Movie: Jagat (2024)
Genres: Thriller, Suspense
Director: Harshil Bhatt
Writer: Harshil Bhatt
Casts: Yash Soni, Chetan Daiya, Riddhi Yadav, Prashant Barot.
Production Company: Ananta Businesscorp, Patel Processing Studios, Big Box Series.
Storyline
દીપ્તિ શુક્લા (રિદ્ધિ યાદવ) નામની સિંગલ મધર અને working woman પોતાના પિતા સુનીલ ત્રિપાઠી (પ્રશાંત બારોટ) સાથે પોલીસ સ્ટેશન આવીને પોતાના 12 વર્ષના બાળક આયુષનો missing report લખાવે છે. જે સવારે ઘરેથી સ્કુલે જવા નીકળ્યો હતો, પણ સાંજ સુધી ઘરે પાછો નથી આવ્યો.
પોલીસ ઇન્સ્પેક્ટર જગત પંડ્યા (યશ સોની) અને તેના સાથી PSI ભાવિક (ચેતન દૈયા) આ કેસની તપાસ શરુ કરે છે. સૌથી પહેલા તેઓ દીપ્તિના ઘરે જઈને આયુષનો રૂમ જુવે છે, પ્રાથમિક પૂછપરછ બાદ તેઓ આયુષની સ્કૂલે જાય છે,
અહીંથી તેઓ સ્કૂલના CCTV camera ચેક કરતા તેમને ખાતરી થાય છે કે, આયુષ સ્કૂલે ગયો જ નથી. ત્યારબાદ તેઓ સ્કૂલના બે બાળકોને મળે છે, જેઓ આયુષના બેસ્ટ ફ્રેન્ડસ છે, તેમના દ્વારા પણ તેઓને કોઈ ખાસ જાણકારી નથી મળી શકતી.
આખરે તેઓ એક શકમંદ સલીમના (સંજય ગલસર) ઘરે જાપ્તો ગોઠવીને તેઓ તેને પકડીને કસ્ટડીમાં લે છે, અને તેની પૂછતાછ કરે છે, પણ તેના પાસેથી કોઈ માહિતી નથી મળતી.
ત્યારબાદ દીપ્તિના પડોશી દ્વારા તેમને માહિતી મળે છે કે દીપ્તિના ઘરે આયુષના રડવાના, જગડાના અને વસ્તુ પડવાના લગભગ રોજ અવાજો આવતા હતા, જેથી પોલીસ હવે દીપ્તિના ઘરે જાય છે, અહી તેમના basement માં લોહીના ડાઘ વાળું એક પગ લુછણીયું મળે છે, જેથી પોલીસ દીપ્તિ અને તેના પિતાને કસ્ટડીમાં લે છે… પછીની સ્ટોરીને જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
Opening scene
ફિલ્મનો ઓપનીંગ સીન, પોલીસ સ્ટેશના Wide shot દ્વારા શરુ થાય છે, જે creatively શૂટ કરવામાં આવ્યો છે, જેમાં શેરડીના રસ કાઢવાના મશીનની એકદમ વચ્ચેથી Zoom in કરીને પોલીસ સ્ટેશનને બતાવવામાં આવ્યું છે.
ફિલ્મના પહેલા સીનમાં જ જો creativity બતાવવામાં આવે તો audience ના mind ઉપર તે એક positive અસર ઉભી કરતી હોય છે. ત્યારબાદ દીપ્તિ અને તેના પિતા પોલીસ સ્ટેશન આવીને રીપોર્ટ લખાવે છે, અહીંથી ફિલ્મ શરુ થાય છે.
Actors, acting, characters, characterization, character development
ઇન્સ્પેક્ટર જગત પંડ્યા તરીકે યશ સોની, જેણે એક સમજદાર અને જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેના character માં ખુબ જ mature અભિનય કર્યો છે.
Child missing કેસના અનુભવી PSI ભાવિક તરીકે ચેતન દૈયા, જેઓ આ કેસમાં જગતના સાથીદાર છે. તેમનું character થોડું interesting છે, જેના ભાગમાં થોડા comic dialogues આવ્યા છે, જેમકે તેઓ અનીતાને કહે છે, “તમે ખાલી અંગ્રેજી મીડીયમ જ ભણાવો, માતૃભાષા ભાષા નહી?” અને યશને કહે છે “અજય દેવગણ બનવાનો પ્રયત્ન ના કર“
દિપ્તી તરીકે રિદ્ધિ યાદવ, જેમનો દીકરો ખોવાયો હોવાથી તેઓ મોટાભાગે તેમના દીકરાઈ ચિંતામાં જ ખોવાયેલ રહે છે. દિપ્તીના પિતા સુનીલ ત્રિપાઠી તરીકે પ્રશાંત બારોટ, જેઓ તેમની દીકરીને support આપવાનું જરૂરી કામ કરે છે.
ફિલ્મમાં આ મુખ્ય ચાર એક્ટર્સ છે, જેઓયે એક્ટિંગમાં આખી ફિલ્મનો ભાર પોતાની ઉપર ઉચકી લીધો હોવાથી ફિલ્મમાં એક્ટિંગનું લેવલ ઊંચું જોવા મળે છે.
ફિલ્મના એન્ડમાં હિતુ કનોડિયા પોલીસ અધિકારી તરીકેના એક મહત્વના character માં જોવા મળે છે. જયારે Chhello Divas ફિલ્મમાં તેલનો ડબ્બો તરીકે પોપ્યુલર થયેલ અનીતા અહી સ્કૂલ પ્રિન્સિપાલના એક નાના character માં જોવા મળે છે.
Cinematography
પ્રતિક પરમાર ફિલ્મના સિનેમેટોગ્રાફર છે. સિનેમેટોગ્રાફીમાં શહેરના residential area ને બતાવતો Aerial shot જોઇને ખરેખર impress થવાય છે.
પોલીસ જીપ U-turn કરીને સ્કૂલ આવે છે, તેને એકદમ ઉપરથી લેવામાં આવેલ Top Angle shot. યશ સાઈકલ ઉપર બંને બાળકોનો પીછો કરતી વખતે ઉભો રહે છે, બીજા સીનમાં છોટુની સામે સો રૂપિયાની નોટ મૂકીને દુર જાય છે, આ બંને સીન્સનો ખુબ જ દુરથી લેવામાં આવેલ Extreme Long shot.
ઉપરાંત યશનો બુલેટ ઉપરનો Snorricam shot, સામાન્ય રીતે આ shot માં કેમેરા steady રહે છે, અને subject movement ધરાવતો હોય છે, જે અહી shot માં થોડો jerk દેખાઈ આવે છે.
ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં જો સૌથી વધુ જેણે ધ્યાન ખેંચ્યું હોય તો તે છે, 2 મિનીટ અને 15 સેકન્ડ્સનો Long Take, Follow shot જેમાં યશ, સંજયનો પીછો કરે છે, તે આખો shot કોઈપણ cut વગર single shot માં શૂટ કરવામાં આવ્યો છે, જે આખી ફિલ્મનો સૌથી બેસ્ટ shot છે.
Editing
શિવમ ભટ્ટ ફિલ્મના એડિટર છે. ફિલ્મ એડીટીંગ વિષે જોઈએ તો, યશ લગભગ આખી રાત missing બાળકોની અલગ અલગ ફાઈલ્સ study કરે છે, તે આખો જ સિક્વન્સ Jump Cut દ્વારા edit કરવામાં આવ્યો છે.
Climax, closing scene
ફિલ્મનો climax એક ખુબ જ realistic climax છે, જેમાં આરોપી કોઈપણ પ્રકારના વિરોધ કર્યા વગર, અથવા ભાગવાની કોશિશ કર્યા વગર આસાનીથી પકડાઈ છે. ફિલ્મના આ climax માં કોઈ ફિલ્મી પણું નથી બતાવવામાં આવ્યું. જે ડિરેક્ટર દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે.
જયારે એક audience તરીકે આખી ફિલ્મ જોયા પછી ફિલ્મના એન્ડમાં એક સંપૂર્ણ ફિલ્મી climax ની આશા રાખવામાં આવે છે, કારણ કે મોટાભાગની audience પહેલેથી ફિલ્મને આ રીતે જોવા વધુ ટેવાયેલી હોય છે. જેથી ફિલ્મના એન્ડમાં કરવામાં આવેલ આ નવો પ્રયોગ કેટલો સફળ રહેશે, તે આવનાર સમય જ કહી શકશે.
આ સિવાય એન્ડમાં આરોપી વાંસળી વાદકની એક સ્ટોરી કહે છે, તે audience નું ધ્યાન ખેંચવામાં સફળ થઇ શકે છે.
Director, direction
રાઈટર, ડિરેક્ટર તરીકે હર્ષિલ ભટ્ટની આ પહેલી ફિલ્મ છે. Chhello Divas (2015) ફિલ્મમાં કૃષ્ણદેવ યાગ્નિકને આસિસ્ટ કરતી વખતે તેની ઉમર ફક્ત 16, 17 વર્ષની હતી, ત્યારે તે તેની ઉમર કરતા ઘણો આગળ હતો, આ ઉમરથી જ રાઈટીંગ તે તેનો એક મુખ્ય શોખ છે, અને આ ફિલ્મના સેટ ઉપર પણ તેને ઘણી વાર લખતા જોયો હતો.
ફિલ્મ ડિરેક્શન
ફિલ્મમાં હર્ષિલનું મજબુત ડિરેક્શન દેખાઈ આવે છે, અને તેના ડિરેક્શનમાં ગંભીરતા પણ છે, ફિલ્મ જોતી વખતે એવું strongly લાગી આવે છે જાણે એક ખુબ અનુભવી ડિરેક્ટરની ફિલ્મ હોય.
ફિલ્મમાં એક પછી એક એમ ઘણા બધા વ્યક્તિઓને શકમંદ તરીકે બતાવવામાં આવ્યા છે, આ point એક રીતે suspense ફિલ્મ માટે ખુબ જરૂરી છે, અને તે અહી જોવા પણ મળે છે, જે ફિલ્મને audience ને ફિલ્મ સાથે જકડી રાખવામાં વધુ સફળ થાય છે.
યશ અને ચેતન દૈયા બંને રિદ્ધિ યાદવના ઘરે આવે છે, ત્યારે તેના ઘરના રૂમની દીવાલો ઉપર એક અલગ પ્રકારનો પ્રકાશ blink થતો જોવા મળે છે, ત્યારે જલ્દી ખ્યાલ નથી આવતો કે આ પ્રકાશ શેનો છે?
પણ જયારે પોલીસ ઘરની બહાર આવે છે, ત્યારે ખ્યાલ આવે છે કે તે પોલીસ જીપની ઉપરની લાઈટ હતી, જે તેના ઘરની અંદર blink થતી દેખાતી હતી. Really impressive, સીનના detailing માં ખુબ જ ધ્યાન આપવામાં આવ્યું છે.
Art and Creativity
ફિલ્મમાં લગભગ 2 મિનીટ અને 15 સેકન્ડ્સ જેટલો લાંબો એક Long Take shot છે. જે ફિલ્મની treatment ના ભાગ રૂપે બનાવવામાં આવ્યો છે.
Printer ની અંદર થઇ રહેલ print નો અંદરથી બતાવવામાં આવેલ સીન, અને scanner ની અંદરથી scan થઇ રહેલ copy નો અંદરથી બતાવવામાં આવેલ સીન્સ, જે typical સીન્સ કરતા ઘણા અલગ રીતે શૂટ કરવામાં આવ્યા છે.
આ સિવાય, ચેતન દૈયા જયારે જીપનો દરવાજો બંધ કરીને બેસે છે, ત્યારે દરવાજાની સાથે સાથે attach કરેલ કેમેરા પણ તેની સાથે move થાય છે, આ સિવાય પણ ફિલ્મમાં creativity બતાવવામાં આવી છે.
Audience points
ફિલ્મના એન્ડમાં જો એક ફિલ્મી climax હોત, તો તે audience ઉપર એક અલગ અસર છોડી શક્યો હોત. કારણ કે કોઈપણ thriller, suspense ફિલ્મના climax ને જો એક ફિલ્મી treatment આપીને રજુ કરવામાં આવે, તો તે audience ને વધારે પસંદ આવી શકે છે.
Other points
ફિલ્મમાં ના તો એવા કોઈ સીન્સ છે, અથવા ના તો એવા કોઈ એવા dialogues છે, છતાં પણ ફિલ્મને A certificate કેવી રીતે આપવામાં આવ્યું છે? જે ફિલ્મનું એક વધારાનું રહસ્ય છે.
આ વિષય ઉપરથી હોલીવુડમાં માર્ક વુહ્લબર્ગ અભિનીત The Lovely Bones (2009) ફિલ્મ બની હતી.
ફિલ્મ suspense જોનરની હોવાથી જો ફિલ્મ વિષે વધુ લખવામાં આવશે તો ઘણું બધું spoil થઇ શકે તેમ છે, જેથી ઘણા જરૂરી points વિષે અહી લખવાની ઘણી ઈચ્છા હોવા છતાં પણ નથી લખી શકાયા.
Conclusion
Jagat (2024), ફિલ્મ thriller, suspense જોનરની હોવા છતાં તેને સમજવી એકદમ સરળ અને આસાન છે.
ઘરેથી સ્કુલે જવા નીકળેલ બાળક સ્કુલે નથી પહોચતો, અને સાંજ સુધી પછી પણ નથી આવતો, તો આખરે તે ક્યાં ગયો? શું બાળક kidnap થયો છે? શું તેમાં ઘરના લોકોનો હાથ છે? શું પોલીસ તેમાં ઇન્વોલ્વ છે? અને સૌથી મોટો પ્રશ્ન, શું બાળક જીવે છે? તે બધા જ પ્રશ્નોના જવાબ મેળવવા માટે ફિલ્મ જોવી પડશે.
એક ગંભીર વિષય, simple and sober treatment, અને મજબુત સ્ટોરી ધરાવતી આ ફિલ્મ જો હજુ સુધી જોઈ ના હોય, તો નજીકના cinema hall માં જઈને ફિલ્મ જોઈ આવો.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.