Movie: Naadi Dosh (2022)
Genres: Romance, Drama
Director: Krishnadev Yagnik
Writer: Krishnadev Yagnik
Casts: Yash Soni, Janki Bodiwala, Raunaq Kamdar, Prashant Barot, Ashish Kakkad, Dipika Raval, Kinnal Nayak
Production Company: Bigbox Series Production
Storyline
કેવિન (યશ સોની) અને રિદ્ધી (જાનકી બોડીવાલા) બંને કલીગ છે, રિદ્ધિ કેવિનને એક તરફી પસંદ કરે છે, પણ તેને તેના વિષે કહી શકતી નથી.
રિદ્ધીનો ભાઈ કુણાલ (રોનક કામદાર) આ હકીકત જાણે છે, જેથી તે રિદ્ધીને કેવિનની નજીક આવવાના આઈડીયા આપે છે, પણ રિદ્ધી તેને અનુસરે તે પહેલા જ કેવિનને તેના આ આઈડીયા અને રિદ્ધીના મનની વાતની જાણ થઇ જાય છે, હકીકતમાં કેવિન પણ રિદ્ધીને પસંદ કરતો જ હોય છે, બંનેના સબંધ આગળ વધે છે અને ત્યારબાદ બંને લગ્ન કરવાનું નક્કી કરે છે.
લગ્ન માટે બંનેના ફેમીલી મળે છે, અને બંને ફેમીલી એકબીજાને પસંદ પણ આવે છે, જેથી રિદ્ધિના પિતા પ્રશાંત ભાઈ (પ્રશાંત બારોટ) ચિંતનના પિતાને કમલેશ ભાઈ (આશિષ કક્કડ) પાસે કેવિનના જન્માક્ષર મંગાવે છે, પણ બંનેની કુંડળીમાં નાડીદોષ નીકળે છે, જેથી પ્રશાંત ભાઈ આ લગ્નનો વિરોધ કરે છે.
કુણાલ, કેવિન અને કમલેશભાઈ ત્રણેય પોતાની રીતે પ્રશાંત ભાઈને સમજાવે છે, પણ તેઓ લગ્ન માટે સંમત થતા નથી. હવે કેવિનને એક વિચાર આવે છે, અને તે કુણાલને આ વિચાર share કરે છે, અને કુણાલ પણ તેની સાથે સંમત થાય છે. હવે કેવિન પ્રશાંત ભાઈને મળીને તેના પ્લાન મુજબ વાત કરે છે… હવે પછીની સ્ટોરી ફિલ્મમાં જોઈ શકો છો.
Story presentation
એક લવ સ્ટોરીથી ફિલ્મ શરુ થાય છે, જે આગળ જતા તે એક ફેમીલી સ્ટોરીમાં convert થાય છે. આ એક light romantic ફિલ્મ હોવાના કારણે ફિલ્મમાં કોઈ એવા ખાસ twists and turns નથી.
Opening scene
ફિલ્મના ઓપનીંગ સીનમાં રિદ્ધિ તેના વ્હીકલ ઉપર ઓફીસ આવે છે, અને લીફ્ટ આગળ ઉભી હોય છે ત્યારે તેની નજર કેવિન ઉપર પડે છે, જેથી તે ફરીથી પોતાના વ્હીકલ પાસે આવીને થોડો ટાઈમ પાસ કરે છે, જેથી તે કેવિનની સાથે લીફ્ટમાં જઈ શકે.
લીફ્ટમાં તેનું ધ્યાન કેવિન તરફ જ હોય છે, ઓફીસ આવીને પણ રિદ્ધિ કેવિનનું ધ્યાન ખેંચવાના પ્રયત્ન કરે છે, પણ કેવિન પોતાની ધૂનમાં જ હોય છે.
આમ ફિલ્મના આ ઓપનીંગ સીનમાં આસાનીથી clear કરવામાં આવે છે કે રિદ્ધિ કેવિનને એક તરફી પસંદ કરે છે.
Actors, acting, characters, characterization, character development
યશ સોની, પહેલી વાર તેના ચેહરા ઉપર થોડા ગંભીર ભાવ જોવા મળ્યા, ફિલ્મ બાય ફિલ્મ તેની એક્ટિંગ વધુ નીખરતી જોવા મળે છે.
જાનકી બોડીવાલા, જો એક્ટિંગમાં થોડું વધુ variation લાવશે તો એક્ટ્રેસ તરીકે હજી વધુ પ્રભાવ પાડી શકશે.
રોનક કામદાર, સપોર્ટીંગ character માં રોનક મજબુત દેખાઈ આવે છે. અન્ય સપોર્ટીંગ એક્ટર્સમાં આશિષ કક્કડ અને પ્રશાંત બારોટ બંનેએ તેમની એક્ટિંગમાં તેમનો અનુભવ બતાવ્યો છે, જયારે દીપિકા રાવલ અને કીન્નલ નાયક બંનેના ભાગે ફિલ્મમાં વધુ કંઇક ખાસ આવ્યું નથી.
Songs, music
ફિલ્મમાં કુલ 3 songs છે, જેમાં પહેલું એટલે કે લગ્ન ગીત “Chandaliyo ugyo re” આ song 4 અલગ અલગ shades માં જોવા મળે છે.
જેમાં સૌથી પહેલા… (1). લગ્નના ગરબા. (2). ત્યારબાદ બેન્ડવાજા સાથે જાનમાં નાચતા જાનૈયાઓ. (3). Song ના કલાઇમેકસ તરીકે જાનકીનો એનર્જેટિક ડાન્સ sequence. (4). અને છેલ્લે song ના સમાપન તરીકે ચોરી, ફેરા અને કન્યા વિદાયનો sequence.
સામાન્ય રીતે ગુજરાતી ફિલ્મોમાં songs નું શું મહત્વ હોય છે તે ફિલ્મમેકર્સ અને audience બંને સારી રીતે જાણતા હોય છે, પણ આ song ખરેખર જોવાની અને એકથી વધુ વાર જોવાની ઈચ્છા થાય તેવું છે, જેને એક perfect marriage song કહી શકાય છે.
Production Value
Visually ફિલ્મની production value સૌથી વધુ attract કરે છે. યશ, જાનકીના હનીમુન પ્લેસના અલગ અલગ લોકેશન્સના establishing scenes ફિલ્મમાં ખુબ જ સુંદર રીતે બતાવવામાં આવ્યા છે. મોર્ડન ગુજરાતી ફિલ્મોના કેટલાક most beautiful scenes આ ફિલ્મમાં જોવા મળે છે.
યશ અને જાનકીના બંજી જમ્પિંગના scenes, જે ગુજરાતી ફિલ્મોમાં નવા કહી શકાય. ફિલ્મની lighting ધ્યાન ખેંચે તેવી આકર્ષક છે. ફિલ્મનો cinematic look પણ ફિલ્મને richness provide કરે છે.
યશ અને જાનકીના dating scenes
ફિલ્મમાં યશ અને જાનકી સાથે time spend કરે છે તે ખરેખર romantic કહેવાય તેવા scenes, જેમાં બંને એકબીજાથી થોડા શરમાય છે અચકાઈ છે, બંને વચ્ચે ખુબ ઓછ સંવાદ થાય છે, અને બંનેની chemistry perfect match થાય છે.
આ પ્રકારના સીન્સ અત્યારની ફિલ્મોમાં જોવા મળતા જ નથી, જેથી આ સીન્સ વધુ અલગ અને ખરેખર વિશેષ લાગ્યા. કોઈપણ relationship ની શરૂઆતનો stage લગભગ આવો જ હોય છે. શંકા, જગડા વગેરે પછીના period થી શરુ થાય છે.
લગ્ન પછીના એક લીમીટ સુધીના romantic સીન્સ, આવા સીન્સ હજુ સુધી ગુજરાતી ફિલ્મોમાં લગભગ આવ્યા નથી, જેથી ફિલ્મમાં તે નવું ચોક્કસ છે.
Director, direction
કૃષ્ણદેવ યાગ્નિક ફિલ્મના ડિરેક્ટર છે, તેમના ડિરેક્શનમાં હંમેશા detailing work ખાસ જોવા મળે છે. એક સીનમાં જ્યાં જાનકી બાઈક ઉપર બેસવાનો પ્રયત્ન કરે છે, પણ સાળી પહેરી હોવાથી તે બેસી સકતી નથી, અને રોનક બાઈક નમાવે છે ત્યારે તે બેસે છે.
ત્યારબાદ કન્યા વિદાયના સીનમાં background artists પણ આંસુ લૂછતાં બતાવ્યા છે, મતલબ કે તેમની પાસેથી પણ એક્ટિંગ કઢાવવામાં આવી છે. આટલી ગંભીરતા જયારે ગુજરાતી ફિલ્મમાં દેખાય ત્યારે આ ડિરેક્શનની નોંધ ચોક્કસ લેવી પડે.
Suggestion points
જો નાડીદોષ જેવા અંધશ્રદ્ધાના વિષય ઉપર જ આ ફિલ્મ છે તો પછી ફિલ્મના end માં તેના related કોઈએક point ખાસ હોવો જોઈએ. ફિલ્મ જે ખાસ વિષય ઉપર બની હોય તે ખાસ વિષયને ફિલ્મમાં કયાંકને ક્યાંક અથવા છેલ્લે તેને highlight કરવો જોઈએ.
પણ ફિલ્મ ગંભીર નાં બની જાય તે માટે કદાચ તેને highlight ના કરાયો હોઈ તેવું પણ બની શકે છે, પણ આ મેસેજ ફિલ્મના end માં આખરે એક નાના dialogues દ્વારા પણ આપી શકાયો હોત.
ફિલ્મમાં થોડા ups and downs હોત તો વધુ સારું હોત, ખાસ કરીને જયારે કૃષ્ણદેવ યાગ્નિકની ફિલ્મ હોય ત્યારે એક audience તરીકેની expectation વધી જતી હોય છે.
Goofs
યશ અને જાનકીના romantic dance ના સીનમાં યશ જયારે સોફા ઉપર પડે છે, ત્યારે તેની background ની બારીના પરદા પાછળ લગભગ કોઈ એક ક્રુ મેમ્બર વાંકા વળીને નીચે બેસતું જોવા મળે છે.
આ પ્રકારના સામાન્ય goofs હોલીવુડ ફિલ્મો વિષે ખાસ લખાય છે, ગુજરાતી ફિલ્મોમાં હવે તેની શરૂઆત થઇ રહી છે.
Movie trivia
Chhello Divas (2015) ફિલ્મ બાદ યશ અને જાનકી બંનેની lead pair તરીકેની આ બીજી ફિલ્મ છે, 7 વર્ષ પછી તેમને એક ફિલ્મમાં એક સાથે કામ કર્યું છે.
ડિરેક્ટર, એક્ટર આશિષ કક્કડની આ છેલ્લી ફિલ્મ હતી, 2020 માં તેમના મૃત્યુ પછી લગભગ 2 વર્ષ પછી આ ફિલ્મ રીલીઝ થઇ હતી.
લગ્ન song માં જાનકી બોડીવાલાનું super energetic dance performance ખરેખરે જોવા લાયક અને સાથે વખાણવા લાયક હતું.
લગ્ન song માં બેન્ડ વાજાના સિંગર તરીકે ચિન્મય પરમાર એક નાના રોલમાં જોવા મળે છે.
Conclusion
Naadi Dosh (2022), એક romantic ફિલ્મ છે, ફિલ્મમાં romance ખરેખર જોવા મળે છે, અને ફિલ્મના નામ પ્રમાણે અંધશ્રદ્ધા વિષય ઉપર ભાર મુકવામાં નથી આવ્યો. યશ અને જાનકીની pair ખરેખર જોવામાં સારી લાગે છે. જો તમને light romantic ફિલ્મો પસંદ હોય તો આ ફિલ્મ તમને પસંદ આવશે.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.