર પસંદ આવશે.

તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment