Movie: Ittaa Kittaa (2024)
Genres: Family, Drama
Director: Abhinn Sharma, Manthan Purohit
Writer: Azhar Saiyed, Antima Pawar
Casts: Manasi Parekh, Raunaq Kamdar, Alpana Buch, Jia Vaidya, Princy Prajapati, Prashant Barot
Storyline
નીરવ (રોનક કામદાર) અને કાવ્યા (માનસી પારેખ) બંને મેરીડ કપલ છે, તેમના લગ્નના 10 વર્ષ થવા છતાં પણ હજુ સુધી તેઓએ બાળક માટે કોઈ પ્લાનિંગ નથી કર્યો, જયારે નીરવના માતા ચંદ્રિકા બેન (અલ્પના બુચ) તેમના ઘરમાં બાળક આવે તે માટે ઘણા ટાઈમથી રાહ જુવે છે.
જેથી કાવ્યા અને નીરવ હવે બાળક માટે વિચારે છે, પણ કોઈક કારણોથી કાવ્યા માં બની શકે તેના chance ખુબ જ ઓછા છે, જેથી તેઓ બાળકને દત્તક લેવાનો નિર્ણય કરે છે. પણ એક નાની ભૂલને કારણે એકના બદલે બે બાળકીઓ જેમાં 6 વર્ષની ખુશી (પ્રીન્સી પ્રજાપતિ) અને તેની બહેન 13 વર્ષની વિધિ (જીયા વૈધ્ય) બંનેની કસ્ટડી લેવી પડે છે.
તેમના આ નિર્ણયમાં ચંદ્રિકા બેન સંમત નથી, પણ નીરવ અને કાવ્યા ખુબ ખુશ છે, અને બંને બાળકીઓ માટે સાચા અર્થે માતા પિતા બનવાનો શક્ય હોય એટલા પ્રયત્નો કરે છે. જેમાં ખુશી પેરેન્ટ્સને મેળવીને ખુબ ખુશ છે, પણ વિધિને તેનાથી કોઈપણ ફર્ક પડ્યો નથી.
ધીમે ધીમે પરિસ્થિતિઓ બદલાય છે, વિધિને હવે તેમનો સાચો પ્રેમ સમજાય છે, અને ચંદ્રિકા બેન પણ આ બંને બાળકીઓને સ્વીકારી લે છે.
નિયમ મુજબ 4 મહીનાની બાળકોની કસ્ટડી પછી ફેમીલી કોર્ટમાં જયારે ખુશી અને વિધિને તેના ગાર્ડિયન સાથે રહેવા માટે પૂછવામાં આવે છે, ત્યારે વિધિ તેના ગાર્ડિયન સાથે રહેવા માટે નાં પાડે છે… હવે પછીની સ્ટોરી જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
Actors, acting, characters, characterization, character development
કાવ્યા તરીકે માનસી પારેખ, જેમણે હંમેશ મુજબ અહી પણ એક્ટિંગમાં પોતાનું best આપ્યું છે, તેની job, profession વિષે ફિલ્મમાં clear નથી કર્યું, પણ તે એક dominating wife ચોક્કસ છે. નીરવ તરીકે રોનક કામદાર, ફિલ્મમાં તેમને પણ સારું કામ કર્યું છે, તેમનું character હજુ વધુ strong બનાવી શકાયું હોત.
બાળ કલાકારોમાં વિધિ તરીકે જીયા વૈધ્ય, અને ખુશી તરીકે પ્રીન્સી પ્રજાપતિ, બંનેએ તેમની ઉમર અને અનુભવ પ્રમાણે ફિલ્મમાં સારી એક્ટિંગ કરી છે, જેમાં નાનકડી પ્રીન્સી ખરેખર ફિલ્મમાં ખુબ જ cute લાગી રહી છે.
આશા રાખીએ કે બાળ કલાકાર તરીકે કેરિયર શરુ કરનાર એક્ટર્સ ભવિષ્યમાં એકટર તરીકે કેરિયર બનાવવામાં નિષ્ફળ જાય છે, તેમાં તેઓની ગણતરી ના થાય.
Screenplay
અઝહર સૈયદ અને અંતિમા પવાર ફિલ્મના screenplay writer છે, જેઓની આ પહેલી ફિલ્મ છે. ફિલ્મનો screenplay ખરેખર ખુબ અસરકારક રીતે લખવામાં આવ્યો છે.
અમુક ધારદાર અને ચોંટદાર સંવાદો લખવા માટે ફિલ્મમાં અમુક વિષય હોવો જરૂરી છે, અહી તે વિષય છે, પણ આ વિષય પ્રમાણે dialogues હજુ વધુ સારી રીતે લખવાનો પુરેપુરો chance હતો.
Best dialogue
ફિલ્મનો સૌથી best dialogue જેમાં રોનક, અલ્પના બુચને કહે છે ‘આ બંને છોકરીઓને કેટલી ખુશ છે, તેને જોઈ આ તારો કાનુડો ખુશ નહી થાય?, એ પણ એડોપ્ટેડ જ હતા”
અન્ય સીનમાં માનસી, અલ્પના બુચને કહે છે “જેમ શ્રદ્ધા મૂર્તિને ભગવાન બનાવે છે ને એમ પ્રેમ પારકાને પોતીકા બનાવે છે” અને છેલ્લે રોનકના વીડિઓ રેકોર્ડીંગની speech, અને જીયાની લખેલી speech પણ સારી હતી.
આ પ્રકારના અસરકારક dialogue હજુ થોડા વધુ લખાઈ શકાયા હોત, અને ફિલ્મમાં તેનો પૂરેપૂરો સ્કોપ પણ હતો. તેમજ ફિલ્મમાં અનેક લાગણીશીલ પરિસ્થિતિઓ હોવાના કારણે અહી quotes નું પ્રમાણ વધુ હોત તો screenplay ના level ને વધુ ઊંચાઈ ઉપર લઈ જઈ શકાયુ હોત.
Cinematography
ફિલ્મના સિનેમેટોગ્રાફર છે તપન વ્યાસ, જેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી અનુભવી સિનેમેટોગ્રાફર માંથી એક છે. એટલે તેમની સિનેમેટોગ્રાફીમાં હંમેશા એક level દેખાય છે.
બંગલોના Establishing shots, ડાઈનીંગ ટેબલના ઉપરથી લેવામાં આવેલ Top angle shot, પીકનીક જતી વખતના Aerial shots, Toy shop માં ઉભેલા રોનકનો Time lapse shot, કારની ડેકીને બંધ કરતી વખતે ડેકીની અંદરથી લેવામાં આવેલ (ક્વેન્ટિન ટેરેન્ટિનોનો favorite) Trunk shot, વગેરે ફિલ્મની સિનેમેટોગ્રાફીને highlight કરે છે.
Editing
ફિલ્મના એડિટર છે નિધિ રાવત, જેઓ બોલીવુડની અનેક ફિલ્મોમાં એસોસિએટ એડિટર તરીકેનો ઘણો સારો એવો અનુભવ ધરાવે છે.
ફિલ્મના એક સીનમાં ખુશીના હાથ માંથી જયારે શંખ પડે છે, અને ત્યારબાદ અલગ અલગ એક્ટર્સના reaction તરીકેના Freeze frame shots ફિલ્મને વધુ technically strong બનાવવાનું કામ કરે છે. તેમજ legal notice ને screen ઉપર બતાવવાનો સીન, અને વીડિઓ viral થવાનો સીન વગેરે editing માં થોડા નવા પ્રયોગો હતા.
Director, direction
ફિલ્મના ડિરેક્ટર્સ છે અભિન શર્મા અને મંથન પુરોહિત, આ જોડીએ આ અગાઉ Chasani (2019) ફિલ્મ ડિરેક્ટ કરી હતી.
ફિલ્મ બનાવવા માટે સૌથી પહેલા તો તેઓયે વિષય ઘણો સારો પસંદ કર્યો છે, ત્યારબાદ વિષય પ્રમાણે ફિલ્મનું ડિરેક્શન audience ને ફિલ્મ સાથે સારી રીતે જોડી શકે તે મુજબનું કર્યું છે.
જયારે ફિલ્મ audience ને તેની અંદરની લાગણીઓને touch કરતી હોય છે ત્યારે ડિરેક્શન વિષે વધુ કહેવાની જરૂર નથી. પણ સાથે સાથે અહી ડિરેક્શનમાં વધુ કંઇક આપી શકવાના chance પણ હતા.
Strong, plus points
ફિલ્મની સ્ટોરી, જે ફિલ્મનો સૌથી મોટો plus point છે, કારણ કે ફિલ્મની સ્ટોરી emotions થી ખુબ જ ભરેલી છે. અત્યારની ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારના cinematic elements ખરેખર ઓછા જોવા મળે છે.
તે સિવાય ફિલ્મ શરૂઆતથી અંત સુધીમાં ક્યાંય પણ અને સહેજ પણ ધીમી નથી પડતી, જેથી એક audience તરીકે ફિલ્મ જોવાનો interest પુરેપુરો જળવાઈ રહે છે.
Suggestion points
ફિલ્મમાં જયારે ચાઈલ્ડ એક્ટર્સ હોય, અને ખાસ કરીને જયારે ફિલ્મમાં તેમની હાજરી ખુબ જરૂરી પણ હોય ત્યારે તેમના character ના perspective દ્વારા પણ સ્ટોરીને ખાસ બતાવવી જોઈએ.
Conversation સાથેના expressions અને reactions સિવાય પણ ફિલ્મમાં specially તેમના મનની સ્થિતિને ખાસ clear કરવી જોઈએ.
ફિલ્મમાં નાના બાળકની મનની સ્થિતિ દર્શાવતા સીન્સ એક રીતે audience ને emotionally ફિલ્મ સાથે અને તે character સાથે વધુ connect કરી શકે છે, જેનું best example છે શેખર કપૂરની ફિલ્મ Masoom (1983).
તે સિવાય ફિલ્મની સ્ટોરી પ્રમાણે ફિલ્મના એક, બે critics acclaimed બની શકે તેવા સીન્સ ચોક્કસ મૂકી શકાયા હોત.
Goofs
માનસી જયારે જીયાને તેનો મોબાઈલ પાછો આપવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જીયા તેને લેવાની ચોખ્ખી નાં કહીને મોબાઈલ લેતી નથી. પણ પછીના એક સીનમાં અનાથાલયની બહાર રોનક જીયાને કોલ કરતો બતાવાય છે, અને ત્યારબાદ માનસી પણ જીયાને કોલ કરે છે. જયારે જીયા પાસે મોબાઈલ છે જ નહી.
Movie trivia
હોલીવુડમાં આ પ્રકારનો વિષય ધરાવતી ફિલ્મ Instant Family (2018) છે. જેમાં કપલ તરીકે માર્ક વુહ્લબર્ગ અને રોઝ બાયર્ન છે, પણ બંને ફિલ્મની સ્ટોરી ઘણી અલગ છે.
Conclusion
Ittaa Kittaa (2024), એક સુંદર ફેમીલી, ડ્રામા ફિલ્મ છે. એક audience તરીકે તમને આ ફિલ્મ ક્યાંકને ક્યાંક ચોક્કસ emotional કરી મુકશે. જો તમે એક લાગણીશીલ વ્યક્તિ હોવ તો આ ફિલ્મ, અને ફિલ્મના કેટલાક સીન્સ ક્યાંક તમારી આંખો ભીની પણ કરી શકે છે.
આ ફિલ્મ audience અને critics બંનેને પસંદ આવે તેવી ફિલ્મ છે. જો ફિલ્મ હજુ જોઈ ના હોય તો Amazon Prime Video ઉપર ફેમીલી સાથે ફિલ્મ જોઈ શકો છો.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.