Movie: Chhello Show (2022)
Genres: Drama
Director: Pan Nalin
Writer: Pan Nalin
Casts: Bhavin Rabari, Richa Meena, Dipen Raval, Bhavesh Shrimali, Alpesh Tank.
Production Company: Chhello Show LLP Monsoon Films, Jugaad Motion Pictures
Storyline
9 વર્ષનો સમય (ભાવિન રબારી) તેના પિતાને (દિપેન રાવલ) ચલાલા સ્ટેશન ઉપર ચા વેચવામાં મદદ કરે છે. સમયને ફિલ્મો જોવાનો ખુબ જ શોખ છે, પણ તેના પિતાના વિરોધના કારણે તેણે સિનેમા હોલમાં હજુ સુધી કોઈ ફિલ્મ જોઈ નથી.
એક દિવસ સમયને તેના પિતા એક ધાર્મિક ફિલ્મ જોવા લઇ જાય છે, સમય ફિલ્મથી એટલો પ્રભાવિત થાય છે કે પાછા ફરતી વખતે તે તેના પિતાને કહે છે કે મોટા થઈને તેને ફિલ્મમેકર બનવું છે. પણ તેના પિતા વિરોધ કરતા કહે છે કે ફિલ્મોની દુનિયા બ્રાહ્મણના સંસ્કારોથી એકદમ અલગ છે.
પણ સમયને હવે ફિલ્મ જોવાની ઈચ્છા વધતી જાય છે, જેથી એક દિવસ સ્કૂલ બંક કરીને તે એકલો જ ફિલ્મ જોવા જાય છે. બીજી વાર પૈસા ના હોવાથી સમય છુપાઈને સિનેમા હોલમાં પ્રવેશીને ફિલ્મ જોતો હોય છે, ત્યારે ત્યાના કામ કરતા વ્યક્તિઓ તેને પકડીને સિનેમા હોલ માંથી કાઢી મુકે છે.
જેથી સમય ઉદાસ થઇ જાય છે, અને તે તેનું ટીફીન સિનેમા હોલના પ્રોજેક્શનિસ્ટ ફઝલને (ભાવેશ શ્રીમાળી) આપી દે છે, ફઝલ તેને પ્રોજેક્ટર રૂમમાં લઇ જાય છે, અને અહીંથી સમય ફિલ્મ જુવે છે. હવે આ એક ક્રમ થઈ ગયો, સમય અને ફઝલની દોસ્તી થઇ જાય છે, જેથી હવે સમયને regular ફિલ્મો જોવા મળે છે. ધીમે ધીમે સમયના મગજમાં ફિલ્મો વિષેની જીજ્ઞાસા વધતી જાય છે.
પણ સિનેમા હોલના owner સમયને પ્રોજેક્ટર રૂમ જોઈ જાય છે જેથી તેઓ સમયને બહાર કાઢી મુકે છે. જેથી હવે સમયને ફિલ્મો જોવા નથી મળતી.
એક દિવસ સ્ટેશનના સ્ટોર રૂમમાં ફિલ્મની રીલ્સની બેગને ઉતરતા જુવે છે, રાત્રે સમય અને તેના મિત્રો રૂમનું તાળું તોડીને રીલ્સને એક ખંડેર જેવા ઘરમાં લઇ જાય છે. જ્યાં તે રીલ્સનો પ્રોજેક્ટર બનાવવાનો પ્રયત્ન કરે છે જેમાં સફળતા નથી મળતી. ફઝલ તેને તેનો ઉપાય બતાવે છે, પણ આ દરમ્યાન રીલ્સની ચોરીની જાણ પોલીસને થાય છે… હવે પછીની ફિલ્મ Netflix ઉપર જોઈ શકો છો.
Story presentation
ફિલ્મ ડ્રામાં જોનરની હોવાના કારણે સ્ટોરીમાં કોઈ મોટા ચડાવ ઉતરાવ નથી આવતા. સ્ટોરી એક મધ્યમ ગતિથી આગળ વધે છે, છતાં સ્ટોરી સાથે આસાનીથી attach થઇ શકાય તેવું તેનું story presentation છે. ફિલ્મમાં communication ઘણું ઓછું છે, અને visual storytelling ને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.
Opening scene
ફિલ્મના opening scene માં એક બાળક રેલ્વેના બંને track વચ્ચે ચાલી રહ્યો છે, આ track ઉપર ખીલ્લીઓ મુકે છે, ત્યારબાદ ખેતરની વચ્ચે સુઈને આકાશ તરફ જુવે છે, જ્યાં એક પ્લેન ઉડી રહ્યું છે, તેના તરફ આંગળીનો ઈશારો કરે છે.
થોડીવાર પછી ટ્રેઈનનો અવાજ સાંભળીને તે ટ્રેઈન તરફ ભાગે છે, track ઉપર તેને ખીલ્લીઓ મૂકી હતી, તે ટ્રેઈનના આવવાથી હવે દબાઈ ગઈ હોવાથી તેનો use તીરના અગ્ર ભાગમાં કરીને એક તીર છોડે છે.
ફિલ્મના આ opening scene માં બાળકને smart દર્શાવવામાં આવ્યું છે. તેનામાં જીજ્ઞાસા સાથે એકલા જ કંઇક કરી શકવાની ક્ષમતા બતાવી છે, આ તેનું characterization છે.
Actors, acting, characters, characterization, character development
ભાવિન રબારી
બાળ કલાકાર સમય તરીકે ભાવિન રબારી, જામનગર નજીકના વસઈ ગામના ભાવિનનું ફિલ્મમાં selection ઓડીશન દ્વારા થયું હતું. આખી ફિલ્મ તેની આસપાસ ચાલી રહી છે.
ફિલ્મમાં તે 9 વર્ષનો બાળક હોવા છતાં પણ તેના character માં maturity વધુ દેખાય છે, આખી ફિલ્મમાં તેને ક્યાય પણ confuse નહી, પણ confident અને clear mind બતાવ્યો છે.
રિચા મીના
સમયની માતા તરીકે રિચા મીના છે, જેમના character માં dialogues ઓછા અને expressions વધુ છે. જેમણે ડ્રામાંથી એક્ટિંગ કેરિયર શરુ કરી હતી, ત્યારબાદ મોડલિંગ, ટીવી સીરીયલ્સ, અને Yash Raj Films ની Mardaani 2 (2019) ફિલ્મમાં પણ કામ કર્યું હતું.
દિપેન રાવલ
બાપુજી, સમયના પિતા તરીકે દિપેન રાવલ, જેમણે ફિલ્મમાં એક એવા પિતાનું character નિભાવ્યું છે જેઓ તેના બાળક પ્રત્યે ઘણા strict છે, બ્રાહ્મણ હોવાના કારણે તેના પુત્રને ફિલ્મોથી ખુબ દુર રાખવા માંગે છે, પણ તેઓ પુત્રની એક અન્ય સાઈડને જુવે છે, જેનાથી તેમનું mind change થાય છે.
અન્ય એક્ટર્સ
ફિલ્મમાં અન્ય મહત્વના એક્ટર્સમાં સિનેમા હોલના પ્રોજેક્શનિસ્ટ ફઝલ તરીકે ભાવેશ શ્રીમાળી, જેમની સમય સાથે દોસ્તી થાય છે, અને જેઓ તેને ઘણી જગ્યાએ guide પણ કરે છે. સ્કૂલમાં દવે સર તરીકે અલ્પેશ ટાંક, વગેરે ફિલ્મમાં જોવા મળે છે.
ફિલ્મમાં બાળ કલાકારોને ઓડીશન દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. ઘણી વાર નવા એક્ટર્સ dialogues ઉપર એટલું બધું ફોકસ આપતા હોય છે કે proper dialogues બોલવાના પ્રયાસમાં તેઓની એક્ટિંગ દબાઈ જતી હોય છે, જેથી છ બાળકોના ઓડીશનમાં તેમને કોઈપણ પ્રકારના dialogues આપવામાં આવ્યા નહતા.
Screenplay
ફિલ્મનો screenplay નલીન પાને લખ્યો છે. અન્ય ફિલ્મોની સરખામણીએ આ ફિલ્મમાં dialogues ઘણા ઓછા છે. ફિલ્મના આ dialogues હકીકતમાં ઘણું બધું clear કરે છે, જેમકે…
(1). એક સીનમાં સમય તેના નામ વિશેનું કારણ આપતા કહે છે “મારા માં બાપ પાસે કોઈ ધંધો નોતો, કંઈપણ પૈસા નોતા, એના પાસે ખુબ જ સમય હતો, એટલે મારો જનમ થયો ત્યારે મારું નામ સમય રાખ્યું” એકદમ સામાન્ય રીતે કહે છે, પણ એક ગંભીરતા છે તેની આ વાતમાં.
(2). જાત, જ્ઞાતિના ભાગલા ઉપર અલ્પેશ ટાંકે ખુબ સરસ સમજાવતા કહ્યું છે “અત્યારના સુધરેલા ભારતમાં બે જ જ્ઞાતિ છે, એક જેમને અંગ્રેજી આવડે છે એ, અને બીજી જેઓને નથી આવડતી એ“
(3). અન્ય સીનમાં સમય પૂછે છે “ફઝલભાઈ આ ફિલ્મ કેમ બનાવે?” ત્યારે ફઝલ ખુબ સારી રીતે સમજાવીને કહે છે “વાર્તા કેતા આવડવી જોઈએ”.
ફિલ્મમેકિંગની ભાષામાં તેને storytelling કહેવાય છે. મતલબ કે સ્ટોરી ગમે તે હોય, પણ તે સ્ટોરીને ફિલ્મના પરદા ઉપર અસરકારક રીતે રજુ કરતા આવડવું જોઈએ. એક સફળ ડિરેક્ટર બનવા અને એક સફળ ફિલ્મ બનાવવા માટે અસરકારક રીતે સ્ટોરી present કરતા આવડવું જોઈએ. તેને જ real creative ડિરેક્શન કહેવાય છે.
Cinematography
સ્વપ્નિલ એસ. સોનાવણે ફિલ્મના સિનેમેટોગ્રાફર છે. ફિલ્મ ડ્રામાં genre ની હોવાથી ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં એક limit આવી જાય છે.
ફિલ્મની શરૂઆતમાં (ખાસ કરીને રસોઈ બનાવવાના સીનમાં) Top Angle shots વધુ લેવામાં આવ્યા છે, જમીન ઉપર સુઈને ફિલ્મની રીલ્સને જોઈ રહેલ સમય અને તેના friends, જેમાં Top Angle માં camera ની pan movement દ્વારા સીન શૂટ કર્યો છે. તેમજ જયારે સમય ફિલ્મ રીલ્સના ઢગલા ઉપર કુદે છે તે slow motion Top Angle shot ફિલ્મનો સૌથી shot best છે.
ફિલ્મમાં કેટલાક ખુબ જ મનોરમ્ય Wide, Long shot શૂટ કરવામાં આવ્યા છે, જેમાં સમય અને તેની પાછળ તેના પિતાનો દોડવાનો shot, પાસ થઇ રહે ટ્રેઈનનો shot, પાણીમાં નહાવા માટે દોડી રહેલ સમય અને તેના ફ્રેન્ડસ વગેરે shots best છે. તે સિવાય ટેકરી ઉપર ઉભા રહીને વિચારી રહેલ સમયનો Dolly shots પણ સિનેમેટોગ્રાફીમાં મુખ્ય શોટ છે.
Production Value
ફિલ્મમાં અનેક સીન્સમાં lights નો અને તેની સાથે colors નો ખુબ અસરકારક રીતે અને વધુ creatively use કરવામાં આવ્યો છે. હકીકતમાં light ને એક ખુબ જ મહત્વના subject તરીકે પણ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે.
Film Editing
શ્રેયસ બેલ્ટંગડી અને પવન ભાટ ફિલ્મના એડિટર છે. ફિલ્મ એડીટીંગમાં સૌથી ખાસ છે Match cut નો use, અને એક ક્લાસિક હોલીવુડ ફિલ્મના background music નો use.
આગ અને તેના પછી સમય દ્વારા માચીસ સળગાવવાના સીનને જોઇને Lawrence of Arabia (1962) ફિલ્મમાં પીટર ઓ’ટૂલ દ્વારા માચીસ સળગાવવાનો અને ત્યારબાદ ઉગતા સૂર્યના સીનની Match cut યાદ આવી જાય છે. Match cut હકીકતમાં એક વીડિઓ એડીટીંગ techniques છે, મોર્ડન ગુજરાતી ફિલ્મોમાં આ પહેલા આ cut લગભગ જોવા મળી નથી.
અન્ય સીનમાં સુઈ રહેલ સમયને શર્ટ ઓઢાડવાના પછીના સીનમાં, જે 21 seconds લાંબા background music નો use કરવામાં આવ્યો છે, તે હકીકતમાં ડિરેક્ટર સ્ટેનલી કુબ્રિકની એવરગ્રીન સાયંસ ફિક્શન ફિલ્મ 2001 A Space Odyssey (1968) ના ઓપનીંગ અને કલોઝિંગ સીનનું background music છે. જે હોલીવુડ ફિલ્મ હિસ્ટ્રીના most iconic સીન્સમાંથી એક છે.
Director, direction
ડિરેક્ટર નલિનકુમાર પંડ્યા (પાન નલિન) International લેવલે ખ્યાતી ધરાવનાર filmmaker છે, જેમણે દુરદર્શનની એક સમયની પોપ્યુલર સીરીયલ Wagle Ki Duniya થી રાઈટર તરીકે શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે અનેક ડોક્યુમેન્ટ્રી અને ફિલ્મો લખી અને બનાવી છે, જેનાં માટે અત્યાર સુધીમાં તેમણે અનેક awards મેળવ્યા છે, અને તેમની ફિલ્મોએ પણ અનેક awards જીત્યા છે.
પાન નલિનની મોટાભાગની ફિલ્મો mainstream થી એકદમ અલગ પ્રકારની હોય છે, તેમની ફિલ્મોના subjects પણ એકદમ અલગ જ હોય છે. સામાન્ય ભાષામાં કહીએ તો તેમની ફિલ્મો એક આમ વ્યક્તિ માટે ઓછી હોય છે. કદાચ આજ કારણ તેમને ડિરેક્ટર તરીકે એક અલગ category માં લઇ જાય છે.
એક commercial ડિરેક્ટરથી થોડા અલગ હોવાના કારણે, આ ફિલ્મમાં ડિરેક્શન એકદમ અલગ level ઉપર જોવા મળે છે, એક ગુજરાતી ફિલ્મ હોવા છતાં પણ ગુજરાતી હોવાની feeling ઓછી આવે છે. તેમના ડિરેક્શનમાં સૌથી મોટું અસરકારક આકર્ષણ છે scene presentation.
Scene presentation
એક સીનમાં સમયના પિતા લાકડી લઈને તેની પાછળ દોડે છે, પણ તેને મારવાનો સીન નથી બતાવાતો. ટીચર પૂછે છે અને સમય જવાબ આપે છે, ત્યારે clear થાય છે. જરૂર નથી કે સ્ટોરીમાં જે ઘટના હોય તેને સીધેસીધી ફિલ્મમાં visually બતાવવી. સ્ટોરીની કોઈપણ ઘટનાને ફિલ્મ સીન દ્વારા present કરવાની technique ને scene presentation કહેવાય છે.
એક સીનમાં સમય ફિલ્મની રીલ્સ લઈને ભાગવા જાય છે, અને અચાનક રીલ પડીને સરકતી પોલીસના પગ સુધી પહોચે છે. આ સીનમાં રીલ 15 seconds સુધી ધીમે ધીમે સરકતી પોલીસના પગ સુધી પહોચે છે, અને આ 15 seconds દરમ્યાન ઓડીયન્સની curiosity સતત વધતી જાય છે.
ફિલ્મનો આ એક best સીન છે, કારણ કે સ્ટોરીની કોઈપણ ઘટનાનો ફિલ્મ સીન બનાવી તેને ફિલ્મમાં interesting way માં present કરવો તે scene presentation નું એક best example આ સીનમાં જોવા મળે છે. એક ડ્રામા ફિલ્મમાં આ પ્રકારના સીન્સ હકીકતમાં ફિલ્મને વધુ interesting બનાવે છે.
Technical points
આ ફિલ્મનો time period ફિલ્મમાં clear નથી કર્યો, પણ તે 2015 પછીનો હોવો જોઈએ, કારણ કે પાન નલીનની અન્ય ફિલ્મ Angry Indian Goddesses જે 2015 માં રીલીઝ થઇ હતી, અને આ ફિલ્મના કેટલાક સીન્સ સિનેમા હોલમાં બતાવવામાં આવ્યા છે. પણ આ ટાઈમમાં digital projector દ્વારા સિનેમા હોલ ચાલતા હતા.
એક સીનમાં ફઝલ, સમયને સમજાવતા કહે છે “વાર્તાને અને ફિલ્મને બહુ જ જુનો સબંધ છે” આ કહેતી વખતે તેમણે સફેદ શર્ટ પહેર્યો છે.
ત્યારબાદ તેઓ આગળ કહે છે. “જેમ નેતાઓ વાર્તા કરીને… મત મેળવે” આ સીનના અડધા dialogues માં તેમણે સફેદ શર્ટ અને બાકીના અડધા dialogues માં તેને બ્લુ બનીયન પહેર્યું છે. ઉપરાંત બાકીના આ અડધા dialogues માં તેમના લીપ્સિંગ પણ જોવા નથી મળતા.
ત્યારબાદ સૌથી છેલ્લા શોટમાં તે કહે છે “આ બધો ખેલ વાર્તાનો છે” ત્યારે તેમણે ફરીથી સફેદ શર્ટ પહેર્યું છે.
Art and Creativity
ફિલ્મના છેલ્લા સીનમાં ટ્રેઈનમાં લેડીઝના હાથની બંગડીઓ જોઇને સમય વિચારે છે કે “આ તો મનમોહન દેસાઈનો જ અવતાર લાગે છે” ત્યારબાદ તે બોલીવુડ ડિરેક્ટર્સમાં કમાલ અમરોહી, સત્યજીત રેથી શરુ કરીને, હોલીવુડના ચાર્લી ચેપ્લિન, આલ્ફ્રેડ હિચકોક, સ્ટેનલી કુબ્રિક સહીત અન્ય ડિરેક્ટર્સ સુધી પહોચી જાય છે.
આ સીનમાં દુનિયાના 31 great ડિરેક્ટર્સના નામો mention કરવામાં આવ્યા છે. જે ફિલ્મની એક મહત્વની creativity કહી શકાય છે, કારણ કે હકીકતમાં આ સીનમાં તે ડિરેક્ટર્સ નામોની આમ તો કોઈ જરૂર નહોતી, પણ આ સીનમાં તે મહાન ડિરેક્ટર્સના નામો લઈને એક પ્રકારે તેમને tribute આપવામાં આવી છે.
Creativity ના આ એક ઉત્તમ પ્રયાસ માટે તેમજ, bangles, તેના colors અને lights નો use કરીને દર્શાવેલ આ સીન ફિલ્મનો most artistic and creative scene ચોક્કસ કહી શકાય તેમ છે.
8 minutes 15 seconds નો long sequence
ફિલ્મના એક સીનમાં સમય જયારે ટ્રકને follow કરીને રાજકોટ પહોચે છે ત્યાથી શરુ કરીને ફિલ્મમાં 8 minutes અને 15 seconds સુધી કોઈ જ dialogues નથી. આ આખો sequence કોઈપણ પ્રકારના communication વગર બતાવ્યો છે. ગુજરાતી ફિલ્મોમાં dialogues વગરનો આટલો લાંબો sequence જે પહેલી વાર જોવા મળ્યો છે.
Theatre vs. Cinema hall
ફિલ્મમાં Galaxy cinema hall બતાવ્યો છે, સામાન્ય રીતે આપણે cinema hall ને જ theatre કહીએ છીએ, જે હકીકતમાં technically ખોટો શબ્દ છે. Theatre અને cinema hall વચ્ચે technically ખુબ જ મોટો ફર્ક છે, આ બ્લોગમાં અને મારા દરેક બ્લોગમાં હું હંમેશા cinema hall શબ્દનો use કરું છું.
Cinema hall એટલે જ્યાં ફિલ્મ બતાવવામાં આવે છે, અને જ્યાં ઓડીયન્સ ફિલ્મ જોવા માટે જાય છે. જયારે theatre એટલે જ્યાં live performers દ્વારા ડ્રામાં પ્લે કરવામાં આવે છે, અને જ્યાં ઓડીયન્સ live ડ્રામાં જોવા માટે જાય છે.
Movie trivia
આ ફિલ્મ હકીકતમાં પાન નલીનના જીવનના કેટલાક પ્રસંગો ઉપરથી બનાવવામાં આવી છે. ફિલ્મમેકર તરીકે તેમની journey બાણપણથી કેવી રીતે શરુ થઇ તે ફિલ્મ દ્વારા એક રીતે બતાવવામાં આવી છે.
ફિલ્મમાં સમયના ફ્રેન્ડ મનું તરીકે character નિભાવનાર રાહુલ કોળી, જેને ફિલ્મ રીલીઝ થયા બાદ જીવન બદલાઈ જવાની ખુબ મોટી આશા હતી, તે બાળ કલાકારનું બ્લડ કેન્સરના કારણે ફિલ્મ રીલીઝ થવાના બે દિવસ પહેલા જ મૃત્યુ થયું હતું.
પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મનું લોસ એન્જલસમાં સ્ક્રિનિંગ અને રિસેપ્શન હોસ્ટ કર્યું હતું. જાપાનના ટોક્યો શહેરમાં જ 24 સિનેમા હોલમાં ફિલ્મ રિલીઝ કરાઈ હતી, જાપાનનાં સિનેમા હોલમાં સ્થાન મેળવનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની છે.
શું દરેક ડિરેક્ટર ડિરેક્શનના passion કારણે ફિલ્મ બનાવે છે?
ફિલ્મ એક કળા છે, અને filmmaking તે એક creative profession છે. પણ આ ફિલ્મમાં બતાવ્યું છે તે મુજબ શું દરેક ડિરેક્ટરને ફિલ્મો માટે પ્રેમ હોય છે? શું ફિલ્મો પ્રત્યેના લગાવના કારણે જ તેઓ ફિલ્મો બનાવે છે? જવાબ છે ના, અલગ અલગ ડિરેક્ટર અલગ અલગ vision થી ફિલ્મ બનાવે છે.
જેમકે… (1). અમુક ડિરેક્ટર passion ના કારણે ફિલ્મ બનાવે છે. (2). મોટાભાગના profession, career, income માટે. (3). ફિલ્મ દ્વારા ફક્ત કમાઈ લેવાના વિચાર સાથે અથવા સબસીડી માટે કેટલાક ફિલ્મ બનાવે છે. (4). તો અમુકને ફક્ત ડિરેક્ટર બનવાનો અથવા ફિલ્મ બનાવવાનો શોખ હોવાથી. (5). કેટલાક ફિલ્મના નામ ઉપર personal bank balance બનાવવા માટે પણ ફિલ્મ બનાવે છે.
પણ આ ફિલ્મમાં સમયને જે પ્રકારે ફિલ્મોનું passion છે, જો આ પ્રકારનું passion ધરાવતા 20 જેટલા ડિરેક્ટર્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હશે, અને તેઓ વર્ષે એક ફિલ્મ બનાવશે, જેના કારણે ધીમે ધીમે પરિસ્થિતિઓ બદલાશે, અને ત્યારબાદ જ ગુજરાતી ફિલ્મોનો golden time આવશે.
Release, Awards, Nominations
ફિલ્મ 14 October 2022 ના રોજ ભારતમાં રીલીઝ થઇ હતી. ફિલ્મનું પ્રીમિયરમાં 10 June 2021 ના રોજ 20th ટ્રિબેકા ફેસ્ટિવલમાં થયું હતું.
ફિલ્મને 69th National Film Awards માં Best Feature Film in Gujarati, Best Child Artist નો એવોર્ડ્સ મેળવ્યા છે. Gujarat State Film Awards 2024 માં આ ફિલ્મને 6 એવોર્ડ્સ જીત્યા છે, જેમાં Best Director, Best Writer, Best Producer, Best Actor, Best Editing, Best Costume Design વગેરે છે.
44th Mill Valley Film Festival ના World Cinema section માં Audience Award જીત્યો છે. 66th Valladolid International Film Festival માં Best Picture માટે Golden Spike Award એવોર્ડ જીત્યો છે. 14th Milwaukee Film Festival માં Luminaries Jury Award – Special Mention એવોર્ડ જીત્યો છે.
Indian film history ની ફક્ત ચોથી ફિલ્મ…
બોલીવુડની બે ફિલ્મો, જેમાં એસ. એસ. રાજામૌલિની RRR (2022) અને વિવેક અગ્નિહોત્રીની The Kashmir Files (2022) જેવી commercial success ફિલ્મોને પાછળ છોડીને આ ફિલ્મ Oscar માં Best International Feature Film ની કેટેગરી માટે nominate થઇ છે.
ઇન્ડિયન ફિલ્મ હિસ્ટ્રીમાં આ એવી ચોથી ફિલ્મ છે જે Oscar માં આ કેટેગરી માટે nominate થઇ છે, છેલ્લે 21 વર્ષ પહેલા Lagaan (2001) ફિલ્મ nominate થઇ હતી.
ફિલ્મમાં શું છે?
ફિલ્મમાં એક એવા બાળકની વાત છે, જે પહેલી વાર સિનેમા હોલમાં ફિલ્મ જુવે છે, જેનાથી તે ખુબ જ પ્રભાવિત થાય છે. તેનામાં ફિલ્મો વિષે વધુ જાણવાની જીજ્ઞાસા પેદા થાય છે, જે સતત વધ્યા જ કરે છે, પણ ફિલ્મો પાછળના તેના આ passion ને તેના પિતા સમજી શકતા નથી.
ફિલ્મો પાછળનું તેનું ગાંડપણ તેને ખોટા કામો પણ કરાવે છે, જે હકીકતમાં ફિલ્મો માટેનો તેનો એક પ્રેમ જ છે. ફિલ્મો વિષે જાણવાની તેની આ curiosity આખરે તેને તેની life change કરી દે તેવો એક નિર્ણય સુધી પહોચાડે છે.
Conclusion
કોઈપણ subject, field ને જોવા, જાણવા, સમજવા, તેની અંદર ઉતરવા, તેમાં માસ્ટરી મેળવવા અને છેલ્લે તેમાં સફળ થવા માટે સૌથી પહેલા તે વિષયનું passion હોવું જોઈએ, કારણ કે આ passion જ તમને ત્યાં લઇ જવામાં સૌથી પહેલા અને સૌથી મોટી હેલ્પ કરે છે.
દુનિયાના મોટાભાગના great ડિરેક્ટર્સ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ ગયા જ નથી, ફિલ્મો પ્રત્યે તેમને લગાવ હોવાથી તેઓ આ પ્રેમ અને સાથે તેમનું dedication અને છેલ્લે તેમની મહેનતના લીધે જ તેઓ મહાન બન્યા છે. આ ફિલ્મમાં પણ ફિલ્મો માટેના આ પ્રકારના પ્રેમ માટેની વાતને કહેવામાં આવી છે.
જો તમને ફિલ્મો જોવાનો ખરેખર serious hobby, passion હશે, જો તમે એક true movie lover હશો તો તમને આ ફિલ્મ સૌથી વધુ ગમશે. જો ફિલ્મ હજુ સુધી જોઈ ના હોય તો Netflix ઉપરથી જોઈ શકો છો.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.