Movie: Trisha on the Rocks (2024)
Genres: Romance, Comedy
Director: Krishnadev Yagnik
Writer: Krishnadev Yagnik
Casts: Janki Bodiwala, Ravi Gohil, Hiten Kumar
Production Company: K S Entertainment LLP, Big Box Series Pvt Ltd
Storyline
વિશાલ (રવિ ગોહિલ) એક બુટલેગર છે, તે સ્વભાવે એકદમ સરળ અને તેનામાં હજી બાળપણ છે, તે તેના મિત્ર ભુવન સાથે રહે છે.
ત્રિશા (જાનકી બોડીવાલા) સ્ટડી માટે અબ્રોડ જવા online interview આપી રહી હોય છે, ત્યારે તેના ફાધર (હિતેન કુમાર) ત્યાં આવીને કંઇક આડી અવળી હરકત કરીને તેના interview ને spoil કરી દે છે, જેથી ત્રિશા તેનાથી દુર સ્ટડી માટે નાં જઈ શકે. આ ઘટના ત્રિશાને થોડી અપસેટ કરી મુકે છે.
ત્રિશાના ફ્રેન્ડનો birthday હોવાથી તે રાત્રે તેના ઘરે પાર્ટીમાં જાય છે, અહી બધા ફ્રેન્ડસ એટલું drink કરે છે કે બોટલનો stock ખલાસ થઇ જાય છે, જેથી તેઓ બુટલેગર દ્વારા બોટલ મંગાવે છે.
વિશાલ બોટલ લઈને આવે છે, અહી આવી તે થોડી વાર રોકાય છે, તે દરમ્યાન તે ત્રિશાને મળે છે, બંને સાથે ડ્રીંક કરીને ડાન્સ કરતા કરતા નશામાં એકબીજાના નજીક આવે છે, અને બંને વચ્ચે physical relation બની જાય છે.
સવારે બંને જાગે છે ત્યારે નક્કી કરે છે કે, તેઓ એકબીજાથી એકદમ અલગ હોવાથી બંને relation માં આગળ નહી વધે, અને તેઓ એકબીજાના નામ પણ જાણ્યા વગર જ છુટા પડે છે.
થોડા દિવસ પછી ત્રિશાને ખ્યાલ આવે છે કે તે pregnant છે, થોડો વિચાર કર્યા બાદ તે બાળકને જન્મ આપવાનો નિર્ણય કરે છે. જેથી ત્રિશા તેના પિતાને વાત કહે છે, જયારે તેના પિતા પરાણે તેની દીકરીના આ bold નિર્ણયમાં સાથ આપવા તૈયાર થાય છે.
ત્રિશાને લાગે છે કે આવનાર બાળક ઉપર જેટલો તેનો હક છે, એટલો તે બાળકના પિતાનો પણ છે, જેથી તેને જાણ કરવી જોઈએ, જેથી તે ગમે તેમ કરીને વિશાલને શોધીને તેને પોતાની pregnancy વિશે જાણ કરે છે… હવે પછીની સ્ટોરી જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
Story presentation
ફિલ્મ શરુ થાય છે ત્યારથી લઈને લગભગ 45 મિનીટ સુધી સ્ટોરી સતત up જઈ રહી છે, ત્યારબાદ સ્ટોરી stable બને છે, સાથે સાથે સ્ટોરી થોડી ગંભીર પણ બને છે, અને છેલ્લે સ્ટોરી slow પણ થતી જોવા મળે છે.
Opening scene
ફિલ્મનો opening scene રવીના ફ્લેટની અંદરથી શરુ થાય છે, જ્યાં દરેક ચીજ વસ્તુઓ આડી અવળી અને ખુબ જ અવ્યવસ્થિત રીતે પડી છે, તેને જોઇને આસાનીથી ખ્યાલ આવે છે કે આ એક bachelor નું ઘર છે.
ફિલ્મનો આ opening scene એક રીતે રવીના character ને develop કરવાનું અને તેની life style ને show કરવાનું કામ પણ કરે છે.
Actors, acting, characters, characterization, character development
જાનકી બોડીવાલા
ત્રિશા તરીકે જાનકી બોડીવાલા, એક એક્ટ્રેસ તરીકે તેનામાં સતત improvement જોઈ શકાય છે, તેની સાથે સાથે હવે તેને એક good dancer તરીકે પણ નોંધ લેવી પડે તેમ છે. ફિલ્મમાં તેનું એક bold nature ધરાવતું character છે.
રવી ગોહિલ
વિશાલ તરીકે રવી ગોહિલ, લાંબા વાળ અને વધેલી દાઢીમાં તેના facial expression થોડા ઢંકાય છે જરૂર, પણ તેણે તેના આ character ને પોતાનામાં ખુબ સારી રીતે ઉતાર્યું છે, તેના character માં બેફિકરાઈ સારી એવી માત્રામાં જોવા મળે છે. ગુજરાતી ફિલ્મોમાં આ એક એવો એક્ટર છે જેને સિક્સ પેક્સ છે અને ફિલ્મમાં તેને બતાવ્યા પણ છે.
હિતેન કુમાર
ત્રિશાના ફાધર તરીકે હિતેન કુમાર, જેઓ એક પ્રેમાળ પિતા તરીકે પોતે પોતાની દીકરીને દરેક જગ્યાએ સાથ આપવાનું કામ કરે છે.
Cinematography
ફિલ્મના સિનેમેટોગ્રાફર પ્રતિક પરમાર છે. ફિલ્મના પહેલા ભાગમાં સિનેમેટોગ્રાફી થોડી fast અને વધુ movement ધરાવતી જોઈ શકાય છે, જ્યારે ફિલ્મના બીજા ભાગમાં સિનેમેટોગ્રાફીની આ speed થોડી થોડી ધીમી પડે છે.
કેમેરા movement ધરાવતી સિનેમેટોગ્રાફીનો ફાયદો એ છે કે જયારે કેમેરા સતત movement કરતો હોય, ત્યારે ફ્રેમમાં સતત બદલાવ આવતો હોય છે, જેના કારણે ફિલ્મની speed એક રીતે fast લાગે છે, અને ફિલ્મની fast speed ના કારણે audience બિલકુલ બોર નથી થતી હોતી.
પાર્ટીના સીન્સમાં ફિલ્મની સિનેમેટોગ્રાફી તેની ચરમસીમા ઉપર જોવા મળે છે. કેમેરા movement માં ફિલ્મના best shots વિશે જાણીએ તો, પાર્ટીના sequence માં રવી અને જાનકીના સળંગ 4 Arc shots લેવામાં આવ્યા છે, આ shot પુરા થાય તે પછીના સીન્સમાં સળંગ 6 Dolly shots દ્વારા સીન્સ shoot કરવામાં આવ્યા છે.
આ સિવાય ફિલ્મમાં અનેક Whip Pan shots લેવામાં આવ્યા છે, જે ગુજરાતી ફિલ્મોમાં ખુબ ઓછા જોવા મળે છે.
Songs, music
કૃષ્ણદેવ યાગ્નિકે આ ફિલ્મ દ્વારા music director તરીકે ડેબ્યુ કર્યું છે. ગુજરાતી ફિલ્મોમાં રાઈટર, ડિરેક્ટર તરીકે તેઓ એક આગવી અને મજબુત ઓળખ ધરાવે છે. આ ફિલ્મ બાદ તેઓ હવે ભવિષ્યમાં music director તરીકે પણ ફિલ્મમાં પોતાનું વધુ યોગદાન આપતા જોવા મળી શકે છે.
Music ફિલ્મને વધુ interesting બનાવી રહ્યું છે, ખાસ કરીને ફિલ્મનો background score. ફિલ્મના અનેક સીન્સની અનેક situations માં perfect background music ફિલ્મને વધુ live બનાવે છે.
Monarita song, જે રોશન તમાંગ દ્વારા લખાયેલ અને બિન્ની શર્મા દ્વારા ગાયેલ આ song ની choreography કૃણાલ સોની અને દીપક લોધાએ કરી છે.
આ એક એવું dance song છે જેને આંખનું મટકું માર્યા વગર પણ આસાનીથી જોઈ શકાય છે, આખા song ની dance choreography એવી મજબુત કરવામાં આવી છે કે song દરમ્યાન બંને performers ઉપરથી નજર હતી શકતી નથી. હા ધ્યાનથી જોતા દેખાઈ આવે છે કે એક બે dance steps દરમ્યાન ચૂક થતા થતા રહી ગઈ છે.
બાકી ગુજરાતી ફિલ્મોમાં songs હકીકતમાં audience માટે એક rest period જ હોય છે, જયારે songs આવે છે ત્યારે મોટાભાગે audience washroom જઈને fresh થવાનું અથવા mobile જોવાનું મહત્વનું કામ કરતી હોય છે.
Director, direction
કૃષ્ણદેવ યાગ્નિક ફિલ્મના ડિરેક્ટર છે. 2015 પછી અચાનક અસંખ્ય ગુજરાતી ફિલ્મોનું જે પ્રચંડ વાવાજોડું આવ્યું હતું, તે revolution પાછળના એકમાત્ર જવાબદાર ડિરેક્ટર એટલે કૃષ્ણદેવ યાગ્નિક.
ડિરેક્ટર તરીકે તેમની ફિલ્મો, અને ખાસ કરીને તેમની ડિરેક્શન treatment હંમેશા એકદમ fresh જોવા મળે છે. તેમની ફિલ્મો મોટાભાગે entertainment વધુ હોય છે, તેમાં ક્યારેય કોઈપણ પ્રકારના message ને પરાણે બતાવવામાં નથી આવતા હોતા.
ડિરેક્ટર તરીકે તેમની એક ખાસિયત છે કે તેઓ કોઈપણ નવા વ્યક્તિ ઉપર પણ સારો એવો ભરોસો કરી તેને મોટો chance આપી શકે છે. પોતાની એક ફિલ્મના supporting character ને તેઓ પોતાની બીજી ફિલ્મમાં lead એક્ટર તરીકે લાવવાનો પ્રયોગ અને હિમ્મત તેઓ કરી શકે છે, અને અત્યાર સુધી તેઓ તેમના આ પ્રયોગમાં મોટાભાગે સફળ પણ થયા છે.
Direction
ફિલ્મના કોઈ એક sequence માં કોઈપણ મહત્વની ઘટના વગર પણ audience ને ફિલ્મ સાથે જોડી રાખવા, તે હકીકતમાં ડિરેક્શનની એક અઘરી કળા છે, જે ખુબ ઓછા ડિરેક્ટર્સમાં હોય છે.
જેમકે, રવી પાર્ટીમાં આવે છે ત્યાંથી લઈને song ખત્મ થાય ત્યાં સુધી એટલે કે લગભગ 15 મિનીટ સુધી ફિલ્મમાં કોઈ ખાસ મહત્વની ઘટના નથી બનતી હોતી, છતાં આ sequence ને એવી રીતે ડિરેક્ટ કરવામાં આવ્યો છે કે તે audience તેની સાથે જોડાઈ રહે, સિનેમા હોલમાં આ sequence ને audience એ ખુબ enjoy કર્યો છે.
રવી અને જાનકી cafe માં બેઠા હોય છે, ત્યારે બંનેના expression અને reaction દ્વારા બંને વચ્ચે ખુબ ઓછા શબ્દોમાં ખુબ મહત્વનો point clear થઇ જાય છે. આ સીનને અન્ય સીન્સ કરતા એકદમ અલગ રીતે ડિરેક્ટ કરવામાં આવ્યો છે.
જાનકી જયારે રવીને શોધવા માટે અનેક બુટલેગર્સનો contact કરે છે, તે montage લગભગ 10 મિનીટ લાંબો છે, જે ગુજરાતી ફિલ્મોના સૌથી long montage sequence માંથી એક છે.
Suggestion points
(1). ફિલ્મની લંબાઈ થોડી વધુ છે, જેને થોડી ઓછી કરી શકાઈ હોત. (2). ફિલ્મની સ્ટોરી interval પછી ઘણા અંશે ખુલી જાય છે, ત્યારબાદ અમુક interesting events ને બાદ કરતા સ્ટોરીમાં કોઈ મહત્વની ખાસ ઘટનાઓ ઓછી બને છે, જે સ્ટોરીમાં વધુ twists and turns લાવી શકે.
આ સમય તે સમય છે જેમાં સ્ટોરી છેક સુધી જકડી રાખે તેવી ફિલ્મો audience ને સૌથી વધુ attract કરી શકતી હોય છે. જયારે આ સ્ટોરીની જે એક limitation છે, તે interval પછી આસાનીથી દેખાઈ આવે છે, ત્યારબાદ તેમાં વધુ ઘટનાઓનો અવકાશ જ નથી.
(3). ફિલ્મની મધ્યાંતર સુધી જાનકીના હસવાના સીન્સ યોગ્ય એકદમ લાગે છે, પણ ત્યાર પછી ફિલ્મ જયારે તેના end તરફ પ્રયાણ કરતી હોય છે ત્યારે આ સીન્સ થોડા ઓછા કરી શકાયા હોત.
ફિલ્મની જયારે શરૂઆત થતી હોય ત્યારે આવા અમુક સીન્સ audience આસાનીથી પચાવી શકે છે, કારણ કે ત્યારે તે stage ઉપર સ્ટોરી ડેવલપ થઇ રહી હોય છે, પણ ફિલ્મના અંત ભાગના અડધા કલાકમાં જયારે સ્ટોરી એકદમ clear થઇ ગઈ હોય છે, ત્યારે આવા સીન્સ ફિલ્મના આ stage ઉપર ઘણીવાર audience આસાનીથી નથી પચાવી શકતી હોતી.
A bold subject in Gujarati films
અત્યારની generation માં love, relationship, dating, breakup, hookup વગેરે હવે એટલું બધું કોમન થઇ ગયું છે કે આ બધું જ તેમની રૂટીન લાઈફનો એક ભાગ છે. પણ ગુજરાતી ફિલ્મોમાં આવો bold subject પહેલી વાર બતાવવામાં આવ્યો છે, જેથી બની શકે કે આવનાર ટાઈમમાં આ પ્રકારના વિષય ગુજરાતી ફિલ્મોમાં વધુ જોવા મળી શકે.
લગ્ન પહેલા જ બાળકને જન્મ આપવાનો નિર્ણય, આમ તો આ વિષય ફિલ્મોમાં ખુબ જુનો છે, Dhool Ka Phool (1959), Ek Phool Do Mali (1969), Julie (1975) જેવી અનેક ફિલ્મોમાં આ વિષયને યોગ્ય રીતે બતાવવામાં આવ્યો જ હતો, પણ તે સમય અલગ હતો, તેથી તેને ત્યારે ગંભીર રીતે બતાવવામાં આવ્યો હતો. જયારે આ સમય મુજબ અહી તેને એકદમ lightly બતાવવામાં આવ્યો છે.
ઉપરાંત આ ફિલ્મ જોઇને લાગી રહ્યું છે કે હિન્દી ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મોમાં પણ હવે નજીકના ભવિષ્યમાં kissing, intimate સીન્સ ખુબ જ સામાન્ય ગણાશે. આમ તો તેની શરૂઆત ક્યારની થઇ ગઈ છે, પણ મોટાભાગના ગુજરાતી એક્ટર્સ આવા સીન્સ માટે હજુ સુધી એટલા prepare નથી.
A big name is quickly discredited
અમિતાભની Laawaris (1981) ફિલ્મના એક song ની લાઈન છે “જો હે નામ વાલા, વહી તો બદનામ હે” બસ આ નિયમ મુજબ, ઘણીવાર એક A listed ડિરેક્ટર્સની સામાન્ય ફિલ્મને રદ્દી ફિલ્મ તરીકે ગણતરી કરવામાં આવતી હોય છે, કારણ કે તેને રદ્દી ફિલ્મ કહેનાર અને તેના વિષે ચર્ચા કરનાર અનેક વ્યક્તિઓ હોય છે.
જયારે કેટલાક નવા અથવા સામાન્ય ડિરેક્ટર્સની અત્યંત રદ્દી ફિલ્મો પણ હકીકતમાં સામાન્ય ફિલ્મો હોય છે, કારણ કે તેને સામાન્ય ફિલ્મ કહેનાર પણ ઘણા ઓછા અથવા નહિવત હોય છે. અગાઉની એક ફિલ્મને ધ્યાનમાં રાખીને આ point લખવામાં આવ્યો છે.
Movie trivia
કૃષ્ણદેવ યાગ્નિકે પહેલી વાર ફિલ્મમાં music આપ્યું છે. ઘણા ઓછા વ્યક્તિઓને ખબર હશે કે તેઓ હકીકતમાં એક ખુબ સારા guitarist પણ છે, તેમના Instagram account ના એક જુના video માં તેમને ખુબ પેશનથી guitar play કરતા જોઈ શકાય છે.
ફિલ્મમાં વૈશલ શાહ એક cameo માં જોવા મળે છે, ફિલ્મના એક સીનમાં તેઓ એક શિક્ષક તરીકેના comic character માં જોવા મળે છે.
“ઓહ ગોડ, વાત ક્યાંથી ક્યાં જાય છે” આ dialogue જાનકી અગાઉ Naadi Dosh (2022) ફિલ્મમાં બોલે છે, ત્યારબાદ તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર વગર same dialogue જાનકી આ ફિલ્મમાં પણ બોલે છે, અને બંને સીન્સમાં common point એ છે કે બંને સીનમાં જાનકી કારમાં હોય છે. ફર્ક એટલો છે કે એક સીનમાં તે driving seat ઉપર છે, જયારે બીજા સીનમાં તે driving seat ની બાજુની seat ઉપર.
હોલીવુડમાં Knocked Up (2007) આ પ્રકારના વિષય ધરાવતી ફિલ્મ છે. જો બંને ફિલ્મોમાં કોઈ એક similarity હોય તો એ છે કે બંનેમાં male actor ને female actor ની સરખામણીમાં થોડા low profile અને weak બતાવ્યા છે.
Conclusion
Trisha on the Rocks (2024), એક romance, comic જોનરની ફિલ્મ છે, જે young generation ને ફિલ્મ વધુ attract કરી શકે છે. ફિલ્મનો એક એવો bold વિષય છે જેને હજુ સુધી modern ગુજરાતી ફિલ્મોમાં બતાવવામાં આવ્યો નથી.
આ ફિલ્મ ગુજરાતીની સાથે હિન્દીમાં પણ રીલીઝ થઇ છે, જો આ ફિલ્મ હજુ સુધી જોઈ ના હોય, તો નજીકના cinema hall માં જઈને ફિલ્મ જોઈ આવો.
તમારા thoughts અને feedback comment section માં લખી શકો છો. E-mail અથવા WhatsApp કરી શકો છો.