Latest Posts:

Movie: Vaahlam Jaao Ne (2022)

Genres: Roamnce, Comedy

Director: Hardik Gajjar

Writer: Rahul Patel

Casts: Pratik Gandhi, Deeksha Joshi, Tiku Talsania, Sanjay Goradia, Jayesh More, Ojas Rawal, Kavin Dave, Kinjal Pandya, Pratap Sachdev, Binda Rawal.

Production Company: Hardik Gajjar Films, Jio Studios, Backbencher Pictures

Storyline

સુમિત ગાંધી (પ્રતિક ગાંધી) music director છે, અને રીના મેહતા (દીક્ષા જોશી) fashion designer છે. બંને relationship માં છે, પણ સુમિત પોતે રીનાના unpredictable nature થી હેરાન છે. જેથી સુમિત psychiatrist ને consult કરે છે, અને તે કહે છે કે તે પોતે આ relationship માં confuse છે.

કારણ કે રીના એકદમ નાની નાની બાબતોમાં તેની સાથે ઝગડો કરે છે, અને તેને કારણે રીનાએ 2 વાર suicide attempt પણ કર્યું હતું. રીના સુમિતની મરજી જાણ્યા વગર જ લગ્ન માટે પોતાના પિતાને સુમિતના parents સાથે મળાવવા બોલાવે છે.

પણ સુમિત તેના parents ને રીનાના parents સાથે મળાવવા માંગતો ન હોવાથી તે આ problem વિષે તેના એક્ટર friend વેંકીને (કવિન દવે) કહે છે,  અને સુમિત વેંકીને એક દિવસ માટે પોતાના પિતા બનીને રીનાના પિતાને મળવા માટે કહે છે, વેંકી માની જાય છે, અને તેની કોએક્ટર્સ રત્નાને (કિંજલ પંડ્યા) સુમિત પોતાના માતાના character માટે મનાવી લે છે, પણ બંનેનો બીજા દિવસે હૈદરાબાદમાં show છે.

બીજા દિવસે સુમિત વેંકીને ફોન કરે છે પણ તેને ફોન લાગતો નથી, તે દરમ્યાન સુમિત અચાનક ડોક્ટર દિલીપ જોશીને (સંજય ગોરડિયા) મળે છે, અને સુમિત તેમને થોડા સમય માટે પોતાના પિતા બનવા માટે કહે છે. યારબાદ રીનાના પિતા મિસ્ટર મેહતા (ટીકુ તલસાણીયા), સુમિતના ઘરે આવે છે, અને સુમિત દિલીપ જોશીને પોતાના પિતા તરીકે introduce કરે છે… હવે પછીની ફિલ્મ youtube ઉપર જોઈ શકો છો.

Story presentation

ફિલ્મની સ્ટોરીને 3 ભાગોમાં વહેચી શકાય છે. 1st જેમાં ફિલ્મની સ્ટોરી develop થાય છે. 2nd જેમાં સૌથી વધુ કોમેડી જોવા મળે છે, ફિલ્મનો આ ભાગ ઓડીયન્સને સૌથી વધુ entertain કરે છે. 3rd જેમાં ફિલ્મમાં ઉભી થયેલ પરિસ્થિતિમાંથી તેનું solution અને ત્યારબાદ ફિલ્મનો એન્ડ.

Opening scene

ફિલ્મના ઓપનીંગ સીનમાં સુમિત ગાંધી એક psychiatrist ને મળે છે, જેમને પોતાનો intro આપતા કહે છે કે તે music director છે, અને તેની girlfriend રીના fashion designer છે. જે તેના ડ્રેસના અખતરા તે સુમિત ઉપર કરે છે.

Psychiatrist સુમિતને તેની relationship બાબતે કેટલાક પ્રશ્નો પૂછે છે, અને સુમિત તેમને વિગતવાર જણાવે છે કે તેના relationship ને 4 વર્ષ થયા છે જેમાં રીનાએ 4 વાર suicide attempt કર્યા છે… અહીંથી ફિલ્મની શરૂઆત થાય છે.

Actors, acting, characters, characterization, character development

સુમિત ગાંધી તરીકે પ્રતિક ગાંધી, જે વ્યક્તિ તરીકે emotional છે. એક સીધાસાદા અને સરળ વ્યક્તીના character માં પ્રતિક ગાંધી હંમેશા મેદાન મારી જાય છે.

રીના મેહતા તરીકે દીક્ષા જોશી, જે એકદમ eccentric nature ધરાવે છે. દીક્ષાની એક્ટિંગ દર ફિલ્મમાં વધુ improve થતી જોવા મળે છે.

મિસ્ટર મેહતા તરીકે ટીકુ તલસાણીયા, હંમેશની જેમ તેઓ અહી પણ પોતાના comic character માં જોવા મળે છે.

ડોક્ટર દિલીપ જોશી તરીકે સંજય ગોરડિયા, જેઓને એક ધૂની પ્રકારના આયુર્વેદિક ડોક્ટર તરીકેનું character નિભાવ્યું છે. તેમની દરેક વાતમાં કોઈપણ રીતે આયુર્વેદ વચ્ચે આવે જ છે.

રત્ના તરીકે કિંજલ પંડ્યા, જેમણે પોતાની એક્ટિંગથી એક સારી એવી positive image ઉભી કરવામાં સફળતા મેળવી છે.

ડીસીપી સુરેશ નાયક તરીકે જયેશ મોરે, એક પોલીસનું character હોવાથી તેમને દરેક વાત એકદમ details માં સમજવાની ટેવ છે.

Screenplay

રાઈટર રાહુલ પટેલે ફિલ્મનો screenplay લખ્યો છે. જેમણે The Great Indian Comedy Show દ્વારા તેમની કેરિયરની શરૂઆત કરી હતી.

ફિલ્મની સ્ટોરી જ એવી છે કે જેમાં screenplay થોડો આગળ પાછળ થયો હોય તેવું ક્યાંક થોડું ઘણું દેખાઈ આવે છે.

ફિલ્મનો best quote છે “Past માં થયેલી વસ્તુને present માં ચાવ્યા કરશો તો future સુધી પહોચશો જ કેવી રીતે” આ સિવાય “એક્ટિંગ શું છે? Act and react, but never ever over react

Cinematography

હૃષીકેશ ગાંધી ફિલ્મના સિનેમેટોગ્રાફર છે, જેઓ બોલીવુડ ફિલ્મો અને ટીવી સીરીયલ્સનો સારો એવો અનુભવ ધરાવે છે, આ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ છે.

ફિલ્મની શરૂઆતમાં અનેક સીન્સમાં dolly shots નો વધુ use કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લી વાર door bell વગડે છે અને પ્રતિક બેસી જાય છે, તે સૌથી low angle નો dolly shot સૌથી best છે.

Director, direction

હાર્દિક ગજ્જર ફિલ્મના ડિરેક્ટર છે, જેમને તેમના ડિરેક્શન કેરિયરની શરૂઆત કરી હતી Devon Ke Dev… Mahadev જેવી પ્રખ્યાત ટીવી સીરીયલ દ્વારા. બે બોલીવુડ ફિલ્મો ડિરેક્ટ કર્યા પછી તેમની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે.

ફિલ્મની સ્ટોરી મુજબ ફિલ્મનું ડિરેક્શન perfect છે, ફિલ્મના દરેક એક્ટર્સ પાસેથી તેમણે ઘણું સારું કામ લેવામાં આવ્યું છે.

Climax sequence

ફિલ્મનો ક્લાઈમેક્સ હકીકતમાં ફિલ્મ શરુ થવાના 38 મિનીટ પછી જ શરુ થતો હોય તેવું લાગે છે. પ્રતિકના ઘરે જયારે ટીકુ તલસાણીયા આવે છે, બસ ત્યારથી 36 મિનીટ માટે શરુ થાય છે interesting કોમેડીનો એક અસ્લખિત પ્રવાહ.

જેમાં પ્રતિક એક પછી એક પ્રોબ્લેમમાં ફસાતો જાય છે, અને તે confusing situations તે explain કર્યા કરે છે, ત્યારે તેની કંડીશન ખરેખર જોવા જેવી હોય છે. જયારે પણ door bell વાગે છે ત્યારે પ્રતિકના પ્રોબ્લેમમાં વધારો થાય છે.

સંજય ગોરડિયા પ્રતિકના નકલી પિતા બને છે, પણ તેઓ હકીકતમાં પ્રતીકને હેલ્પ કરવાની જગ્યાએ તેને વધુ ફસાવવાનું કામ કરે છે.

એકદમ spicy ભેળ ખાધા પછી તો પિત્ઝા પણ બેસ્વાદ લાગે. બસ એવી જ રીતે 36 મિનીટની કોમેડીની આ પછી ફિલ્મની હવે આગળની comic situations થોડી ઓછી અસર કરે છે. આવી situation ઉપર song ઓડીયન્સને એક પ્રકારે rest આપવાનું કામ કરી શકે છે.

Weak, minus points

ફિલ્મની સ્ટોરી અનેક વાર આવી ગઈ છે, તેમાં કંઇ ખાસ નવું નથી, છતાં પણ આખી ફિલ્મમાં audience કંટાળશે નહી, કારણ કે ફિલ્મમાં ખુબ સારી એવી કોમેડી છે.

Conclusion

Vaahlam Jaao Ne (2022) એક perfect comedy ફિલ્મ છે, ફિલ્મનું જોનર કોમેડી હોવાથી ફિલ્મની સ્ટોરી કરતા ફિલ્મની કોમેડી ઉપર વધુ ધ્યાન આપવામાં આવે તો ફિલ્મ વધુ enjoy કરી શકાશે.

આ ફિલ્મ જોઇને અમોલ પાલેકરની Golmaal (1979) અને તેની રીમેક એવી Bol Bachchan (2012) ફિલ્મ ચોક્કસ યાદ આવી જાય છે. જો આ પ્રકારની કોમેડી ફિલ્મો તમને ગમતી હશે તો આ ફિલ્મ ચોક્કસ ગમશે.

તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment