Movie: Vash (2023)
Genres: Horror, Mystery, Thriller
Director: Krishnadev Yagnik
Writer: Krishnadev Yagnik
Casts: Janki Bodiwala, Hitu Kanodia, Niilam Paanchal, Aaryan Sanghvi, Hiten Kumar.
Production Company: KS Entertainment, Ananta Business Corp, Patel Processing Studios, Big Box Series Production.
Storyline
આર્યા (જાનકી બોડીવાલા) કોલેજ ગર્લ છે, તેના ફાધર અથર્વ (હિતુ કનોડિયા) તેની તરફ થોડા protective છે. આર્યા તેના કોલેજ ફ્રેન્ડસ સાથે લદ્દાખ જવાનો પ્લાન કરે છે, જેમાં તેની મધર બિના (નીલમ પંચાલ) જવા માટે ના કહે છે, પણ તેના ફાધર તેને અમુક શરતો ઉપર જવાની પરમીશન આપે છે.
બીજા દિવસે આર્યા તેના parents અને તેનો નાનો ભાઈ અંશ (આર્યન સંઘવી) બધા તેમના ફાર્મ હાઉસ જતા હોય છે ત્યારે રસ્તામાં તેઓ એક ઢાબા ઉપર નાસ્તા માટે રોકાય છે, અહી આ ફેમીલીની મુલાકાત એક અજાણ્યા વ્યક્તિ પ્રતાપ (હિતેન કુમાર) સાથે થાય છે.
પ્રતાપ આ ફેમીલીને જોઈન કરે છે, અને તેનું ધ્યાન આર્યા તરફ વધુ છે, તે વાતવાતમાં આર્યાને એક સાકારનો દાણો ખાવા આપે છે, જેને ખાધા બાદ આર્યામાં અચાનક એક પરિવર્તન આવે છે. ત્યારબાદ આ ફેમીલી અહીંથી નીકળીને પોતાના ફાર્મ હાઉસ આવે છે.
થોડી જ વારમાં પ્રતાપ પણ ત્યાં આવે છે, તેઓ અથર્વને કહે છે કે, તેમની કાર ખરાબ થઇ હોવાથી તેઓ તેમની દીકરીને ફોન કરવા પ્રયત્ન કરે છે, પણ ફોન લાગતો નથી, જો તેમને ત્યાં લેન્ડલાઈન ફોન હોય તો તેઓ તેની દીકરીને ફોન કરી શકે, જેથી અથર્વ તેને ફાર્મ હાઉસની અંદર બોલાવે છે.
અંદર આવ્યા બાદ પ્રતાપ આર્યા સાથે વાતે વળગે છે, અને આર્યા હવે ધીમે ધીમે પ્રતાપની વાતોમાં આવવા લાગે છે, ત્યારબાદ પ્રતાપ હવે આગળ વધીને આ ફેમીલીની અંગત વાતોમાં પણ રસ લેવા લાગે છે, જે અથર્વ અને બિનાને પસંદ નથી આવતું, જેથી અથર્વ પ્રતાપને પોતાની કારમાં તેમના ફાર્મ હાઉસ મુકી આવવા કહે છે, પણ પ્રતાપ હવે અહીંથી જવાની નાં કહે છે… પછીની સ્ટોરી જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
Opening scene
ફિલ્મનો ઓપનીંગ સીન Ground level shot દ્વારા શરુ થાય છે, જેમાં એક વ્યક્તિ મરેલા ઉંદરને કોથળીમાં પડકીને તેને ઘરની અંદર લઇ જાય છે, ત્યારબાદ તે ચાની પત્તી, એક કેળું અને આ મરેલા ઉંદરને લઈને એક રૂમમાં જાય છે, જ્યાં એક ધીમો અને વિચિત્ર અવાજ આવતો હોય છે, ત્યારબાદ તે અંદરથી દરવાજો બંધ કરી દે છે.
3 મિનીટ અને 38 સેકન્ડ્સનો આ ઓપનીંગ સીન ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે, જેમાં એક curiosity જોવા મળે છે, આ સીન જોઈને લાગે છે કે ફિલ્મની આગળની સ્ટોરી એક abnormal, psycho અને thriller પ્રકારની જોવા મળશે.
Actors, acting, characters, characterization, character development
જાનકી બોડીવાલા
આર્યા તરીકે જાનકી બોડીવાલા, કહેવાની જરૂર નથી કે જાનકીએ તેની અત્યાર સુધીની તેની ફિલ્મી કેરિયરમાં સૌથી best અને સૌથી મુશ્કેલ એક્ટિંગ આ ફિલ્મમાં કરી છે. તેની એક્ટિંગના અલગ અલગ emotions અને લગભગ દરેક રૂપ ફિલ્મમાં જોવા મળે છે.
ફિલ્મના અનેક સીન્સમાં જાનકીની અંદર એક પ્રકારનું જનુન જોવા મળે છે, ખાસ કરીને જયારે તે તેના ભાઈને શોધવાનો પ્રયત્ન કરે છે, અને ટેબલના ધક્કા મારી દરવાજો તોડવાનો પ્રયત્ન કરે છે. ફિલ્મમાં એક અભિનેત્રી તરીકે તેની એક્ટિંગ ખુબ જ impress કરી મુકે તેવી છે.
એક સીનમાં બેટ પકડીને નીચે આવી રહેલ હિતુ કનોડિયાને કોઈપણ સંવાદ વગર ફક્ત આંખોથી અને ધીમેથી ધ્રુજતા ચહેરા દ્વારા જ પોતાની મજબુરી જણાવીને નીચે ના આવવા માટે તેમને સમજાવે છે, આ સીનમાં તેની સૌથી best એક્ટિંગ જોવા મળે છે.
હિતેન કુમાર
પ્રતાપ તરીકે હિતેન કુમાર, મોર્ડન ગુજરાતી ફિલ્મોમાં લગભગ પહેલી વાર તેમણે negative character play કર્યું છે. ફિલ્મ જેમ જેમ આગળ વધે તેમ તેમ તેમના characterization નો અસલી રંગ જોઇને તેમના ઉપર ગુસ્સો આવ્યા વગર રહેશે નહી, ફિલ્મમાં એ હદ સુધી તેમના psychic character ની એક્ટિંગ જોવા મળે છે.
હિતુ કનોડિયા
અથર્વ તરીકે હિતુ કનોડિયા, ફિલ્મના એક caring ફાધર તરીકે અને ફિલ્મના વિષય અને તેમના character પ્રમાણે તેમણે એકદમ અનુરૂપ એક્ટિંગ કરી છે, ફિલ્મના છેલ્લા ભાગમાં તેમનું એક અલગ રૂપ પણ જોવા મળે છે.
નીલમ પંચાલ
બીના તરીકે નીલમ પંચાલ, ફિલ્મમાં તેમના ભાગે એક મજબુર મધરનું character આવ્યું છે, જે લગભગ તેમની બાળકોને સતત protect કરવાનો પ્રયત્ન કર્યા કરે છે.
આર્યન સંઘવી
બાળ કલાકારમાં અંશ તરીકે આર્યન સંઘવી, ફિલ્મમાં તેનું એક સામાન્ય તોફાની બાળક જેવું પણ એક જરૂરી character છે.
Cinematography
ફિલ્મના સિનેમેટોગ્રાફર પ્રતિક પરમાર છે, કૃષ્ણદેવ યાજ્ઞીકની સાથે તેમની આ બીજી ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મમાં મોટાભાગે દરેક angle થી camera shots લેવામાં આવ્યા છે.
ફિલ્મમાં focus puller ના ભાગમાં ઘણું કામ આવ્યું છે, કારણ કે ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં focus અને defocus નો ખુબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે સાથે ફિલ્મમાં ઘણા બધા Rack Focus shots પણ જોવા મળે છે,
જયારે હિતેન કુમાર fish aquarium ની તરફ આંગળીથી પોઈન્ટ કરે છે, અને ત્યારબાદ fish ઉપર focus કરવામાં આવે છે, તે ફિલ્મનો સૌથી બેસ્ટ Rack Focus shots છે.
Lighting
ફિલ્મમાં gaffer ના ભાગમાં પણ એક્સ્ટ્રા કામ આવ્યું છે, ફિલ્મના વિષય પ્રમાણે ફિલ્મમાં lights નો ખુબ creatively use કરવામાં આવ્યો છે. ફક્ત lighting ની દ્રષ્ટીએ જોઈએ તો મોર્ડન ગુજરાતી ફિલ્મોની આ બેસ્ટ ફિલ્મો માંથી એક કહી શકાય છે.
ફિલ્મમેકિંગમાં lighting એક મહત્વની કળા ગણાય છે, પણ દુર્ભાગ્યવશ ગુજરાતી ફિલ્મોમાં તેને હજુ પણ એટલુ મહત્વ નથી આપવામાં આવતું.
ફિલ્મ almost low light માં શૂટ કરવામાં આવી છે, જે એક નવો પ્રયોગ છે. ફિલ્મમાં lights ના અનેક sources બતાવવામાં આવ્યા છે, જેમકે table lamps, swimming pool ના પાણીમાં light નું reflection, fish aquarium ની અંદરની lights, વગેરે.
Editing
શિવમ ભટ્ટ ફિલ્મના એડિટર છે. ઓપનીંગ સીન પછીના credit names માં અહી એક નવો પ્રયોગ ચોક્કસ જોવા મળી શકે છે. આ પ્રયોગ સારો છે પણ એક audience તરીકે આ credit names ને વાંચવામાં થોડું અઘરું થઇ શકે તેમ છે.
Closing scene
ફિલ્મનો end એક happy end કરતા થોડો અસામાન્ય ચોક્કસ છે. કદાચ happy end સામાન્ય રીતે audience ને વધુ attract નથી કરી શકતો જેટલો અસામાન્ય end કરી શકે છે, બસ આ જ કારણથી આ end પસંદ કરાયો હોય તેવું બની શકે છે.
બદલો એક એવી ભાવના છે, જે કોઈને પણ એક રીતે હીરોમાંથી વિલન પણ બનાવી શકે છે, આ ફિલ્મના end માં પણ આવુ જ કંઇક જોવા મળે છે.
Director, direction
મોર્ડન ગુજરાતી ફિલ્મોના વર્તમાન સમયમાં જો કોઈ ડિરેક્ટરનો સૌથી મોટો સિંહ ફાળો હોય તો તે છે કૃષ્ણદેવ યાજ્ઞીક. ડિરેક્ટર તરીકે કૃષ્ણદેવ યાજ્ઞીકમાં અલગ અલગ જોનરની સ્ટોરીને ખુબ જ બખૂબી રીતે present કરવાની સુંદર કળા રહેલી છે. જે તેમની હાલની ફિલ્મોમાં ખાસ જોવા મળે છે.
તેમની ડિરેક્ટેડ ફિલ્મોનો અત્યાર સુધીમાં બસ એક જ minus point રહ્યો હતો, અને તે છે તેમની ફિલ્મો success હોવા છતાં પણ critics acclaimed નહતી, પણ આ ફિલ્મે તે રહી સહી કમી પણ પૂરી કરી દીધી છે.
આ ફિલ્મ, ડિરેક્શન અને સ્ટોરી એમ બંને દ્રષ્ટીએ audience ને અંત સુધી જકડી રાખે છે. ડિરેક્શનમાં એક મજબુત atmosphere create કરવામાં આવ્યું છે, low lights, વરસાદી વાતાવરણ અને ચમકતી વીજળી ફિલ્મમાં fear અને suspense ઉભું કરવાનું મહત્વનું કામ કરે છે.
Strong, plus points
(1). ફિલ્મનું ડિરેક્શન. (2). એક્ટર્સની એક્ટિંગ. (3). જકડી રાખતી સ્ટોરી. (4). સિનેમેટોગ્રાફી, વગેરે ફિલ્મના main plus points છે. તે સિવાય ઓછા locations અને ઓછા એક્ટર્સને લઈને કેવા વિષય ઉપર ફિલ્મ બનાવવી, જેમાં audience નું strong attention મેળવી શકાય, તેનું એક best example આ ફિલ્મ ઉભું કરી શકે તેમ છે.
અમુક સીન્સની પાછળની મહેનત ખુબ ઓછી ફિલ્મોમાં જોવા મળશે
એક સીનમાં જ્યાં હિતુ કનોડિયા અને નીલમ પંચાલ તેમના દીકરાને છુપાવવાનો પ્રયત્ન કરે છે, જેમાં ઘરના window glass ની બહારની સાઈડથી, ઘરની અંદરનો શોટ લેવામાં આવ્યો છે, અને વચ્ચેના આ કાચ માંથી વરસાદનું પાણી નીચે ઉતરી રહ્યું છે.
આ સીન સિવાય પણ ઘરની અંદરના ઘણા બધા સીન્સમાં window glass થી વરસાદનું પાણી નીચે ઉતરતું જોવા મળે છે. આ પ્રકારના સીન્સ તે ફિલ્મમાં કરવામાં આવેલ extra hard work દર્શાવે છે.
અન્ય સીનમાં પાણીનું નાનું ખાબોચિયુ જેમાંથી પાણીના પરપોટા બહાર નીકળી રહ્યા છે, જેમાં પગ મુકીને હિતુ કનોડિયા આગળ વધે છે. હવે આ પરપોટા કુદરતી હતા કે પછી બનાવવામાં આવ્યા હતા? તે એક પ્રશ્ન જરૂર થાય છે, જો કુદરતી હોય તો ફિલ્મમેકર નસીબદાર છે, જેમને આ પ્રકારની તૈયાર વસ્તુ મળી, અને જો બનાવવામાં આવ્યા હોય, તો આટલું detailing work માટે તેમની મહેનતને ખરેખર દિલથી સલામ.
ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારનું extra hard work અને experiments ખરેખર ખુબ જ rare જોવા મળે છે.
Goofs
આખું ફેમીલી જયારે ઢાબા ઉપર આવે છે, ત્યારે હિતુ કનોડિયા પાણી મંગાવે છે, ત્યારે રોનક પૂછે છે, સાદું કે બોટલ? તેનો મતલબ છે કે ટેબલ ઉપર લગભગ પાણી નથી. રોનક એક પાણીની બોટલ લાવે છે. ત્યારબાદ હિતેન કુમાર જાનકીને પાણીનો ગ્લાસ આપતા કહે છે “આ પાણી પીય લે” છેલ્લે જયારે બધા નીકળે છે, ત્યારે દેખાય છે કે પાણીની બોટલ આખી ભરેલી છે.
જેની ત્રણ શક્યતાઓ રહેલી છે, એક બોટલના પાણીનો use કરવામાં જ નથી આવ્યો. બીજી તે ગ્લાસમાં પહેલાથી જ પાણી હતું, ત્રીજી બધાએ નાસ્તો કર્યો પણ પાણી પીધું નથી.
આ સિવાય જાનકી લોખંડની રોડ હિતુ કનોડિયાને મારે છે, તે સીન ધ્યાનથી જોતા ખ્યાલ આવે છે કે હિતુ કનોડિયાનો હાથ અને રોડ બંને વચ્ચે લગભગ દોઢ ફૂટ જેટલું અંતર હોય છે. આ સીન ફાસ્ટ હોવાથી તે જલ્દીથી દેખાશે નહી.
ફિલ્મમાં આમ તો આ એક સામાન્ય બાબત છે, પણ એકવીસમી સદીના કેટલાક ફિલ્મ reviewers અને critics ને આ પ્રકારના સામાન્ય goofs ને નોટીસ કરવાની ખરેખર એક ખરાબ કુટેવ પડી ગઈ છે, ઉપરવાળા તેમને સતબુદ્ધિ આપે તેવી પ્રાર્થના.
શું ફિલ્મ ડરામણી છે?
ફિલ્મ શરુ થાય એ પહેલાના declaimer માં કહેવામાં આવે છે કે, ગર્ભવતી સ્ત્રી, બાળકો અને હૃદયના દર્દીના માનસિકતા ઉપર અસર કરી શકે છે, જેથી તેમને આ ફિલ્મ જોવા માટે સંમતી નથી દર્શાવતા.
આ સાંભળીને પ્રશ્ન થાય કે શું આ ફિલ્મ ખરેખર ડરામણી છે? તેનો જવાબ છે, હા ફિલ્મના અમુક સીન્સ અમુક વ્યક્તિ ઉપર ડર ઉભો કરી શકે છે. પણ Wrong Turn, Saw, The Hills Have Eyes ફિલ્મ સીરીઝ જેવા અઘરા સીન્સ અહી નથી. પણ ફિલ્મના છેલ્લા ભાગમાં આ ફિલ્મો ચોક્કસ યાદ આવી શકે તેમ છે.
એક સીનમાં હિતુ કનોડિયા જયારે બેટ લઈને સીડી ઉતરતા હોય છે, ત્યારે નીચે જાનકી લગભગ અંધારામાં તેમની તરફ જ તાકીને ઉભેલી હોય છે, ત્યારે તેના ચહેરા ઉપર સામાન્ય ભાવ હોય છે, પણ આ સામાન્ય ભાવમાં પણ તે થોડી abnormal લાગતી હોય છે, અને જયારે વીજળી ચમકે છે ત્યારે જાનકીનો આ સામાન્ય ચહેરો પણ ખરેખર કંઇક અલગ જ દેખાય છે.
આ સિવાય પગ દબાવતી જાનકીને જયારે હિતેન કુમાર smile કરીને પોતાના parents ને પણ smile બતાવવા કહે છે, ત્યારે જે રીતે જાનકી પાછુ ફરીને smile આપે છે, ત્યારે પણ તેનો ચહેરો જોવા જેવો હોય છે.
After effect of this film
આ ફિલ્મ જોઇને વિચાર ચોક્કસ આવી શકે છે કે, શું અજાણ્યા વ્યક્તિની help કરવી જોઈએ? એક અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરવી જોઈએ? તેની સાથે કેટલો ઘરોબો કેળવવો? તેના ઉપર કેટલો ભરોસો કરવો? સબંધમાં તેની સાથે કેટલું આગળ વધવું? વગેરે. હાલના Social media ના સમયમાં આ એક વિચાર માંગી લે તેવો point જરૂર બની શકે તેમ છે.
આમ તો તે વ્યક્તિ વ્યક્તિના સ્વભાવ ઉપર આધાર રાખે છે. પણ સામાન્ય રીતે હવે શહેરના લોકો અને તેમાં પણ ઉચ્ચ વર્ગના લોકો અજાણી વ્યક્તિથી એક અંતર રાખવાની વિચાર શ્રેણી વધુ ધરાવતા હોય છે. જ્યારે ગામડામાં હજુ પણ અજાણ્યા લોકો સાથે નીકટતા કેળવવાનું ચલણ જોવા મળે છે.
પણ હકીકતમાં આ બંને પરિસ્થિતિઓના ફાયદાઓ પણ છે, અને સાથે સાથે તેનું નુકશાન પણ છે.
The mindset for a stranger has now completely changed
Social media ના આ યુગમાં અજાણ્યા વ્યક્તિ પ્રત્યેની માનસિકતા હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
એક સમય હતો જયારે train ની લાંબી સફર દરમ્યાન લોકો પોતાની આસપાસના અન્ય વ્યક્તિઓ જોડે વાતચીત દ્વારા એટલા હળી મળી જતા કે છુટા પડતી વખતે એક બીજાના ટેલીફોન નંબર્સની આપ લે કરતા હતા, અને ત્યારબાદ પણ તેઓ સંપર્કમાં રહેતા હતા.
જયારે હવે સમય એટલો બદલાઈ ગયો છે કે અત્યારે અજાણ્યા સાથે વાત કરવાની તો દુર રહી, પણ જો અમુક વ્યક્તિઓને કોઈ અજાણ્યા નંબરથી call આવે, તો તેઓ તેને રીસીવ કરવાની હિમ્મત પણ નથી કરી શકતા હોતા, બાદમાં જેઓ કહે છે “અજાણ્યો નંબર હતો એટલે ઉપાડ્યો નહી” વાહ, શું મહાન વિચારો છે?
હા આવા અનેક લોકો આ પૃથ્વી લોક ઉપર અસ્તિત્વ ધરાવે છે. તેઓ ક્યાં ઉમદા હેતુથી આ કાર્ય કરે છે? તેના વિષે હજી પુરતું સંશોધન કરવામાં આવ્યું નથી, એટલે તેની પુરતી માહિતી હજી ઉપલબ્ધ નથી. પણ ઉપયુક્ત માહિતીના આધાર મુજબ એ જાણવા મળ્યું છે કે પુરુષો કરતા સ્ત્રીઓ આ કાર્યમાં વધુ અગ્રેસર હોય છે.
Movie trivia
ગુજરાતી ફિલ્મ history ની આ એવી પ્રથમ ફિલ્મ છે, જેના ઉપરથી કોઈ હિન્દી ફિલ્મ બની હોય. આ ફિલ્મના official rights ખરીદીને તેના ઉપરથી અજય દેવગણની હિન્દી ફિલ્મ Shaitaan (2024) બનાવવામાં આવી છે.
આમ તો આ ફિલ્મ ShemarooMe એપ ઉપર May 2023 માં આવવાની હતી, પણ બની શકે કે કદાચ તેની હિન્દી રીમેક બનવાની હોવાથી તે આખરે April 2024 માં ShemarooMe એપ ઉપર આવી છે.
ફિલ્મ જોતી વખતે એક stage ઉપર વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે, રાજેશ ખન્નાની Ittefaq (1969), રાજ કુમારની 36 Ghante (1974), ચાર્લીઝ થેરોનની Trapped (2002), Hard Candy (2005), નિકોલસ કેજની Trespass (2011) વગેરે જેવી આ ફિલ્મ છે, ગુજરાતીમાં પણ આવી એક ફિલ્મ છે Je Pan Kahish E Sachuj Kahish (2016).
પણ આખી ફિલ્મ જોયા બાદ ખ્યાલ આવ્યો કે આ ફિલ્મ અને તે બધી જ ફિલ્મોમાં જો કોઈ એક similarity હોય, તો તે છે કે બધી ફિલ્મોમાં ફેમિલી મેમ્બર્સ અન્ય દ્વારા પોતાના ઘરમાં જ victim બને છે.
Conclusion
જીવનમાં ઘણીવાર એવું પણ બને છે કે, ક્યારેક કોઈક અજાણ્યા વ્યક્તિની help કરવા જતા આપણને life long યાદ રહી જાય તેવો અનુભવ મળતો હોય છે. બસ આ ફિલ્મમાં આ પ્રકારની વાર્તા કહેવામાં આવી છે.
જો તમને psycho, horror, thriller ફિલ્મો જોવાનો શોખ હોય, તો આ ફિલ્મ તમારા માટે જ છે. જો આવી ફિલ્મો રાત્રે જોવામાં આવે તો તે વધુ તીવ્ર અસર ઉભી કરી શકે છે.
જો આ ફિલ્મ હજુ સુધી જોઈ ના હોય તો ફિલ્મ ShemarooMe એપ ઉપર ઉપલબ્ધ છે, તેના ઉપરથી જોઈ શકો છો.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.