Movie: Hun Iqbal (2023)
Genres: Thriller, Suspense
Director: Pallav Parikh
Writers: Pallav Parikh, Karan Thakkar (dialogue writer)
Casts: Mitra Gadhvi, R. J. Devki, Nirav Vaidhya, Sonali Lele Desai, Ravi Ranjan.
Storyline
ઇકબાલ (નીરવ વૈધ્ય) એક smart અને મહત્વાકાંક્ષી ચોર છે, જે એક foolproof planing થી અમદાવાદના 100 જવેલર્સને ત્યાં એક દિવસમાં એક જ સમયે કુલ 100 કરોડની ચોરી કરે છે, અને તેમાંથી બચવા માટે તેને પહેલાથી જ એક ખુબ મોટું નેટવર્ક ઉભું કરેલ છે.
ઇકબાલ આને ચોરી નહી પણ કળા કહે છે, અને પોતાને એક કલાકાર કહેવડાવે છે. આ કેસની તપાસ કરે છે પોલીસ ઓફિસર મોહન જોશી (મિત્ર ગઢવી), અને CBI head ઇકબાલ કુરેશી (નીરવ વૈધ્ય) જે આ કેસમાં લીડ કરે છે.
CCTV કેમેરા તપાસતા વિડિઓમાં ચોરી કરનાર ઇકબાલનો ફોટો હકીકતમાં CBI head ઇકબાલ કુરેશીનો છે, આ વિડિઓમાં ચોરનો ગેટઅપ ધરાવતા અનેક વ્યક્તિઓ છે, અને દરેકના ચહેરા ઇકબાલ કુરેશી સાથે મળતા આવે છે. હકીકતમાં ચોરે ઇકબાલ કુરેશીની આખી ઓળખ જ ચોરી લીધી છે.
ન્યુઝપેપરના પહેલા પેજ ઉપર ચોર પોતે ઇકબાલ તરીકે પોતાની ઓળખ આપી ઇકબાલનો ફોટો છપાવી અને પોતે ચોરી કરી હોવાનું સ્વીકારે છે, અને પોલીસને ખુલ્લો પડકાર આપે છે કે, ઔકાત હોય તો પકડી બતાવો…. હવે આગળની સ્ટોરી જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
Opening scene
ફિલ્મ શરુ થાય છે montage દ્વારા, જેના background માં એક sweet and light song છે “Ye tera, ye mera, lagta hai sabko sunehra”. જે હોલીવુડની teenage અને coming of age ફિલ્મોના background songs ની યાદ અપાવે તેવું છે.
2 મિનીટ અને 36 સેકંડના આ opening sequence માં અમદાવાદ ના અલગ અલગ એરિયાના અલગ અલગ camera shots ના કુલ 65 cuts છે.
આટલા બધા અલગ અલગ cuts દ્વારા opening sequence બનાવવામાં જે મહેનત કરવામાં આવી છે, તેને જોઇને ફિલ્મના opening sequence દ્વારા જ સમજાઈ છે કે, ડિરેક્ટર અને સિનેમેટોગ્રાફર બંને ફિલ્મમેકિંગને ખરેખર art સમજે છે, અને hard work માં માને છે.
Actors, acting, Characters, characterization, character development
મિત્ર ગઢવી
પોલીસ ઓફિસર મોહન જોશી તરીકે મિત્ર ગઢવી, ફિલ્મમાં તેનું character જોઇને લાગે છે કે Chello Divas (2015) ફિલ્મમાં લોયના character ની image માંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગયો હોય તેવું આ ફિલ્મમાં દેખાઈ આવે છે. કદાચ આ ફિલ્મ દ્વારા એક young angry man તરીકે તેની નવી image ઉભી થઇ શકે તેમ છે.
એક્ટર તરીકે તેની અત્યાર સુધીની ફિલ્મોમાંથી આ ફિલ્મમાં તે સૌથી અલગ character ધરાવે છે. એક એક્ટર તરીકે ઓડીયન્સ તેને આ પ્રકારના characters માં જોવાનું ચોક્કસ વધુ પસંદ કરશે.
સિગારેટ પીવાના અનેક shoots જે મિત્રની image બદલવામાં helpful થઇ રહ્યા છે. પોલીસ ઓફિસર તરીકે ટીશર્ટમાં તેની screen age ખરેખર ઓછી લાગે છે, તેની image ને વધુ serious બનાવવા માટે શરૂઆતના સીન્સમાં કોસ્ચુમ્સમાં ટીશર્ટની જગ્યાએ શર્ટ દ્વારા તેનું character વધુ mature અને serious દેખાઈ શક્યું હોત.
નીરવ વૈધ્ય
નીરવ એક natural એક્ટર છે, વર્ષોથી ડ્રામા કરતા હોવા છતાં પણ ગુજરાતી ફિલ્મોથી આટલા વર્ષ દુર રહ્યો જે તેની કમનસીબી કહી શકાય? ઓછુ બોલીને અને ઓછા dialogues સાથે, અલગ અલગ સીન્સમાં આંખોમાં અલગ અલગ ભાવ લાવીને કેવી રીતે અસરકારક એક્ટિંગ કરવી તે નીરવે આ ફિલ્મમાં ખુબ સારી રીતે બતાવ્યું છે.
ફિલ્મમાં CBI head તરીકે હોવા છતાં પણ તેના character ને એક smart person ની જગ્યાએ sensitive person તરીકે વધુ develop કરવામાં આવ્યું છે, જે almost પોતાની લાઈફમાં ખોવાયેલ દેખાય છે.
બંને અથવા બંનેમાંથી કોઈ એક એક્ટરને હિરોઈન આપીને ફિલ્મમાં કારણ વગર ગ્લેમર ઉભું કરવાનો વધારાનો કોઈ પ્રયત્ન નથી કરાયો, જે ઘણું સારું જ કર્યું છે, કારણ કે અહી વધારાના કોઈપણ character ની જરૂર જ નથી.
આર. જે. દેવકી
આર. જે. દેવકી, એટલે કે જન્ખના મહેતાના character માં જે એક પ્રકારે boldness અને naughtiness છે, ઉપરાંત તેમના લગભગ દરેક dialogues માં વ્યંગ ખાસ દેખાય આવે છે, જેના કારણે તેમનું character interesting અને special બન્યું છે.
Cinematography
સિનેમેટોગ્રાફર ભાવેશ કુમારની પહેલી જ ફિલ્મ છે, ગુજરાતી ફિલ્મોમાં સૌથી best cinematography માંથી એક આ ફિલ્મમાં જોવા મળી શકે છે, કારણ કે ફિલ્મમાં cinematography દ્વારા storytelling નો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે ખરેખર ખુબ જ વખાણવા લાયક છે.
Gimbal, Steadicam shots નો ફિલ્મમાં સૌથી વધુ અને ખુબ જ અસરકારક રીતે use કરવામાં આવ્યો છે, લાગે છે કે સિનેમેટોગ્રાફરને tripod આપવામાં આવી જ નથી. Gimbal, Steadicam shots પછી Arc shots નો use એક રીતે ફિલ્મની સ્પીડ વધારે છે. Static shots ફિલ્મમાં ખુબ જ ઓછા છે. પોલીસ કમિશનર ઓફીસના Establishing shots હજુ વધુ સારી રીતે લઇ શકાયા હોત.
પોલીસની ગાડીમાંથી બહાર નીકળી કમિશનર ઓફીસ જતી વખતે Follow shot દ્વારા શરુ કરીને Arc shot દ્વારા મિત્રની જે એક heroic image બનાવવાનો પ્રયત્ન કરાયો છે તેમાં ડિરેક્ટર સારી રીતે સફળ થયા છે. સામાન્ય રીતે આ પ્રકારના shots હોલીવુડ ફિલ્મોમાં વધુ જોવા મળે છે.
ફિલ્મની camera movements ખરેખર વખાણવા લાયક છે. એક એક સીનમાં કેટલા બધા shots ના cuts છે, તે જોઇને easily લાગી આવે છે કે ફિલ્મને શૂટ કરવામાં થોડી પણ ઉતાવળ નથી કરવામાં આવી.
Editing
ભાગ્યશ્રી ઠાકુર ફિલ્મના મુખ્ય એડિટર છે, જેમના ભાગમાં પણ ખુબ મહેનત આવી છે. ધ્યાનથી જોતા ખ્યાલ આવી શકે છે કે ફિલ્મ એડીટીંગમાં ફક્ત સારી મહેનત જ નહી પણ extra hard work કરવામાં આવ્યું છે. જે કામ આસાનીથી ખત્મ થઇ શકે તેવું છે, તેમાં extra efforts લગાવીને તેને વધુ better કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
ઓપનીંગ સીનમાં જવેલરી સ્ટોરની દીવાલ ઉપર ઘડીયારની invisible cut થી શરુ કરીને ફિલ્મની storytelling મુજબ B-roll નો ખુબ સારો અને યોગ્ય જગ્યા ઉપર best use કરવામાં આવ્યો છે.
જેમાં સચિન તેન્દુલકર, એ. આર. રહેમાન, લતા મંગેશકર વગેરેના shots. World Cup (2011) માં ઇંગ્લેન્ડ સામે સચિન તેન્દુલકરની 98 ODI century ની વિડિઓ કલીપ વગેરે ખાસ છે.
Director, direction
ડિરેક્ટર પલ્લવ પરીખની આ પહેલી ફિલ્મ છે, ફિલ્મ વધુમાં વધુ સારી બને તે માટે તેમને ખરા દિલથી પ્રયત્નો કર્યા છે, અને ફિલ્મમાં તેમની મહેનત આસાનીથી દેખાઈ આવે છે.
We hope કે આવનાર future માં પણ ડિરેક્શન પ્રત્યેનું તેમનું passion આવુંને આવુ જ ટકી રહે. કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અત્યારે extra hard work માં believe કરનાર અને ડિરેક્શનમાં passion ધરાવનાર ડિરેક્ટર્સની ખુબ જ જરૂર છે.
ફિલ્મનું ડિરેક્શન ખરેખર audience ને ફિલ્મમાં interest create કરનાર, અને તેમને જકડી રાખનાર છે. ફિલ્મના subject પ્રમાણે ફિલ્મમાં કોઈ ખાસ twists and turns નથી, કે એવા કોઈ chasing કે excite કરી મુકે તેવા કોઈપણ ફિલ્મી સીન્સ પણ નથી, છતાં પણ સ્ટોરી એવી રીતે કહેવામાં આવી છે કે ઓડીયન્સ ખુબ આસાનીથી ફિલ્મ સાથે connect થઇ શકે છે.
ટૂંકમાં આ એક એવી ફિલ્મ છે, જેને એક વાર જોયા પછી પણ બીજી વાર અથવા વારંવાર જોવાની ઈચ્છા થાય, અને છતાં પણ ફિલ્મને વધુ enjoy કરી શકાય તે રીતે ડિરેક્ટ થયેલી ફિલ્મ છે.
ગુજરાતી ફિલ્મોના હાલના quality standard ને ધ્યાનમાં રાખીએ તો આ એક well ડિરેકટેડ, અને એક quality ફિલ્મ ચોક્કસ કહી શકાય છે.
Strong, plus points
(1). ફિલ્મનું strong ડિરેક્શન. (2). જકડી રાખતી સ્ટોરી. (3). એક્ટિંગ. (4). ફિલ્મ પાછળ કરવામાં આવેલ extra hard work. (5). સિનેમેટોગ્રાફીના Gimbal, Steadicam shots. તે સિવાય જો અન્ય points ગણીએ તો, opening sequence ના 65 cuts, ફિલ્મના અનેક Insert shots, CCTV કેમેરામાંથી લીધેલ આખા રૂમને કવર કરી લેતા ફોટોસનો સીન, વગેરે પણ ફિલ્મના ખાસ plus points છે.
New subject and content
ફિલ્મનો subject અને content ગુજરાતી ફિલ્મોમાં અત્યારે ઘણો નવો, અલગ છે, અને most important એક audience તરીકે તેમાં ખાસ interest પડે તેવો છે. જેથી audience ને અલગ subject ધરાવતી fresh ફિલ્મ જોવા મળી શકે છે.
Maximum cuts in Gujarati movies
જો count કરવામાં આવે તો સૌથી વધુ cuts ધરાવતી ગુજરાતી ફિલ્મનો આ એક unofficial record હશે. Dear ડિરેક્ટર, સિનેમેટોગ્રાફર અને એડિટર કદાચ તેના વિષે તમને ખબર નહી હોય, plz. જરા ચેક કરી જુવો. જો ગુજરાતી ફિલ્મોમાં આનાથી વધુ cuts ના હોય તો અત્યારે આ record તમારો.
Bollywood ફિલ્મોની ખબર નથી પણ Hollywood માં Mad Max: The fury Road (2015) ફિલ્મમાં સૌથી વધુ એટલે કે કુલ 2700 cuts છે.
Extra hard work
ફિલ્મ બનાવવા પાછળ ખરેખર દિલથી મહેનત કરવામાં આવી છે, જે ફિલ્મ દ્વારા આસાનીથી દેખાઈ પણ આવે છે. ફિલ્મના એક એક સીન પાછળ વધારાની મહેનત કરવામાં આવી છે, જે આ ફિલ્મનો સૌથી મોટો plus point છે. આટલી મહેનત ત્યારે possible છે જયારે ડિરેક્ટરમાં ફિલ્મમેકિંગ પ્રત્યે passion હોય.
Suggestion points
VFX સીન
એક સીનમાં ઇકબાલની સામે તેના જેવો જ ગેટઅપ ધરાવતા અનેક એક્ટર્સ છે, આ સીનમાં ખુબ આસાનીથી દેખાઈ આવે છે કે વિડિઓ image ને weak VFX થી multiple કરાયેલ છે. આ સીનને વધુ સારી રીતે બનાવી શકાયો હોત. ફિલ્મના અમુક સીન્સ થોડા ઘણા out of focus થયા છે.
Dubbing
એક સીનમાં દેવકી, મિત્ર અને નીરવને કહે છે “I can see you guys…..” આ લાઈનની છેલ્લે તેઓ કોઈ એક શબ્દ બોલે છે, જેમાં તેમનું lip sync clear દેખાય છે પણ તેમણે બોલેલ શબ્દ નથી સંભળાતો.
Last sequence
Lack of conflict of two characters
Climax સીન ખુબ simple રીતે ખત્મ થઇ ગયો. ફિલ્મ ડિરેક્શનના નિયમ પ્રમાણે કોઈપણ ઘટનાને આસાનીથી નહી, પણ તેને હમેશા થોડી ફેરવીને, ઘુમાવીને, dramatic way અને interesting style માં બતાવવી જોઈએ, જેથી ઓડીયન્સ તેને વધુમાં વધુ enjoy કરીને જોઈ શકે.
Climax સીનમાં મિત્ર અને નીરવ વચ્ચે એક નાનો verbally અથવા અન્ય કોઇપણ રીતે ફિલ્મી સંઘર્ષ, ઘર્ષણ બતાવ્યો હોત, તો તે એક ફિલ્મ માટે ખુબ જરૂરી હતું. કારણ કે ઓડીયન્સને ફિલ્મમાં હીરો અને વિલન વચ્ચેની સામ સામેની conflict જોવી ગમે છે, જેથી ફિલ્મમાં તે જોવા મળવી પણ જોઈએ.
આખી ફિલ્મમાં જ્યાં બે strong characters વચ્ચે જે સંઘર્ષની કમી હતી તે અહી પૂરી થઇ શકી હોત, અને ઓડીયન્સને એક complete ફિલ્મી package મળ્યું હોત. Climax સીનમાં આ તો must છે, commercial ફિલ્મમાં એક ઓડીયન્સ તરીકે climax સીનમાં આટલું expect તો બને જ છે. એક ખુબ મહત્વનો ફિલ્મી element અહી miss છે.
Last scene makes disappointed
ફિલ્મનો climax સીન શરુ થતાની સાથે જ ઓડીયન્સ તરીકે suspense જાણવાની એક curiosity વધતી જાય છે, પણ આ સીન પૂરો થતા જ ચોક્કસ નિરાશ થવાય છે.
કારણ કે Kill Bill અને Bahubali ફિલ્મોની જેમ આ ફિલ્મની સ્ટોરી પણ બે parts ની છે, જેથી suspense જાણવા માટે ફિલ્મનો બીજો part આવે ત્યાં સુધી રાહ જોવી પડે તેમ છે.
આ એક એવી ફિલ્મ છે, જે માર્કેટિંગ અથવા અન્ય કોઈપણ કારણથી તે વધુ audience સુધી પહોચી શકી નથી, જેટલી તે પહોચવી જોઈતી હતી, જે ફિલ્મની ખરેખર એક કમનસીબી છે.
Awards
ફિલ્મને 21st Transmedia Gujarati Screen & Stage Awards માં કુલ 9 categories માટે award nomination મળ્યું હતું, જેમાંથી શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા, શ્રેષ્ઠ સંપાદક, શ્રેષ્ઠ પાર્શ્વ સંગીત, શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી અને શ્રેષ્ઠ નવોદિત અભિનેતા વગેરે કુલ 6 category માટે awards જીત્યા છે.
ફિલ્મ જોયા પછી એક movie lover તરીકે just for curiosity 2 પ્રશ્નો થઇ શકે છે
01. ઇકબાલે ચોરીના plan પાછળ કુલ કેટલી રકમ ખર્ચી? તેની main income શું છે?
ઇકબાલે પહેલા 100 અને ત્યારબાદ 8 હજાર એક્ટર્સનું કાસ્ટિંગ કર્યું, તેણે સાયકલ, કોસ્ચ્યુમ્સ, સેન્ડલ, બેગ, વોચ વગેરે ખરીદવા માટે રૂપિયા ખર્ચ્યા. તેણે 3 મહિના સુધી સાયકલ ચલાવવાની એક્ટિંગ કરનાર એક્ટર્સને પણ payment આપ્યું. ઉપરાંત તેણે એક જ્વેલરી સ્ટોરથી 10 થી 15 લાખના દાગીના પણ ખરીદ્યા હતા, તેવીજ રીતે અન્ય 99 જ્વેલરી સ્ટોર્સથી પણ દાગીના ખરીદ્યા.
આમ તેણે ચોરી માટે આટલું મોટું investment કર્યું, તો ઇકબાલે અત્યાર સુધીમાં કુલ કેટલી રકમ ખર્ચી હશે? જો ઇકબાલ પાસે આટલી મોટી રકમ છે તો તેની main income શું હશે? આટલી લાખો, કરોડની સંખ્યામાં રકમ ખર્ચનાર સામાન્ય વ્યક્તિ તો હોઈ જ ના શકે.
02. જન્ખનાએ 80 calls ઉપર કોની સાથે વાત કરી? પોલીસ આટલી મોડી કેમ આવી?
સાંજના 4:05 વાગે ઇકબાલે પહેલી ચોરી કરી, અને તેને કહ્યું 12 કલાક પછી તમને ભાન આવશે, રાત્રે જન્ખના મહેતાના ઘરે કોઈએ ચિઠ્ઠી નાખી, જેણે જાતે 80 જવેલર્સને ત્યાં calls કર્યા, ત્યારબાદ 12 વાગ્યા પહેલા તેણે આ ન્યુઝ પહેલા પેજ ઉપર છપાવ્યા હશે, એટલે કે તેમને 80 calls પણ રાતના 12 પહેલા જ કર્યા હશે, પણ આ ટાઈમે જ્વેલરી સ્ટોર્સના owners અને employees ઘેનમાં હતા, તો પછી જન્ખનાએ 80 calls ઉપર કોની સાથે વાત કરીને ચોરી વિષે confirm કર્યું?
બની શકે કદાચ સ્ટોર્સમાં અન્ય કોઈ વ્યક્તિઓ દ્વારા confirm કર્યું હોઈ. પણ જો રાતના 12 પહેલા જ ચોરીની જાણ થઇ ગઈ હતી તો પછી પોલીસ સવારના 5:30 આસપાસ મોડી કેમ આવી? કદાચ પોલીસ અને owners નો સાથેનો સીન બની શકે તે માટે હોઈ શકે છે.
ડિરેક્શન બાબતે અહી કોઈપણ પ્રશ્ન નથી કરવામાં આવ્યો અને આ કોઈ genuine question પણ નથી. બસ એક movie lover તરીકે ફિલ્મ જોયા પછી just for curiosity તરીકે આવા પ્રશ્નો ઉભા થાય તેમ છે. જેને વધુ serious લેવાતા નથી, કારણ કે ફિલ્મમાં આવા અનેક points હોય જ છે, જેને હંમેશા ignore કરીને ફિલ્મ જોવાની હોય છે.
Conclusion
Hun Iqbal (2023), ફિલ્મનો subject ઘણો unique હોવાથી, અને સાથે તેનું content ઘણું strong હોવાથી આ ફિલ્મમાં હજુ પણ ઘણું નવું અને અલગ થઇ શક્યું હોત, ફિલ્મ હજુ પણ વધુ better બની શકી હોત. જો અને તો ના unnecessary discussion માં ના પડીએ તો પણ આ એક ખરેખર જોવાલાયક અને enjoy કરવા લાયક ફિલ્મ ચોક્કસ છે, તેમાં કોઈ બેમત નથી.
Regular ગુજરાતી ફિલ્મ જોનાર audience ને આ ફિલ્મ ગમશે, suspense ફિલ્મો જોનારને આ ફિલ્મ વધુ ગમશે, તેમજ ફિલ્મમેકર્સ અને ક્રિટીક્સને પણ આ ફિલ્મ ચોક્કસ ગમશે જ.
ફિલ્મને કોઈપણ પ્રકારના સ્ટાર રેટિંગ આપ્યા વગર છેલ્લે એટલું ચોક્કસ કહીશ કે, દર વર્ષે જે ખરેખર જોવા લાયક ગુજરાતી ફિલ્મો બને છે તેમાંની આ એક ફિલ્મ છે.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.