Latest Posts:

Movie: Love Ni Bhavai (2017)

Genres: Romance, Drama

Director: Saandeep Patel

Writer: Nehal Bakshi, Mitai Shukla

Casts: Malhar Thakar, Pratik Gandhi, Aarohi Patel, Maulik Nayak, Diana Raval, Roopa Divatia, Aarti Patel, Nisarg Trivedi.

Production Company: Aarti Patel

Storyline

અંતરા (આરોહી પટેલ) એક પોપ્યુલર R.J. છે, જે love અને relationship માં ખાસ believe નથી કરતી. આદિત્ય (પ્રતિક ગાંધી) એક successful business man છે, જે અંતરાને પહેલી વાર જુવે છે અને તેને પસંદ કરવા લાગે છે. એક award function માં અંતરા અને આદિત્ય મળે છે, જેમાં તે અંતરાથી વધુ પ્રભાવિત થાય છે.

સાગર (મલ્હાર ઠાકર) એક સોફ્ટવેર એન્જીનીયર છે, તેની એક girl friend છે સ્વાતી (જીનીતા રાવલ), સ્વાતી તેના relationship ની બાબતે થોડી confuse હોય છે, જેથી તે R.J. અંતરાના show માં કોલ કરીને advise માંગે છે. Valentine’s day ઉપર સાગર સ્વાતિને propose કરે છે, પણ સ્વાતી breakup કરે છે.

સાગરને ખબર પડે છે કે સ્વાતિએ અંતરાની સલાહથી તેની સાથે breakup કર્યું છે, જેથી તે અંતરા સાથે બદલો લેવા વિચારે છે, જેમાં તેનો ક્રાઈમ ફોટોગ્રાફર મેહુલ (મૌલિક નાયક) તેને સાથ આપે છે, જેમનો પ્લાન છે કે સાગર અને અંતરાના ફોટોસ પાડીને તેને newspaper માં છપાવીને તેની બદનામી કરવી.

અંતરા દીવના ટુરમાં જાય છે અને સાગર અને મેહુલ પણ તે ટુરને જોઈન કરે છે. સાગર અંતરાને પહેલી વાર મળે છે, ધીમે ધીમે બંને વચ્ચે દોસ્તી થાય છે, બંને વચ્ચે એક chemistry શરુ થાય છે…. હવે પછીની ફિલ્મ youtube ઉપર જોઈ શકો છો.

Story presentation

ફિલ્મની સ્ટોરી શરૂઆતમાં ડેવલપ થાય છે, ત્યારબાદ આરોહી અને મલ્હારના ટુરના સીન્સ ખુબ સારા હતા, ક્યાં સ્ટોરીમાં ઓડીયન્સને સૌથી વધુ એટેચ થાય છે, આ ટાઈમ હજુ વધુ લાંબો હોત તો વધુ સારું હોત, પણ જયારે બંને અલગ થાય છે ત્યારે ફિલ્મમાં થોડા .

Opening scene

ફિલ્મની શરુઆત થાય છે અંતરાથી, જે તેના બેડ ઉપર સુતી છે અને તેના મોબાઈલનું એલાર્મ વાગે છે, જેને તે ઓફ કરે છે. ત્યારબાદ તેના એક બોસનો કોલ આવે છે, અને અંતરા કહે છે કે તે on the way છે, અને 15 મિનીટમાં આવે છે. ત્યારબાદ song ના montage માં અંતરા morning activities પૂરી કરે છે, અને રેડી થઈને ઓફીસ જવા નીકળે છે.

Actors, acting, characters, characterization, character development

મલ્હાર ઠાકર, જે ફિલ્મની શરૂઆતમાં as usual તેની પોતાની એક આગવી fun loving style માં છે, પણ ત્યારબાદ ફિલ્મમાં તે થોડો ઘણો સીરીયસ પણ જોવા મળે છે.

આરોહી પટેલ, આ ફિલ્મમાં તેની નેચરલ એક્ટિંગ જોઇને surely કહી શકાય છે કે ગુજરાતી ફિલ્મોની એક શ્રેષ્ઠ અભિનેત્રીના તમામ ગુણો ધરાવે છે.

પ્રતિક ગાંધી, Wrong Side Raju (2016) ફિલ્મથી જેને ગંભીરતાથી લઇ શકાય તે પ્રકારના એક્ટર્સની કેટેગરીમાં આવી ગયો છે. પણ અહી તેનું એક એકદમ અલગ પ્રકારનું character અને એક્ટિંગ જોવા મળે છે.

આરતી પટેલ, જેઓએ ફિલ્મમાં અંતરાના બોસ ક્રિશ્ના તરીકે એક supporting character નિભાવ્યું છે. જેઓ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે.

મૌલિક નાયક, ફિલ્મમાં તે મલ્હારના ફ્રેન્ડ અને એક ક્રાઈમ ફોટોગ્રાફરનું character નિભાવ્યું છે. એક સારો એક્ટર હોવા છતાં પણ નાના character માં તેને જોઇને લાગે છે કે તે એક્ટર તરીકે વેડફાઈ રહ્યો છે.

Screenplay

ફિલ્મનો screenplay લખ્યો છે નેહલ બક્ષી અને મિતાઈ શુક્લાએ, screenplay રાઈટર તરીકે બંનેની પહેલી ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી થોડી ઘણી predictable હોવા છતા પણ screenplay એ ફિલ્મને સારી રીતે કવર કરી લીધી છે, Yes overall screenplay ઘણો સારો લખાયો છે.

મલ્હાર અને પ્રતિકની impact અહી missing છે

ગુજરાતી ફિલ્મોના અત્યારના સૌથી મોટા બે સ્ટાર મલ્હાર અને પ્રતિકને ફિલ્મમાં એક સાથે જોવાનો એક લહાવો છે, પણ અહી બંને સાથે હોય તેવા ફક્ત 2 સીન્સ છે.

મલ્હાર અને પ્રતિક જયારે પહેલી વાર screen share કરે છે, તે સીન થોડો વધુ લાંબો હોવો જોઈતો હતો, અને બંનેના dialogues સાથે એક સંઘર્ષ બતાવ્યો હોત તો વધુ સારું હોત. આખરે ઓડીયન્સ પણ ફિલ્મમાં બે મોટા સ્ટારની એક અથડામણ વધુ જોવા ઇચ્છત.

જેમ હિન્દી ફિલ્મોમાં અમિતાભ અને શશી, દિલીપ કુમાર અને શમ્મી કપૂર વગેરે એક્ટર્સને screen ઉપરનો તેમનો શાબ્દિક સઘર્ષ ખાસ બતાવાતો હતો, તેમ અહી રાઈટર્સ તે point ને miss કરી ગયા છે. આ પ્રકારનો સંઘર્ષ અને dialogues તો એક્ટર્સના સ્ટાર પાવરને ખાસ વધારતા હોય છે.

Cinematography

બજેટ ફિલ્મ અને અનુભવી સિનેમેટોગ્રાફર હોય એટલે ફિલ્મની સિનેમેટોગ્રાફી હંમેશા વખાણવા લાયક હોય જ છે, જેમાં તપન વ્યાસે સારો અનુભવ બતાવ્યો છે, જેમની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે.

Songs, music

ફિલ્મમાં નિરેન ભટ્ટ દ્વારા લખાયેલ, સિંગર જીગરદાન ગઢવી અને ઐશ્વર્યા મજમુદારે ગાયેલ song “Walam aavo ne” massive hit બન્યું હતું, જો ગુજરાતી ફિલ્મોમાં છેલ્લા 10, 15 વર્ષોમાં કોઈ song સૌથી વધુ hit થયું હોય તો તે આ song છે.

Closing scene

Dilwale Dulhania Le Jayenge (1995) ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં એક નવો ટ્રેન્ડ શરુ થયો હતો, જેમાં હિરોઈનના લગ્નના દિવસે, અને ખાસ કરીને ચોરીમાં બેઠા પછી પણ તે હીરોને મળે છે. આ ફિલ્મથી શરુ થયેલ ટ્રેન્ડ ત્યારબાદ ખુબ જ ચાલ્યો, અને 22 વર્ષ જુનો આ ટ્રેન્ડ હવે ગુજરાતી ફિલ્મોમાં પણ આવી ગયો છે.

એક ચોક્કસ way follow કરવાના બદલે અહી થોડી creativity use કરીને તેને અલગ બતાવવાનો પ્રયત્ન કરાયો હોત તો ફિલ્મનો એન્ડ થોડો વધુ ફ્રેશ લાગત.

ડિરેક્શન

સંદીપ પટેલની ડિરેક્ટર તરીકે આ ત્રીજી ગુજરાતી ફિલ્મ છે, અને 12 વર્ષ પછી તેઓયે ફિલ્મ ડિરેક્ટ કરી છે. ઓડીયન્સને ફિલ્મ સાથે સારી રીતે attach કરી શકે તે પ્રકારનું તેમનું એક સફળ ડિરેક્શન આ ફિલ્મમાં જોવા મળે છે.

Strong, plus points

(1). આરોહી પટેલની so natural એક્ટિંગ. (2). ગુજરાતી ફિલ્મોના બે સુપરસ્ટારની ફિલ્મમાં હાજરી. (3).Walam aavo ne” hit song. (4). ડિરેક્શન. (5). Fresh dialogues. (6). દીવ ટુરના સીન્સ, વગેરે ફિલ્મના main plus points છે.

Weak, minus points

ફિલ્મની લંબાઈ 2 કલાક અને 43 મિનીટની છે, પણ ફિલ્મનો છેલ્લો લગભગ એક કલાક એકદમ predictable છે, અહી સ્ટોરીને થોડી અલગ રીતે બતાવી હોય તો ફિલ્મમાં ઓડીયન્સને કંઇક નવું અને અલગ જોવા મળી શકત.

Suggestion point

આરોહી જયારે વોશરૂમ માટે મલ્હારના રૂમમાં આવે છે ત્યારે તેનું ધ્યાન લેપટોપ ઉપર પડે છે અને તેને લેપટોપ જોવાની ઈચ્છા થાય છે, જેમાં તેના અને મલ્હારના ફોટોસ હોય છે. પણ હકીકતમાં જયારે natural call આવે ત્યારે વ્યક્તિનું mind કંઈપણ આડુંઅવડું વધુ વિચારવાની સ્થિતિમાં હોતું નથી, આ ટાઈમે બીજી બધી ઈચ્છાઓ મરી પરવારી હોય છે.

જેથી તેના બદલે આરોહી સીડી ચડીને ઉપર જાય અને ત્યારબાદ બીજા સીનમાં વોશરૂમમાંથી બહાર નીકળતા તેનું ધ્યાન લેપટોપ ઉપર જાય, જો આ પ્રકારનો સીન લીધું હોત તો વધુ natural લાગત.

અન્ય સીનમાં મલ્હાર જયારે આરોહીના show માં કોલ કરે છે, ત્યારે જવાબમાં આરોહી વધુ પડતો પોઝ લે છે, એક RJ તરીકે આટલો લાંબો પોઝ ક્યારેય પણ અને કોઈપણ condition માં લેતા નથી હોતા. જેને ટૂંકો કર્યો હતો તો વધુ સારું અને convincing હોત.

Top Quotes

ફિલ્મના કેટલાક ફિલ્મી dialogues યાદગાર છે, જેમકે. (1). જયારે જયારે દિલ તોડનારની exit થાય છે ને, ત્યારે ત્યારે દિલ જોડનારની entry થાય છે જ” (2). Planning સાથે projects કરાય, life ના જીવાય.

Critics acclaimed points

Gujarat State Award માં સદીપ પટેલે Best Director નો એવોર્ડ મેળવ્યો હતો.

Movie trivia

ફિલ્મ 17 November 2017 ના રોજ રીલીઝ થઇ હતી, જેને ઓડીયન્સે વધાવી લીધી હતી. ફિલ્મનું box-office collection 8 કરોડ જેટલું છે.

Conclusion

એક love story ઉપરની ગુજરાતી ફિલ્મ ઓડીયન્સે સ્વીકારી, તેને પસંદ કરી તે ગુજરાતી ફિલ્મો માટે ખુબ સારા સંકેત છે. કારણ કે મોર્ડન ફિલ્મોમાં આ જોનરની હજુ સુધી કોઈ hit ફિલ્મ નથી આવી, અને કોઈપણ જોનરમાં love story હંમેશા એક evergreen જોનર રહ્યો છે,

મોર્ડન ગુજરાતી ફિલ્મોમાં love story ને હજી એટલી ગંભીરતાથી બતાવવામાં આવતી જ નથી, ખબર નહી કેમ. જો ઓડીયન્સ તરીકે તમને એક love story ની ફિલ્મો પસંદ કરતા હશો તો આ ફિલ્મ તમને વધુ ગમશે.

તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment