Movie: Lagan Special (2024)
Genres: Comedy, Romance, Family
Director: Rahul Bhole, Vinit Kanojia
Writer: Suraj Baraliya
Casts: Malhar Thakar, Puja Joshi, Mitra Gadhvi, Ragi Jani, Kalpna Gagdekar, Archan Trivedi, Vaibhavi Bhatt, Feroze Irani, Roopa Mehta
Production Company: Jeegar Chauhan Productions, Ticket Window Entertainment
Storyline
શેખર (મલ્હાર ઠાકર) અને સુમન (પૂજા જોશી) બંનેના arrange marriage નક્કી થાય છે. જેમાં શેખર આ લગ્ન માટે ખુબ ઉત્સાહિત છે, જયારે પૂજાને સતત એવું feel થયા કરે છે કે શેખરને તેના માટે એવી લાગણી નથી જેવી એક લાઈફ પાર્ટનરમાં હોવી જોઈએ.
શેખરનો મિત્ર જોગી (મિત્ર ગઢવી) અમેરિકાથી 10 વર્ષ પછી શેખરના લગ્નમાં આવે છે. જેણે lie detector જેવા એક એવા gadget ની શોધ કરી છે, જેને હાથમાં પહેર્યા પછી વ્યક્તિએ કહેલ વાત સાચી છે કે ખોટી તે કહી શકે.
શેખર આ gadget પહેરીને સુમનને મળે છે અને તેને પોતાની ફિલિંગ જણાવતા આઈ લવ યુ કહે છે, પણ gadget તેને જૂઠ કહે છે. જેનાથી સુમનને શેખરના પ્રેમ પ્રત્યે શંકા જાય છે, જેથી તે આ લગ્નને અટકાવવા માંગે છે.
શેખર તેને મનાવવાના પ્રયત્ન કરે છે કે તે ખરેખર સુમનને પ્રેમ કરતો હોવાથી જ તેની સાથે લગ્ન કરવા માંગે છે. પણ સુમન શેખરને તેના પ્રેમને prove કરવા કહે છે, જો શેખર prove કરે તો જ સુમન તેની સાથે લગ્ન કરશે… પછીની સ્ટોરીને જાણવા માટે હવે ફિલ્મ જોવી પડશે.
Story presentation
લગ્નનું વાતાવરણ અને તેની તૈયારીઓ દ્વારા ફિલ્મ શરુ થાય છે, અને ત્યારબાદ અલગ અલગ characters introduce થાય છે, ફિલ્મ જલ્દીથી મુખ્ય સ્ટોરી તરફ આગળ વધે છે. ત્યારબાદ ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ મુખ્ય સ્ટોરીની આસપાસ અન્ય characters અને તેમની સાથે અનેક ઘટનાઓ સતત બનતી રહે છે.
Opening scene
મલ્હાર ઠાકરના Zoom Out shot દ્વારા ફિલ્મનો ઓપનીંગ સીન શરુ થાય છે, જેમાં તે લગ્નની ઘોડીને જોઈ રહ્યો છે, ત્યારબાદ તે જાનૈયાઓ માટે આવી 120 ઘોડીનો ઓર્ડર આપે છે. ફિલ્મના નામ પ્રમાણે જ ફિલ્મના આ ઓપનીંગ સીનમાં જ લગ્નની તૈયારીઓ બતાવવામાં આવી છે.
Actors, acting, characters, characterization, character development
મલ્હાર ઠાકર, હંમેશની જેમ અહી પણ એક strong and comic character માં perfect set થાય છે, પણ તેના character માં કંઇ ખાસ નવું જોવા નથી મળતું. રાઈટર્સ મલ્હારના character માં વધુ કંઇ ફેરફાર કરતા જ નથી, કદાચ audience તેને accept નહી કરે તેવો ડર પણ હોઈ શકે છે.
પૂજા જોશી, ફિલ્મમાં એક લીડ એક્ટ્રેસના ભાગમાં જે જે આવે છે, તે દરેક તેના character માં જોવા મળે છે.
મિત્ર ગઢવી, એક નવા character માં અને અલગ જ પ્રકારના attitude માં તે જોવા મળે છે. તેની dialogue delivery નો tone ખરેખર interesting છે. તેના character માં આ બદલાવ તેના fans અને audience બંનેને ચોક્કસ ગમશે.
ફિલ્મમાં સૌથી વધુ અનુભવી એક્ટર તરીકે ફિરોઝ ઈરાની ઘણા ટાઈમ પછી જુદા જ character માં દેખાયા. મલ્હારના parents માં રાગી જાની અને કલ્પના ગાગડેકર, અને પૂજાના parents માં અર્ચન ત્રિવેદી અને વૈભવી ભટ્ટ વગેરે જોવા મળે છે.
નીજલ મોદીની એક્ટિંગ ખરેખર impress કરે છે, જયારે અતુલ લાખાણીનું character જેમાં તેમના dialogues દિનેશ હિંગોની strongly યાદ અપાવે તેવા છે.
ફિલ્મમાં નાનામાં નાના characters ના ભાગે પણ એક્ટિંગ બતાવવાનો chance મળ્યો હોવાથી એક્ટિંગમાં દરેક એક્ટર્સએ પોતાનું ખુબ સારું કહી શકાય તેવું perform આપ્યું છે.
Screenplay
સુરજ બરાલીયા, જેમને ફિલ્મનો screenplay લખ્યો છે. ફિલ્મના dialogues ખુબ જ interesting રીતે લખવામાં આવ્યા છે.
ફિલ્મના નાનામાં નાના characters નું પણ એકદમ strong characterization develop કરવામાં આવ્યું છે, અને દરેક characters ના ભાગમાં ખુબ અસરકારક dialogues પણ આવ્યા છે. જે ફિલ્મના સૌથી મોટા plus point માંથી એક છે.
ફિલ્મના almost dialogues માં હાસ્ય, ગંભીરતા, વાસ્તવિકતા, વ્યંગ, અને દરેક characters ના characterization આસાનીથી દેખાય છે, ટૂંકમાં એક ફિલ્મના dialogues માં જે જે હોવું જોઈએ તે બધું જ આ dialogues માં છે.
અત્યારે ખુબ જ ઓછી ગુજરાતી ફિલ્મોના dialogues ખરેખર impressive કહી શકાય તેવા હોય છે. આ પ્રકારના dialogues લખવા માટે રાઈટરમાં અનેક પ્રકારની વિશેષતાઓ, તેમજ તેને લખવામાં ખુબ જ સારો એવો ટાઈમ આપવો તે બંને જરૂરી છે, ત્યારે જ આવા dialogues લખી શકાય છે.
Cinematography
ફિલ્મના સિનેમેટોગ્રાફર છે સુમન સાહુ. ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં fountain ને જોઈ રહેલ મલ્હાર ઠાકરના પાછળથી લેવામાં આવેલ Dolly Zoom shot ખરેખર મનોરમ્ય છે.
એક લાઈનમાં બેસેલા બંને ફેમીલીનો અને Interval પહેલાનો Dolly shots, Interval પછીનો પહેલો up to down movement ધરાવતો Pedestal shot, અને લગ્નના સેટના Aerial shots, રાહુલ રાવલ અને ઉજ્જવલ દવે બંનેને તેમના ફિલ્મી mother જયારે નીજલ મોદી વિષે કહે છે તે સીનનો Rack Focus shot વગેરે ફિલ્મના finest shots છે.
Production Value
સુયોગ ભાવિસ્કર ફિલ્મના આર્ટ ડિરેક્ટર છે. ફિલ્મમાં શરૂઆતથી અંત સુધી લગ્નનો એક ચોક્કસ માહોલ હોવાથી, તેમાં જે પ્રકારે એક્ટર્સના costumes, makeup, તેમજ set decoration, lighting, colors નો use કરવામાં આવ્યો છે, તે બધાથી ફિલ્મની richness અને standard level માં સારો એવો વધારો જોવા મળે છે.
Director, direction
રાહુલ ભોળે અને વિનીત કનોજીયા ફિલ્મના ડિરેક્ટર્સ છે, જેઓએ Reva (2018) જેવી ઉત્તમ અને critics acclaimed ફિલ્મ ડિરેક્ટ કરી હતી.
આ ફિલ્મ દ્વારા બંને ડિરેક્ટર્સનું ડિરેક્શન અને સાથે તેમની મહેનત પણ દેખાઈ આવે છે. એક કોમેડી ફિલ્મનું જે પ્રમાણે ડિરેક્શન હોવું જોઈએ એ level ને ફિલ્મ touch કરે છે.
બંન્ને ડિરેક્ટર્સનો plus point એ પણ છે કે તેઓ તેમની દરેક ફિલ્મોમાં હંમેશા કંઇક નવું અને અલગ કરવાનો પ્રયત્ન સતત કરતા જ રહે છે, જે ખરેખર મહેનતુ ડિરેક્ટર્સની નિશાની છે.
Art and Creativity
ફિલ્મના characters ના નામો જેવા કે, શેખર અને સુમન, ધર્મેન્દ્રજી અને તેમના મોટા ભાઈ દેવ આનંદજી, તેમજ છેનું, જે ફિલ્મમાં એક અલગ પ્રયોગ છે.
તે સિવાય “જુલ્લણ મોરલી વાગી રે” આ ગરબા song ને એક રીતે recreate કરીને તેને નવા રૂપ રંગમાં દર્શાવવામાં આવ્યું છે, આ પ્રયાસ ખરેખર આવકાર્ય છે. કારણ કે આ રીતે આજની નવી પેઢીને એક જુના અને યાદગાર song સાથે connect કરી શકાય છે.
Strong, plus points
(1). ફિલ્મનું ડિરેક્શન. (2). સ્ટાર તેમજ બહોળો અનુભવ ધરાવતા એક્ટર્સની હાજરી. (3). લગ્નનું વાતાવરણ, અને તેમાં બનતા comic પ્રસંગો. (4). ફિલ્મના complete fresh dialogues. (5). Production value, વગેરે ફિલ્મના main plus points છે.
Weak, minus points
Interval પછી ફિલ્મ તેની main સ્ટોરીથી થોડી ઘણી દુર થતી દેખાય છે, પણ સારી વાત એ છે કે એક પછી એક comedy situations ફિલ્મને સાચવી લેવાનું મહત્વનું કામ કરે છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હકીકતમાં હજી પણ વેન્ટિલેટર ઉપર જ ચાલી રહી હોવાથી એક પ્રયાસ એવો હોવો જોઈએ કે સ્ટોરી based ફિલ્મો વધુ બને, અથવા ફિલ્મની main સ્ટોરી કોઈપણ રીતે ફિલ્મના એન્ડ સુધી audience ને જકડી રાખે.
કારણ કે આખરે તો સ્ટોરી જ ફિલ્મનો first અને main હીરો છે, અને સ્ટોરીના લીધે જ ફિલ્મ સફળ થવાના વધુ chances છે. જયારે comic situations ઉપર જ એક બે અપવાદ સિવાય દરેક ફિલ્મો સફળ થઇ શકતી નથી.
Suggestion points
ફિલ્મમાં સપોર્ટીંગ characters ઘણા બધા છે, જે ફિલ્મને કોમેડી બનાવવાનું કામ કરે છે, અને લગભગ દરેક સપોર્ટીંગ characters ને એટલું મહત્વ અને footage આપવામાં આવ્યું છે કે તે બધામાં lead actors ક્યાંક થોડા ઘણા પાછળ રહી ગયા હોય તેવું ક્યાંક ચોક્કસ feel થાય છે.
ફિલ્મના એક કલાક પછી જયારે સ્ટોરી જામી રહી હતી, ત્યાં પંડિતનું એક નાનું character જેને ફિલ્મમાં ધ્યાન પૂર્વક introduce કરવામાં આવ્યું છે, તે સિવાય ફિલ્મના half stage ઉપર બંને કૂક, અને છેલ્લા stage ઉપર શરણાઈ વાદક વગેરે, ફિલ્મના આ stage ઉપર આ નવા characters જેઓ તેઓ સ્ટોરીને આગળ વધારવાની જગ્યાએ, એક રીતે ફિલ્મને લાંબી ખેચવાનું કામ પણ કરી શકે છે.
જેથી આવા અમુક નાના characters ની જગ્યાએ lead અને main supporting actors તરફ થોડું વધુ focus આપી શકાયું હોત તો વધુ સારું હોત. કારણ કે સ્ટોરી જેની આસપાસ હોય તે lead અને main supporting actors સાથે audience વધુ strongly connect થઇ શકે છે.
Goofs
મિત્ર જયારે રોડની બાજુમાં ઉભો રહી નૈસર્ગિક ક્રિયા કરતો હોય છે ત્યારે છીંક આવવાથી તેની બંદુક માંથી ગોળી છુટે છે, અને તેનાથી ટ્રકનો સાઈડ મિરર તૂટે છે. પણ ધ્યાનથી જોતા બંદુકનું નાળચું થોડું ઉપરની સાઈડ હોય છે અને મિરર તે નાળચાની નીચેની તરફ હોય છે.
ફિલ્મોમાં આ પ્રકારના goofs ખુબ જ સામાન્ય છે, પણ professional ફિલ્મમેકર્સ પાસેથી expectation ખુબ વધારે રાખવામાં આવતી હોય છે, જેથી critics, reviewers દ્વારા તેમની ફિલ્મોમાં આવા સામાન્ય goofs ને પણ ધ્યાનપૂર્વક notice કરવામાં આવે છે.
Rahul, the most common Indian name
ફિલ્મમાં રાહુલ રાવલનો એક dialogue છે “રાહુલ, નામ તો સાંભળ્યું હશે ને?” ફિલ્મમાં તેમનું નામ રાહુલ, અને તેમનું real name પણ રાહુલ છે, ફિલ્મના ડિરેક્ટરનું નામ પણ રાહુલ, અને આ ફિલ્મ રીવ્યુ લખનાર પણ રાહુલ (કેવો અદભુત સંયોગ? આવો સંયોગ પૃથ્વી લોક ઉપર હજારો વર્ષોમાં જ્વલ્લે જ જોવા મળે છે).
આ સીનમાં ઉજ્જવલ દવે સામે જવાબ આપતા કહે છે “સત્તર રાહુલ છે કોન્ટેક્ટ લીસ્ટમાં, તમે??” આ એક હકીકત છે કે 1980, 1990 ના દાયકાનું આ popular નામ એટલું બધું common છે કે કોઈપણ વ્યક્તિના કોન્ટેક્ટ લીસ્ટમાં અથવા ફ્રેન્ડ લીસ્ટમાં અનેક રાહુલ ખુબ જ આસાનીથી જોવા મળી શકે છે, આ સિવાય પણ લગભગ દરેક ફિલ્ડ માંથી એક રાહુલ આસાનીથી મળી જ આવે છે.
આ point ઉપર ગુજરાતી રાઈટર અશોક દવેએ તેમના આર્ટીકલમાં કહ્યું છે કે “ફક્ત બે રાહુલ જ તેમના ફિલ્ડમાં મોટું નામ બનાવી શક્યા છે, એક રાહુલ દેવ બર્મન અને બીજા રાહુલ દ્રવિડ” આશા રાખીએ કે આ નામોમાં વધારો થાય.
Conclusion
Lagan Special (2024), એક comedy, romance, family જોનરની ફિલ્મ છે. જેમાં ફિલ્મના નામ પ્રમાણે લગ્નનો એક સંપૂર્ણ માહોલ જોવા મળે છે. લગ્નમાં આવેલ અલગ અલગ સગા સબંધીઓ અને તેમના વચ્ચે ઉત્પન્ન થતી ઘટનાઓ અને કોમેડી situations ફિલ્મને entertain બનાવે છે, જે audience ને ચોક્કસ ગમશે.
લગ્નના એક perfect atmosphere ને ઉજાગર કરતી આ ફિલ્મ જો હજુ સુધી જોઈ ના હોય તો સિનેમા હોલમાં જઈને પૂરી ફેમીલી સાથે ફિલ્મ જુવો.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.