Movie: Kasoombo (2024)
Genres: History, Drama
Director: Vijaygiri Bava
Writer: Raam Mori, Vijaygiri Bava
Casts: Dharmendra Gohil, Darshan Pandya, Raunaq Kamdar, Shraddha Dangar, Monal Gajjar, Jay Bhatt, Ragi Jani, Chetan Dhanani, Jay Bhatt, Komal Thacker, Kalpana Gargekar, Bimal Trivedi, Ragi Jani.
Production Company: Vijaygiri Filmos, Ananta Businesscorp, Patel Processing, Big Box Series
Storyline
13મી સદીમાં અલ્લાઉદીન ખીલજીએ (દર્શન પંડ્યા) ગુજરાતના અનેક પ્રદેશોને લુટીને હવે તેની નજર ગુજરાતના અન્ય પ્રદેશો તરફ છે.
ભાવનગરના શેત્રુંજય પર્વતની તળેટીના આદિપુર ગામના સરપંચ દાદુ બારોટ (ધર્મેદ્ર ગોહિલ) અને તેમના સાથીઓ આ પર્વતના મંદિરોની રક્ષા કરી રહ્યા છે. તેમની દીકરી સુજાન (શ્રદ્ધા ડાંગર) અને તે જ ગામના અમર (રોનક કામદાર) વચ્ચે પ્રેમ છે.
વેડા ખોખર (બિમલ ત્રિવેદી) લુટારો જે મંદિરને લુટવા માંગે છે, પણ તે મંદિરોને લુંટે તે પહેલા જ અમર તેને પકડીને દાદુ બારોટની નજરમાં પોતાનું સ્થાન ઊંચું બનાવે છે, જેથી દાદુ બારોટ તેમની દીકરી સુજાનનો સબંધ અમર સાથે નક્કી કરે છે, પણ તેનાથી નાગરાજ (જગજીતસિંહ વાઢેર) ને વાંધો છે, કારણ કે તે પણ સુજાનને પસંદ કરે છે.
જેથી નાગરાજ, ખીલજીને મળીને પર્વતના મંદિરો અને તેની અંદર રહેલ અમુલ્ય ખજાના વિષેની માહિતી આપે છે, બસ હવે ખીલજી કોઈપણ રીતે શેત્રુંજય પર્વતના આ મંદિરોને લુંટવાનું નક્કી કરે છે… પછીની સ્ટોરીને જાણવા માટે હવે ફિલ્મ જોવી પડશે.
Opening scene
ફિલ્મ શરુ થતા પહેલા લગભગ 01:15 મિનીટ લાંબો અને ગુજરાતી ફિલ્મ history નો સૌથી લાંબો disclaimer મુકવામાં આવ્યો છે. ફિલ્મની શરૂઆતમાં અલ્લાઉદીન ખીલજીની ખૌફનો અને આદિપુરનું વર્ણન કરતા voice over થી ફિલ્મ શરુ થાય છે.
ત્યારબાદ Bird’s-eye View shot દ્વારા શરુ થતો સીન, જેમાં નદીના આસમાની પાણીના eye catchy colour grading ધરાવતો shot. અહી ખીલજીની ભાણી રોશન (મોનલ ગજ્જર) એક હરણનો શિકાર કરવા માટે નિશાન લે છે, ત્યાં જ એક સાધુ તેને અટકાવીને તેને તેની ભૂલ સમજાવે છે, અને તેમના શબ્દોથી રોશનનું હૃદય પરિવર્તન થાય છે, જેથી તે હવે અહિંસામાં માનવા લાગે છે.
ફિલ્મની સ્ટોરી માટે આ સીન સૌથી મહત્વનો સીન સાબિત થાય છે, કારણ કે આ opening scene થી જ સત્ય, અસત્ય અને અહિંસાના મહત્વને સમજવવામાં આવ્યું છે, જે આગળ જતા તેના દ્વારા ખીલજી પણ પીગળે છે. જેથી આ ફિલ્મ માટે આનાથી best અન્ય કોઈપણ opening scene હોઈ શકે તેમ જ નથી.
Actors, acting, characters, characterization, character development
સરપંચ દાદુ બારોટ તરીકે ધર્મેશ ગોહિલ, ફિલ્મની સ્ટોરીના મુખ્ય નાયક છે. ફિલ્મમાં તેમને જોઇને લાગે છે કે આ character તેમને ધ્યાનમાં રાખીને જ લખાયું છે.
અલ્લાઉદીન ખીલજી તરીકે દર્શન પંડ્યા. ખીલજીના પાત્રમાં plus point એ છે કે તેના behavior ને થોડુક પણ abnormal કે પછી psychic નથી બતાવવામાં આવ્યું, ચહેરાને એક તરફ નમાવીને ગળાથી half round ઘુમાવીને કે પછી એક પણને પાછળથી બીજા પગથી ઘસીને ઓવર એક્ટિંગ નથી કરાવવામાં આવી.
ફિલ્મમાં ખીલજીને તેના બદઈરાદા અને dialogues દ્વારા જ તેને negative બતાવ્યો છે, જે એક રીતે સારું છે. કારણ કે ફિલ્મમાં negative character પાસે ઓવર એક્ટિંગ કરાવવી બિલકુલ જરૂરી નથી.
અમર તરીકે રોનક કામદાર જામે છે, સુજાન તરીકે શ્રદ્ધા ડાંગર જે female એક્ટર્સને lead કરે છે. વીસાભા તરીકે ફિરોઝ ઈરાની, જેઓ દાદુ બારોટના સાથીઓમાં સૌથી વડીલ છે.
અર્જુન તરીકે ચેતન ધાનાણીને ઘણા ટાઈમ પછી આવા મજબુત character માં જોવા મળ્યો. રોશન તરીકે મોનલ ગજ્જર ખરેખર એક રાજકુમારી લાગે છે. શૌનક વ્યાસના character ની ગંભીરતા કંઇક દર્શાવે છે. રાજપૂત તરીકે તત્સત મુનશી એક સીનમાં જ અસર છોડી ગયો.
Screenplay
રામ મોરી અને વિજયગીરી બાવાએ screenplay લખ્યો છે, જયારે ફિલ્મના dialogues રામ મોરીએ લખ્યા છે.
Dialogues
ફિલ્મના સંવાદો તે સમયની બોલી, અને તે સમયની સંસ્કૃતિને ઉજાગર કરે છે. ઉપરાંત એક period ફિલ્મના dialogues લખવા તે ઘણું challenging task છે. જેના માટે રાઈટર રામ મોરીને કલેપ આપીને તેમને દિલથી અભિનંદન.
“સુજાન તને ક્યાં નામે ઓળખાવું ગમશે? વીર પત્ની તરીકે? કે વીર પુત્રી તરીકે?” ફિલ્મમાં રોનક, શ્રદ્ધાને આ પ્રશ્ન ક્યા અર્થમાં પૂછી રહ્યો હતો, તે ફિલ્મના climax માજ સમજાય છે.
ફિલ્મમાં વધારાનો એક પણ સીન નથી
ફિલ્મનો એક એક સીન સ્ટોરીમાં ખુબ જ જરૂરી છે, જેમકે… (1). વેડા ખોખરનું character અને તેના સીન્સ, આ character ના કારણે જ અમરને પોતાની બહાદુરી સાબિત કરવાની તક મળે છે, જેનાથી પ્રભાવિત થઇને દાદુ બારોટ અમર અને સુજાનના લગ્ન નક્કી કરે છે.
(2). પોતાના જ સાથીઓ સાથે દાદુ બારોટની લડાઈની practice, આ સીન બતાવે છે કે આ ઉમરે હજી પણ તેમનામાં લડવાનું એટલું જ જોમ છે. (3). Climax પહેલાનું song, જે યુદ્ધમાં જતા પહેલાની તૈયારીઓ અને ત્યારનો માહોલ બનાવવાનું મહત્વનું કામ કરે છે. (4). તેની પહેલાનો રોનક અને શ્રદ્ધાનો વ્યક્તિગત સીન, જેમાં જુદા પડતા પહેલાનો તેમનો પ્રેમ છે.
સ્ટોરીનો flow ચેક કરો, ફિલ્મ ધીમી નથી. અનેક નાના નાના જરૂરી સીન્સ દ્વારા main સ્ટોરીને develop કરવામાં, અને તેના બદલે ચોક્કસ કારણ વગરના સીન્સ દ્વારા સ્ટોરીને ખેંચવામાં, આ બંનેમાં ખુબ જ મોટો ફર્ક છે. આ ફર્ક audience, અને તેની સાથે reviewers, critics એ પણ સમજવાની જરૂર છે.
Cinematography
ગાર્ગેય ત્રિવેદી ફિલ્મના સિનેમેટોગ્રાફર છે. ફિલ્મના opening sequence માં હૃદય પરિવર્તન થયેલ મોનલના expression ને બતાવતો Dolly Zoom shot, ત્યારબાદ ફિલ્મના closing sequence માં ધર્મેન્દ્ર ગોહીલનો લાંબો Dolly Zoom shot, કદાચ ગુજરાતી ફિલ્મમાં પહેલી વાર આ shot બે વાર જોવા મળ્યો છે. જેમાંથી ધર્મેન્દ્ર ગોહીલનો shot ગુજારાતી ફિલ્મોનો સૌથી લાંબો Dolly Zoom shot છે.
ફિલ્મમાં ખીલજી મંદિરોની કલાથી વશીભૂત થઈને હવે મંદિરોને તોડવા માટેનો નિર્ણય કરે છે, તે સીન અને તેની જરૂરિયાતમાં perfect set થતા Dutch Angle shots.
“ખમકરે ખોડલ સહાય છે” song ના crane shots, રાતે અચાનક અવાજથી જાગીને ઉભા થતા ધર્મેન્દ્ર ગોહીલનો સીન, જેમાં કેમેરાને left side તરફની vertically movement દ્વારા લેવામાં આવેલ, અને કેમેરાની આ movement સાથે જ ઉભા થયેલ ધર્મેદ્ર ગોહીલનો આ શોટ, વગેરે સિનેમેટોગ્રાફીને ખાસ lead કરે છે.
Production Value
ફિલ્મમાં જે આદિપુર ગામ બતાવવામાં આવ્યું છે, તેના માટે 12 એકરમાં ગામનો special એક આખો સેટ ઉભો કરાવવામાં આવ્યો છે. જેમાં ઘર, તેની ડીઝાઈન, ઘર વપરાશ અને જરૂરી અન્ય ચીજો વગેરે તે સમય મુજબ બનાવવામાં આવી છે.
ફિલ્મમાં સ્ટોરીબોર્ડનો ઉપયોગ પણ ખુબ સારા પ્રમાણમાં કરવામાં આવ્યો છે, જે ગુજરાતી ફિલ્મોમાં ખુબ જ rare થતો હોય છે.
ફિલ્મમાં ખુબ મોટા પ્રમાણમાં ફિલ્મની property બનાવવામાં આવી છે. ફિલ્મમાં જે ઢાલ બતાવાઈ છે તે પણ રબ્બરની બનાવવામાં આવી છે. ફિલ્મમાં ખોડિયાર માંનું જે મંદિર બતાવવામાં આવ્યું છે, તે પણ special બનાવવામાં આવ્યું છે. ફિલ્મના climax માં પર્વતની નીચે 51 વીરો ઉભા છે તે સીન special effects દ્વારા બનાવવામાં આવ્યો છે.
આ પહેલી વાર છે જયારે ગુજરાતી ફિલ્મ માટે આવો કોઈ સેટ બનાવવામાં આવ્યો હોય. આ સેટ બનાવવામાં જે planning અને management કરવામાં આવ્યું હશે, તેને બતાવવા પાછળ જે ટાઈમ આપવામાં આવ્યો હશે, અને તેને બનાવવામાં અસંખ્ય લોકો દ્વારા જે મહેનત કરવામાં આવી હશે, તે બધાનું valuation કરી શકાય તેમજ નથી.
Closing scene
ફિલ્મનો closing scene એકદમ સ્તબ્ધ કરી મુકે છે, આ સીન જોઇને થોડી વાર માટે ખરેખર shock થઇ જવાય છે, જેની અસરમાં આવ્યા વગર રહી શકાતું નથી.
કારણ કે આખી ફિલ્મ દરમ્યાનમાં સતત એવું ખાસ feel થતું હતું, કે છેલ્લે દાદુ બારોટ અને તેના સાથીઓ ખીલજી સામે મેદાને પડશે, જેમાં એક પછી વીર ખીલજીની સેનાને સારી એવી ટક્કર આપીને, અનેકને મોતને ઘાટ ઉતારીને છેલ્લે પોતે શહીદ થશે, પણ અહી સ્ટોરી કંઇક અલગ જ છે.
અંતમાં અહી એક ઘમાસણ યુદ્ધની expectation હોવાથી અહી આ totally unexpected અને shocking end ની કલ્પના પણ કરી નહોતી. ફિલ્મને ગંભીરતાથી જોનાર audience ને ફિલ્મનો આ end મગજ ઉપર એક વિચારશીલ અસર ઉભી કરી જાય છે.
ફિલ્મ જોઇને એક વિચાર આવે છે કે અત્યાર સુધીમાં ભારત વર્ષમાં આવા તો કેટલા શુરવીરોએ અને શહીદોએ આવી રીતે પોતાના દેશ, ધર્મ, સંસ્કૃતિ, વારસા, વચન માટે બલિદાન આપ્યું હશે? જેના 1% નામ પણ આપણે જાણતા નથી. જેને આજે આપણે સંપૂર્ણ રીતે ભૂલી ગયા છીએ.
પણ શું ખરેખર તેઓ ભૂલી જવા યોગ્ય છે? ફિલ્મમાં તેમના બલિદાનને જોઇને થોડીવાર માટે emotional ચોક્કસ થઇ જવાય છે.
Director, direction
વિજયગીરી બાવા ફિલ્મના ડિરેક્ટર છે. એક ઐતિહાસિક પ્રસંગને તેની ગરિમા અને યોગ્ય મહત્વ જળવાઈ રહે તે મુજબ સ્ટોરીને પરદા ઉપર ઉતારવાના તેમણે જે પ્રયત્નો કર્યા છે, તેમાં તેઓ ખુબ સારી રીતે સફળ થયા છે.
ફિલ્મના ડિરેક્શન વિષે જો એક લાઈનમાં કહેવામાં આવે તો, આ ફિલ્મ જોતી વખતે એક audience તરીકે ફિલ્મની strong effect માં આવી જવાય તે પ્રકારનું મજબુત ડિરેક્શન છે.
સાંસ્કૃતિક વારસાની રક્ષા માટે આપેલ બલિદાન એક અતિ ક્રૂર રાજાનું પણ હૃદય પરિવર્તન કરાવી દે, તેવી સમયના પડ નીચે ધરબાયેલ આ ઘટનાને ખંખેરીને તેને ફિલ્મ રૂપે આજની audience સામે લાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે, તે શ્રેષ્ઠ પ્રયાસ માટે વિજયગીરી બાવાને દિલથી પ્રણામ.
Weak, minus points
ફિલ્મમાં audience ને excite કરી મુકે તેવા લગભગ સીન નથી, કારણ કે સ્ટોરીમાં તેનો કોઈ ખાસ અવકાશ જ નહતો, જેથી ફિલ્મ થોડી શાંત જરૂર લાગે છે.
Cinematic fight
ફિલ્મની સ્ટોરીમાં બે એવા મજબુત પ્રસંગો હતા, જેના ઉપર cinematic incidents ને દર્શાવવાના chances ખુબ જ સારી રીતે બનતા હતા.
પહેલી વાર રોનક, તેના સાથીઓ અને બિમલ ત્રિવેદી, તેના સાથીઓ વચ્ચેની લડાઈનો સીન, જેમાં અહી એક positive અને negative characters વચ્ચેના ઘર્ષણને એક perfect filmy fight દ્વારા હજુ વધુ સારી રીતે બતાવી શકાયો હોત.
બીજી વાર તત્સત મુનશી જયારે ખીલજીના સૈનિકો ઉપર હુમલો કરે છે, તે સીનમાં ખીલજીના સૈનિકો કોઈપણ પ્રકારની લડત આપ્યા વગર જ ખુબ આસાનીથી અને જલ્દી માર્યા ગયા, અહી પણ એક cinematic fight નો chance જરૂર હતો.
આ બંને પ્રસંગો ઉપર એક perfect filmy fight જે audience ને એક રીતે refresh કરવાનું જરૂરી કામ કરી શકી હોત, અને ફિલ્મ ધીમી હોવાની તેમની ફરિયાદને એક અંશે થોડી દુર કરી શકાઈ હોત. હા, અહી fight ચોક્કસ છે, પણ તેને એ પ્રકારે ફિલ્મી સ્વરૂપ નથી આપવામાં આવ્યું.
ફિલ્મમાં મોટાભાગની audience ને positive અને negative characters વચ્ચેની filmy fight ખરેખર પસંદ આવે જ છે. આવા સીન્સ સાથે તેઓ જલ્દીથી જોડાઈ શકે છે, ઉપરાંત તેને enjoy પણ કરે જ છે. જેથી અહી આ cinematic elements હોવા જોઈતા હતા, જે એક ફિલ્મ માટે ખરેખર જરૂરી હતા.
Suggestion points
કોઈપણ ફિલ્મમાં love story તે દરેક પ્રકારની audience ને સૌથી વધુ attract કરતી હોય છે, જેથી રોનક અને શ્રદ્ધાના love angle ને sacrifice ના element કરતા વધે નહી તે રીતે હજુ થોડું વધુ બતાવ્યો હોત, તો છેલ્લે બલિદાનના સીનમાં audience ફિલ્મના ભાવનાત્મક પ્રભાવમાં હજી વધુ આવી શકત. જેનું best example આપણે Titanic (1997) માં જોયું.
બે ફિલ્મોની comparison જ ખોટી છે
આ એક ગુજરાતી period ફિલ્મ છે, જેથી રાજા મૌલી અને સંજય લીલા ભંનસાલીની period ફિલ્મોને સાથે આ ફિલ્મની comparison કોઈપણ રીતે કરી શકાય તેમ જ નથી.
જેમ હોલીવુડ critics The Perfect Storm (2000), Poseidon (2006), The Finest Hours (2016) જેવી ફિલ્મોની સરખામણી તેની પહેલા આવેલ Titanic (1997) ફિલ્મ સાથે ક્યારેય પણ નથી કરતા હોતા, તેમ આપણે પણ આ ફિલ્મની comparison અન્ય હિન્દી ફિલ્મો સાથે કરવી ના જોઈએ, કારણ કે દરેક ફિલ્મનું એક અલગ મહત્વ હોય છે.
13th or 14th century?
ફિલ્મમાં આ ઘટનાનું ચોકકસ વર્ષ નથી બતાવવામાં આવ્યું. 1298 માં ખીલજીએ પાટણને જીત્યું હતું, અને ફિલ્મની શરૂઆતના disclaimer માં પણ ફિલ્મની સ્ટોરીનો 13th century નો ઉલ્લેખ કરવામાં આવે છે, પણ ફિલ્મના IMDB પેજ ઉપર 14th century નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
As an audience
જયારે ફિલ્મનું trailer જોયું ત્યારે કોઈ ખાસ ઉત્સાહ નહોતો, પણ આ ફિલ્મ જોતી વખતે એક audience તરીકે હું પોતે ફિલ્મ સાથે ઘણો connect થઇ ગયો હતો, અને ફિલ્મ દરમ્યાન લાગણીઓમાં અનેક ભરતી ઓટ આવતા હતા, કારણ કે એક ગુજરાતી હોવાના કારણે, અને ફિલ્મની સ્ટોરી પણ ગુજરાતની એક સત્ય હકીકત હોવાના કારણે આ ફિલ્મ મને વ્યક્તિગત રીતે ઘણી નજીકની ફિલ્મ લાગી.
આ મારો પોતાનો વ્યક્તિગત અનુભવ હતો, અને વ્યક્તિગત અનુભવનું ફિલ્મ ર્રીવ્યુંમાં કોઈપણ મહત્વ નથી હોતું. છતાં પણ અહી પોતાના આ અનુભવને લખવાની ઈચ્છા ચોક્કસ થઇ આવી.
કેવી અસરમાં આવીને એક ક્રૂર વ્યક્તિનું હ્રદય બદલાયું હશે?
ફિલ્મ જોઇને વિચાર આવે છે કે, જે સમયે આ ઘટના બની હશે, ત્યારે 51 શુરવીરોએ જે રીતે પોતાનું બલીદાન આપ્યું હશે, તે સમયે તે ઘટનાની કેવી તીવ્ર અસર થઇ હશે? કે એક અતિ ક્રૂર ખીલજી પણ આ બલિદાનને જોઇને તેની અસરમાં આવીને પીગળી ગયો.
ફિલ્મમાં પણ ખીલજી આ ઘટનાને ફાટી આખે જોઈ રહ્યો હતો, અને cinema hall માં audience. બાકી સેંકડો સૈનિકોને મરતા જોવા તે ખીલજી માટે નવો અનુભવ બિલકુલ નહતો.
Time travel machine દ્વારા તે સમયમાં પાછા જઈને આ ઘટનાને જોવાની એક અદમ્ય ઈચ્છા થઇ આવે, તેવી આ ઘટના છે. Thanks to વિજયગીરી બાવા જેમની ફિલ્મ દ્વારા આ શુરવીરોના બલિદાન વિષે જાણવા મળ્યું.
Controversy
ફિલ્મમાં ભગવત ગીતાના શ્લોકને mute કરીને સેન્સર બોર્ડે Adipurush ફિલ્મ બાદ અહી પણ તેમની maturity નું પ્રમાણ પત્ર આપી જ દીધું છે.
કદાચ ભવિષ્યમાં એવું પણ થશે કે ફિલ્મના દરેક characters ના નામોને પણ mute કરવામાં આવશે, કારણ કે સેન્સર બોર્ડ મુજબ આ નામો એક રીતે કોઈપણ જાતી, ધર્મનો પ્રચાર કરવાનું કામ પણ કરે છે, જેથી ભવિષ્યની ફિલ્મોમાં characters ને નામ ના બદલે સીરીયલ નંબર આપવામાં આવશે.
ફિલ્મ સાથે બીજો કોઈ ખાસ વિવાદ જોડાયો નથી, સિવાય કે અચાનક કોઈ ખીલજી fan એમ નાં કહે કે આ ફિલ્મમાં ખીલજીને ખોટો દર્શાવવામાં આવ્યો છે, “ફિલ્મમાં તેવું બતાવ્યું છે કે, 51 શહીદોના બલિદાન પછી તેને ખુબ મોડી અક્કલ આવી, જેમાં ખીલજીને slow decision maker person તરીકે ફિલ્મમાં એક રીતે ઢીલો દર્શાવવામાં આવ્યો છે” Yes આવું થવાની શક્યતા પણ છે.
Conclusion
Kasoombo (2024), ફિલ્મ તે ઐતિહાસિક વારસાને ખીલજી દ્વારા લુંટાતા બચાવવા માટે દાદુ બારોટ અને તેના 51 સાથીઓએ આપેલ બલિદાનની એક વાસ્તવિક અને ઐતિહાસિક ઘટના ઉપરની ફિલ્મ છે. મોર્ડન ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારની ઐતિહાસિક ફિલ્મ લગભગ આવી નથી.
ગુજરાતની આ એક ઐતિહાસિક ઘટના હોવાના કારણે ફિલ્મ જોતી વખતે એક અલગ પ્રકારની ફિલિંગ સતત થયા કરે છે. જો ઈતિહાસમાં રસ હોય, ગંભીર ફિલ્મો જોવાના શોખીન હોવ, ફિલ્મ lover હોવ, અને ગુજરાતીમાં કંઇક નવું જોવાની ઈચ્છા રાખતા હોવ તો આ ફિલ્મ તમને ગમશે.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.