Latest Posts:

Movie: Var Padharavo Saavdhan (2023)

Genres: Drama, Family, Comedy

Director: Vipul Sharma

Writer: Vipul Sharma

Casts: Tushar Sadhu, Kinjal Rajpriya, Ragi Jani, Kamini Panchal, Prashant Barot, Jaimini Trivedi, Jay Pandya, Rhythm Rajyaguru.

Producer: Shailesh Dhameliya, Anil Sanghavi, Bharat Mistry.

Production Company: Artmen Films Limited

Storyline

સિધાંત (તુષાર સાધુ) એક ન્યુઝ એન્કર છે, જે પોતાના નામ પ્રમાણે સિધાંતવાદી છે. જે પોતાના show એટલે કે The Siddhant Show માં સમાજને સુધારવા માટેનો મુદ્દો ઉઠાવીને એક રીતે સમાજ સેવાનું કામ કરે છે.

આનલ (કિંજલ રાજપ્રિયા) એક NGO માં social activity કરે છે. સિધાંત અને આનલ બંને accidentally મળે છે, અને સિધાંત આનલના પ્રેમમાં પડી જાય છે અને તેને લગ્ન માટે propose કરે છે, આનલ તેની proposal ને accept કરે છે.

સગાઇના દિવસે અચાનક જ આનલ સિધાંતને લગ્ન પછી પોતાના ઘરે રહેવા માટે કહે છે. શરૂઆતમાં થોડા ખચકાટ પછી, ખાસ કરીને સ્ત્રીની ફિલિંગ્સને વધુ સારી રીતે સમજવા માટે સિધાંત આનલના ઘરે રહેવા તૈયાર થાય છે.

લગ્ન કરીને સિધાંત આનલના ઘરે એટલે કે પોતાના સાસરે રહેવા આવે છે, જ્યાં તેને એક નવી વહુની જેમ treat કરવામાં આવે છે, અહી તેને સસરા (રાગી જાની) સાથે મનમેળ બનાવવામાં તકલીફ પડે છે, અને બંને વચ્ચે સતત ખેંચતાણ થયા કરે છે… હવે પછીની સ્ટોરી જાણવા માટે ફિલ્મ જોવી પડશે.

Opening scene

ફિલ્મનો ઓપનીંગ સીન જે હકીકતમાં એક character introduction based સીન છે. આ ઓપનીંગ સીનમાં તુષારના character ને The Siddhant Show દ્વારા એક popular news anchor તરીકે strongly develop કરવામાં આવ્યું છે, આ show માં તેની honest debate સામે guests ને replay આપવા અઘરા થઇ પડે છે, જેમાં તેની smartness અને accomplishment પણ દેખાઈ આવે છે. આ ઓપનીંગ સીન દ્વારા ફિલ્મમાં તુષારનું લીડ એક્ટર તરીકેનું characterization clear થાય છે.

Actors, acting, Characters, characterization, character development

ડિરેક્ટર અને એક્ટર વચ્ચેની good chemistry ફિલ્મમાં હમેશા એક better result લાવતી હોય છે, અને તે આ ફિલ્મમાં પણ જોવા મળે છે. વિપુલ શર્મા અને તુષાર સાધુની ડિરેક્ટર અને એક્ટર તરીકેની આ pair અગાઉ 3 ફિલ્મોમાં આવી ગઈ છે, અને બંને વચ્ચે personally ખુબ સારી bonding અને understanding હોવાનો સીધો ફાયદો ફિલ્મને મળ્યો છે.

તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા બંનેએ લીડ એક્ટર તરીકે સાથે કામ કર્યું હોય તેવી આ તેમની બીજી ફિલ્મ છે. તેમના બંનેની pair onscreen ખરેખર ખુબ જ સારી લાગે છે. We hope કે future માં પણ બંનેની જોડી વધુ ફિલ્મોમાં સાથે જોવા મળશે.

તુષાર સાધુ

એક successful news anchor અને real gentleman ના character માં તુષાર એકદમ perfect suit થાય છે. ખાસ કરીને જયારે તે અલગ અલગ comic situations માં ફસાઈ છે ત્યારે તેના expressions ખરેખર જોવા લાયક છે.

ફિલ્મની શરૂઆતના સીન્સમાં તુષારનું character એક strong અને confident દેખાય છે, જેને જોઇને લાગે છે કે તે કોઈપણ પરિસ્થિતિને પહોચી વળી શકે છે. પણ કિંજલને મળ્યા બાદ જેમ જેમ ફિલ્મ આગળ વધે છે તેમે તેમ તુષાર સાથે જે પ્રકારની comic tragedy થયા કરે છે, ત્યારે તેની હાલતને જોઇને ખરેખર તેના ઉપર દયાની સાથે સાથે હસવું પણ આવે છે કે, ખરાબ રીતે ભરાઈ ગયો બિચારો.

કિંજલ રાજપ્રિયા

કિંજલ હંમેશા bold અને straightforward character માં વધારે સેટ થાય છે, અને આ ફિલ્મમાં તેનું આ પ્રકારનું character છે, જેથી તે તેના character માં as always best છે.

ફિલ્મમાં કિંજલનું character આજની એક એવી independent girl નું છે, જે હમેશા પોતાનું ધાર્યું કરવામાં વધુ માને છે. જે ખુબ જલ્દી નિર્ણય લે છે અને કયાંક તે practical પણ લાગે છે.

રાગી જાની

આનલના ફાધર તરીકે રાગી જાનીનું character ફિલ્મમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે. એક સીનમાં તુષાર જયારે deluxe pack ઉઠાવીને જતો રહે છે, ત્યારપછી કોઈપણ dialogues વગર પણ ફક્ત અને ફક્ત reaction અને ત્યારબાદ expression ના સહારે જ ખુબ ઓછા ટાઈમમાં જે અલગ અલગ પ્રકારનું variation આપ્યું છે, તે વર્ષોના અનુભવ પછી જ કોઈ એક્ટર આપી શકે છે.

રાગી જાનીનું character એવું છે કે લગભગ દરેક ફેમીલીમાં આ પ્રકારનું કોઈ એક member હોય જ છે, જેને હંમેશા સંભાળવું પડતું હોય છે, અને જેનાથી હંમેશા સંભાળીને રહેવું પડતું હોય છે.

જૈમીની ત્રિવેદી

ફિલ્મમાં તેમણે સિધાંતના મધર તરીકે character નિભાવ્યું છે. એક સીનમાં જ્યાં તુષાર સાસરેથી ઘરે આવે છે, અને ત્યાજ તેના સસરાનો ફોન આવે છે, જેમાં તુષાર પોતે ઘરે આવ્યો હોવાનું છુપાવે છે.

આ આખા સીનમાં તેમણે એક caring અને overprotective મધર તરીકેના typical dialogues સાથે પોતાના પુત્રની ચિંતા કરતો, તેનો બચાવ કરતો, અને તેની સલાહ આપતો સીન જોઇને લાગે છે જાણે તે real ઘટના હોય.

Story presentation

ફિલ્મની સ્ટોરી એક આસાન સ્ટોરી છે. ડ્રામાં, ફેમીલી જોનરની સ્ટોરી હોવા છતાં કોઈ પણ પ્રકારના heavy melodrama ના બદલે entertainment way માં સ્ટોરી present કરવામાં આવી છે. જે સ્ટોરીનો એક મોટો plus point છે.

સ્ટોરીમાં એક ચોક્કસ speed છે જે આખી ફિલ્મમાં ક્યાય પણ break થતી નથી, જેના કારણે ફિલ્મ જોવામાં interest સારો એવો જળવાઈ રહે છે.

Director, direction

ડિરેક્ટર વિપુલ શર્મા, જેઓ ડિરેક્શનમાં હંમેશા કંઇક નવું કરવામાં માને છે, અને આ પ્રયત્નમાં જ તેમણે 2005 માં પહેલી અર્બન ગુજરાતી ફિલ્મ બનાવીને આ પ્રકારની ફિલ્મોની શરૂઆત કરી હતી.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારના તે જુજ ડિરેક્ટર્સ માંથી એક છે જે genuinely એક professional ડિરેક્ટર્સની category માં આવે છે. જેઓ ડિરેક્શન માટે passion ધરાવે છે, અને hardwork માં ખરેખર believe કરે છે. એક ડિરેક્ટર તરીકે હમેશા તેમનું એક clear vision રહ્યું છે.

ફિલ્મની સ્ટોરી મુજબ ફિલ્મનું overall ડિરેક્શન એકદમ perfect અને ખુબ અસરકારક કહી શકાય તેવું છે.

એક સીનમાં જૈમીની ત્રિવેદી જયારે તુષારને પૂછે છે “શું જમ્યો” ત્યારે તુષાર કહે છે “પુલાવ” અને જય કહે છે “દમ આલું” ત્યારે સીનના reaction shot તરીકે slow motion માં ઢાંકણાનો પડવાનો શોટ દર્શાવે છે કે તેમના ડિરેક્શનમાં કેટલું detailing જોવા મળે છે.

એક object નો use કરીને પણ reaction shot દર્શાવવો તે ડિરેક્ટરની એક અલગ લેવેલની કલ્પના શક્તિ અહી show થાય છે.

Cinematography

ફિલ્મના સિનેમેટોગ્રાફર શ્રીકુમાર નાયર છે. Dhummas (2021) ફિલ્મમાં કિંજલના મારથી બેભાન થયેલ જયેશ મોરે જયારે ભાનમાં આવે છે, ત્યારે ભાનમાંથી ઉઠતી વખતે જે camera movement તેમને use કરી છે, આ shot એટલો સરસ રીતે લીધો હતો કે આ shot જોઇને મેં ત્યારે જ IMDB માં સિનેમેટોગ્રાફરનું નામ ખાસ ચેક કર્યું હતું,

ફિલ્મની સિનેમેટોગ્રાફી વિષે જાણીએ તો ફિલ્મના 13 જેટલા Aerial shots માંથી 3 shots જે થોડી average quality ધરાવે છે, તે થોડા વધુ સારી રીતે લઇ શકાયા હોત. અમુક shot selection થોડા અલગ vision થી કર્યા હોય તેવું લાગે છે, જેમકે Dutch angle shot અને Rack focus shot.

Dutch angle shots

ફિલ્મમાં કુલ 3 Dutch angle shot છે, જેમાંથી (1). 1st સીન, ઓપનીંગ સીનમાં તુષારની એન્ટ્રીના એન્ડમાં Dutch angle shot નો યુઝ કર્યો, જે સીનની requirement કરતા થોડો અલગ લાગે છે.

કારણ કે સિનેમેટોગ્રાફીના rules & regulations મુજબ જયારે સીનમાં character, subject ને થોડા unstable, uneasiness, psychological trauma, shock માં અથવા tension માં દર્શાવવા હોય ત્યારે Dutch angle shot નો યુઝ કરવામાં આવે છે. Yes આજ નિયમ છે, અને હોલીવુડ ફિલ્મોમાં પહેલેથી અને હવેની બોલીવુડ ફિલ્મોમાં તે નિયમને strictly follow કરવામાં આવે છે.

જયારે બીજા 2 સીનની requirement પ્રમાણે ત્યાં આ shot એકદમ યોગ્ય છે જેમકે, (2). 2nd સીનમાં, જયારે સગાઇ બાદ કિંજલ તુષારને મળવા માટે તેની ઓફીસ આવે છે, અને છેલ્લે bye કહીને નીકળે છે, તેના નીકળવાના સીનમાં Dutch angle shot નો યુઝ કર્યો છે, જે આ સીનમાં અહી perfect set સેટ થાય છે.

(3). 3rd સીનમાં, જ્યાંરે કિંજલ તુષારને લેવા માટે તેના ઘરે આવે છે, ત્યારબાદ છેલ્લે તેના ઘરેથી નીકળવાના સીનમાં પણ Dutch angle shot નો યુઝ કર્યો છે. ત્યારે પણ situation મુજબ આ શોટ જ અહી સેટ થાય છે, કારણ કે આ બંને સીન્સના end માં character ને tension માં બતાવ્યા છે.

પણ આ એટલો મહત્વનો point નથી, 1980s ની બોલીવુડની અનેક ફિલ્મોના અનેક songs માં આ shot બસ એમ જ લેવામાં આવ્યા છે.

Rack focus shots

ફિલ્મના બે સીન્સમાં Rack focus shot ના ઉપયોગ કરવા પાછળનું vision personal choice વધુ લાગે છે જેમકે, (1). 1st સીનમાં, પાડોશી સાથે જગડીને કિંજલ અને તેના parents જયારે ફ્લેટની સીડી ઉપર ત્રણેય સાથે ઉભા છે, જ્યાં સીનના એન્ડમાં રાગી જાની ઉપર camera focus કરવામાં આવે છે, ત્યા સુધી તેઓ out of focus હતા.

(2). 2nd સીનમાં, સોફી આનલને સિધાંતનો show બતાવે છે, જેમાં બંને એક બીજાની લગભગ નજીક જ હોય છે, અને અહી પણ Rack focus use કરવામાં આવ્યો છે.

નિયમ મુજબ જયારે એક્ટર્સ એકબીજાની દુરના અંતરે, એટલે કે મોટાભાગે foreground અને background ના અંતર મુજબ એકબીજાથી દુર હોય, અને દુરના અંતરે હોવાના કારણે જ એક subject/character ઉપરથી જયારે અન્ય subject/character ઉપર audience નું focus shift કરવું હોય ત્યારે Rack focus use કરવામાં આવે છે. પણ જયારે એક્ટર્સ એકબીજાની નજીક હોય ત્યારે Rack focus બિલકુલ લેવામાં આવતો નથી.

આ બંને સીન્સ એવા છે જ્યાં એક્ટર્સ એકબીજાની નજીક હોવાથી Rack focus shot ના બદલે જો Deep focus shot use કર્યો હોત, તો તે અહી વધુ સારી રીતે સેટ થઇ શક્યો હોત.

360 degree Arc shot

ફિલ્મનો સૌથી best shot, જે છેલ્લેથી બીજા સીનના એન્ડમાં તુષાર અને કિંજલના hug વખતે લીધેલ Low angle નો Arc shot છે. આ પ્રકારના Arc shots હોલીવુડ અને બોલીવુડ ફિલ્મોમાં વધુ જોવા મળે છે.

Screenplay

વિપુલ શર્મા ફિલ્મનો screenplay લખ્યો છે, જેઓ તેમની મોટાભાગની ફિલ્મો જાતે જ લખે છે. ડ્રામાં જોનર હકીકતમાં તેમનું favorite જોનર છે. એક ફેમીલી ડ્રામાં જોનરની અંદર situational comedy કેવી રીતે add કરી શકાય તેમાં તેમની specialty છે.

ફિલ્મના ઘણા dialogues યાદ રહી જાય તેવા છે, જેમકે… (1). “સર્કસ જોવા જવાય, ત્યાં રહી ના જવાય” (2). “લવ સ્ટોરી હોય કે લડાઈ, પહેલો ઘા રાણાનો” (3). “તુલસીનો ઉકાળો તો પીય શકતા નથી, ને દવા શું…” (4). “પેલું શું કહેવાય મેમે… મીમ્સ” (5). “ચંબલમાં વતન અને અફઘાનિસ્તાનમાં તેનું મોસાળ છે”. (6). “લગ્ન પછી ego નું કંઇજ કામ નથી”

Songs

ફિલ્મમાં કુલ 2 songs છે. જેમાં પહેલું romantic song છે “Tari aas pas jyare maru aakash chhe” જેમાં તુષાર અને કિંજલની chemistry ખુબ જ સારી દેખાઈ રહી છે, અને બીજું comic song છે “Prem ma thaya chho ked varraja”. બંને songs તેની situations ઉપર એકદમ યોગ્ય છે.

Plus points

ફિલ્મની સ્ટોરી, ડિરેક્શન, એક્ટિંગ, આ ત્રણેય ફિલ્મના plus points છે. તે સિવાય ફિલ્મના અમુક comic સીન્સ જે audience ને ખડખડાટ હસાવવાનું કામ કરે છે, જેમકે…

(1). તુષાર જયારે પહેલીવાર કિંજલના ઘરે તેના parents ને મળવા જાય છે, ત્યારે રાગી જાની એક dramatic tension ઉભું કરે છે.

(2). બંને ફેમીલીનો સાથેનો ડીનરનો સીન, જ્યાં બંને ફેમીલી એક બીજાને વાતોથી જાણવાનો પ્રયત્ન કરે છે, અમુક વસ્તુ છુપાવવાનો પ્રયત્ન કરે છે, અને અમુક વસ્તુ નો show off પણ કરે છે, અને રાગી જાની સતત પોતાની typical middle class mentality બતાવ્યા કરે છે.

આ એક સીનમાં ઘણી બધી અલગ અલગ variation ધરાવતી situations છે, અલગ અલગ characters અહી એક સીનમાં પોત પોતાનું real characterization બતાવી રહ્યા છે. આ સીનને ખરેખર ખુબ જ effectively present કરવામાં આવ્યો છે, સીન presentation ની દ્રષ્ટીએ આ સીન અત્યારની ગુજરાતી ફિલ્મોના best comic સીન્સ માંથી એક ચોક્કસ કહી શકાય તેમ છે.

(3). Deluxe pack જોઇને રાગી જાની તેના પુત્ર ઉપર ગુસ્સે થાય છે, અને ત્યાજ તુષાર deluxe pack લઇને જતો રહે છે, ત્યારે રાગી જાનીના ખુબ જ જડપથી બદલાતા reaction અને expressions નો સીન. આ સિવાય બીજા 4 થી 5 સીન્સ જે વારંવાર જોવા છતાં પણ ફરી જોવાની ઈચ્છા થાય તેવા છે.

આ એવી પહેલી ગુજરાતી ફિલ્મ છે જે Kannada language માં પણ ડબ થઇને રીલીઝ થવાની છે. જે ગુજરાતી ફિલ્મો માટે એક achievement છે.

Suggestion points

ફિલ્મમાં કોઈ એવો ખાસ minus point શોધવા છતાં પણ દેખાતો નથી. હા હજી થોડા વધુ improve કરી શકાયા હોત તેવા 3 સીન્સ ચોક્કસ છે.

(1). કિંજલ તેના પહેલા જ સીનમાં પાડોશીના ઘરે જગડવા જાય છે, આ સીન પહેલાની કોઈ એક ઘટના ફિલ્મમાં બતાવી હોત તો સારું હોત. કારણ કે આ સીન અચાનક આવવાથી સ્ટોરીનો એક proper flow અહી એક રીતે થોડો break થતો હોય તેવું લાગે છે, આ સીનની પહેલાની એક ઘટના missing હોય તેમ લાગે છે.

(2). કિંજલ KCM show માં જયારે તુષાર વિષે positively કહે છે, આ સીન સારો છે, પણ આ સીન હજુ પણ વધુ સારી રીતે present થઇ શક્યો હોત. કારણ કે ફિલ્મના અમુક મહત્વના સીન્સ 100% કરતા પણ વધુ હોવા જોઈએ. જેમ enough, good, very good અને extra good હોય છે, તેમાં આ સીન good અને very good ની વચ્ચે આવે છે, પણ તે extra good હોવો જોઈતો હતો.

(3). કિંજલે તુષારને લગ્ન પછી સાસરે આવવા માટે કેમ કહ્યું? તેનો એક positive ખુલાસો ફિલ્મના એન્ડમાં કર્યો હોત તો વધુ સારું હોત. જેથી તેની આ એકદમ strange offer પાછળનું valid reason પણ જાણવા મળ્યું હોત. ફિલ્મમાં મોટાભાગે જયારે કોઈ character આવો નિર્ણય અથવા કામ કરે છે, ત્યારે ફિલ્મના એન્ડમાં તેનું કારણ ખાસ clear કરવામાં આવે છે.

સૌથી છેલ્લે… એક ડ્રામાં એક્ટર હોવાના કારણે Ratanpur ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ વિપુલ શર્માએ જો cameo કર્યો હોત તો સારું હોત… Just kidding.

Goof

તુષારના parents જયારે તેને લગ્ન કરવા માટે સલાહ આપે છે, ત્યારે તે કિંજલને visualize કરે છે, તે વખતે કિંજલનો જે insert shot છે, તે shot હકીકતમાં બંને મળ્યા તેની પહેલાનો shot છે.

મતલબ કે જયારે તુષાર જે વ્યક્તિને પાનની પીચકારી મારવા ઉપર સમજાવી રહ્યો હતો, ત્યારે તુષારને જોઇને crowd ભેગું થઇ ગયું હતું, તે crowd જોઇને કિંજલ ત્યાં આવે છે, અને તેના આવવાનો જે shot હતો, તે shot દ્વારા તુષાર કિંજલને visualize કરે છે, પણ આ shot વખતે તુષારે કિંજલને જોઈ જ નહતી.

Mostly આ પ્રકારના goofs દરેક ફિલ્મોમાં હોય જ છે, જે ખુબ જ સામાન્ય છે, અને હોલીવુડની મોટા બજેટની ફિલ્મોમાં પણ તે આસાનીથી જોવા મળે છે.

A new concept

જો પુરુષ પરણીને સાસરે જાય, તો તેના માટે કેવી પરિસ્થિતિ સર્જાય છે? તે શું અનુભવે છે? સાસરે સેટ થવા માટે પુરુષે શું શું કરવું પડે? આ પ્રકારનો એક નવો વિચાર લઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે. જેથી ફિલ્મમાં કંઇક નવું, અલગ ચોક્કસ જોવા મળે છે.

વિપુલ શર્માએ ફિલ્મ બનાવવા માટે આ વિષય કેમ પસંદ કર્યો? તેની પાછળના કારણો અને તેમના વિચારો તેમણે Jalso Podcasts youtube channel ના ઈન્ટરવ્યુંમાં ખુબ clearly explain કર્યા છે.

Conclusion

Var Padharavo Saavdhan (2023) એક ફેમેલી ડ્રામા જોનરની ફિલ્મ છે. એક unique content હોવાનાં કારણે audience ને ફિલ્મમાં કંઇક નવું ચોક્કસ જોવા મળશે. ફિલ્મ situational comedy થી ભરેલી હોવાના કારણે audience ફિલ્મને ચોક્કસ enjoy કરી શકશે.

ફેમેલી, ડ્રામા અને કોમેડીનું એક perfect combination હોવાના કારણે overall આ એક recommended કરવા લાયક ગુજરાતી ફિલ્મ ચોક્કસ છે.

તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

1 Comment

  1. Deepak Antani Reply

    ફિલ્મમાં કિંજલનો ભાઈ કોન્ડોમ લઈને ભાગે છે. અને એ પહેલાં બન્નેને પડ્યા છે ને ? એમ સંવાદમાં કોન્ડોમ વાપરતા બતાવ્યા છે. તો પછી કલાઈમેક્સમાં હિરોઈન pregnant કેમની થઈ જાય છે ?
    હિરોઈન ને આમ જ વિચાર આવે કે પરણી ને તું મારે ઘરે આવ. અને હીરો સ્વીકારી લે, એ convincing નથી લાગતું.
    એના કરતાં અનિલ કપૂરની નાયક ફિલ્મની જેમ ટીવી dibet માં જ કોઈ ચેલેન્જ સ્વરૂપે પરણી ને છોકરીને ઘેર જવાનું સ્વીકારે.. એવું બતાવવાની સ્ક્રીપ્ટ માં તક હતી.. અને એ વધુ convincing લાગત.
    છેલ્લે ટીવી મુલાકાતમાં હિરોઈન બોલે છે ત્યાં એંકર ના એકપણ રીએકશન શોટ નથી ! ખરેખર તો એંકર એને રોકવાનો પ્રયત્ન કરે, પણ કોનસોલ પર મહીલા નિર્માતા હોય જે એને ઈશારો કરે કે, બરોબર બોલે છે એને બોલવા દો…. આવું બતાવવાની સરસ તક પણ લેખક – દિગ્દર્શક પાસે હતી.

Write A Comment