Latest Posts:

Movie: Chal Man Jeetva Jaiye (2017)

Genres: Drama, Family

Director: Dipesh Shah

Writer: Dipesh Shah

Co-Writer: Krishna Bhardwaj

Casts: Rajiv Mehta, Dharmendra Gohil, Harsh Khurana, Anupama Masand, Anahita Jahanbaksh, Rudrakshi Gupta, Ketkie Jayashree Parekh, Sheetal Pandya, Karan Bhanushali, Hemen Chauhan, Krishna Bharadwaj,

Production Company:

Storyline

સંઘવી પરિવારના કેટલાક members તેમના ઘરના ગાર્ડનમાં ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે, ત્યાં જ ત્રણેય ભાઈઓ સૂર્યકાંત, વસંત અને નિરંજન (રાજીવ મેહતા, ધર્મેન્દ્ર ગોહિલ, હર્ષ ખુરાના) ઓફીસથી આવે છે, જેમના ચહેરા ઉદાસ દેખાય છે.

વસંત સંઘવી (ધર્મેન્દ્ર ગોહિલ) આખા ફેમીલીને કહે છે એક મોટું બ્લંડર થઇ ગયું છે, જેથી તેઓ દરેક સર્વન્ટને ઘરની બહાર મોકલી દે છે, ઘરના દરેક મેમ્બર્સના મોબાઈલ સ્વીચ ઓફ કરાવી દે છે, CCTV camera અને main door બંધ કરાવી, અને દરેક મેમ્બર્સ ઘરની અંદર બોલાવી લે છે.

ત્યાજ ઘરની બહાર ઘણી પ્રેસની ગાડીઓ આવે છે, તેમાંથી journalists ઘરની બારીમાં કેમેરા સેટ કરીને ઘરની અંદરની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરે છે, અને તેને live telecast કરે છે.

વસંત કહે છે કે તેઓએ બધુ જ ગુમાવી દીધું છે, તેમની કંપનીએ એટલો મોટો loss કર્યો છે કે તેને ભરપાઈ કરવા માટે તેમનું બધું જ વેચાઈ જશે, આ બધામાંથી નીકળવાનો એક જ રસ્તો છે કે નાદારી જાહેર કરવી. કંપની ત્રણ ભાઈઓના નામે છે, પણ તેના સિવાય પરિવારના અન્ય સભ્યોના નામે જે પણ કંઇ સંપતિ હોય તે બચી જશે. બધાજ આ પ્લાનને સ્વીકારે છે.

પણ વીરેન (હેમેન ચૌહાણ) તેનો વિરોધ કરે છે, તે નાદારી જાહેર કરવાની વિરુદ્ધમાં છે, તેની સાથે દેવ (ક્રિશ્ના ભારદ્વાજ) પણ જોડાઈ છે, અને અહીંથી શરુ થાય છે એક debate…. હવે પછીની ફિલ્મ youtube ઉપર જોઈ શકો છો.

Story presentation

આખી ફિલ્મની સ્ટોરી એક debate ઉપર ચાલી રહી છે, આ debate મુખ્ય બે વ્યક્તિઓ વચ્ચે છે, જેમાં બંને પક્ષો પોતાના મુદ્દા રજુ કરે છે, જેમાં બંને વ્યક્તિઓ પોતાના thoughts પ્રમાંણે સાચા જ છે, અન્ય ફેમીલી members પણ અલગ અલગ મત ધરાવે છે, છેલ્લે આખું ફેમીલી મળીને એક નિર્ણયમાં agree થાય છે.

Opening scene

Storyteller દેવ સંઘવી, જે પોતાની journey વિષે વાત કરવાની શરૂઆત કરે છે. તેનો જન્મ, તેના પિતાની ઈચ્છાઓ, મહત્વકાંક્ષાઓને તેમને પોતાના ઉપર લગભગ લાદી દીધા, જેનો બોજ તે નાનપણથી અનુભવી રહ્યો છે. જયારે તે ફેઈલ થયો ત્યારે તેના માટે તેની પત્નીને જવાબદાર ઠેરવીને ત્યારથી જ પત્ની અને દીકરાને વાત વાતમાં વઢવાનું શરુ કર્યું.

જયારે દેવના દાદા તેને જીતવાની અને સફળ થવાની સાચી સલાહો આપે છે, જે તેને સારી રીતે સમજાઈ છે. તેને જોયું કે સફળતા દરેકને મેળવી છે અને તેના માટે અનેક લોકો પ્રયત્નો કરે છે, પણ પ્રશ્ન એ છે કે જીતવું કેવી રીતે? જેના વિષે તે પોતે પણ ત્યારે નહોતો જાણતો.

આખરે એક દિવસ આવ્યો જયારે તેમના પરિવારે પરિસ્થિતિ સામે જીતવા માટે બે options માંથી કોઈ એક option પસંદ કરવાનો હતો, અને અહીંથી સ્ટોરી flashback માં શરુ થાય છે.

Actors, acting, characters, characterization, character development

સૂર્યકાંત સંઘવી તરીકે રાજીવ મેહતા, જેઓ પોતાના નિર્ણય તેમની પત્ની અને પુત્ર ઉપર થોપવામાં માને છે. તેમના પત્ની ગુણી તરીકે અનુપમા મસંદ જેઓ પતિની દરેક વાતને સ્વીકારમાં જ માને છે. તેમના પુત્ર દેવ તરીકે ક્રિશ્ના ભારદ્વાજ, જે તેના પિતા સામે નાનપણથી જ બોલી શકતો નથી.

વસંત સંઘવી તરીકે ધર્મેન્દ્ર ગોહિલ, જેઓ ત્રણેય ભાઈઓમાં સૌથી વધુ હોશિયાર છે, તેમની પત્ની દીપિકા તરીકે અનાહિતા જહાનબક્ષ, પુત્ર વિરેન સંઘવી તરીકે હેમેન ચૌહાણ, જે એક positive વિચારો ધરાવે છે, દીકરી પલ્લવી તરીકે શીતલ પંડ્યા, જેને વધુ વિચારવાની આદત નથી.

નિરંજન સંઘવી તરીકે હર્ષ ખુરાના, જેઓ હંમેશા તેમના બંને મોટા ભાઈઓને મહત્વ વધુ આપે છે. પત્ની રસીલા તરીકે રૂદ્રાક્ષી ગુપ્તા, જે થોડી સ્વાર્થી અને પોતાના વિષે વધુ વિચારનાર છે. દીકરા અભિષેક તરીકે કરણ ભાનુશાલી, દીકરી અનન્યા તરીકે કેતકી પારેખ.

Screenplay

ફિલ્મનો screenplay લખ્યો છે દિપેશ શાહે, અને કોરાઈટર છે ક્રિશ્ના ભારદ્વાજ. આ પ્રકારનો screenplay લખવો તે એક રીતે સહેલો અને ખુબ અઘરો પણ છે. આ screenplay events અને situations based કરતા dialogues based વધુ છે. આ પ્રકારનો screenplay લખવા માટે intellectual હોવું તે સૌથી પહેલી અને સૌથી મોટી લાયકાત છે.

Memorable scene

એક સીનમાં હેમેન કહે છે “તમે બધા કોની સાથે છો, પપ્પાની કે મારી?” ત્યારે હેમેનની બહેન શીતલ તેના પિતા સાથે ઉભી રહીને કહે છે “Papa is my hero, હું પાપાની સાથે છું

ત્યારે હેમેન કહે છે “પોતાના મનથી વિચારીને કહેજે” ત્યારે શીતલ વિચારવાનો એકદમ ટૂંકો પ્રયત્ન કરે છે, અને અચાનક જ સામાન્ય ભાવમાં કહે છે “મને વિચારતા નથી આવડતું

આ સીન જોઇને Ek Ruka Hua Faisla (1986) ફિલ્મના એક સીનનો એક dialogue યાદ આવી ગયો, જેમાં કેકે રૈના કહે છે “ઇસ લડકેકી જગહ અપને આપકો રખ કે સોચીયે” ત્યારે હેમંત મિશ્રા જવાબમાં સામાન્ય ભાવમાં કહે છે “દેખિયે સોચનેકી મુજે આદત નહી હે, મેં બહુત મામુલી આદમી હું, કિસીકા નૌકર, સોચનેકા કામ માલિક કરતા હે

Cinematography

વિજય સોની અને રાહુલ સોની બંને ફિલ્મના સિનેમેટોગ્રાફર છે. ફિલ્મનો વિષય થોડો અલગ, અને 90% ઉપર ફિલ્મ એક જ બંગલામાં એટલે કે indoor હોવાથી સિનેમેટોગ્રાફીની એક લીમીટ આવી જાય છે, પણ આ એક જ લોકેશન ઉપર પણ તેમને જેટલી થઇ શકે એટલી best સિનેમેટોગ્રાફી કરી છે.

Yes, ફિલ્મમાં અમુક Dutch angle shots છે જે નિયમ કરતા થોડા અલગ vision પ્રમાણે શૂટ કર્યા છે. Dutch angle shots લેવા માટેના સિનેમેટોગ્રાફીમાં કેટલાક નિયમો છે.

Director, direction

દિપેશ શાહ ફિલ્મના ડિરેક્ટર છે જેમની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. જેઓ Baa Bahoo Aur Baby સીરીયલમાં એસોશીયેટ ક્રિએટીવ ડિરેક્ટર હતા. ફિલ્મનું ડિરેક્શન amazing તો છે જ, પણ frankly કહું તો તેઓ એક ડિરેક્ટર કરતા પણ વધુ અસરકારક એક રાઈટર તરીકે લાગ્યા, કારણ કે આ ફિલ્મ હકીકતમાં રાઈટીંગ ઉપર જ છે.

Strong, plus points

(1). Screenplay, Dialogues. (2). Theme, subject. (3). ડિરેક્શન. વગેરે ફિલ્મના main plus points છે. તે સિવાય ફિલ્મમાં dialogues નું શું મહત્વ હોય છે? ફિલ્મમાં dialogues કેવા અને ક્યા પ્રકારના હોવા જોઈએ? અને એક ફિલ્મના dialogues કેવી રીતે લખવા જોઈએ? તે આ ફિલ્મ શીખવાડે છે.

Suggestion points

ફિલ્મના character artists જેમના ભાગે બે ચાર dialogues આવે છે, તેમના ઉપર પણ એટલું ખાસ ધ્યાન આપવું જોઈએ, આખરે તેઓ પણ ફિલ્મમાં સારી રીતે દેખાઈ આવે છે.

Critics acclaimed points

29 December 2017 ના રોજ ફિલ્મ રીલીઝ થઇ હતી, ફિલ્મ reviewers અને critics દ્વારા ફક્ત વખાણવામાં જ નહોતી આવી, પણ તેને ખુબ ખુબ સરાહના કરવામાં આવી હતી. IMDB માં 1100 users એ 10 માંથી 8.6 ratings આપ્યા છે.

Movie trivia

હોલીવુડની ફિલ્મ 12 Angry Men (1957), જેની સ્ટોરી છે કે, એક teenage આરોપી ઉપર લાગેલ આરોપ સાચો છે કે ખોટો તે નક્કી કરવા માટે 12 જ્યુરી members ની ટીમ બનાવવામાં આવે છે. જેમાંથી 11 members તેને આરોપી માને છે, અને એક member નથી માનતો. ધીમે ધીમે દલીલો વચ્ચે 11 members માંથી એક પછી એક members માનવા લાગે છે કે તે આરોપી નથી, અને છેલ્લે બધાજ members એક નિર્ણય ઉપર સંમત થાય છે.

આ સ્ટોરી ઉપરથી બોલીવુડમાં ફિલ્મ બની હતી Ek Ruka Hua Faisla (1986), અને લગભગ તેવી જ debate ધરાવતી આ ફિલ્મ પણ છે. પણ આ ફિલ્મ તેના કરતા એકદમ અલગ છે.

Techniques for identifying a person

ફિલ્મમાં અલગ અલગ પ્રકારના characterization ધરાવતા અનેક characters છે. આ ફિલ્મ જોઇને એક મહાન વ્યક્તિએ કહેલ વાત યાદ આવે છે. કોઈપણ વ્યક્તીને ઓળખવો હોય તો તેને રૂપિયા આપી જુવો…

(1). ઉત્તમ વ્યક્તિ તમને આપેલ વાયદા પહેલા રૂપિયા પાછા આપશે. (2). સામાન્ય વ્યક્તિ માંગ્યા પછી અને વાયદા પછી આપશે. (3). હલકો વ્યક્તી અનેક વાર માંગવા પછી ખુબ જ ટાઈમ પછી, ટુકડે ટુકડે અને હેરાન કરીને આપશે. (4). બેઈમાન વ્યક્તિ આપશે નહી, પણ તમારે કઢાવવા પડશે, સામ દામ દંડ ભેદ કોઈપણ રીતે.

ફિલ્મમાં શું છે?

(1). આ ફિલ્મમાં બધુ જ ગુમાવીને પણ ફરીથી ઉભા થવાની વાત છે. (2). Wrong, safe way કરતા true, challenging way પસંદ કરવાની વાત છે. (3). મુશ્કેલી સમયે સાચો નિણર્ય લઈને તેમાંથી બહાર નીકળવાની વાત છે. (4). જેમણે વિશ્વાસ મુક્યો છે તેમના વિશ્વાસને સાચવવાની વાત છે.

(5). કોઈપણ પરિસ્થિતિમાં મનને સ્થિર રાખવાની વાત છે. (6). લાઈફમાં આવનાર દરેક પડકારોની તૈયારી રાખીને તેની સામે લડવાની વાત છે. (7). પરિસ્થિતિથી ભાગવા કરતા તેનો સામનો કરવાની વાત છે.

Conclusion

મુશ્કેલીના સમયે સલામત રસ્તો પસંદ કરવો જેમાં નૈતિક રીતે નુકશાન છે, પણ ભૌતિક રીતે ફાયદો છે, અથવા એક એવો રસ્તો પસંદ કરવો જે ખુબ અઘરો છે, જે ભૌતિક રીતે પાયમાલ કરી શકે છે પણ તેનાથી તમારું નૈતિક મુલ્યો સચવાઈ શકે છે.

Chal Man Jeetva Jaiye (2017) આ વિષયને લઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ એક સમજવા લાયક ફિલ્મો માંથી એક ફિલ્મ છે. જેઓ પ્રમાણિકતા, નીતિ નિયમ, વિશ્વાસ, નૈતિક મુલ્યો વગેરેને સમજતા અને માનતા હશે તેમને આ ફિલ્મ વધુ ગમશે.

તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment