Movie: Bey Yaar (2014)
Genres: Drama, Family, Comedy
Director: Abhishek Jain
Writer: Bhavesh Mandalia, Niren Bhatt
Casts: Divyang Thakkar, Pratik Gandhi, Darshan Jariwala, Manoj Joshi, Amit Mistry, Samvedna Suwalka, Kavin Dave, Aarti Patel.
Production Company: CineMan Productions.
Storyline
ચિંતન (દિવ્યાંગ ઠક્કર) અને તપન (પ્રતિક ગાંધી) બંને નાનપણના બેસ્ટ ફ્રેન્ડસ છે, અને તેઓ M.R. ની જોબ કરે છે. બંનેનું સપનું એક રિયલ એસ્ટેટ પ્લોટમાં ઇન્વેસ્ટ કરીને વધુ નફો મેળવવાનું છે, પણ એક લાલચમાં આવીને તેઓ પોતાની બચતના લગભગ બધા જ પૈસા ગુમાવે છે.
આ દરમ્યાન ચિંતનને જાણ થાય છે કે તેના પિતા જીતુ ભટ્ટની (દર્શન જરીવાલા) કેન્ટીનમાં તેમના બેસ્ટ ફ્રેન્ડ એમ. એફ. હુસેનનું એક માસ્ટરપીસ painting છે, જે વર્ષો પહેલા હુસેને તેમને ગીફ્ટમાં આવ્યું હતું, જેની કિંમત અત્યારના ટાઈમમાં લાખોની છે, પણ જીતુ ભાઈ માટે તે એક painting નહી પણ તેના ફ્રેન્ડની યાદગીરી છે.
તપનને એક વિચાર આવે છે, જેના અનુસાર આ painting ને થોડો ટાઈમ માટે ગીરવે મુકીને તે પૈસા દ્વારા તેઓ રિયલ એસ્ટેટ પ્લોટમાં ઇન્વેસ્ટ કરી શકે છે. જેથી બંને તેના અન્ય એક પેઈન્ટર ફ્રેન્ડ ઉદય ફોજદારને (કેવિન દવે) તે painting ની એક કોપી બનાવવા માટે convince કરે છે.
ત્યારબાદ નકલી painting બનાવ્યા પછી તેને અસલી સાથે બદલીને, અસલી painting ને થોડા દિવસ ગીરવે મુકવા માટે તેઓ art curator વાય. બી. ગાંધીને (મનોજ જોષી) મળે છે, જે તેને આ painting ના 15 લાખ આપે છે. પણ થોડા જ દિવસ પછી ગાંધી, ચિંતનને કહે છે કે તે painting નકલી છે….. હવે પછીની સ્ટોરી માટે ફિલ્મ જોઈ શકો છો.
Opening scene
ફિલ્મના ઓપનીંગ સીનમાં art gallery માં art curator કાણક્ય, ઉદયને તેના તેના painting show માટે અભીનંદન આપીને તેના એક master painting ને વેચવાની ઓફર કરે છે, જેની કિંમત 40 લાખ જેટલી છે. પણ કેવિન ના પાડે છે, સજ્જન ફરી કહે છે કે તેઓ પોતે 50 લાખ સુધી અપાવી શકે તેમ છે, કેવિન છતાં પણ નાં પાડે છે, કારણ કે આ painting તેના બેસ્ટ ફ્રેન્ડસ ચકલા અને ટીનયા માટે છે.
આ ઓપનીંગ સીનમાં painting ની કિંમત અને કેવિનની તેના બેસ્ટ ફ્રેન્ડસ માટેની લાગણીઓ clear કરવામાં આવી છે.
Actors, acting, Characters, characterization, character development
ચિંતન ભટ્ટ/ચકો તરીકે દિવ્યાંગ ઠક્કર, ફિલ્મમાં તે lead character છે, જેના કેટલાક dreams છે જેને પુરા કરવા માટે તે અનેક પ્રયત્નો કરે છે, અને તેમાં જ તેના જીવનમાં મુશ્કેલી સર્જાય છે.
તપન/ટીનો તરીકેના character માં પ્રતીક ગાંધી છે, તે અને ચિંતન બંને નાનપણના best friends છે. પ્રતીક ગાંધીનીની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. જીગીશા તરીકે સંવેદના સુવાલ્કા, ફિલ્મમાં પ્રતિક તેનો love interest છે. સંવેદનાની આ બીજી ગુજરાતી ફિલ્મ છે.
દિવ્યાંગના ફાધર જીતુ ભટ્ટ તરીકે દર્શન જરીવાલા છે. દિવ્યાંગના મધર અને જીતુ ભટ્ટના વાઈફ સીમા ભટ્ટ તરીકે આરતી પટેલ છે. વાય. બી. ગાંધી તરીકે મનોજ જોશી, જેમણે ફિલ્મમાં art curator તરીકે negative character નિભાવ્યું છે.
પ્રણવ/પ્રબોધ ગુપ્તા તરીકે અમિત મિસ્ત્રી, જેમણે ફિલ્મમાં એક એસ્પાયર એક્ટર તરીકેનું character નિભાવ્યું છે. ઉદય ફોજદાર તરીકે કેવિન દવે, જેઓયે દિવ્યાંગ અને પ્રતિકના best friend તરીકે character નિભાવ્યું છે.
અન્ય એક્ટર્સમાં ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર તરીકે પ્રશાંત બારોટ એક સીનમાં છે. જાણીતા લેખક જય વસાવડા અમિત મિસ્ત્રીનો ઈન્ટરવ્યું એક સીનમાં લેય છે. ગાંધીના સર્વન્ટ તરીકે મૌલિક નાયક ફિલ્મમાં જોવા મળે છે. આ સિવાય કેવિનના ફ્રેન્ડ દેવ તરીકે અભિષેક જૈન પણ બે સીનમાં જોવા મળે છે.
Screenplay
ફિલ્મનો screenplay ભાવેશ માંડલિયા અને નિરેન ભટ્ટે લખ્યો છે. ભાવેશ માંડલિયાએ અગાઉ Oh My God (2012) જેવી બોલીવુડની સફળ ફિલ્મના રાઈટર તરીકેનો કામ કરી ચુક્યા છે, જયારે નિરેન ભટ્ટ Taarak Mehta Ka Ooltah Chashmah ના 3163 એપિસોડ લખવાનો અનુભવ ધરાવે છે.
ફિલ્મના dialogues માં શુદ્ધ ગુજરાતી ભાષાના બદલે રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ગુજરાતી ભાષાને વધુ સ્થાન આપવામાં આવ્યું છે.
“કળાને અનુભવવાની હોય, સમજવાની જરૂર નથી” ફિલ્મમાં આ પ્રકારના quote dialogues વારંવાર સાંભળવા મળે છે.
Stanislavski
ગુજરાતી ફિલ્મમાં જો સ્ટેનિસ્લાવસ્કીનું ફક્ત નામ આવે તો પણ તે ફિલ્મનું standard level આપોઆપ ઊંચું આવી જાય. તેમના જેવા વ્યક્તિ વિષે અહી થોડા જ શબ્દોમાં વર્ણન કરવું તે તેમના માટે પુરતું નથી, જેથી તેમના વિષે અહી વધારે નથી લખ્યું.
એક professional screenplay લખવા માટે કેવા પ્રકારના અને કેટલા ઊંડા knowledge ની જરૂર પડે છે તેનું આ એક best example છે.
Cinematography
સિનેમેટોગ્રાફર પુષ્કર સિંહની આ બીજી ફિલ્મ છે. ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં અમદાવાદના ત્રણ દરવાજાનો Time Lapse shot, રાતના માણેક ચોકનો Wide, Tilt shot, painting મેળવીને ખુશી વ્યક્ત કરી રહેલ મનોજ જોશીનો Arc shot, માણેક ચોકથી ચાલતા નીકળતી વખતે દિવ્યાંગ અને પ્રતિકનો Follow shot, વગેરે ધ્યાન ખેંચે છે..
Chiaroscuro shot
ફિલ્મમાં “Bey yar tara vina” song માં પ્રતિકના close-up માં chiaroscuro lighting technique નો એકદમ ટૂંકો shot જોઇને લાગ્યું કે આ પ્રકારના shots ગુજરાતી ફિલ્મોમાં કેમ જોવા મળતા નથી? આજ તો real art છે, તેનાથી જ ફિલ્મની quality વધે છે.
Soft Focus shot
દર્શન જરીવાલા જયારે painting ને જોઇને હુસેનને યાદ કરે છે, જેમાં હુસેનનો painting કરતા સીનને Soft Focus shot માં શૂટ કરવામાં આવ્યો છે. મોટાભાગે જયારે કોઈ જુના પ્રસંગનો સીન હોય ત્યારે તેને મોટાભાગે black & white માં બતાવાય છે, પણ અહી તેને Soft Focus shot માં એક અલગ technique થી દર્શાવવામાં આવ્યો છે.
Long Take Shot
સિનેમેટોગ્રાફીનું main attraction છે ફિલ્મનો Long Take Shot. એક સીનમાં દિવ્યાંગ જયારે પેરિસના surveyor ને painting વિષે ગુજરાતીમાં સમજાવે છે, તે આખો સીન Long Take Shot માં લેવાયો છે, એટલે કે એક આખા સીનને કોઈપણ cut વગર સળંગ શૂટ કરવામાં આવ્યો છે. મોર્ડન ગુજરાતી ફિલ્મોનો આ સૌથી પહેલો Long Take Shot છે, જે લગભગ 4 મીનીટ લાંબો છે.
Editing
ફિલ્મ editing માં ફિલ્મની શરૂઆતમાં દિવ્યાંગ અને પ્રતીકના ફોન ઉપર થતા conversation નો Cross Cutting Shot, અને ફાર્મ હાઉસમાં મનોજ જોષી અને અમિત મિસ્ત્રીના સીનની Jump Cut, જે મોર્ડન ગુજરાતી ફિલ્મોના નવા experiments છે.
Director, direction
અભિષેક જૈનની આ બીજી ફિલ્મ છે, ડિરેક્ટર તરીકે તેમને જે prove કરવાનું હતું તેઓ તેમની પહેલી ફિલ્મમાં Best Director નો એવોર્ડ મેળવીને prove કરી દીધું છે, જેથી હવે આ ફિલ્મમાં તેમના ઉપર વધુ responsibility અને expectation હતી, અને તેમણે ફિલ્મમાં expectation કરતા વધુ આપ્યું છે.
અભિષેક જૈનના ડિરેક્શન વિષે ઘણું બધું કહી શકાય છે, લખી શકાય છે અને discuss પણ કરી શકાય છે. એક નાની ઉમરમાં તેમનામાં ડિરેક્શનની જે actual sense છે તે હકીકતમાં અમુક ઉમર પછી જ આવે છે.
ગુજરાતી ઓડીયન્સની કમનસીબી કહો તો અભિષેક જૈને આ ફિલ્મ પછી એટલે કે 2014 પછી કોઈ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ નથી કરી. હા આ ટાઈમ દરમ્યાન તેમણે વેબ સીરીઝ Vitthal Teedi (2021) અને બોલીવુડ ફિલ્મ Hum Do Hamare Do (2021) ચોક્કસ ડિરેક્ટ કરી છે, પણ ગુજરાતી નહી.
જો આ પ્રકારના ડિરેક્ટર ગુજરાતી ફિલ્મોથી દુર રહે તો તે ખરેખર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કમનસીબી કહેવાશે.
ફિલ્મની ડિરેક્શન treatment સંપૂર્ણપણે commercial છે. ડિરેક્શનમાં Story presentation અને Scene presentation બંનેના કારણે આ ફિલ્મ ત્યારની અનેક ફિલ્મોમાંથી એકદમ અલગ તરી આવે છે.
Scene presentation
Gujarati film shooting નો comic scene
ગુજરાતી ફિલ્મ શૂટિંગનો આ સીન 2014 થી અત્યાર સુધીમાં મેં ઓછામાં ઓછો 50 વાર જોયો હશે, તેના ઘણા બધા કારણો છે જેમકે, Comic situation, ગુજરાતી ફિલ્મોની ઈમેજ અને ફિલ્મમેકિંગની method, ગુજરાતી ફિલ્મોમાં ડિરેક્ટરનું મહત્વ, શુંધ્ધ દેસી language ની સામે હોલીવુડનો અલ પચીનો, વગેરે.
આ સીનમાં અમિત મિસ્ત્રી કહે છે “હવે એક્શન તું શેનો બોલે છે? ડિરેક્ટર શેની માટે રાય્ખો છે આપડે?” Great… અહી લખવા માટે શબ્દો નથી, એક્શન બોલવા માટે ડિરેક્ટર રાખવો? હા, ઘણી ફિલ્મોમાં ડિરેક્ટરનું કામ ફક્ત એક્શન અને કટ બોલવાનું જ હોય છે, આ સીનમાં ગુજરાતી ફિલ્મમેકિંગને થોડી funny way માં પણ હકીકત દર્શાવવામાં આવી છે.
સામે પ્રશાંત બારોટ કહે છે “મારો બેટો પેલી વાર પિક્ચર કરે છે ને પોતાની જાતને પરેશ કનોડિયા સમજે છે” સામે અમિત જવાબ આપે છે ”પરેશ કનોડિયા નહી અલ પચીનો” ત્યારબાદ “ડિરેક્ટરની દીકરી આ કેમેરાની કેપ કાઢતા તો શીખ, આ ટોપા આ ટોપી પેરવાથી કાઈ સુભાષ ઘાઈ ના બની જવાય” વધુ એક reality, ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર બનવા માટે પોતાની પાસે ફક્ત ફાઈનાન્સર હોવો જરૂરી છે, અત્યારના અનેક ગુજરાતી ડિરેક્ટર્સ બસ આવી રીતે જ ડિરેક્ટર બન્યા છે.
અમિત મિસ્ત્રીને એક્ટર તરીકે hire કરવાનો સીન
આ સીનમાં અમિત મિસ્ત્રી કહે છે “મેથડ એક્ટિંગ ગઈ ખાડામાં, સ્ટેનિસ્લાવસ્કીને કોઈ ઘંટોય પૂછતું નથી” yes આ પણ એક મોટી હકીકત છે. એક્ટિંગ હવે કળા નથી રહી પણ તે સંપૂર્ણપણે વ્યવસાય બની ગયો છે.
બોલીવુડમાં method એક્ટિંગ કરનાર ઘણા એક્ટર્સ છે, જેની સામે અક્ષય કુમાર, કપિલ શર્મા શોમાં કહે છે કે “મને આખો દિવસ એક રૂમમાં બેસીને તૈયારી કરવી અથવા વજન વધારવા ઘટાડવા જેવા રોલ હું કરી શકતો નથી” અને આ એક ગર્વ લેવા જેવી વાત હોય તેમ તેની આ વાત ઉપર ઓડીયન્સ તાળીઓ પણ પાળે છે.
Great, સેલીબ્રીટીની દરેક વાતમાં સુર પુરાવવાનો, પછી તેની વાત વ્યાજબી છે કે નહી તે વિચારવાની મહેનત જ નહી કરવાની.
ફિલ્મમાં આ આખો sequence એક પછી એક સતત જાટકા આપ્યા જ કરે છે. આ આખા sequence માં રાઈટર, ડિરેક્ટરે ગુજરાતી ફિલ્મમેકિંગની એક નિર્દોષ મજાક કરી છે? કે પછી મજાકના રૂપમાં ગુજરાતી ફિલ્મોની એ હકીકતો સામે લાવી છે? તે સમજવું મુશ્કેલ છે, માટે આ સીનને ફક્ત enjoy કરો.
પ્રતિકના comic ગુસ્સાનો સીન
આશિષ કક્કડના “Excuse me” કહેવા ઉપર પ્રતિક પોતાનું frustration ઉતારીને અચાનક ગુસ્સે થાય છે, અને દોઢ બે વર્ષનું બાળકને પણ ચુપ કહીને ધમકાવે છે, ત્યારે બાળક પપ્પા કહીને જે reaction આપીને રડવા લાગે છે, તે comic સીન ખરેખર જોવા લાયક છે. આટલા નાના બાળક પાસે કોઇપણ પ્રકારના expression, reaction expect કરવા તે મુશ્કેલ હોવાથી આ સીનમાં પ્રતિક કરતા બાળક વધુ ધ્યાન ખેંચે છે.
સીડી કુદીને ચાવીનો catch નો સીન
સીડી કુદતાની સાથે જ ચાવીનો catch કરતા પ્રતિકનો એક સીન છે, ફિલ્મમાં આ ખુબ સામાન્ય સીન છે, પણ આ પ્રકારના શોટ લેવા અઘરા હોય છે, કારણ કે તેમાં એક સાથે ઘણી વધી વસ્તુઓ ઉપર આધાર રાખવો પડે છે.
એક ચોક્કસ અંતરથી અને ચોક્કસ દિશામાં through કરવો, સીડી ઉપર હાથ મુકીને સીડી કુદવી, અને સાથે catch પણ કરવો, ત્યારબાદ આ આખી ઘટનાને શૂટ કરવામાં, perfect timing માં, અને ખાસ કરીને તો તેમાં perfection મેળવવામાં ટાઈમ અને મહેનત બંને ખુબ જ લાગે છે.
Production Value
ફિલ્મની overall quality કોઈપણ ફિલ્મમેકર્સ અને ક્રિટીક્સને impress કરી મુકે તેવી છે. ફિલ્મ પાછળ શું? અને કેવી મહેનત કરવામાં આવી છે? તે ફિલ્મ જોઈને સમજી શકાય છે.
ફિલ્મના 3 સીન્સમાં lighting નો ખુબ સારી રીતે use કરવામાં આવ્યો છે. આ પ્રકારની lighting techniques ફિલ્મની richness અને quality માં વધારો કરે છે, જેમકે… (1). Parikh Real Estate Company ની ઓફીસનો સીન. (2). Painting મેળવ્યા બાદ ખુશી વ્યક્ત કરી રહેલ મનોજ જોશીનો સીન. (3). પેરીસના client સાથે 3 કરોડમાં deal confirm કરતા મનોજ જોશીનો સીન. આ પ્રકારની lighting techniques તે વખતના ગુજરાતી ફિલ્મોમાં પહેલી વાર જોવા મળી છે.
Strong, plus points
(1). ફિલ્મનું ડિરેક્શન. (2). એક્ટર્સ અને તેમની એક્ટિંગ. (3). સ્ક્રીનપ્લે, ફિલ્મ ઓડીયન્સને જકડી રાખે છે, આખી ફિલ્મમાં ખરેખર interest બની રહે છે.
Goofs
ફિલ્મ goofs એક એવો point છે જેમાં સામાન્ય ઓડીયન્સને પણ interest પડે છે. પણ અહી આ goof ને સમજવું તેમના માટે થોડી અઘરૂ થઇ શકે તેમ છે, કારણ કે તે completely technical છે.
જયારે કોઈપણ website ઓપન થાય ત્યારે તેના પહેલા પેજને home પેજ કહેવાય છે. તેથી જ કોઈપણ website ની links જોશો તો સૌથી પહેલા home લખેલ હશે. હવે website નું જે પેજ ઓપન હોય તે પેજની link active હોય છે.
પ્રબોધ ગુપ્તાની website visit કરવાના સીનમાં વેબસાઈટ જયારે ઓપન કરવામાં આવે છે, તે શોટમાં About અને Work બંને પેજીસની links active દેખાય છે, જયારે હકીકતમાં તો home પેજની જ link active હોવી જોઈએ.
પછીના શોટમાં દિવ્યાંગ અને તેની ટીમ ખુશ થાય છે કે તેમની website visit થઇ રહી છે. ત્યારબાદ website ને scroll down કરવાનો શોટ છે. ત્યાર પછીના શોટમાં close-up માં About પેજ ઓપન છે, ત્યારબાદ Work પેજ ઓપન કરવામાં આવે છે જેમાં પ્રબોધ ગુપ્તાના photos છે. તેના પછી Contact પેજ ઓપન થાય છે, અને તેના પછી ફરી About અથવા Work બંનેમાંથી એક પેજ ઓપન કરવામાં આવ્યું છે.
સૌથી છેલ્લે ફરીથી Work પેજ ઓપન કરવામાં આવે છે. પણ આ વખતે તેમાં photos ની જગ્યા ઉપર પ્રબોધ ગુપ્તાની profile દેખાય છે, અને આ shot ફક્ત એક ફ્રેમ માટે જ દેખાય છે.
આટલું વાંચીને મગજનું દહીં ચોક્કસ થઇ ગયું હશે. આ એકદમ minor technical mistake છે જે ફિલ્મમાં આસાનીથી ચલાવી લેવામાં આવે છે, પણ mistake નાની હોય કે મોટી આખરે તે mistake છે, જેને notice ચોક્કસ કરવામાં આવે છે.
Critics acclaimed point
ફિલ્મનો સૌથી અસરકારક સીન એટલે પેરિસના painting surveyor ને પોતાની ભાંગી તૂટી English માં પોતાની સાથે થયેલ ચીટીંગ વિષે કહેતો દિવ્યાંગનો સીન, જેમાં તેના માટે painting નું મુલ્ય જે રીતે સમજાવવા માટે કેટલા જોશથી પોતાની ભાવનાને દિલથી વ્યક્ત કરવાના પ્રયત્નો કરે છે, અને આ પ્રયત્નમાં છેવટે પ્રતિક પણ જોડાય છે, અને છેક છેલ્લે painting surveyor તેની વાત સમજી જાય છે.
અને આ આખા પ્રસંગને છેલ્લે ખુબ જ અસરકારક dialogue સાથે વ્યક્ત કરવામાં આવે છે કે “ભાવને ભાષાની ગરજ નાં હોય”
દિવ્યાંગ અને પ્રતિકના English ના લોચા સાંભળીને પણ આ સીનમાં ક્યાય થોડું પણ હસવું આવતું નથી, આખો સીન એટલો serious છે. આ સીન જોઇને એક ઓડીયન્સ તરીકે થોડી વાર માટે emotional ચોક્કસ બની જવાય છે.
આ સીનમાં દિવ્યાંગ અને પ્રતીકના powerful performance સામે તે એક્ટર ખરેખર weak દેખાઈ આવે છે. આ સીન જોઇને ફિલ્મોના ડાઈહાર્ડ ફેંસને સ્ટીવન સ્પીલબર્ગ ડિરેકટેડ અને ટોમ હેન્ક અભિનીત The Terminal (2004) ફિલ્મના અમુક સીન્સ યાદ આવી શકે છે.
શું કળા વ્યક્તીની અંદર જ હોય છે? કે પછી મહેનત કરવાથી કલાકાર બની શકાય છે?
આર્ટ ગેલેરીના સીનમાં અમિત મિસ્ત્રી કહે છે “कला कभी सिखाई नही जाती, it is within” આ dialogue સાંભળીને Dharam Karam (1975) ફિલ્મમાં The Greatest Showman રાજ કપૂરનો આવો જ એક dialogue યાદ આવે છે, “कलाकार बनाये नही जाते, पैदा होते हे” જયારે આની વિરુદ્ધમાં અનુપમ ખેર તેમની એક્ટિંગ સ્કૂલમાં students ને કહે છે “अगर आप महेनत करोगे तो आप भी एक्टर बन सकते हो”
તો શું ખરેખર મહેનત કરવાથી કલાકાર બની શકાય? કે પછી કળા વ્યક્તિના અંદર જ હોય છે, જેની સાથે તે પેદા થાય છે? આ એક discuss કરવા જેવો point છે.
Movie trivia
રાઈટર, ડિરેક્ટર અને કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક શાહની આ પહેલી ફિલ્મ છે, જેમાં તેઓએ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.
સ્કુટી ઉપર આવતી છોકરી હકીકતમાં ફિલ્મના કોસ્ચ્યુમ્સ ડિઝાઈનર પૌરવી જોશી છે, આ સિવાય ફિલ્મમાં તેમણે એક પત્રકાર તરીકેનું અન્ય character પણ નિભાવ્યું, જેમાં તેઓ મનોજ જોશીને પ્રશ્ન પૂછે છે.
ફિલ્મમાં આરતી પટેલના character નું નામ સીમા ભટ્ટ છે, જયારે IMDB માં તેમના character નું નામ જ્યોત્સના ભટ્ટ તરીકે આપવામાં આવ્યું છે.
એમ. એફ. હુસેન
ફિલ્મમાં જે painter ના નામનો ઉલ્લેખ થાય છે તે વિવાદિત painter એટલે કે પોતાની દીકરીની ઉમરની માધુરી દીક્ષિત ઉપર ફિદા થયેલ હુસેન, જેણે અનેક હિંદુ દેવી, દેવતાઓના અને ભારત માતાના નગ્ન અને અશ્લીલ ચિત્રો બનાવીને પોતાની વિકૃત કલાકારીનો પરિચય આપી દીધો હતો.
જેના કારણે તેના ઉપર થનાર કાનૂની કાર્યવાહીથી બચવા માટે જીવનના છેલ્લા stage માં તે દેશની બહાર રહ્યો હતા. તે વખતે social media ના હોવાથી તેના આ પરાક્રમો એકદમ ખુલીને બહાર આવ્યા નથી, જેથી લોકોમાં હજુ તેની એટલી જાણકારી નથી. આવા વ્યક્તિને સ્કૂલના syllabus course માં સ્થાન પણ આપવામાં આવ્યું છે.
Release, collection and awards
ફિલ્મ 29 August 2014 ના રોજ રીલીઝ થઇ હતી, ફિલ્મ ઓડીયન્સને ખુબ પસંદ આવી હતી, જયારે ક્રિટીક્સે ફિલ્મને ઘણી વખાણી હતી, ફિલ્મે કુલ 8.5 કરોડનું box office collection મેળવ્યું હતું.
14th Annual Transmedia Gujarati Screen & Stage Awards માં ફિલ્મને કુલ 14 categories માટે nominate કરવામાં આવી હતી, જેમાંથી Best Film, Best Director સહીત કુલ 9 categories માં ફિલ્મે એવોર્ડ્સ મેળવ્યા છે.
Conclusion
ફિલ્મમાં સાચી દોસ્તી, દોસ્ત માટેનો પ્રેમ, માણસની લાગણીનું મુલ્ય, વગેરે ઘણું બધું બતાવવામાં આવ્યું છે. ઉપરાંત આ ફિલ્મ ત્યારની એટલે કે મોર્ડન ગુજરાતી ફિલ્મોનું એક best example છે, સાથે સાથે ફિલ્મ technically ઘણી strong છે, અને creatively અને artistically પણ આ ફિલ્મ ત્યારની ગુજરાતી ફિલ્મો કરતા ઘણી આગળ છે.
જો આ ફિલ્મ હજુ સુધી જોઈ ના હોય તો ફિલ્મ Shemaroo અને Oho Gujarati ઉપર ઉપલબ્ધ છે.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.