Movie: Hellaro (2019)
Genres: Drama
Director: Abhishek Shah
Writer: Abhishek Shah, Prateek Gupta, Saumya Joshi
Casts: Shraddha Dangar, Jayesh More, Aarjav Trivedi, Maulik Nayak, Shailesh Prajapati, Niilam Panchal, Tejal Panchasara, Brinda Nayak, Denisha Ghumra, Tarjanee Bhadla, Kaushambi Bhatt, Sachi Joshi, Jagruti Thakore, Kamini Panchal, Ekta Bachwani, Riddhi Yadav.
Production Company: Saarthi Productions, Harfanmaula Films
Storyline
વર્ષ 1975, સતત ત્રણ વર્ષથી વરસાદ ના થવાથી તેને માતાજીનો શ્રાપ સમજીને સમરપુરા (કચ્છ) ગામના પુરુષો માતાજીના ગરબા રમીને તેમને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે, કારણ કે અહી પુરુષોથી ઉપેક્ષિત સ્ત્રીઓને ગરબા રમવાની છૂટ નથી.
ગામનો યુવાન જગલો (મૌલિક નાયક) શહેરથી ગામ આવે છે, જે ફૌજમાં નોકરી કરતા અરજણની (આર્જવ ત્રિવેદી) ચિઠ્ઠી લાવે છે, જેના લગ્ન માટે તેની 10 દિવસની રજા મંજુર થઇ છે.
અરજણ અને મંજરીના (શ્રદ્ધા ડાંગર) લગ્ન થાય છે. મંજરી થોડું ઘણું ભણેલી છે, સાથે સમજદાર પણ છે. લગ્નની પહેલી રાત્રીએ અરજણની સ્ત્રી માટેની સંકુચિત માનસિકતા જાણીને તેને દુખ થાય છે. સવારે મંજરી ગામની સ્ત્રીઓ સાથે પાણી ભરવા જાય છે ત્યારે અન્ય સ્ત્રીઓ સાથેના સંગાથ દ્વારા તે પોતાનું વધુ અનુકુળ અનુભવે છે.
એક દિવસ ગામની સ્ત્રીઓ જયારે પાણી ભરવા જાય છે ત્યારે રસ્તામાં એક અજાણ્યા ઢોલીને (જયેશ મોરે) બેભાન હાલતમાં જુવે છે, જે પાણી માટે તરસી રહ્યો છે, મંજરી તેને પાણી પીવડાવીને તેનો જીવ બચાવે છે.
ત્યારબાદ મંજરીનું ધ્યાન ઢોલ ઉપર પડે છે અને તે ઢોલીને ઢોલ વગાડવા માટે કહે છે, ઢોલી ઢોલ વગાડવાનું શરુ કરે છે, જેના કારણે બધી સ્ત્રીઓની ઘણા સમયથી અંદરની તેમની સુતુપ્ત ઈચ્છાઓ ફરી બેઠી થાય છે, અને અમુક સ્ત્રીઓ ઢોલના તાલ ઉપર ગરબા રમવાનું શરુ કરે છે, તેને જોઇને બીજી સ્ત્રીઓ પણ તેને તેમાં જોડાયને ગરબા રમીને ખુશી મેળવે છે.
ગામની સ્ત્રીઓ આવી રીતે છુથી ગરબા રમતી જોઇને રાધાને (ડેનિશા ઠુમરા) માતાજીના પ્રકોપનો ડર લાગે છે. પણ બીજા દિવસે કંઈપણ ખરાબ ના થવાથી બધી સ્ત્રીઓ હવે મુક્ત મને ગરબા રમીને પોતાની રીતે આનંદ મેળવે છે, અને તેમને જીવન જીવવાનું બળ મળે છે, અને હવે આ રોજનો ક્રમ થઇ ગયો. પણ એક દિવસ જગલો આ સ્ત્રીઓને ગરબા રમતા જોઈ જાય છે… પછીની સ્ટોરી જાણવા ફિલ્મ જોવી પડશે.
Opening scene
ફિલ્મના ઓપનીંગ સીનમાં જોરાવર તૈયાર થઇને ગરબા રમવા જાય છે ત્યાજ તેની દીકરી સીતા કહે છે, “બાપુ હું હાલું તમારા ભેગી”, તેના જવાબમાં જોરાવર એક નજર તેના ઉપર અને ત્યારબાદ તેની પત્ની ઉપર ફેંકે છે. ત્યાં જ તેની પત્ની તેની દીકરીને કહે છે “છોડીઓથી નાં જવાય”, ત્યાં દીકરી બીજો પ્રશ્ન પૂછે છે “પણ કેમ?”
તેના જવાબમાં જોરાવર કહે છે “છોડીઓથી સવાલેય નાં પુછાય” ત્યારબાદ તે પોતાના દીકરા સાથે ગરબા માટે નીકળે છે. ફિલ્મના આ સીનમાં બતાવવામાં આવે છે કે આ સંપૂર્ણ રીતે પુરુષ પ્રધાન સમાજ છે, જ્યાં સ્ત્રીઓને કોઈપણ પ્રકારની છૂટ નથી આપવામાં આવતી.
Actors, acting, characters, characterization, character development
મંજરી તરીકે શ્રદ્ધા ડાંગર, ફિલ્મમાં તેનું એક સમજદાર અને ગંભીર character છે. શ્રદ્ધાનો ફક્ત ચહેરો જોઇને તેની અંદર ક્યા ભાવ ચાલી રહ્યા છે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.
મુળજી તરીકે જયેશ મોરે, એક પોલીસ ઇન્સ્પેકટર સિવાયનું તેમનું એક યાદગાર character આ ફિલ્મમાં જોવા મળે છે.
અરજણ તરીકે આર્જવ ત્રિવેદી, ફિલ્મમાં તેનો એક નાનું અને મહત્વનું character છે, જે ફૌજમાં નોકરી કરે છે, પણ તેની વિચારશ્રેણી હજુ પણ ગામના અન્ય પુરુષો જેવી જ છે. આર્જવને જોઇને લાગે છે કે તે ગંભીર ભૂમિકામાં વધારે સેટ થઇ શકે છે.
જગલો તરીકે મૌલિક નાયક, જેનું એક smart character ફિલ્મમાં જોવા મળે છે, જે મોટાભાગે કોઈપણ પરિસ્થિતિને સાંભળવાનું અને સુધારવાનું કામ કરે છે.
લીલા તરીકે નીલમ પંચાલ ઉત્સાહિત છે, જયારે રાધા તરીકે ડેનિશા ઠુમરા જે સમાજના નિયમોને વધુ માને છે, અને તેને આ નિયમોનો ડર પણ છે. કેસર તરીકે બ્રિન્દા ત્રિવેદી, જેઓ ફિલ્મમાં એક વિધવાની ભૂમિકામાં છે, અને પોતાના એક અલગ દુઃખમાં દુખી છે. આ સિવાય ફિલ્મમાં અનેક કલાકારોએ નાની મોટી ભૂમિકાઓ ભજવી છે.
Screenplay
અભિષેક શાહ અને પ્રતિક ગુપ્તાએ ફિલ્મનો screenplay લખ્યો છે, સાથે સૌમ્ય જોશીએ ફિલ્મના additional dialogues અને screenplay પણ લખ્યો છે.
Dialogues
ફિલ્મમાં ઘણા કોમિક dialogues છે, જેમકે… (1). કચ્છ દેશ માંજ છે. (2). અહી સરકારેય નથી પોચી તો કટોકટી શું પોચશે? (3). આ બૈરાઓના હાથમાં દેશ આપો તો આમ જ થાય.
આ ઉપરાંત અનેક ગંભીર dialogues પણ સાંભળવા મળે છે… (1). બાયડી ના ગામની હોય કે શહેરની, બાયડી ખાલી એના ધણીની હોય. (2). મરદાને દોઢ વર્ષે ખબર પડી છે કે એ જીવતું છે. (3). નિયમો એમના અને રમતએ એમની, એમના ભાગ નહી બનવાનું, ભોગ બન્યા એટલું બહુ છે.
Cinematography
ત્રિભુવન બાબુ સાદીનેની ફિલ્મના સિનેમેટોગ્રાફર છે, ફિલ્મનું મોટાભાગનું શૂટ outdoor હોવાના કારણે સિનેમેટોગ્રાફીમાં વિવિધતા વધુ જોવા મળે છે, અને ફિલ્મના મોટા ભાગના સીન્સમાં maximum camera shots use કરવામાં આવ્યા છે.
Long, Wide shot
Outdoor લોકેશનમાં અનેક ખુલ્લા અફાટ મેદાનના Long, Wide shots ખુબ સારા અને ભરપુર ઉપ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
જેમાં ફિલ્મની શરૂઆતમાં ગામની સ્ત્રીઓનું ગ્રુપ પાણી ભરવા જાય છે તેના અલગ અલગ Extreme Long, Wide shots થી શરુ કરીને, આર્જવના લગ્નની જાનનો દુરથી લેવામાં આવેલ Extreme Long, Wide shot તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ઉપરાંત ગામની સ્ત્રીઓ જયારે જયેશ મોરેને શોધે છે, ત્યારે એકદમ દુરથી ચાલતા આવી રહેલા જયેશ મોરેનો Extreme Long, Wide shot ફિલ્મનો વધુ એક યાદગાર શોટ છે.
જો તમે સિનેમેટોગ્રાફી પ્રેમી હોવ તો, મૂડી, કાનાની સાથે ઘોડા ઉપર જાય છે, તે સીનનો ઘરની અંદરથી લેવામાં આવેલ આ shot, એક રીતે કવેન્ટીન ટેરેન્ટીનોની Inglourious Basterds (2009) ફિલ્મમાં ઘરથી અંદરથી બહાર નીકળીને દોડી રહેલ મેલાની લોરેન્ટનો Extreme Long, Wide shot ની યાદ અપાવે તેવો shot છે.
Top Angle shot
રાજાન ઠાકર, શૈલેશ પ્રજાપતિ સામે ઉચે જુવે છે, ત્યારે તેના એકદમ માથા ઉપરથી લેવામાં આવેલ Top Angle shot, રાઉન્ડમાં ગરબા રમી રહેલ સ્ત્રીઓનો એકદમ ઉપરથી લેવામાં આવેલ Top Angle shot, અને ગામના પુરુષો જયેશ મોરેને પકડીને ગામમાં લાવે છે તેનો Top Angle shot વગેરે બેસ્ટ છે.
જયેશ મોરે જયારે પહેલી વખત ઢોલ વગાડે છે ત્યારનો નીચેની Zoom out થઈને ઉપર તરફની movement ધરાવતો Crane shot, અને જયેશ મોરેને શોધતી વખતના સીનની Handheld movement, મૌલિક ઘોડા ઉપર બેસીને જયારે શહેરમાંથી ગામમાં આવે છે ત્યારનો Extreme Telephoto Angle shot, વગેરે ફિલ્મની યાદગાર સિનેમેટોગ્રાફી છે.
Long Take shot
ફિલ્મનો સૌથી main shot એટલે કે 3 મિનીટ અને 14 સેકંડ લાંબો Long Take shot, જેને ફિલ્મમાં 43:55 થી 46:41 ના time period સુધી જોઈ શકાય છે. ફિલ્મમાં Long Take shot હોવાનો મતલબ છે ફિલ્મના ડિરેક્ટર અને સિનેમેટોગ્રાફર ફિલ્મની સિનેમેટોગ્રાફીને next level લઈ જવા માંગે છે.
Songs, music
ફિલ્મમાં કુલ 4 songs છે. “મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ” “સપના વિનાની રાત” “હૈયાના ઝાડવાની” “આવ્યો રે આવ્યો અસવાર“. નવરાત્રીમાં ફિલ્મના songs ખુબ પોપ્યુલર થયા હતા.
ફિલ્મના songs સૌમ્ય જોશીએ લખ્યા છે, મ્યુઝીક આપ્યું છે મેહુલ સુરતીએ, ફિલ્મની કોરીઓગ્રાફી અર્શ તન્ના અને સમીર તન્નાએ કરી છે.
Production Value
ફિલ્મના શૂટ માટે special ફિલ્મ સેટ બનાવવામાં આવ્યો હતો. ભારત પાકિસ્તાનની સરહદ પાસે કુરાન નામના ગામ નજીક એક ખુલ્લી જગ્યા ઉપર આ ગામનો સેટ બનાવવામાં આવ્યો હતો, જેમાં ભૂંગા નામના પ્રાચીન ઘરો બનાવવામાં આવ્યા હતા.
48 cuts in last sequence
ફિલ્મના climax sequence માં જયારે શ્રદ્ધા અત્યાર સુધીના બધા જ બંધનો ફગાવીને ગરબા રમવાનું શરુ કરે છે, ત્યારથી લઈને sequence ના end સુધીમાં અલગ અલગ shots ની કુલ 48 cuts છે, ત્યારબાદ ફિલ્મ પૂરી થાય છે.
ફિલ્મના આ last sequence માં એડીટીંગમાં સારી મહેનત અને ડિરેક્ટરનો ફિલ્મ માટેનો તેમનો લગાવ બંને દેખાઈ આવે છે.
Director, direction
ડિરેક્ટર તરીકે અભિષેક શાહની આ પહેલી ફિલ્મ છે, ગુજરાતી રંગભૂમિ સાથે તેમનું નામ ઘણા ટાઈમથી જોડાયેલું છે.
એક્ટર, ડિરેક્ટર અને રાઈટર તરીકે stage drama ના સારા એવા અનુભવ પછી, અભિષેક જૈનની Bey Yaar (2014) ફિલ્મ દ્વારા તેમણે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે શરૂઆત કરી અનેક ગુજરાતી ફિલ્મોમાં કાસ્ટિંગ કર્યા પછી, આ ફિલ્મ દ્વારા તેઓ દિગ્દર્શન કરી રહ્યા છે, અને સાથે સહ નિર્માતા તરીકે પણ જવાબદારી સ્વીકારી છે.
ફિલ્મ સ્ટોરીની તેમની પસંદગી જોઇને સમજ આવે છે કે તેઓ ગંભીર રીતે અને ગંભીરતાથી કામ કરનાર ફિલ્મમેકર્સમાંથી એક છે. ફિલ્મના એક મહત્વના સીનના શૂટ પછી તેઓ એટલા બધા લાગણીમાં આવી ગયા હતા કે તેઓ સિનેમેટોગ્રાફરને ભેટીને એટલું રડ્યા હતા, કે આ પહેલા તેઓ તેમના પિતાના મૃત્યુ વખતે જ આટલું રડ્યા હતા.
આ ઘટના દર્શાવે છે કે તેમના માટે આ ફિલ્મ શું છે? આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ખુબ જ ઓછા ફિલ્મમેકર્સ છે જેઓ ખરેખર passion ના કારણે ફિલ્મ બનાવે છે. મૌલિકની ભાષામાં કહીએ તો “આખરે ફિલ્મના ડિરેક્ટર એમને એમ થોડા કીધા છે એમને?” ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અત્યારે આવા ડિરેક્ટર્સની ખુબ જરૂર છે.
Chello Divas (2015) ફિલ્મના pre-production દરમ્યાન જયારે તેમની સાથે પહેલી મુલાકાત થઇ, ત્યારે મને લાગ્યું હતું કે અગાઉ પણ ક્યાંક મુલાકાત ચોક્કસ થઇ છે, પણ ક્યાં તે યાદ નથી. હું જસ્ટ વિચારતો જ હતો ત્યાજ અભિષેક શાહે કહ્યું “આપણે ક્યાંય મળેલા છીએ, પણ યાદ નથી આવતું” આ તેમની સાથેની પહેલી મુલાકાત હતી.
Awards
આ ફિલ્મે અલગ અલગ કુલ 10 એવોર્ડ જીત્યા છે. જેમાં 66th National Film Awards માં Best Feature Film, Special Jury Award. FIPRESCI India Grand Prix 2019 માં Best Feature Film. 25th Critics Choice Film Awards 2020 માં Best Film (Gujarati), Best Actor (Gujarati), Best Director (Gujarati), Best Writing (Gujarati).
50th IFFI Goa 2019 માં Special Mention. 19th River to River Florence Indian Film Festival માં Audience Choice Best Film. 6th Rajasthan International Film Festival (RIFF) માં Best Director (Regional Film) વગેરે એવોર્ડ્સ જીત્યા છે.
Movie trivia
રમેશ પારેખની એક કવિતા હેલ્લારો ઉપરથી ફિલ્મના નામ રાખવામાં આવ્યું છે. હેલ્લારો એટલે એક મોજું અથવા એક વહેણ, જે આવે અને અચાનક બધું બદલી નાખે.
આ ફિલ્મને બનતા કુલ 3 વર્ષ લાગ્યા હતા, અને કચ્છના અલગ અલગ locations ઉપર કુલ 32 દિવસમાં ફિલ્મ શૂટ થઇ હતી.
ફિલ્મનું શૂટ એપ્રિલ મહિનામાં કરવામાં આવ્યું હતું, જયારે તે લોકેશન ઉપર 45 ડીગ્રી આસપાસ ગરમી હોય છે, જેમાં ખુલ્લા પગે ગરબા રમનાર અભિનેત્રીઓ, ઉપરાંત અનેક સીન્સમાં બધા જ એક્ટર્સ અને ક્રૂ-મેમ્બર્સે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ફિલ્મમાં અભિનય કરનાર 13 અભિનેત્રીઓને એકસાથે સ્પેશિયલ જ્યુરીનો બેસ્ટ એક્ટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. આ પહેલીવાર છે કે જયારે એક સાથે 13 અભિનેત્રીઓને સાથે કોઈ એવોર્ડ મળ્યો હોય.
આ ફિલ્મમાં ઢોલીના પાત્રને ભજવવાની તૈયારી રૂપે જયેશ મોરે special ઢોલ વગાડવાનું શીખ્યા હતા.
આ ફિલ્મ રીલીઝ થાય તે પહેલા જ તેને best film નો એવોર્ડ જીત્યો હતો, જેના દ્વારા ફિલ્મને રીલીઝ પહેલાથી સારી એવી પબ્લીસીટી મળી હતી.
ફિલ્મની પ્રોડક્શન કંપની Harfanmaula Films, YouTube channel ઉપર ફિલ્મનો delete થયેલ સીન જોવા મળે છે, પણ તેને જોયા બાદ લાગે છે ફિલ્મની વાર્તા સાથે તે એટલો મેચ થતો નથી.
આ ફિલ્મ બનાવવા પાછળની મહેનત અને મુશ્કેલીઓ
જયારે પણ આ પ્રકારની ફિલ્મો બનાવવામાં આવે છે ત્યારે તેમાં ખુબ જ મહેનત અને મુશ્કેલીઓ પડતી હોય છે, અને આ પણ એવા જ પ્રકારની ફિલ્મ છે.
સૌથી પહેલા તો ફિલ્મનો વિષય, ત્યાંથી લઈને છેલ્લે ફિલ્મ રીલીઝ થયા પછી પણ કેસ કરવામાં આવ્યો હતો. સૌમ્ય જોશીએ ફિલ્મના dialogues લખવાણી શરૂઆતમાં લગભગ નાં જ પાડી દીધી હતી, અભિષેક શાહને શ્રદ્ધા ઉપર શરૂઆતમાં એટલો ખાસ ભરોષો નહતો.
ભૂંગાના જે ઘરો છે તે ઘરોનો નકશો તેમજ તેના નાના મોડેલ્સ પણ બનાવવામાં આવ્યા હતા. ફિલ્મનો સમયગાળો એવો બતાવવો હતો જેની આસપાસ કોઈ એવી મહત્વની ઘટના બની હોય. કચ્છની વિશેષતા તરીકે ઓળખાતા કચ્છી ભરતને હાઈલાઈટ કરવું,
છેલ્લા sequence માં વરસાદમાં ગરબા કરતી અભિનેત્રીઓ શોટ પૂરો થાય ત્યારે ઠંડીથી બચવા ચાદર લપેટીને તાપણા દ્વારા ગરમાવો મેળવવાનો પ્રયત્ન કરવો. ટૂંકમાં આ ફિલ્મ બનાવવી તે અન્ય ફિલ્મોની જેમ આસાન નહતી. ફિલ્મનું જયારે મેકિંગ જોવામાં આવશે ત્યારે સારી રીતે સમજાશે.
Conclusion
કોઈપણ વ્યક્તિને જયારે હદથી વધુ દબાવવામાં આવે ત્યારે એક સમય પછી તે તેના બંધનને તોડીને બહાર જરૂર આવે છે. ઉપરાંત શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક ખુબ નાનકડી રેખા છે, જો માનીએ તો શ્રદ્ધા નહી તો તે અંધશ્રદ્ધા. જેમાં અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ મંત્રવ્યો હોય છે, અને તે દરેક વ્યક્તિ પોતાની રીતે સાચા હોય છે. ફિલ્મમાં આ બે પોઈન્ટ્સને ખાસ હાઈલાઈટ કરવામાં આવ્યા છે.
લોકનૃત્ય, સ્ત્રી સશક્તિકરણ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, વગેરે જેવા વિષયો ઉપર આ ફિલ્મ બની છે. ગંભીર ફિલ્મો જોનાર audience ને આ ફિલ્મ વધુ ગમશે.
નેશનલ લેવલ ઉપર ગુજરાતી ફિલ્મોની એક અલગ ઓળખ ઉભી કરનાર આ ગુજરાતી ફિલ્મ જો હજુ સુધી જોઈ ના હોય તો ફિલ્મ MX Player અને Shemaroome ઉપર ઉપલબ્ધ છે.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.
1 Comment
technical badhu saru lakhyu che… khali e shot kem lidho ene vishe vadhu lakho toh saru. great work overall!