Latest Posts:

Movie: Wrong Side Raju (2016)

Genres: Drama, Thriller

Director: Mikhil Musale

Writer: Karan Vyas, Mikhil Musale, Niren Bhatt.

Casts: Pratik Gandhi, Kimberley Louisa McBeath, Asif Basra, Kavi Shastr, Hetal Puniwala, Jayesh More, Ragi Jani, Makarand Shukla, Siddharth Randeria, Kenneth Desai,

Production Company: CineMan Productions, Phantom Films.

Storyline

રાજુ ભંબાણી (પ્રતિક ગાંધી) ડ્રાઈવર તરીકે કામ કરે છે, અને સાથે સાથે તે દારુની ડીલીવરીનું કામ કરીને તેમાંથી થોડા ઘણા પૈસા ભેગા કરી પોતાની travel agency શરુ કરવા માંગે છે, એક દિવસ તે એક્સીડેન્ટ જુવે છે, જેમાં બે પોલીસ હવલદારના મોત થાય છે.

ઇન્સ્પેક્ટર ગોહિલ (જયેશ મોરે) આ કેસની તપાસ કરે છે, પોલીસને એક્સીડેન્ટની થોડે દુર એક સ્કૂટર મળી આવે છે, જેમાં કીમતી દારુની ત્રણ બોટલ હોય છે, આ સ્કૂટર રાજુનું છે. જેથી રાજુને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે, રાજુ શરૂઆતમાં કહે છે કે તે કંઇ જાણતો નથી, પણ જયારે પોલીસ તેના ઉપર PASA લગાડવા વિષે કહે છે ત્યારે રાજુ તેમને કંઇક સમજી લેવા માટે કહે છે. ઇન્સ્પેક્ટર તેને બે દિવસમાં 20 લાખ આપવાની ઓફર આપે છે.

કારના કેટલાક તૂટેલા સ્પેરપાર્ટ દ્વારા કાર વિષે અને ત્યારબાદ કારના owner વિષે જાણવા મળે છે, કે કાર lawyer અમિતાભ શાહની (આસિફ બસરા) છે, અને આ કાર તેનો ડ્રાઈવર રાજુ ચલાવતો હતો, અમિતાભ શાહના પુત્ર તન્મય શાહ (કવિ શાસ્ત્રી) મલેશિયાથી આવ્યો હોવાથી રાજુ તેના માટે પણ આ કાર ચલાવતો હતો.

ઇન્સ્પેક્ટર ગોહિલ પૂછપરછ માટે અમિતાભ શાહને મળે છે, પણ અમિતાભ કહે છે કે તે રાત્રે કાર તન્મય out of town હતો અને તન્મયને India માં કાર ચલાવતા આવડતું જ નથી, અને કાર ચોરાઈ ગઈ છે. પણ ગોહિલ તેને તે રાતનો તન્મયનો કાર સાથે એક CCTV footage બતાવે છે.

જેથી અમિતાભ, ઇન્સ્પેક્ટર ગોહિલ સાથે 2 કરોડમાં આ કેસની deal કરે છે, જેથી હવે રાજુ ઉપર પોલીસ દ્વારા તે રાત્રે કાર ચલાવીને એક્સીડેન્ટ કરવાનો આરોપ મૂકવામાં આવે છે… હવે પછીની ફિલ્મ OHO Gujarati ઉપર જોઈ શકો છો.

Opening scene

ફિલ્મનો ઓપનીંગ સીન શરુ થાય છે એક રોડના Top Angle shot દ્વારા, ત્યારબાદ બે હવલદાર ચેકપોસ્ટ ઉપર એક ટુવ્હીલરના વાહન ચાલકને રસ્તા ઉપર રોકી અને તેની પૂછપરછ કરે છે, વાહન ચાલક તેમના જવાબો આપે છે. અચાનક સામેથી એક કાર આવે છે, અને તેમને હીટ કરે છે.

ત્યારબાદ અહી રાજુ આવે છે, જે આ એક્સીડેન્ટને જુવે છે, અને અહીંથી તેની લાઈફના સૌથી મોટા પ્રોબ્લેમની શરૂઆત થાય છે. સ્ટોરીની આ મુખ્ય ઘટના દ્વારા ફિલ્મનો આ ઓપનીંગ સીન શરૂ થાય છે.

Actors, acting, characters, characterization, character development

રાજુ ભંબાણી તરીકે પ્રતિક ગાંધી, એક solo lead એક્ટર તરીકે પ્રતિકની પહેલી ફિલ્મ છે, અને આ ફિલ્મથી પ્રતિક એક star એક્ટરની કેટેગરીમાં આવી ગયો છે, અને તેના ઉપર એક genuine એક્ટરનું લેબલ લાગી ગયું છે.

શૈલી આશર તરીકે કિમ્બર્લી લુઇસા મેકબીથ, જેને ફિલ્મમાં થોડી ઘણી એક્ટિંગ કરવાનો થોડો ઘણો chance મળ્યો છે, અને તે તેના character માં સારી રીતે suit પણ થાય છે.

અમિતાભ શાહ તરીકે આસિફ બસરા, અહી તેઓ તેમના law firm ના એક sophisticated owner ના character માં પૂરેપુરા ડૂબેલા જોવા મળે છે.

ઇન્સ્પેક્ટર ગોહિલ તરીકે જયેશ મોરે, આ ફિલ્મથી જયેશ મોરે તરીકે ગુજરાતી ફિલ્મોને એક કાયમી પોલીસ ઇન્સ્પેકટર મળી ગયા છે, જેમ જૂની બોલીવુડ ફિલ્મોમાં ઈફ્તેખાર અને જગદીશ રાજ બંને કાયમી પોલીસ હતા તેમ.

Screenplay

ફિલ્મનો screenplay કરન વ્યાસ, મીખીલ મુસળે અને નિરેન ભટ્ટએ લખ્યો છે, screenplay એટલો ક્રિપ કરીને લખવામાં આવ્યો છે કે તેમાં lose points મળવા મુશ્કેલ છે. ફિલ્મમાં વધારાનો લાગે તેવો એક પણ સીન નથી, જેથી ફિલ્મની સ્પીડ ફાસ્ટ લાગે છે.

Cinematography

ત્રિભુવન બાબુ ફિલ્મના સિનેમેટોગ્રાફર છે, જેમની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં સૌથી મોટા experiment તરીકે ફિલ્મમાં shaky cam shots નો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઓપનીંગ સીનમાં થયેલ એક્સીડેન્ટને જોઈ રહેલ પ્રતિકનો Arc Shot, અને તે shot ના movement થી એકદમ opposite, શૈલી જયારે પ્રતિકને ડ્રીંક ઓફર કરે છે તે સીનના end માં પ્રતિકનો Arc Shot. 2016 સુધીમાં ગુજરાતી ફિલ્મોમાં આ shot ભાગ્યેજ જોવા મળતો હતો.

એલીસ બ્રીજનો, પતંગ હોટેલની અંદરથી લેવામાં આવેલ Rack Focus shot, આ shot selection જેણે પણ કર્યું છે તેની imagination ને ખરેખર દિલથી સલામ. ગુજરાતી ફિલ્મોમાં આ shot નું આનાથી સારું example શોધવું અને મળવું અઘરું છે.

Songs, music

ફિલ્મનું song “Gori Radha ne Kalo Kaan” એક mega hit ગરબા song છે, આજે પણ નવરાત્રી દરમ્યાન આ song ખાસ સાંભળવા મળે છે.

ડિરેક્શન

ફિલ્મના ડિરેક્ટર મીખીલ મુસળે છે, જેમનું આ ડિરેક્શન ડેબ્યું છે. અગાઉ તેમને Kevi Rite Jaish (2012) અને Bey Yaar (2014) ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરનો અનુભવ મેળવ્યો હતો, જેઓ CineMan Productions ના એક co-founder પણ છે.

Goofs

ફિલ્મના ઓપનીંગ સીનમાં સામેથી કાર આવીને એક્સીડેન્ટ કરીને કાર જમણી તરફ વળે છે, અહી કાર અટકે છે તેની થોડી બાજુંમાં એક લાઈટનો થાંભલો છે, અને અહી આ એક થાંભલા સિવાય આસપાસ અન્ય કોઈ જ થાંભલો નથી, તેમજ આ આખા સીનમાં કાર કોઈપણ લાઈટના થાંભલાને ટક્કર નથી મારતી, છતાં પણ છેલ્લા shot માં કારની પાછળથી લાઈટનાં થાંભલાને પડતો બતાવવામાં આવે છે.

Critics acclaimed points

આ ફિલ્મે 64th National Film Awards માં Best Feature Film in Gujarati નો એવોર્ડ મેળવ્યો છે. આ એવોર્ડ મેળવનારી આ દસમી ગુજરાતી ફિલ્મ છે. 16th Transmedia Gujarati Screen & Stage Awards આ ફિલ્મે Best Film નો એવોર્ડ મેળવ્યો છે. આ સિવાય New York Indian Film Festival માં official selection મેળવ્યું હતું.

Movie trivia

આ ફિલ્મ CineMan Productions અને અનુરાગ કશ્યપના પ્રોડક્શનના હાઉસ Phantom Films ના collaboration દ્વારા નિર્માણ પામી છે.

ફિલ્મની શરૂઆતના એક સીનમાં પ્રતિકની સાથે ડિરેક્ટર મીખીલ મુસળે કારની અંદર જોવા મળે છે. તેના સિવાય કેફેમાં અર્ચના દેસાઈ, અને એક સીનમાં કરન વ્યાસ પણ જોવા મળે છે.

પ્રશાંત મકવાણા જેણે Chhello Divas (2016) ફિલ્મમાં ચા વહેચનારનું એક નાનું character નિભાવ્યું હતું, તેણે અહી પણ ચા વહેચનારનું character નિભાવ્યું છે, અન્ય એક હોસ્પિટલના સીનમાં પણ તે જોવા મળે છે.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment