Latest Posts:

Movie: Kevi Rite Jaish (2012)

Genres: Drama, Family

Director: Abhishek Jain

Writer: Anish Shah, Abhishek Jain

Casts: Divyang Thakkar, Veronica Kalpana Gautam, Kenneth Desai, Anang Desai, Rakesh Bedi, Tom Alter, Dipti Joshi, Jay Upadhyay, Abhinay Banker, Rita Bhaduri.

Production Company: CineMan Productions.

Story line

હરીશ પટેલ (દિવ્યાંગ ઠક્કર) કોલેજ પૂરું કરીને US જવાની તૈયારી કરી રહ્યો છે, US જઈને study સાથે motel business માં આગળ વધવાનો તેનો plan છે.

તેના ફાધર બચુભાઈએ (કેનેથ દેસાઈ) વર્ષો પહેલા તેમના best friend ઈશ્વર (અનંગ દેસાઈ) સાથે US જવા માટે પ્રયત્નો કર્યા હતા, જેમાં ઈશ્વર સફળ થઇ ગયા અને તેઓ નિષ્ફળ ગયા, જેથી હવે તેમના પુત્ર હરીશને US મોકલીને તેઓ તેની સાથે પોતાનું સપનું પણ પૂરું કરવા માંગે છે, પણ હરીશ વિઝા ઈન્ટરવ્યુંમાં ફેઈલ થાય છે.

ઈશ્વર અમેરિકામાં રહીને motel business માં સફળ થયા, અને હવે તેમની દીકરી આયુષી (વેરોનિકા કલ્પના ગૌતમ) સાથે વર્ષો પછી ઇન્ડિયા આવે છે, અને તેઓ બચુને મળે છે, જ્યાં હરીશ અને આયુષી પણ મળે છે, ત્યારબાદ તેઓ એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે, અને બંને એકબીજાને પસંદ કરવા લાગે છે.

હરીશ તેના ફ્રેન્ડ રાહિલ (અભિનય બેન્કર) દ્વારા કેવિનને (સિદ્ધાર્થ ભાવસાર) મળે છે, જે થોડા ટાઈમ પછી અમેરિકા જઈ રહ્યો છે, કેવિન તેને વિઝા એજંટ દૌલતરામ ચૈનાની (રાકેશ બેદી) સાથે કોન્ટેક્ટ કરાવે છે, જે તેને અમેરિકા લઇ જવાની ખાતરી આપે છે… હવે પછીની ફિલ્મ ShemarooMe ઉપર જોઈ શકો છો.

Opening scene

ફિલ્મના opening scene માં હરીશ તેના ફ્રેન્ડસ સાથે ગાડીમાં એરપોર્ટ જઈ રહ્યો છે, મજાક મસ્તી કરતા તેઓ આગળ વધી રહ્યા છે (જેના background માં એક ગુજરાતી રેપ સોંગ ચાલી રહ્યું છે) અને રસ્તામાં તેમની કારને પાછળથી કોઈ અન્ય વાહન આવીને ટક્કર મારે છે. અહીંથી સ્ટોરી flashback માં પાછી જાય છે.

Actors, acting, characters, characterization, character development

દિવ્યાંગ ઠક્કર

એક પ્યોર મિડલ ક્લાસના average youth હરીશ પટેલ તરીકે દિવ્યાંગ ઠક્કરે lead character નિભાવ્યુ છે, જેનું સપનું અમેરિકા જઈને સેટ થવાનું છે. એક્ટર તરીકે દિવ્યાંગની આ પહેલી ફિલ્મ છે, ફિલ્મમાં તેના આ performance માટે તેણે Best Male Actor નો એવોર્ડ મેળવ્યો છે.

વેરોનિકા ગૌતમ

આયુષી પટેલ તરીકે વેરોનિકા ગૌતમ છે, તેની પણ આ પહેલી ફિલ્મ છે, જેમાં તેણે એક અમેરીકન રીટર્ન ગુજ્જુ ગર્લનું પાત્ર ભજવ્યું છે, જેને સરખી રીતે ગુજરાતી બોલતા પણ નથી આવડતું છતાં તેને ઇન્ડિયા અને ગુજરાતમાં interest છે. ફિલ્મમાં તેના આ performance માટે તેણે Best Female Actor નો એવોર્ડ મેળવ્યો છે.

ટોમ ઓલ્ટર

બોલીવુડ ફિલ્મોમાં ટોમ ઓલ્ટરને ખાસ કરીને અંગ્રેજના રોલમાં અનેક ફિલ્મોમાં જોયા પછી ગુજરાતી ફિલ્મોમાં તેમને જોઇને ખરેખર ખુશી થઇ. આ ફિલ્મમાં વિઝા ઓફીસર તરીકે તેમનું character છે.

રાકેશ બેદી

રાકેશ બેદી જેઓ શરૂઆતમાં મોટાભાગે લીડ એક્ટરના ફ્રેન્ડ તરીકે બોલીવુડ ફિલ્મોમાં વધુ જોવા મળ્યા છે. આ ફિલ્મમાં દૌલતરામ ચૈનાની નામનું તેમનું character છે, જે એક બધી રીતે પહોચેલ ટ્રાવેલ એજન્ટ છે.

અનંગ દેસાઈ

અનેક સીરીયલ્સમાં જોયા પછી અનંગ દેસાઈને ગુજરાતીમાં dialogues બોલતા જોવાનો અનુભવ થોડો અલગ છે, ફિલ્મમાં તેઓ આયુશીના પિતા અને બચુના બેસ્ટ ફ્રેન્ડ ઈશ્વર પટેલના character માં જોવા મળે છે. ફિલ્મના આ supporting character માટે તેમણે Best Supporting Male Actor નો એવોર્ડ મેળવ્યો છે.

ટોમ ઓલ્ટર અને અનંગ દેસાઈ આ બંને એક્ટર્સે રિચાર્ડ એટનબરોની Gandhi (1982) ફિલ્મમાં પણ નાનકડો રોલ કરેલ છે, જેથી તેમનું એક ગુજરાતી ફિલ્મોમાં હોવું તે વિશેષ મહત્વનું છે.

કેનેથ દેસાઈ

કેનેથ દેસાઈ જેમને મહેશ ભટ્ટની Swabhimaan ટીવી સીરીયલથી જોતા આવ્યા છીએ, તેમણે હરીશના પિતા બચુભાઈનું character નિભાવ્યું છે.

અભિષેક જૈન

કેવિનની પાર્ટીના સીનમાં વેરીનીકા સાથે અભિષેક જૈન એક એક્ટર તરીકે પણ જોવા મળે છે. આ સીન દ્વારા દેખાઈ આવે છે કે તેઓ સુભાષ ઘાઈને ખરેખર proper follow કરી રહ્યા છે.

મલ્હાર ઠાકર

વિઝા ઓફીસના સીનમાં દિવ્યાંગની સાથે ગુજરાતી ફિલ્મોના અત્યારના સ્ટાર એટલે કે મલ્હારને જોઇને ત્યારે કોણ વિચારી શકે છે કે, આ ફિલ્મના એક સીનમાં character roll કરીને આ એક્ટર 3.5 વર્ષ પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક મોટો સ્ટાર એક્ટર બનશે. આ એક ઘટના અસંખ્ય વ્યક્તિઓ માટે અને ખાસ કરીને આર્ટીસ્ટ, એક્ટર્સ માટે એક inspiration બની શકે છે.

અન્ય એક્ટર્સ

અન્ય એક્ટર્સમાં અનુભવની દ્રષ્ટીએ સૌથી સીનીયર રિટા ભાદુરી guest appearance માં તેઓ 3 સીન્સમાં દેખાય છે. દિવ્યાંગના મધર તરીકે દીપ્તિ જોશી, ભાઈ તરીકે જય ઉપાધ્યાય, અને 3 ફ્રેન્ડસમાં રાહિલ તરીકે અભિનય બેન્કર, આકાશ તરીકે આકાશ માહેરીયા, અને પર્સી તરીકે દેવલ મિસ્ત્રી છે.

Cinematography

સિનેમેટોગ્રાફર પુષ્કર સિંહની પહેલી ફિલ્મ હોવા છતાં પણ તેમણે એક ખુબ અનુભવી સિનેમેટોગ્રાફરની જેમ આ ફિલ્મને તે સમયની બોલીવુડ લેવલની ફિલ્મ બતાવવામાં કોઈ કસર નથી છોડી. ગુજરાતી ફિલ્મોમાં પહેલી વાર Red Camera નો use કરવામાં આવ્યો છે.

અમદાવાદના અલગ અલગ લોકેશન્સના અનેક Establishing shots અગાઉ કોઈ ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા નહતા. વિઝા ઈન્ટરવ્યું માટે રાહ જોઇને બેઠેલા દિવ્યાંગની મનોસ્થિતિને Pedestal shot દ્વારા ખુબ સારી રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં કુલ 5 Time lapse shots છે, જે કદાચ પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં આ shot use કરવામાં આવ્યો છે.

Dolly Zoom Shot

Cinematography માં સૌથી મોટું surprise છે બરાક ઓબામાના પોસ્ટરને તાકી રહેલ દિવ્યાંગનો Dolly Zoom shot. આલ્ફ્રેડ હિચકોક ક્લાસિક ફિલ્મ Vertigo (1959) ના ઓપનીંગ સીનમાં જેમ્સ સ્ટુઅર્ટ જયારે ઉચાઈ ઉપરથી લટકીને નીચે જુવે છે ત્યારે સેકન્ડ યુનિટના કેમેરામેન ઇર્મિન રોબર્ટ્સે પહેલી વાર આ shot નો use કર્યો હતો.

આ shot હોલીવુડ ફિલ્મમાં ખુબજ સામાન્ય છે, બોલીવુડમાં ખુબ જ ઓછો જોવા મળે છે, પણ ગુજરાતી ફિલ્મોમાં તે હજુ સુધી જોવા મળ્યો નથી.

કાંકરિયા તળાવનો Aerial shot, અને swimming pool નો under water shot, આ પ્રકારની cinematography ગુજરાતી ફિલ્મો માટે ઘણી નવી છે, જેના માટે પુષ્કર સિંહે આ ફિલ્મ માટે Best Cinematography નો એવોર્ડ મેળવ્યો છે.

Production Value

ફિલ્મની Production Value ખરેખર impress કરે તેવી છે, સૌથી પહેલા તો દિવ્યાંગનો રૂમ જ જોઈ લો, દિવ્યાંગના main dream ને લઈને જ રૂમને special decorate કરવામાં આવ્યો છે.

કેવિનની પાર્ટીનો સીન, જેમાં અનેક પ્રકારના Wine bottles દ્વારા એક નાનો Pub નો સેટ બનાવ્યો છે. આજ પાર્ટીમાં Swimming pool માં તરી રહેલ દીવા. મોડર્ન અમદાવાદને explore કરવામાં ડિરેક્ટર અને સિનેમેટોગ્રાફરે લગભગ કંઇજ બાકી નથી રાખ્યું.

Film editing

ફિલ્મમાં B-roll નો સારો એવો use કરવામાં આવ્યો છે, અને ખાસ કરીને ઓડીયન્સનું ધ્યાન ભંગ ના થાય તે રીતે કરવામાં આવ્યો છે. ફિલ્મના અમુક સીન્સમાં Smash cut નો use ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવે છે.

Director, direction

સુભાષ ઘાઈના Whistling Woods થી અભિષેક જૈન ફિલ્મમેકિંગ શીખ્યા છે, અને જયારે ડિરેક્ટર ફિલ્મ સ્કૂલમાંથી ડિરેક્શન શીખ્યા હોય ત્યારે તેમની ફિલ્મ technically strong હોય જ છે.

બોલીવુડમાં કામ કર્યા પછી પણ બોલીવુડ છોડીને ગુજરાતી ફિલ્મ બનાવવા માટે અભિષેક જૈને જે પ્રયત્ન કર્યો છે, તે પ્રયત્ન માટે ખરેખર તેમની હિમ્મત, અને ગુજરાતી ફિલ્મ બનાવવા માટેના તેમના લગાવને સેલ્યુટ કરવી જોઈએ.

2012 માં 94.3 My FM ઉપર જયારે કાઝલ ઓઝા વૈદ્યના એક રેડીઓ શો દરમ્યાન અભિષેક જૈને એક વાત કહી હતી જે હજી પણ એકદમ clear યાદ છે, તેમણે કહ્યું કે “આપણા ગુજરાતીઓને એવી વસ્તુ વધારે પસંદ આવે છે જેમાં પાણીપુરી અને પિત્ઝા એમ બંનેનો સ્વાદ હોય”.

તેમના કહેવાનો મતલબ એ હતો કે ગુજરાતીઓને દેસી અને વિદેશી બંને પસંદ આવે છે, અને આ ફિલ્મમાં તેમણે તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. આ સાંભળીને લાગ્યું હતું કે આ ડિરેક્ટરની ફિલ્મ ખરેખર જોવી જોઈએ.

બોલીવુડ ફિલ્મોના લેવેલનું ડિરેક્શન આ ફિલ્મમાં જોવા મળે છે. ડિરેક્ટર તરીકે અભિષેક જૈનનો એક સૌથી મોટો plus point એ છે કે તેમને scene presentation ખુબ સારી રીતે જાણે છે.

Scene presentation

Opening સીન પછીના બીજા સીનમાં ચાર મિત્રો ભેગા થઈને ડ્રીંક કરે છે, અને સાથે સાથે discuss કરે છે. આ સીનમાં કોઈ ખાસ ઘટના ના બનતી હોવા છતાં, અને આ સીન દ્વારા સ્ટોરી આગળ વધતી ના હોવા છતાં પણ આ સીન સ્ટોરી develop કરવા માટેનો એક ખુબ મહત્વનો સીન છે.

ફિલ્મની શરૂઆતમાં આ પ્રકારના સીન એટલા માટે જરૂરી છે જેથી તેના દ્વારા સ્ટોરીનો એક base બનાવી શકાય, અને તેના દ્વારા ધીમે ધીમે સ્ટોરી આગળ વધી શકે. હરીશની સરનેમ પટેલ છે, આ એક point highlight કરવા માટે પણ આ સીન બનાવવામાં આવ્યો છે.

હવે આ સીનનો સૌથી મોટો plus point એ છે કે સીનમાં ચાર ફ્રેન્ડસ વચ્ચે genuinely discussion થઇ રહ્યું છે, એવું નથી કે lead character સિવાય supporting characters ને ફક્ત હાજરી નોંધાવા માટે જ તેમને એક, બે dialogues આપી દીધા છે.

અનેક હિન્દી ફિલ્મોમાં આ પ્રકારના સીન હોય છે જેમાં લીડ એક્ટર્સ સાથે તેનાં ફ્રેન્ડસ હોય છે, અને દરેક ફ્રેન્ડસના ભાગમાં dialogue આવે બસ એ જ હેતુથી જ દરેક ફ્રેન્ડને એક એક dialogue આપી દીધો હોય છે તેવું clear દેખાઈ આવે છે.

જયારે આ સીનમાં ચાર ફ્રેન્ડસ વચ્ચે ખરેખર discussion થઇ રહ્યું છે, અને દરેક characters ને તેના dialogues દ્વારા તેમને પુરતું મહત્વ પણ આપવામાં આવ્યું છે. આ પ્રકારના રાઈટીંગ અને ડિરેક્શન બંને માટે full marks.

Strong, plus points

(1). ફિલ્મ ડિરેક્શન. (2). આજના ટાઈમની ફિલ્મની સ્ટોરી. (3). બોલીવુડ અને હોલીવુડ ફિલ્મમાં પણ કામ કરી ચૂકેલ એક્ટર્સ, અને તેમની એક્ટિંગ. (4). બોલીવુડ level ધરાવતી સિનેમેટોગ્રાફી. (5). Technically sound. (6). ફિલ્મના songs, વગેરે ફિલ્મના main plus points છે.

First time in Gujarati film

પહેલી વાર ફિલ્મ જોઇ ત્યારે સૌથી પહેલો વિચાર એ આવ્યો હતો કે, શું આવી પણ કોઈ ગુજરાતી ફિલ્મ બની શકે છે? કારણ કે એક ગુજરાતી ફિલ્મ તરીકે તેમાં ઘણું બધું નવું અને અલગ હતું.

Pool, Golf અને Cricket પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં આ પ્રકારની ગેમ્સ જોઈ. જયારે પહેલી વાર આ ફિલ્મનો Golf નો સીન જોઇને એક અલગ ખુશી થઇ હતી કે આવી કોઈ ગુજરાતી ફિલ્મ હોઈ શકે જેમાં Golf હોઈ? ત્યારે આ નવું ચોક્કસ લાગ્યું હતું.

જેમ્સ કેમેરુનની Titanic (1997) ફિલ્મનું સોંગ “Every night in my dreams… I see you, I feel you” ગણગણતો દિવ્યાંગ, તેમજ દિવ્યાંગના હાથમાં Famina, (હકીકતમાં Cosmopolitan નો use કર્યો હોત તો તે વધુ અસરકારક બની શકી હોત) વગેરે ગુજરાતી ફિલ્મ માટે તે એકદમ નવું જ હતું.

Art and Creativity

Pankhida re udi ne jajo America re… Obama ne jaine kejo visa aape re” Great, એક popular folk song માંથી એક ફિલ્મ song બનાવવું, creativity ખરેખર આને કહેવાય, ત્યાર ફિલ્મોની creativity નું સૌથી best example આ song ને કહી શકાય.

Weak, minus points

અમુક વ્યક્તિઓને આ ફિલ્મ ધીમી લાગી છે. પણ એક ડ્રામાં, ફેમીલી જોનરની ફિલ્મ સુપરફાસ્ટ કેવી રીતે હોઈ શકે?

હોલીવુડની અમુક commercial ફિલ્મો જોઇને અમુક ઓડીયન્સ તેના ફિલ્મી સીન્સથી એવા ટેવાઈ ગયા છે કે હવે સામાન્ય સીન્સ પણ ઘણા ઓડીયન્સને ધીમા લાગે છે.

એક ફિલ્મમાં દરેક સીન્સ સ્ટોરીને આગળ વધારનાર સીન્સ નથી હોતા, પણ સ્ટોરીની આસપાસના સીન્સ પણ હોય છે. જે ઓડીયન્સે સારી રીતે સમજવાની જરૂર છે.

કારણ વગર પણ ફિલ્મ ધીમી હોવાનું કહેનાર ઓડીયન્સ વધુ જૂની નહી તો છેલ્લા 10 વર્ષની The Birdman (2014), The Revenant (2015), La La Land (2016), Dunkirk (2017) વગેરે જેવી critics acclaimed અને commercial success ફિલ્મો જોવી જોઈએ, ત્યારબાદ તેઓ લાઈફ ટાઈમ સુધી ફિલ્મ ધીમી હોવાની ફરિયાદ નહિ કરે.

Drink scene

ઘણા વ્યક્તિઓને ડ્રીંકનો સીન પસંદ નથી આવ્યો, પણ આ અત્યારના યંગ જનરેશનની એક routine style છે, હવે ઘણા ફ્રેન્ડસ ગ્રુપમાં ખાસ કરીને birthday ઉપર ડ્રીંક કરવું ખુબ જ સામાન્ય છે, અને આ એક reality છે, અને તે reality ને ફિલ્મમાં બતાવી છે.

ફિલ્મમાં જે અમુક reality બતાવી હોય તેને accept કરવી જ જોઈએ. પછી તે reality વ્યક્તિગત પસંદગીની હોય કે ના હોય.

Goofs

કેવિનની પાર્ટીમાં જયારે દિવ્યાંગ ખુરશી ખેંચીને વેરીનીકાને બેસાડે છે, ત્યારે જ તેના background માં દુરથી આવીને અભિષેક પોતાની ખુરશી ઉપર હાથ મુકીને તેના ઉપર બેસવા સુધી પહોચી ગયા હતા.

પણ બીજા શોટમાં જ્યાં દિવ્યાંગ વેરીનીકાને બેસાડીને પોતે પણ બેસે છે ત્યાં સુધી અભિષેક આખી ફ્રેમમાં દેખાતા નથી, અને ત્યારબાદ દિવ્યાંગ વેરોનીકાને પૂછે છે “શું થયું તને” આ dialogue પૂરો થાય ત્યારે છેક background માં અભિષેક તેમની ખુરસી સુધી પહોચીને ખુરસી ઉપર હાથ મુકે છે.

ગુજરાતી ફિલ્મોમાં હજુ સુધી Goofs વિષે થોડું પણ લખાતું નથી, પણ હવે ધીમે ધીમે તેની શરૂઆત થઇ રહી છે.

Movie trivia

અભિષેક જૈને આ ફિલ્મ against all odds સ્થિતિમાં બનાવી છે. આ ફિલ્મમાં ફાઈનાન્સ માટે તેઓ ઘણાબધા વ્યક્તિઓને મળ્યા હતા, પણ કોઈ તૈયાર ન થતા આખરે પોતાન તેમને પોતે આ ફિલ્મમાં ફાઈનાન્સ કર્યું હતું.

દિવ્યાંગ લેપટોપમાં વિલ્સ સ્મિથની જે ફિલ્મ જોઈ છે તે The Pursuit of Happyness (2006) ફિલ્મ છે, જે હોલીવુડની Most Inspirational ફિલ્મોમાંથી એક છે.

ફિલ્મની onscreen pair એટલે કે દિવ્યાંગ અને વેરીનીકા real life ની pair છે, ફિલ્મના 2 વર્ષ પછી 2014 માં તેમણે લગ્ન કર્યા.

મીખીલ મુસળેએ આ ફિલ્મમાં chief assistant director તરીકે કામ કર્યું છે, જેમણે તેના પછી ગુજરાતીમાં Wrong Side Raju (2016), અને હિન્દીમાં Made in China (2019) વગેરે ફિલ્મો બનાવી છે.

અભિષેક જૈને આ ફિલ્મ ઉપરાંત Bey Yaar (2014), બંને ફિલ્મો બનાવવાના તેમના પોતાના અનુભવો વિષેની એક book પણ લખી છે, જેનું નામ છે Aa to Just Vat Chhe.

ફિલ્મને “Urban Gujarati Film” નામની એક tagline આપવામાં આવી

આ ફિલ્મ રીલીઝ થઇ ત્યારે ગુજરાતી ફિલ્મોની સ્થિતિ કોઈ ખાસ સારી કહી શકાય તેવી બિલકુલ નહતી. ગુજરાતી ફિલ્મોથી મોટાભાગની ઓડીયન્સ દુર થઇ ગઈ હતી, અને ભાવી પેઢીને એટલે કે યંગ જનરેશનને ગુજરાતી ફિલ્મો જોવામાં કોઈ ખાસ interest નહતો.

આ ટાઈમ એવો હતો જ્યાં ગુજરાતી ફિલ્મો એટલે ફક્ત ગામડું જ, અને ગામડામાં વસતા characters ની જ વાર્તા, જેથી આ ઈમેજને બદલવા માટે અભિષેક જૈને આ ફિલ્મને Urban Gujarati Film નામની એક tagline આપીને ફિલ્મનું માર્કેટિંગ કર્યું, ત્યારબાદ આ પ્રકારના ફિલ્મો Urban Film તરીકે ઓળખાવા લાગી.

ફિલ્મની સફળતા પછી ધીમે ધીમે ગુજરાતી ફિલ્મોનો યુગ ફરી શરુ થવા લાગ્યો

આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું revolution લાવનાર ફિલ્મ છે. આ ફિલ્મ રીલીઝ થઇ, સફળ થઇ સાથે સાથે ઓડીયન્સ અને critics બંનેને પણ પસંદ આવી, જેના કારણે હવે ધીમે ધીમે આ પ્રકારની ફિલ્મો બનાંવવાની શરુઆત થઇ, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખુબ સારું પરિવર્તન હતું,

આ ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓક્સીજન તરીકે કામ કર્યું છે, જો આ ફિલ્મ ના આવી હોત તો આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્યાં અને કઈ હાલતમાં હોત તે કહેવું થોડું મુશ્કેલ હોત.

વિદેશમાં વસતા ગુજરાતીઓને આ ફિલ્મ વધુ અસર કરી શકે છે

એક movie lover તરીકે અને એક revolution લાવનાર ગુજરાતી ફિલ્મ તરીકે જોશો તો વધુ ગમશે. ઉપરાંત અબ્રોડ વસેલા અને તેમાં પણ ખાસ કરીને અમેરિકા જઈને વસેલા ભારતીયોને આ ફિલ્મ જોઇને એવું લાગશે કે આ તેમની પોતાની જ વાર્તા છે જે એક ફિલ્મ દ્વારા કહેવામાં આવી છે.

જેમ મહેશ ભટ્ટની ફિલ્મ Naam (1986) નું આ popular song “chitthi aayi hai, watan se chitthi aayi hai” વિદેશોમાં વસતા સેંકડો ભારતીયોને ત્યારે ઊંડી અસર કરી ગયું હતું, તેમ આ ફિલ્મ પણ વિદેશમાં ગેરકાયદેસર રીતે વસેલા ભારતીયોને એક વાર તો વિચાર કરવા માટે મજબુર કરી દેશે, કે તેમણે ગેરકાયદેસર રીતે વિદેશ જઈને શું મેળવ્યું છે? તેઓ ખરેખર ત્યાં ખુશ છે? અથવા ત્યાં કેટલા સુખી છે?

જયારે કોઈપણ ફિલ્મ જન સમુહમાં આ પ્રકારનો ઘેરો પ્રભાવ ઉત્પન કરવામાં સફળતા મેળવે ત્યારે તે ફિલ્મ દરેક રીતે સફળ હોય જ છે.

Personal view

2012 માં જયારે પહેલી વાર આ ફિલ્મ જોઈ ત્યારે ફિલ્મ ખરેખર ગમી ગઈ હતી, કારણ કે આવી ગુજરાતી ફિલ્મ પહેલા આવી નહતી, જેથી જોઈ પણ નહતી, અને આ ફિલ્મમાં એવું ઘણું બધું નવું હતું જે ગુજરાતી ફિલ્મોમાં અત્યાર સુધી આવ્યું જ નહતું.

ત્યારબાદ 2023 માં જયારે બીજી વાર આ ફિલ્મ એક reviewer, critique તરીકે જોઈ, ત્યારે ફિલ્મ પહેલા કરતા પણ વધુ પસંદ આવી હતી, કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મનું મહત્વ, ડિરેક્ટર તરીકે અભિષેક જૈનનું vision, ગુજરાતી ફિલ્મ માટેનો તેમનો લગાવ, ફિલ્મ પાછળની મહેનત, વગેરે પહેલા કરતા પણ વધુ સારી રીતે સમજાયા.

Conclusion

અમેરિકા જઈને સફળ થવાના મોહ અને ઘેલછામાં અનેક ભારતીયો, ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા પછી જે રીતે પછતાય છે, જેમાં ત્યાનું નાગરિત્વ નથી મળી શકતું, અને ઇન્ડિયા પાછુ પણ નથી આવી શકાતું, આ વાર્તા ઉપરથી અભિષેક જૈને આ ફિલ્મ બનાવી છે.

આ ફિલ્મ અત્યાર સુધીમાં આવેલ અનેક ગુજરાતી ફિલ્મો કરતા એકદમ અલગ છે, ફિલ્મમાં ઘણું બધું નવું છે. જેમને ગુજરાતી ફિલ્મો પસંદ છે તેમને આ ફિલ્મ જરૂર ગમશે, અને જેમને ગુજરાતી ફિલ્મો પસંદ નથી તેઓની પસંદ આ ફિલ્મ જોઇને બદલાઈ જશે.

જો ફિલ્મ હજુ સુધી જોઈ ના હોય તો ફિલ્મ ShemarooMe, Youtube, Oho Gujarati ઉપર ઉપલબ્ધ છે.

તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment