Movie: Vickida No Varghodo (2022)
Genres: Romance, Comedy
Director: Rahul Bhole, Vinit Kanojia
Writer: Rahul Bhole, Vinit Kanojia
Casts: Malhar Thakar, Monal Gajjar, Jhinal Belani, Manasi Rachh,
Production Company: SP Cinecorp, Janvi Productions, Rishiv Films
Storyline
વિકાસ (મલ્હાર ઠાકર) અને અનુશ્રીના (મોનલ ગજ્જર) એરેન્જ મેરેજ નક્કી થાય છે, લગ્ન પહેલા તેઓ બંને એકબીજાને સરખી રીતે મળ્યા અથવા વાત પણ થઇ ના હોવાથી તેઓ મળે છે, અને પોત પોતાના ભૂતકાળની વાત કરે છે.
વિકાસને લગ્નના બે દિવસ પહેલા જ વર્ષો પછી તેની પહેલી એક્સ ગર્લ ફ્રેન્ડ રાધિકા (જીનલ બેલાની) અચાનક મળે છે, અને તેની સાથે લગ્ન કરવા માટે કહે છે, પણ વિકાસ કોઈ બહાનું કાઢીને તેને avoid કરે છે.
વિકાસ આ પરિસ્થિતિ માંથી બહાર આવે તે પહેલા જ તેની બીજી એક્સ ગર્લ ફ્રેન્ડ વિદ્યા (માનસી રાછ) પણ તેને અચાનક મળી જાય છે, અને તે પણ તેને લગ્ન કરવા માટે કહે છે, વિકાસ તેને હાલ પુરતી સમજાવી દે છે. હવે તેની બંને એક્સ ગર્લ ફ્રેન્ડસ તેને પોતાની સાથે લગ્ન કરવા માટે emotionally pressure કરે છે.
પણ વિકાસ આ બંને સબંધો માંથી હવે ઘણો આગળ નીકળી ગયો હોવાથી તે અનુશ્રી સાથે લગ્ન કરવા માટે clear છે. તેને ડર છે કે તે બંનેના કારણે લગ્નમાં કોઈ મુસીબત ઉભી નાં થાય. જેના માટે તે લગ્ન પહેલા અનુશ્રીને ફરી મળવા માટે છે…
Opening scene
ફિલ્મના ઓપનીંગ સીનમાં લગ્નના માહોલને પુરેપુરો વિસ્તૃતમાં બતાવવામાં આવ્યો છે. જેમાં વીકી અને તેના ફેમીલી મેમ્બર્સ હોટેલમાં ચેક ઇન કરે છે, અને વીકીના ફાધર લગ્નની તૈયારીઓ જોઈ છે, તેના બીજા ફેમીલી મેમ્બર્સ પોતાની રીતે તેમાં જોડાય છે, અને વીકી અત્યારે શું ચાલી રહ્યું છે તેની આખી પરિસ્થિતિને સમજાવે છે.
Screenplay
ફિલ્મનો સ્ક્રીનપ્લે રાહુલ ભોલે, વિનીત કનોજીયા બંને એ લખ્યો છે. કોમેડી ફિલ્મ હોવાથી કેટલાક dialogues માં સારી કોમેડી જોવા મળે છે.
“મારાજ લગનમાં મનેજ કોઈ પૂછતું નથી” આ એક હકીકત છે જે નજરે જોયેલ છે, જેના લગ્ન હોય તે બીજા કામોમાં પડ્યો હોય અને તેના સિવાય બધાજ લગ્નમાં enjoy કરતા હોય. “તું તો જીતીને પણ હારી ગયો, તું તો ઉન્ધો બાજીગર નીકળ્યો”
Cinematography
સુમન કુમાર સાહુ ફિલ્મના સિનેમેટોગ્રાફર છે. ફિલ્મમાં ફક્ત 2 મિનીટનો Dolly Zoom shot, જયારે સ્ટોરીમાં એક speed બતાવવી હોય ત્યારે Whip Pan નો use કરવામાં આવે છે, ફિલ્મમાં અહી 3 Whip Pan shot લેવામાં આવ્યા છે, જે ગુજરાતી ફિલ્મોમાં ખરેખર ઓછો જોવા મળે છે.
Director, direction
રાહુલ ભોલે અને વિનીત કનોજીયા ડિરેક્ટર તરીકે બંનેએ ફિલ્મમાં ડિરેક્શન કર્યું છે. રાહુલ ભોલે જેમને આ અગાઉ Reva (2018) નામની ઉત્તમ ફિલ્મ બનાવીને ડિરેક્ટર તરીકે પોતાની એક અલગ છાપ મૂકી હતી. હા, સીરીયસ ફિલ્મ કરતા કોમેડી ફિલ્મમાં ડિરેક્ટર તરીકે એટલા વધુ માર્ક્સ નથી મળતા, પણ અહી બંને ડિરેક્ટરે
Art and Creativity
ડિરેક્ટરના અનેક મહત્વના કામો માંથી એક મહત્વનું કામ ફિલ્મને art creativity provide કરવાનું પણ છે, જે બંને ડિરેક્ટરે ફિલ્મમાં સારી રીતે કરી છે. જેમાં સૌથી પહેલા તો ફિલ્મનો 5 મિનીટ 10 સેકંડ લાંબો one take opening sequence, ગુજરાતી ફિલ્મોમાં Long Take shot ભાગ્યે જ જોવા મળે છે, તેમાં પણ આટલો લાંબો Long Take shot હજી સુધી જોવા મળ્યો નથી.
ત્યારબાદ મલ્હારની 4 ફિલ્મોના નામો જેમાં Chhello Divas, Shu Thayu, Mijaaj, Saheb, Golkeri વગેરે નામો ફિલ્મમાં સારી રીતે mention કરવામાં આવ્યા છે. નીલ, નીતિન, સુરેશ વગેરે characters ના નામો, તેમજ dialogues ની કેટલીક creativity.
ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારની creativity જોવાજ મળતી નથી, જેથી અહી તેનું મહત્વ વધારે છે
