Latest Posts:

Movie: Ratanpur (2018)

Genres: Suspense, Thriller, Mystery

Director: Vipul Sharma

Writer: Shailesh Dodia

Casts: Tushar Sadhu, Haresh Dagiya, Uday Dangar, Vishal Vaishya, Nirmit Vaishnav, Parmeshwar Sirsikar, Sunil Vaghela, Dipen Raval, Jay Pandya, Riya Subodh, Jimmy Nanda, Priyanka Tiwari, Shivani.

Production Company: Prolife Entertainment

Storyline

વીરસિંહ (ઉદય ડાંગર) નામના બુલેટગરની હત્યા થાય છે, જે અગાઉ વર્ષો સુધી કુંદન (વિશાલ વૈશ્ય) નામના બુલેટગર માટે કામ કરતો હતો, અને થોડા ટાઈમથી બંને વચ્ચે સબંધો બગડ્યા હોવાથી પોલીસ ઇન્સ્પેકટર રાઠોડને (સુનીલ વાઘેલા) કુંદન ઉપર સૌથી પહેલા શંકા જાય છે.

કુંદનને મળ્યા બાદ ઇન્સ્પેકટરને રાઠોડને જાણ થાય છે કે થોડા દિવસ અગાઉ તેના મોટા ભાઈ ખુશાલ (પરમેશ્વર સિરસીકર) સાથે પણ વીરસિંહને જગડો થયો હોવાથી પોલીસ તેના ભાઈ ખુશાલ મળે છે, જેને કુંદન ઉપર શંકા છે, જયારે વીરસિંહની પત્નીને રાજલને (શિવાની) વીરસિંહના ભાઈ ખુશાલ ઉપર શંકા છે.

આ દરમ્યાન રતનપુરમાં નવા IPS ઓફિસર ગૌરવ શર્માનું (તુષાર સાધુ) પોસ્ટીંગ થાય છે, જેની કેરિયરનો આ પહેલો કેસ છે, જે ભીખા (જય પંડ્યા) નામનાં શખ્સને દારૂના માલ સાથે પકડે છે, જે કુંદન માટે કામ કરે છે, અને અહીંથી હવે કેસની કડીઓ મળવાની શરુ થાય છે… હવે પછીની ફિલ્મ Youtube, Amazon prime, Ohho Gujarati ઉપર જોઈ શકો છો.

Story presentation

એક perfect suspense ફિલ્મની જેમ આ ફિલ્મની સ્ટોરી શરૂઆતથી જ ઓડીયન્સને જકડી રાખે છે, જેમ જેમ સ્ટોરી આગળ વધે તેમ નવા characters introduce થાય છે, અને તેમ તેમ suspense વધ્યા કરે છે. બેથી ત્રણ શકમંદો ઉપર શંકા, અને છેલ્લે suspense reveal થાય છે.

ફિલ્મ જોતી વખતે એક પછી એક બનતી ઘટનામાં ઓડીયન્સને વધુ વિચાર કરવાનો ટાઈમ મળતો નથી સ્ટોરી એટલી જડપથી આગળ વધે છે.

Opening scene

ફિલ્મના ઓપનીંગ સીનમાં વીરસિંહ નામના નવા બુલેટગરની તેના એક સાથીને દારુનો માલ ખરીદવા માટે મોકલી, અને ત્યાં સુધી પોતે પોલીસ સ્ટેશનના વહીવટનું કામ પૂરું કરી આવવાનું કહે છે, પણ ત્યાં તેના ઉપર એક ફોન આવે છે, અને વીરસિંહ પોતે પોતાનો પ્લાન બદલીને ફોન કરનારને મળવા માટે એકલો જ ચાલી નીકળે છે.

થોડી વાર પછી રતનપુર પોલીસ સ્ટેશનમાં એક ફોન આવે છે, અને ફોન કરનાર કહે છે કે ચુડેલની ડેરી પાસે એક લાશ પડી છે. ફિલ્મની મુખ્ય સ્ટોરી હવે અહીંથી શરુ થાય છે.

Screenplay

આ એક perfect murder mystery ધરાવતો એક strong screenplay છે. ફિલ્મની સ્ટોરી સતત આગળ વધ્યા કરે છે, કોઈપણ stage ઉપર screenplay ક્યાય થોડો પણ weak અથવા slow થતો નથી. ફિલ્મના dialogues માં એક પ્રકારની maturity અનુભવાય છે.

ફિલ્મનો એક સીન છે જેમાં ઇન્સ્પેકટર રાઠોડ કુંદન સાથે વાત કરવા તેના ઘરે જાય છે, ત્યારે આ સીનમાં કુંદન છત ઉપરથી તેની સામેના પર્વતોની ટેકરીઓ સામે ઈશારો કરીને કહે છે “આ ટેકરીઓની વચ્ચે ઘેરાયેલું મારું સામ્રાજ્ય” આ dialogue સાંભળીને easily clear થાય છે કે રાઈટરે એક જગ્યાએ રહીને જ screenplay નથી લખ્યો.

રાઈટરે આ screenplay લખવા માટે ફિલ્મના શૂટિંગના locations ને visit કર્યા છે, અથવા locations થી સારા એવા પરિચિત છે, અને તે specific location ને ધ્યાનમાં રાખીને એટલી detailing સાથે તેમને screenplay લખ્યો છે.

Actors, acting, characters, characterization, character development

ગૌરવ શર્મા તરીકે તુષાર સાધુનું character ફિલ્મમાં એક પ્રમાણિક IPS ઓફિસરનું છે, જે તેની કેરિયરના પહેલા જ કેસની તપાસ કરી રહ્યો છે. તુષારનું character અને તેની એક્ટિંગ જોઇને તે real IPS હોય તેવું ખરેખર લાગી આવે છે.

એક અનુભવી constable અમરત તરીકે હરેશ ડાગીયા, જે આ કેસમાં રાઈટર તરીકે તુષારની દરેક જગ્યાએ હેલ્પ કરે છે. ફિલ્મમાં જેમનું ખુન થાય છે તે વીરસિંહ તરીકે ઉદય ડાંગર, જે એક માથાભારે વ્યક્તિ છે. કુંદન તરીકે વિશાલ વૈશ્ય, જે વર્ષોથી રતનપુરમાં બુટલેગર છે.

આશ્રમના સ્વામી તરીકે નિર્મિત વૈષ્ણવ, ખુશાલ તરીકે પરમેશ્વર સિરસીકર, જેઓ વીરસીંહના મોટા ભાઈ છે, ભીખા તરીકે જય પંડ્યા, જેઓ કુંદનના માટે કામ કરે છે, IPS ઓફિસર તરીકે દિપેન રાવલ, ઇન્સ્પેકટર રાઠોડ તરીકે સુનીલ વાઘેલા, જેઓ સૌથી પહેલા આ કેસની તપાસ કરતા હતા.

Cinematography

પ્રશાંત ગોહિલ અને રૂપાંગ આચાર્ય ફિલ્મના સિનેમેટોગ્રાફર છે. ફિલ્મમાં સિનેમેટોગ્રાફીનો એક અલગ જ class દેખાઈ આવે છે. Best સિનેમેટોગ્રાફી ધરાવતી top 3 ગુજરાતી ફિલ્મોમાં આ ફિલ્મનો સમાવેશ કરી શકાય તેવી one of the finest સિનેમેટોગ્રાફી આ ફિલ્મમાં જોવા મળે છે.

સિનેમેટોગ્રાફીમાં એક એક સીન્સનું proper shot division કરીને તેને અલગ અલગ camera shots માં શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં camera movement based shots વધુ લેવામાં આવ્યા છે, જેમાં Long Take shots સૌથી વધુ છે.

રાઠોડ અને અમરત જંગલમાં enter થાય છે ત્યાંથી લઈને ઝાડના બે થડની વચ્ચે રહેલ ડેડ બોડીના Crane shots, આશ્રમ અને circuit house ના dolly shots તુષાર અને રિયાના conversation નો 360 degree Arc shot, તુષાર પોતાની ગન રેડી કરીને પોલીસ સ્ટેશનથી નીકળતી વખતનો Long Take shot વગેરે main છે.

One of the best Aerial shot of Gujarati film history

ચોમાસાની સીઝનના રતનપુર આસપાસના પર્વતીય ટેકરીઓ અને કુદરતી દ્રશ્યોના Aerial shots ખરેખર incredible છે, અને તેમાં પણ તુષારને પોસ્ટીંગ મળ્યા પછીનો પહેલો સીન જેમાં તળાવના પાણીના શોટથી શરુ થતો Aerial shot જોઇને સ્ટેનલી કુબ્રિકની ક્લાસિક The Shining (1980) ફિલ્મનો ઓપનીંગ સીન યાદ આવી જાય છે.

આ shot ને ગુજરાતી ફિલ્મ હિસ્ટ્રીના best Aerial shots માં ચોક્કસ સ્થાન આપી શકાય છે.

Udu aaj, udu udu aaj” સોંગમાં કિલ્લાની છતના એક શોટમાં તુષાર અને પ્રિયંકાના background માં સૂર્યને લઈને લેવામાં આવેલ Extreme Telephoto Angle shot, જોઇને દેખાઈ આવે છે કે સિનેમેટોગ્રાફી પાછળ કેટલી મહેનત કરવામાં આવી છે, આ પ્રકારનો shot લેવો ખરેખર અઘરો છે, કારણ કે આવા shot લેવા માટે એક perfect timing ની જરૂર પડતી હોય છે.

Production Value

ફિલ્મ Technically ખુબ જ strong છે. Creative સિનેમેટોગ્રાફી ફિલ્મના main attractions માંથી એક છે. પોલીસ સ્ટેશનના દરેક સીન્સમાં windows ની પાછળની lightings એક અલગ effect આપે છે. ગુજરાતના એક નાના ગામની સ્ટોરી હોવા છતાં પણ ગામને એક hill station જેવું બતાવ્યું છે.

રતનપુર ગામ આસપાસના પર્વતોની ટેકરીઓ જોઇને બિલકુલ લાગતું જ નથી કે આ ગુજરાતના એક નાના ગામનું લોકેશન છે. આ પ્રકારના કુદરતી દ્રશ્યોના shots અગાઉ કોઈ ગુજરાતી ફિલ્મમાં હજુ સુધી જોવા મળ્યા નથી. ફિલ્મના આ સીન્સ કોઈ hill station જેવો પ્રભાવ પાડે છે.

ફિલ્મમાં આ પ્રકારના સીન્સ જોયા બાદ એક વાર રતનપુર જઈ આવવાની ઈચ્છા ચોક્કસ થઇ આવે છે.

Director, direction

વિપુલ શર્મા જેમણે તેમની પહેલી જ ફિલ્મમાં Best ડિરેક્ટરનો એવોર્ડ મેળવ્યો હતો. આ પ્રકારના ડિરેક્ટર્સ ખાસ કરીને જયારે કોઈ serious subject ઉપર ફિલ્મ બનાવતા હોય ત્યારે તેમનું ડિરેક્શન વધુ ખીલીને બહાર આવે છે.

ફિલ્મના ડિરેક્શન વિષે એવું strongly કહી શકાય છે કે 2023 સુધીમાં રીલીઝ થનાર વિપુલ શર્માની 5 ફિલ્મોમાંથી તેમનું અત્યાર સુધીનું સૌથી best ડિરેક્શન આ ફિલ્મમાં જોવા મળે છે.

ફિલ્મનું ડિરેક્શન અને સ્ટોરી બંને ઓડીયન્સને જકડી રાખવામાં ખુબ સારી રીતે સફળ થયા છે. ખૂન કોણે કર્યું અને શા માટે કર્યું તેનું અનુમાન લગાવવું ઘણું અઘરું છે, અને ખૂની કોણ છે તેનું suspense ફિલ્મમાં છેક છેલ્લે સુધી જળવાઈ રહ્યું છે.

Strong, plus points

(1). ફિલ્મનું strong ડિરેક્શન. (2). ફિલ્મ સાથે ઓડીયન્સને જકડી રાખતી સ્ટોરી. (3). Advance સિનેમેટોગ્રાફી. (4). ચોમાસાની સીઝનના રતનપુર આસપાસની કુદરતી beautiful scenery, વગેરે ફિલ્મના plus points છે.

Suggestion as an audience

ફિલ્મનું song ફિલ્મના એક એવા મહત્વના stage ઉપર આવે છે જ્યાં સ્ટોરી ખુબ જ જામી ગઈ હતી. એક suspense ફિલ્મમાં આવા stage ઉપર એક song ઓડીયન્સનું ધ્યાન ભંગ કરી શકે છે. પણ હકીકત એ પણ છે કે આ stage સિવાય ફિલ્મમાં બીજી એવી કોઈ best situation નથી જ્યાં આ song ને મૂકી શકાય.

Goofs

વિશાલને પોલીસ જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે, ત્યારે તુષાર દરવાજામાં ઉભા રહીને જુવે છે, જેમાં હરેશ ડાગીયા વિશાલને કંઇક કહે છે. આ સીનમાં ઈલેશ શાહ જીપની અંદર ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠા છે. ત્યારબાદ વિશાલ, હરેશ ડાગીયાને ધક્કો મારીને તેની પાછળ ઉભેલા બે પોલીસમેન પણ ધક્કો મારીને દોડે છે.

આ સીનના બીજા શોટમાં બે પોલીસમેન ધક્કાથી પોતાની જાતને સંભાળીને વિશાલ પાછળ ભાગે ત્યાં સુધીમાં, અગાઉ ડ્રાઈવિંગ સીટ ઉપર બેસેલ ઈલેશ શાહ, આ શોટમાં હરેશ ડાગીયા પાસે ઉભા રહીને તેમને પકડીને સંભાળી રહ્યા છે.

Critics review

આ ફિલ્મને ફિલ્મ શમીક્ષકોએ વખાણી હતી, Divya Bhskar, Mid-day એ ફિલ્મને positive review આપ્યા છે. Gujarat Samachar ના columnist જય વસાવડાએ આ ફિલ્મ વિષે લખ્યું છે “આ ફિલ્મ international level ની ફિલ્મ લાગી, ગુજરાતીમાં આવી quality ફિલ્મ આવી એનો મને આનંદ છે અને ગર્વ પણ છે

Movie trivia

વિપુલ શર્મા અને તુષાર સાધુની ડિરેક્ટર અને એક્ટરની pair તરીકેની આ બીજી ફિલ્મ છે, જેઓએ આ પહેલા Desh Book (2014) ફિલ્મમાં સાથે કામ કર્યું છે.

ફિલ્મના એક સીનમાં ડિરેક્ટર વિપુલ શર્માએ cameo કરેલ છે. ટીવી ન્યુઝમાં એક media person તરીકે તેઓ પોતાનો મત વ્યક્ત કરે છે.

Chasing સીનમાં તુષાર અને વિશાલ આખા દિવસમાં લગભગ 13 K.M. જેટલું દોડ્યા હતા. ફિલ્મના એક માત્ર સોંગનું શૂટિંગ રાજસ્થાનના જેસલમેરના રણમાં 45 degree temperature માં શૂટ કરવામાં આવ્યું હતું.

વિપુલ શર્માએ તેમની બધી જ ફિલ્મોમાંથી આ ફિલ્મને સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં શૂટ થયેલ ફિલ્મ તરીકે ગણાવી છે.

Method acting

IPS ઓફિસર ગૌરવ શર્માનું character નીભાવવા માટે તુષાર સાધુએ method એક્ટિંગ અપનાવી હતી. જેમણે 3 મહિના સુધી IPS ઓફિસરની under માં training લીધી હતી. આ સિવાય રથયાત્રાના બંદોબસ્તમાં પણ જોડાયા હતા. જયારે વીરસિંહના character માટે ઉદય ડાંગરે લગભગ 13 kg. weight gain કર્યું હતું, અને ત્યારબાદ 17 kg. lose કર્યું હતું.

હોલીવુડમાં ડેનિયલ ડે લુઇસની method acting ની techniques વિષે ઘણું જાણ્યું છે, ગજરાતીમાં પણ તેની શરૂઆત થઇ રહી છે તે જાણીને ખરેખર ખુશી થઇ, કે હવે ગુજરાતી ફિલ્મમેકિંગને એટલું serious લેવામાં આવે છે.

આ ફિલ્મ just time pass માટેની નથી

ફિલ્મ જયારે suspense જોનરની હોય ત્યારે ફિલ્મ ફક્ત એમ જ ટાઈમ પાસ માટે જોવાય તે પ્રકારની ક્યારેય નથી હોતી. આ ફિલ્મ ખુબ ધ્યાનથી અને focus રાખી જોવા જેવી છે, નહી તો સ્ટોરીના અમુક points ને સમજવા અઘરા થઇ શકે છે.

સ્ટોરીમાં આવતા એક પછી એક characters અને તેમના અનેક નામોના કારણે ઓડીયન્સ થોડી confuse થઇ શકે છે, પણ આ સ્ટોરીની requirement હોવાથી અહી બીજું કંઇ થઇ શકે તેમ નથી.

Film inspired by true events

ફિલ્મના છેલ્લા સીનમાં જયારે એક પત્રકાર તુષારને કેસની તપાસના તેના અનુભવ વિષે પૂછે છે, ત્યારે તુષાર કહે છે “થોડા વર્ષ પછી ફિલ્મ બનાવીને કહીશ” તુષારનો આ જવાબ સાંભળીને સમજમાં આવી જાય છે કે આ true events ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી છે.

Yes, ફિલ્મ ખરેખર સાચી ઘટનાઓ ઉપરથી બનાવવામાં આવી છે. એક IPS ઓફિસરના પોતાના એક કેસના અનુભવ ઉપરથી ફિલ્મની સ્ટોરી inspire થયેલ છે.

Conclusion

2018 નાં ટાઈમમાં અનેક કોમેડી ફિલ્મો વચ્ચે ઘેરાયેલ આ એકદમ અલગ જોનરની ફિલ્મ છે. આ પ્રકારની murder mystery ધરાવતી suspense ગુજરાતી ફિલ્મ ઘણા ટાઈમથી આવી નથી. મર્ડર મિસ્ટ્રી, ક્રાઈમ અને સસ્પેન્સ ફિલ્મોના ચાહકોને આ ફિલ્મ ખરેખર વધારે પસંદ આવશે.

જો ફિલ્મ હજુ સુધી જોઈ ના હોય તો ફિલ્મ Youtube, Amazon prime, Ohho Gujarati ઉપર available છે, જેના ઉપરથી તમે જોઈ શકો છો.

તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment