Latest Posts:

Movie: Hu Ane Tu (2023)

Genres: Romance, Comedy

Director: Manan Sagar

Writer: Vinod Saraiya

Casts: Siddharth Randeria, Sonali Lele Desai, Parikshit Tamalia, Puja Joshi, Sunil Vishrani.

Production Company: Panorama Studios, Siddharth Randeria Production.

Storyline

ઉમેશ ગણાત્રા (સિદ્ધાર્થ રાંદેરિયા) એક business man છે, જેમના પત્ની વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે, અને તેઓ પોતાના પુત્ર તેજસ સાથે રહે છે. તેજસ (પરીક્ષિત ટમાલિયા) એક standing comedian તરીકેના profession માં છે.

પત્ની નાં હોવાથી ઉમેશ અને તેજસ તેમની રૂટીન લાઈફમાં થોડા ઘણા હેરાન થયા કરે છે, જેથી ઉમેશ તેમના પુત્રને લગ્ન કરી લેવા માટે કહે છે, જયારે તેજસ તેમને આ ઉમરમાં લગ્ન કરીને કોઈ companion મેળવવાની સલાહ આપે છે.

તેજસ તેના show માટે દીવ જાય છે, જ્યાં તેની મુલાકાત રેવા (પૂજા જોશી) સાથે થાય છે. બંને વચ્ચે દોસ્તી થાય છે, ત્યારબાદ બંને એક બીજાને પસંદ પણ કરવા લાગે છે, અને લગ્નનો નિર્ણય પણ કરી લેય છે.

આ જ દરમ્યાન ઉમેશ અચાનક તેમના કોલેજની ફ્રેન્ડ કેતકીને (સોનાલી લેલે દેસાઈ) જુવે છે, અને તેમને પોતાનો ભૂતકાળ યાદ આવી જાય છે, જ્યારે તેઓ કેતકીને પ્રેમ કરતા હતા પણ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ અને કેતકી પરણી નાં શક્યા.

શરૂઆતમાં થોડા ખચકાટ બાદ તેઓ કેતકીને મળે છે, અને તેને મળીને તેમને જાણ થાય છે કે કેતકી હવે ડિવોર્સી છે. બંને એકલા હોવાથી બંને વચ્ચેની નિકટતા વધતી જાય છે, આખરે ઉમેશ કેતકીને લગ્ન માટે પૂછે છે, અને કેતકી હા કહે છે.

તેજસ દીવથી પાછો ફરે છે, ત્યારે ઉમેશ તેને કેતકી વિષે અને પોતાના લગ્ન વિષે કહે છે, તેજસ પણ પોતે રીવા સાથેના લગ્ન માટેની વાત કરે છે. પિતા અને પુત્ર બંને નક્કી કરે છે કે તેઓ એક જ દિવસે એક જ મંડપમાં લગ્ન કરશે, પણ અહીંથી સ્ટોરીમાં એક twist આવે છે… હવે પછીની સ્ટોરી જાણવા માટે cinema hall જઈને ફિલ્મ જોવી પડશે.

Actors, acting, characters, characterization, character development

ઉમેશ ગણાત્રા તરીકે સિદ્ધાર્થ રાંદેરિયા, ફિલ્મમાં અને ખાસ કરીને સીનમાં તેમની હાજરી હોય એટલે તેમની સાથેના અન્ય એક્ટર્સને તેમની હાજરી નોંધાવા માટે ખુબ જ સારી એવી મહેનત કરવી પડે. અહી પણ તેઓ આખી ફિલ્મમાં ખરેખર પુરેપુરા છવાઈ ગયા છે.

કેતકી તરીકે સોનાલી લેલે દેસાઈ, ફિલ્મમાં તેમના ભાગમાં ખરેખર એક્ટિંગ આવી છે, જે તેમણે ખુબ જ સારી રીતે નિભાવી છે, ખાસ કરીને river front નો તેમનો સીન best છે.

તેજસ ગણાત્રા તરીકે પરીક્ષિત ટમાલિયા, જેમણે ફિલ્મમાં મોટાભાગે સિદ્ધાર્થ રાંદેરિયા સાથે screen share કરી છે, જે તેમના માટે plus point અને minus point બંને સાબિત થઇ શકે તેમ છે.

રેવા તરીકે પૂજા જોશી, ફિલ્મના મુખ્ય 4 characters માંથી એક તેનું છે, પણ તેના ભાગે ફિલ્મમાં કોઈ ખાસ memorable work નથી આવ્યું.

Screenplay

ફિલ્મના screenplay રાઈટર વિનોદ સરૈયા છે, જેઓ રાઈટર તરીકે Aa Family Comedy Che નામની ટીવી સીરીયલનો ઘણો અનુભવ ધરાવે છે, તેમની આ પહેલી ફિલ્મ છે. Yes screenplay થોડો આગળ પાછળ ચોક્કસ થયો છે, પણ ફિલ્મના dialogues લખવામાં ખુબ જ સારી એવી extra મહેનત કરવામાં આવી છે.

Dialogues

ફિલ્મના મોટાભાગના કોમેડી dialogues superb છે… (1). આપણી શાકભાજીમાં ઘણી બધી ગાળો છુપાયેલી છે, તમને શોધતા આવડવી જોઈએ.. (2). આ crockery કરતા બૈરી લઇ આવશું તો સસ્તું પડશે. (3). જેમ બાબાજીકા ઠુંલ્લું હોય છે ને, તેમ ધનજીદાદાનું પૂછડું. (4). પાર્ટી પરણેલી છે કે ઉઠી ગઈ છે? (5). તારા love marriage હતા કે arrange? મારું ડાચું જોઇને શું લાગે છે? (6). સુલભ શૌચાલય ઉપરનું લખાણ વાંચીને ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થી.

Cinematography

વિકાસ જોશી ફિલ્મના સિનેમેટોગ્રાફર છે. જેમને Pyaar Ka Punchnama (2011) ફિલ્મથી સિનેમેટોગ્રાફર તરીકે કેરિયર શરુ કરી હતી. કાર્તિક આર્યનની મોટાભાગની ફિલ્મોમાં તેઓએ સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું છે.

ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં જો કંઇક નવું, અલગ લાગ્યું હોય તો તે ફિલ્મના કુલ 5 Whip Pan shots છે, કારણ કે વધુ મુશ્કેલ ના હોવા છતાં પણ ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારના Whip Pan shots ખુબ જ ઓછા જોવા મળે છે. આ shots ને ફિલ્મમાં સિનેમેટોગ્રાફીના એક experiment તરીકે જ લેવામાં આવ્યા છે.

Breaking the 4th Wall Shot

ફિલ્મના interval પહેલાના સીનમાં જ્યાં સોનાલી લેલે દેસાઈ સિદ્ધાર્થ રાંદેરિયાની પાછળથી આવીને તેમને hug કરે છે, ત્યારબાદ સિદ્ધાર્થ રાંદેરિયા જે romantic dialogue બોલે છે, તે સીન Breaking the 4th Wall Shot માં shoot કરવામાં આવ્યો છે. હકીકતમાં આ કોઈ કેમેરા shot નથી પણ એક ખુબ જૂની filmmaking technique છે, જે ફિલ્મો કરતા પણ theatre play માં વધારે use કરવામાં આવે છે.

Director, direction

મનન સાગર ફિલ્મના ડિરેક્ટર છે, જેઓનું આ ડિરેક્શન ડેબ્યુ છે. જેઓ ફિલ્મ એડિટર તરીકે બોલીવુડમાં 30 થી પણ વધુ A listed ફિલ્મોનો ખુબ જ લાંબો અનુભવ ધરાવે છે.

જયારે ડિરેક્ટર પાસે આટલી ફિલ્મોનો અનુભવ હોય ત્યારે તેમની પાસેથી expectation ખરેખર વધારે જ રાખવામાં આવે છે, અને ફિલ્મના ડિરેક્શનમાં તેમનો આ અનુભવ દેખાઈ આવે છે. પણ ફિલ્મની સ્ટોરીમાં એટલા સ્કોપ છે કે ડિરેક્શનમાં હજુ પણ ઘણું વધુ આપી શકાયું હોત.

Strong, plus points

સિદ્ધાર્થ રાંદેરિયા જયારે ફિલ્મમાં હોય ત્યારે હકીકતમાં તેઓ જ ફિલ્મનો સૌથી મોટા plus point બની જતા હોય છે, અને તેમાં પણ જયારે તેઓ ફિલ્મમાં comic character નિભાવતા હોય ત્યારે થોડીવાર માટે mind ને એક બાજુ મુકીને અને logic ને સંપૂર્ણપણે ભૂલી જઈને ફિલ્મ ફક્ત enjoy કરવાની જ હોય છે. ફિલ્મમાં ખાસ કરીને તેમના મોટાભાગના dialogues માં કોમેડી punches ખુબ જ છે.

ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને સોનાલી લેલે દેસાઈની romantic pair ખરેખર onscreen ખુબ સારી લાગે છે, અને તેમની love story પણ interesting લાગે છે.

Comedy scenes

ફિલ્મમાં કોમેડી ખુબ જ છે, કેટલાક કોમેડી સીન્સ ફિલ્મના plus points છે… (1). સિદ્ધાર્થ રાંદેરિયા જયારે ભૂલથી બીજાના બેસણામાં જાય છે. (2). સિદ્ધાર્થ રાંદેરિયા ભૂલથી ચિતાને અગ્નિદાહ આપી દે છે. (3). તે સિવાય શોકસભાનો સીન. (4). પોલીસ સ્ટેશનના બંને સીન્સ.

Emotional touch

ફિલ્મ ફક્ત અને ફક્ત કોમેડી નથી તેમાં emotional touch પણ જોવા મળે છે, ખાસ કરીને સિદ્ધાર્થ રાંદેરિયા અને સોનાલી લેલે દેસાઈના river front માં car ની અંદરના conversation નો સીન. તે સિવાય બંનેના open market માં ફરવા અને અડાલજની વાવનો આખો emotional sequence ખરેખર જોવા લાયક અને સમજવા લાયક પણ છે.

અહી જયારે એક બાળકી તેની મમ્મીને પાણીપુરીના બદલે પિત્ઝા માટે જીદ કરે છે, તે સીનમાં સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે “કેવું હોય છે નહી? આપણે નાના હોઈએ ત્યારે માં બાપની ઈચ્છા પ્રમાણે જીવવાનું અને મોટા થઈએ ત્યારે સંતાનોની ઈચ્છા પ્રમાણે” તેમની આ વાત ઘણા બધા વ્યક્તિઓની એક reality છે.

Weak, minus points

કોમેડી અને ઈમોશન બંને વચ્ચે સ્ટોરી ક્યાંક ભીંસાતી હોય તેવું લાગે છે. Comedy, romance, emotion આ 3 base ઉપર આ ફિલ્મ બની છે, પણ આ base ના flow ને હજુ થોડો વધુ improve કરવામાં આવ્યો હોત તો વધુ સારું હોત.

Bhale hoy bap, tu patang kap” એક કોમેડી song પછી, સિદ્ધાર્થ રાંદેરિયા અને સોનાલી લેલે દેસાઈની મુલાકાતનો એક long emotional sequence, અહી સુધી એકદમ બરાબર છે, પણ ત્યારબાદ ફિલ્મના end પહેલાનું એક song ખરેખર ઓડીયન્સનું ફિલ્મ ઉપરથી ધ્યાન હટાવવાનું કામ કરે છે.

ફિલ્મમાં એક ફિલ્મી climax ની ખરેખર કમી લાગે છે. ખાસ કરીને જયારે એક્ટરમાં સિદ્ધાર્થ રાંદેરિયા હોય ત્યારે ઓડીયન્સની તેમની પાસેથી expectation ઘણી વધારે હોય છે, પણ ઓડીયન્સની આ expectation અહી પૂરી નાં થતી હોય તેવું લાગી આવે છે.

Middle age love concept

ઘણીબધી ફિલ્મોમાં જોયું છે, ઘણી વાર વાચ્યું અને સાંભળ્યું પણ છે કે પ્રેમની કોઈ ઉમર હોતી નથી, છતાં પણ ફિલ્મમાં એક dialogue છે “યે ઈશ્ક ભી બડી બત્તમિઝ ચીઝ હૈ, ઉમ્રકા ભી લીહાઝ નહી રખતા” આ dialogue માં વજન ચોક્કસ છે, પણ સાથે સાથે આ એક વિચારવા જેવો અને discuss કરવા જેવો point પણ છે.

થોડા દિવસ પહેલા જ કાજલ ઓઝા વૈદ્યની Chandlo (2023) ફિલ્મ જોઈ હતી, તેમાં પણ middle age માં પ્રેમની સ્ટોરી હતી, single person ને એક ઉમર પછી થતો પ્રેમ. ફિલ્મોમાં આ પ્રકારનો experiment અત્યાર માટે થોડો unique અને ખરેખર acceptable છે. કારણ કે ફિલ્મોમાં love story ફક્ત young generation ની જ હોય તે જરૂરી નથી.

Unfulfilled love

ફિલ્મમાં કોલેજ ટાઈમના એક અધૂરા રહી ગયેલા પ્રેમની વાત પણ છે. હકીકતમાં સ્કૂલ, કોલેજની મોટાભાગની love story હંમેશા અધુરી જ રહેતી હોય છે. દરેક વ્યક્તિના મનમાં તેના સ્કૂલ, કોલેજની આવી અમુક sweet & golden memory ચોક્કસ હોય જ છે, અને આ sweet & golden memory તે life time માટે વ્યક્તિની સાથે રહે જ છે.

Conclusion

આ ફિલ્મ ઓડીયન્સને ઘણી બધી જગ્યાએ હસાવે છે, અને એક બે જગ્યાએ ખરેખર emotional પણ કરી મુકે છે. સિદ્ધાર્થ રાંદેરિયાના fans ને, કોમેડી ફિલ્મોના શોખીનને અને નાનપણમાં અધુરી રહી ગયેલ love story ધરાવતા દરેક વ્યક્તિઓને આ ફિલ્મ ગમશે.

તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment