Movie: Reva (2018)
Genres: Drama
Director: Rahul Bhole, Vinit Kanojia
Writer: Rahul Bhole, Vinit Kanojia, Chetan Dhanani
Casts: Chetan Dhanani, Monal Gajjar, Yatin Karyekar, Sejal Shah, Prashant Barot, Rupa Borgaonkar, Atul Mahale, Abhinay Banker, Dayashankar Pandey
Production Company: Brainbox Studios and Baroda Talkies
Storyline
કરન પુરોહિત (ચેતન ધાનાણી) અમેરિકા રહીને મોટો થયો છે, જેને તેના માતા પિતા વિષે કંઇ જ ખબર નથી. life ને enjoy કરવામાં માનનાર કરનને અચાનક તેની તમામ સંપતીમાંથી બેદખલ કરવામાં આવે છે, કારણ કે તેના દાદા મૃત્યુ પામ્યા છે અને તેમના વિલ અનુસાર અને તેની મિલકત ગુજરાતના તેના આશ્રમને દાન કરવામાં આવી છે.
જો કરનને તેની સંપતી જોઈતી હોય તો તેને આ આશ્રમમાં જઈને તેના અન્ય ટ્રસ્ટીઓ પાસેથી N.O.C. ઉપર તેમની સાઈન લેવી પડશે. જેથી કરન ઇન્ડિયા આવે છે. અહી તે સૌથી પહેલા ગુપ્તાજી (પ્રશાંત બારોટ) મળે છે, આશ્રમ આવીને તે સુપ્રિયા (મોનલ ગજ્જર) મળે છે, જેને જોઇને તેના વિચાર બદલાઈ છે.
નર્મદા જયંતીના દિવસે ડુંગરપુર ઘાટ ઉપર તે બીત્તું, બંગા (અતુલ મહાલે, અભિનય બેંકર) નામના બે વ્યક્તિઓને મળે છે, જે નર્મદાને સાડી ઓઢાડે છે, અહી તેને નર્મદાની પૂજા અને પરિક્રમા વિષે જાણીને તેને ખુબ નવાઈ લાગે છે. ત્યારબાદ તે ગંડુ ફકીરને (દયાશંકર પાંડે) મળે છે જે એકદમ ધૂની ફકીર છે.
ગુપ્તાજી દ્વારા કરનને જાણ થાય છે કે બીત્તું, બંગા, અને ગંડુ ફકીર પણ આશ્રમના ટ્રસ્ટીઓ છે. તે સિવાય સૌથી main છે શાસ્ત્રીજી (યતિન કાર્યેકર). કરન સુપ્રિયા સિવાયની બધાની સાઈન મેળવે છે, પણ અંધશ્રદ્ધા દુર કરવાના એક પ્રયત્નમાં તેના documents સળગી જવાથી તેને થોડા વધુ દિવસ અહી રોકાવું પડે છે.
આ દરમ્યાન તેના ઉપર પરિક્રમા વાસીઓની સેવાની જવાબદારીઓ આવે છે, આ જવાબદારી નિભાવતા અહીંથી ધીમે ધીમે તેના વિચારો બદલવાની શરૂઆત થાય છે… હવે પછીની ફિલ્મ MX Player ઉપર જોઈ શકો છો.
Opening scene
ફિલ્મની શરૂઆતમાં નર્મદાની પરિક્રમા દરમ્યાન થાક અને ભૂખના લીધે અશક્ત થઈને ઢળી પડેલ કરનને એક નાની બાળકી હાથ લંબાવીને તેને ઉઠવા અને ખાવા માટે કહી રહી છે. ત્યારબાદ ફિલ્મના અલગ અલગ characters અને સીન્સ દેખાય છે, અને અહીંથી ફિલ્મ શરુ થાય છે.
Actors, acting, characters, characterization, character development
ચેતન ધાનાણી, જેમણે ફિલ્મમાં કરન નામનું character નિભાવ્યું છે, જે સ્ટોરીનું center character છે, જેના ભાગમાં ફિલ્મમાં સારી એવી એક્ટિંગ આવી છે જેમાં તેણે ઘણી મહેનત પણ કરી છે.
મોનલ ગજ્જર, ફિલ્મમાં તેમનુ character સુપ્રિયા તરીકેનું છે, જે આશ્રમની main administrative છે.
પ્રશાંત બારોટ, જેમણે ફિલ્મમાં ટ્રસ્ટી ગુપ્તાજી તરીકેનું character નિભાવ્યું છે, તેઓ પણ આશ્રમનું સંચાલન કરે છે. તેમનું થોડું comic character પણ છે.
યતિન કાર્યેકર, જેમનું ફિલ્મમાં શાસ્ત્રીજી તરીકેનું character છે, જેઓ આશ્રમના એક well educated અને વિદ્વાન ટ્રસ્ટી છે.
આ સિવાય ગંડુ ફકીર તરીકે દયાશંકર પાંડે, બંગા તરીકે અભિનય બેન્કર, બીત્તું તરીકે અતુલ મહાલે, કાલેવાલી મા તરીકે સેજલ શાહ, પુરિયા તરીકે રૂપા બોરગાંવકર, વગેરે એક્ટરે ફિલ્મમાં પોતાનો અભિનય આપ્યો છે. ફિલ્મના એક એક character યાદ રહી જાય તેવા છે.
Screenplay
ફિલ્મનો screenplay લખ્યો છે રાહુલ ભોળે, વિનિત કનોજિયાએ અને કોરાઈટર છે ચેતન ધાનાણી, એટલે કે ફિલ્મના બંને ડિરેક્ટર્સ અને લીડ એક્ટરે. ફિલ્મના વિષય પ્રમાણે ફિલ્મના dialogues માં ઘણી ગંભીરતા જોવા મળે છે.
Dialogues
એક સીનમાં ચેતન ધાનાણી અને યતિન કાર્યેકર વચ્ચેનો conversation ખરેખર ખુબ જ સમજવા જેવો છે. જેમાં ચેતન પૂછે છે કે “ખાલી નર્મદાના પાણીથી કોઈ સાજુ થઇ જાય” ત્યારે યતિન કાર્યેકર તેને science ની language માં સમજાવે છે
ત્યારે ચેતન ફરીથી પૂછે છે કે “ડાઈરેક્ટ મેડીસીન આપવી હતીને, વચ્ચે ધર્મને કેમ ઘુસાડ્યો?” ત્યારે યતિન કાર્યેકર તેને સમજાવે છે કે “પ્રજાને વૈજ્ઞાનિક કારણોમાં રસ ના પડે, એને પાપ પુણ્ય, શુકન અપશુકન જ સમજાવવા પડે” અને તેનું આ કારણ ચેતનને સારી રીતે ગળે ઉતરી જાય છે અને સમજી જાય છે.
Cinematography
સુરજ કુરાડે ફિલ્મના સિનેમેટોગ્રાફર છે, જેમની આ ચોથી ગુજરાતી ફિલ્મ છે, અને ફિલ્મમાં તેમની beautiful સિનેમેટોગ્રાફી જોવા મળે છે.
આખી ફિલ્મમાં નર્મદાના અનેક Aerial shots વારંવાર જોવા મળે છે, જેને ખુબ જ સારી રીતે શૂટ કરવામાં આવ્યા છે. મોનલ અને ત્યારબાદ ચેતનનો હીંચકા ઉપરનો Snorricam shot, જે મોર્ડન ગુજરાતી ફિલ્મોમાં લગભગ પહેલી વાર આ shot જોવા મળે છે.
ઝાડના નીચેથી તેના થડની સાથે સાથે ઉપર તરફની camera movement ધરાવતો Pedestal shot. ચેતનને સેન્ટ્રરમાં રાખીને તેના Arc shot દ્વારા ઇનરા સીડીના મુખ્ય દરવાજાને establish કરતો શોટ, વગેરે ફિલ્મની સિનેમેટોગ્રાફીની value વધારે છે.
Songs, music
ચેતન ધાનાણી દ્વારા લખાયેલ અને કીર્તિદાન ગઢવી દ્વારા ગવાયેલ song “Ma reva reva taru pani nirmal” ફિલ્મમાં વારંવાર સાંભળવા મળે છે.
Director, direction
રાહુલ ભોળે અને વિનિત કનોજિયા બંનેએ સાથે ફિલ્મનું ડિરેક્શન કર્યું છે, જેમની આ પહેલી ફિલ્મ છે. પોતાની પ્રથમ ફિલ્મ હોવા છતાં બંને ડિરેક્ટરે ફિલ્મ બનાવવા માટે આવો એક ગંભીર વિષય પસંદ કરીને ડિરેક્શન પ્રત્યેનો તેમનો લગાવ પહેલેથી જ બતાવી દીધો છે.
ડિરેક્શનમાં લગાવ ધરાવનાર ડિરેક્ટરને જયારે એક સારી અને મજબુત સ્ક્રીપ્ટનો સાથ મળે છે ત્યારે ફિલ્મનું ડિરેક્શન હંમેશા તેની ચરમ સીમા ઉપર હોય છે. બંને ડિરેક્ટરે ફિલ્મમાં એક ઉત્તમ કક્ષાનું કહી શકાય તેવું ડિરેક્શન ફિલ્મમાં આપ્યું છે.
Scene presentation
ફિલ્મમાં ડિરેક્શન લેવલ ઉપર એક મજબુત જમા પાસું હોય તો તે છે scene presentation.
For example, ટ્રેઈનના સીનમાં ચેતન સપનું જુવે છે કે અમેરિકન નીગ્રો તેને જગાડીને ગુજરાતીમાં કાઠીયાવાડી ટોનમાં કહે છે “પાનસો રૂપિયાથી સુ થાય, I want my 3 million dollars” ફિલ્મમાં નીગ્રોને કાઠીયાવાડી ટોનમાં બોલતા બતાવવો તે એક creativity પણ છે.
અન્ય સીનમાં જ્યાં ચેતન પૂછે છે કે “ચતુર્માસ એટલે શું?” તેના જવાબ સૌથી પહેલા એક બાળક, ત્યારબાદ અલગ અલગ characters પણ આપવાનો પ્રયત્ન કરે છે. આ સીનને એક સામાન્ય સીન કરતા એકદમ અલગ પ્રકારની direction treatment આપીને અહી unique રીતે present કરવામાં આવ્યો છે. ફિલ્મમાં આ સીનને scene presentation નું એક best example કહી શકાય છે.
Strong, plus points
(1). ડિરેક્શન. (2). ફિલ્મનો strong screenplay. (3). એક્ટિંગ. (4). સિનેમેટોગ્રાફી, વગેરે ફિલ્મના plus points છે.
તે સિવાય ફિલ્મમાં કોઈપણ વાતને પરાણે કહેવામાં અથવા બતાવવામાં નથી આવી, તેને પણ ફિલ્મનો એક plus points જ કહી શકાય તેમ છે. નાસ્તિકને અહી ખોટા દર્શાવ્યા નથી. નર્મદા કોઈ માટે નદી છે તો કોઈ માટે માતા સમાન છે, તમે તેને કઈ રીતે જુવો છો તે તમારા ઉપર આધાર રાખે છે.
ફિલ્મમાં શ્રદ્ધા, અનુમાન અને અનુભવ વચ્ચેના difference ને સારી રીતે સમજાવવામાં આવ્યો છે
ફિલ્મ જોઇને ઘણા બધા points ઉપર discussion થઇ શકે છે, જેમકે… (1). આ પરિક્રમામાં તમને વિસ્વાસ આવતો ના હોય તો કઈ વાંધો નહી, આપને જેમાં વિસ્વાસ આવે તેજ સત્ય છે.
(2). અનુભવ અને અનુમાન બન્ને અલગ વસ્તુઓ છે, નર્મદા દર્શન આપે છે તે મારી શ્રદ્ધા કે મારો અનુમાન અને વિસ્વાસ છે, અને નથી આપતી એ તમારો અનુમાન છે. આપણા બંનેમાંથી કોઈનો અનુભવ નાં બને ત્યાં સુધી તે બંને અર્ધસત્ય છે. (3). નદી રક્ષા કરે કે ડુબાડે? એ તો જેવી જેની ભાવના.
Release, Critics, Awards
ફિલ્મ 6th April 2018 ના રોજ રીલીઝ થઇ હતી. આ ફિલ્મે 66th National Film Awards માં Best Feature Film in Gujarati નો એવોર્ડ જીત્યો છે. ગુજરાતી ફિલ્મ હિસ્ટ્રીની આ બારમી ફિલ્મ છે જેણે National Film Award મેળવ્યો હોય.
Transmedia Gujarati Screen & Stage Award 2018 માં રાહુલ ભોળે, વિનિત કનોજિયાએ Best Director માટેનો એવોર્ડ મેળવ્યો છે. તેના સિવાય Best Film માટેનો એવોર્ડ, જયારે રાહુલ ભોલે, વિનિત કનોજિયા અને ચેતન ધાનાણીએ Best Screenplay માટેનો એવોર્ડ પણ મેળવ્યો છે.
Based on novel “Tatvamasi“
જાણીતા લેખક ધુવ ભટ્ટની સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા નોવેલ તત્વમસિ ઉપરથી આ ફિલ્મ આધારિત છે. ફિલ્મના એક સીનમાં ચેતન આ નોવેલને તેના હાથમાં લઈને જુવે પણ છે.
જેમ હોલીવુડમાં મોટાભાગની ફિલ્મો ત્યાની કોઈ books ઉપરથી બને છે, તેમ આપણા ગુજરાતી સાહિત્યમાં પણ આવી ઘણી અદભુત નોવેલ્સ છે જેના ઉપરથી સારી ફિલ્મો બની શકે છે. બસ જરૂર છે આ સાહિત્યમાં રસ ધરાવનાર અને તેના ઉપરથી ફિલ્મ બનાવનાર ડિરેક્ટર્સની.
ફિલ્મમાં શું છે?
અમેરિકામાં ઉછરેલ અને ત્યાની સંસ્કૃતિથી પુરેપુરો રંગાલેય એક ભારતીય જયારે પોતાના અંગત ફાયદા માટે ભારત આવે છે, અને અહી રહીને ધીમે ધીમે અહીના વારવારણ, સંકૃતિમાં ભળીને અને છેલ્લે પોતાના અસ્તિત્વ વિષે જાણીને તેનું હ્રદય કેવી રીતે પરિવર્તન થાય છે, અને તે એક નાસ્તિકમાંથી કેવી રીતે એક આસ્તિક બને છે, તેની journey આ ફિલ્મમાં બતાવવામાં આવી છે.
Conclusion
કોઈપણ વ્યક્તિને કોઈ કામ કરવા માટે, અથવા તેના વિચારો બદલવા માટે તેને ઉપદેશ અથવા પ્રેશર આપવાની જરૂર નથી, આમ કરવાથી કોઈ જ ફાયદો થતો નથી.
પણ જો વ્યક્તિ પોતાની ઈચ્છાથી કોઈપણ વિષયને પોતાની નજરથી જોવાનો, જાણવાનો અને સમજીવાનો પ્રયત્ન કરે તો જ તે વ્યક્તિ અથવા તેના વિચારો બદલાઈ શકે છે. જે આ ફિલ્મમાં સારી રીતે બતાવવામાં આવ્યું છે.
Reva (2018), ફિલ્મ તે શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ જેવા વિષય ઉપર બનેલી, અને એક સમજવા લાયક ફિલ્મ છે, જેથી mature અને ફિલ્મો જોઇને તેમાંથી કંઇક સમજ મેળવનાર ઓડીયન્સને આ ફિલ્મ સૌથી વધુ ગમશે. જો ફિલ્મ જોઈ ના હોય તો MX Player ઉપર ફિલ્મ ઉપલબ્ધ છે.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.