ફિલ્મ રીવ્યુ માટેની કોઈ ચોક્કસ techniques નથી હોતી, જેથી દરેક ક્રિટીક્સ, રીવ્યુઅર્સ પોત પોતાની અલગ અલગ પદ્ધતિથી રીવ્યુ કરતા હોય છે. ઉપરાંત આ રીવ્યુમાં તેમનો perspective અને તેમનું vision પણ ખાસ ભાગ ભજવે છે, જેથી દરેકના રીવ્યુમાં ખુબ મોટો ફર્ક પણ હોય છે, જેમાં દરેક વ્યક્તિ પોતાની રીતે સાચા પણ હોય છે.
પણ આ જો રીવ્યુ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? તેના વિષે clear કરવામાં આવે તો રીવ્યુને વધુ આસાનીથી સમજી શકાય છે.
GujaratiFilmReview.com દ્વારા ફિલ્મના રીવ્યુ માટે એક સુવ્યવસ્થિત પદ્ધતિ અપનાવી છે, જેથી આ રીવ્યુ વધુ સ્પષ્ટ અને સમજવામાં સરળ બને. અહી ફિલ્મના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજીને તેનું વિશ્લેષણ કરીએ છીએ, જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
01. ફિલ્મના તમામ ડિપાર્ટમેન્ટ્સનું રીવ્યુ અને વિશ્લેષણ
ફિલ્મના દરેક મુખ્ય ડિપાર્ટમેન્ટ્સ, જેમ કે (1). સ્ક્રીનપ્લે. (2). એક્ટિંગ. (3). સિનેમેટોગ્રાફી. (4). એડિટિંગ. (5). ડિરેક્શન, વગેરેને સંપૂર્ણ રીતે આવરી લઈને, ફિલ્મનું વિગતવાર ડીટેઈલ્સ રીવ્યુ તેની સાથે ટેકનીકલ એનેલેસીસ કરીએ છીએ. આ વિશ્લેષણમાં ફિલ્મના એક્સપેરિમેન્ટ્સ અને રેફરન્સ પોઈન્ટ્સ, વિશેની વિગતો પણ આવરી લેવામાં આવે છે.
02. ફિલ્મના અન્ય સિનેમેટિક એલીમેન્ટ્સ
ફિલ્મના રીવ્યુમાં અમે અન્ય મહત્વપૂર્ણ સિનેમેટિક તત્વો, જેમ કે (1). આર્ટ અને ક્રિએટિવિટી. (2). ટેકનિકલ પોઈન્ટ્સ. (2). ક્રિટિક્સ એક્લેમ્ડ પોઈન્ટ્સ. (4). મૂવી ટ્રીવિયા. (5). ફિલ્મના રિલીઝ, કલેક્શન તથા એવોર્ડ્સ વિશે પણ લખવામાં આવે છે. નાના-મોટા, ટેકનિકલ અને ક્રિએટિવ પ્લસ પોઈન્ટ્સની સાથે-સાથે તેના વાસ્તવિક માઈનસ પોઈન્ટ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
03. ડિરેક્ટર, એક્ટર્સ, ટેકનિશિયન્સ
ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા ડિરેક્ટર, એક્ટર્સ, અને ટેકનિશિયન્સ, વિશેની કેટલીક જરૂરી અને વિશેષ માહિતી પણ આવરી લેવામાં આવે છે. જે દર્શકોને ફિલ્મના સર્જકો અને તેમના કાર્ય વિશે વધુ સારી સમજ આપે છે.
04. Goofs of film
કોઈપણ રચના 100% પરફેક્ટ નથી હોતી, મોટાભાગે તેમાંથી નાની મોટી ભૂલ નીકળી જ શકે છે. ફિલ્મોમાં કંટીન્યુટી અને લોજિકની નાની-મોટી ભૂલો હોવી, તે ખુબ જ સામાન્ય બાબત છે. આ પ્રકારના ગૂફ્સ લગભગ દરેક ફિલ્મોમાં જોવા મળે છે. આવા ગૂફ્સનું પણ અવલોકન કરીને રીવ્યુમાં તેનો ઉલ્લેખ કરીએ છીએ.
આ ગૂફ્સ હોલીવુડ અને બોલીવુડની top 10 highest grossing ફિલ્મોમાંથી, અને દુનિયાના ગ્રેટ ડિરેક્ટર્સની ફિલ્મોમાંથી પણ ખુબ આસાનીથી જોવા મળી શકે છે, IMDBમાં આ ગૂફ્સ વિષે એક અલગ સેક્શનમાં ખાસ લખવામાં આવે છે.
05. ઓડીયન્સના સજેશન્સ, સૂચનો
છેલ્લે, સૌથી મહત્વપૂર્ણ, અમે દર્શક તરીકેના દ્રષ્ટિકોણથી ફિલ્મના રીવ્યુમાં જરૂરી લાગતા જે, તે સજેશન્સ, સૂચનો, તેમના point of view પણ રજૂ કરીએ છીએ. કેમ કે ફિલ્મો આખરે ઓડીયન્સ માટે જ બને છે, તેથી તેમના પરિપ્રેક્ષ્યને સમજવું અને રજૂ કરવું જરૂરી છે.
આમ, GujaratiFilmReview.com પર ફિલ્મના આ પાંચ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિગતવાર રીવ્યુ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવે છે.
અમારો ઉદ્દેશ્ય દર્શકો, રીવ્યુઅર્સ, ક્રિટિક્સ, ફિલ્મમેકર્સ, અને ફિલ્મ સ્ટુડન્ટ્સ, અને ફિલ્મ લવર્સ, વગેરે દરેકના પરિપ્રેક્ષ્યને સંતોષવાનો છે.
